Cinema - 2 in Gujarati Moral Stories by Shailesh Joshi books and stories PDF | સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -2

Featured Books
  • कडलिंग कैफ़े

    “कडलिंग कैफ़े”लेखक: db Bundelaश्रेणी: समाज / व्यंग्य / आधुनि...

  • पारियों की कहानी

    पारियों की कहानीएक छोटा सा गाँव था, जहाँ के लोग हमेशा खुश रह...

  • Love Story

    𝐎𝐧𝐥𝐲 𝐃𝐞𝐬𝐢𝐫𝐞 एक इनोसेंट लड़के की कहानी वो लड़का मासूम था......

  • अंश, कार्तिक, आर्यन - 6

    वो जब तक बाहर बैठा आसमान को निहारता रहा ।आसमान के चमकते ये स...

  • A Black Mirror Of Death

    Crischen: A Black Mirror Of DeathChapter एक – हवेली का रहस्य...

Categories
Share

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -2

ભાગ-2

વાચક મિત્રો,  

સિનેમા ભાગ એકમાં આપણે એક ફિલ્મ બનાવવા માટેના પ્રાથમિક પાસાઓ વિશે જાણ્યું. 

બાકી આમાં જો આપણે વધારે ઊંડાણ પૂર્વક જોવા જઈએ,  

તો એમાં તો અસંખ્ય લોકો, અને મહત્વના 

અસંખ્ય પરિબળો પણ જોડાતા હોય છે, અને આમ 

ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ જ

એક પ્રોજેકટ બનતો હોય છે. 

એ બધું તો આપણે આગળ જોઈશું જ, 

પરંતુ 

એ આપણો પ્રોજેક્ટ જબરદસ્ત મજબૂત બને,

અથવા તો

એ પ્રોજેક્ટ સારો એવો સફળ થાય,

એના માટે,

કયા કયા, અને કેટલા પગલા ભરવા ?

અથવા તો કેવી કેવી, અને

કઈ રીતની તકેદારી રાખવી ?

સૌથી પહેલાં તો આપણે એ જાણવું અતિ આવશ્યક છે. 

એના માટે આપણે અમુક અલગ-અલગ ઉદાહરણો દ્વારા

એ જાણવાની, કે પછી સમજવાની કોશિશ કરીએ,

કે એક સારી ફિલ્મ ક્યારે બને ?

એના માટે કેવી રીતે કામ કરવું પડે ?

તો એનું મારી દ્રષ્ટિએ

સૌથી પહેલું 

સૌથી મોટું અને

સચોટ ઉદાહરણ

મારી નજર સામે એ આવે છે કે, 

"Movie એટલે મધપૂડો"

................................

આમ તો આટલાંમાં તમને એ વાતની ખબર તો પડી જ ગઈ હશે કે, 

આ ઉદાહરણ દ્વારા હું શું કહેવા માંગુ છું ?

છતાં આપણે વિગતવાર એને સમજીએ 

કેમકે આ ફિલ્ડ એવું છે કે, 

પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં,

શરૂથી લઈને અંત સુધી,

આ પ્રોજેક્ટમાં આવતા દરેકે દરેક પાસાઓને,

પ્રોજેક્ટમાં આવતી, કે લાગુ પડતી બધીજ નાનામાં નાની બાબતને પણ એકવાર શાંત ચિત્તે અને એ પણ...

વિગતવાર સમજવી ખૂબ ખૂબ અને ખૂબજ જરૂરી છે. 

અને આ એટલાં માટે જરૂરી છે કે, 

નથી ને આપણને કદાચ આપણા પ્રોજેકટનું જ્યારે ધાર્યું પરિણામ ના મળે ત્યારે, 

જે એક, કે એકથી વધારે નિષ્ફળતાનાં કારણો આપણને આપણા સામે દેખાય, કે પછી આવે, 

ત્યારે આપણો એ પ્રોજેકટ નિષ્ફળ જવાના, કે પછી

ઓછી સફળતા મળવાના એ બધા જ કારણોમાં,

કમસે કમ 

આપણે પોતે, કે પછી

આપણી કોઈ ચૂક 

કે પછી આપણાથી થઈ ગયેલ,

કે પછી રહી ગયેલ આપણી જ કોઈ ભૂલ તો નજ હોવી જોઈએ. 

કેમકે,

આ વ્યવસાયમાં તો એવું છે કે,

એકવાર ફિલ્મ બની ગયા પછી

કદાચ,  કદાચ, અને કદાચ જ

થોડા ઘણા કોઈ ફેરફાર કરવા માટેનાં ચાન્સ મળે,

બાકી તો.....

જો એકવાર ફિલ્મ રિલીઝ થઈ ગઈ,

પછી....

પછી તો રહી ગયેલ કોઈ જ ભૂલ,

કે પછી

કોઈ ખામી સુધારવાનો બીજો મોકો હોતો જ નથી. 

માટે જો આપણને

આપણા પરિશ્રમનું 

આપણી આવડતનું 

આપણે રોકેલ

આપણા કિંમતી સમયનું 

તેમજ નાણાંનું પણ 

( કેમકે એ મુખ્ય અને કેન્દ્ર સ્થાને આવે છે )

પૂરેપૂરું વળતર જ નહીં, પરંતુ

રોકાણથી અધિક ફાયદો કરાવે, અથવા તો

કોઈ કારણસર આપણને આપણા પ્રોજેકટમાં નુકશાન થાય એવું હોય એવે વખતે,

આપણને ઓછામાં ઓછું નુકશાન કરાવે, 

તો જેમ બધી જ મધમાખીઓ જોડાઈને મધપૂડો તૈયાર કરે છે,

એમ 

આપણા પ્રોજેકટ માટે આપણે જે ટીમ તૈયાર કરી હોય,

એ બધાએ પણ એકજ ધ્યેય અને લગન સાથે મચી પડવું જોઈએ. 

તો આનો ફાયદો પૂરી ટીમના દરેક સભ્યોને

પોતપોતાના કામમાં મળે મળે અને મળે જ છે. 

છતાં ભાગ એકમાં કહ્યું તેમ, 

આ એક એવું ફિલ્ડ છે, કે જેમાં,

આ પ્રોજેક્ટમાં રોકાયેલ તમામે તમામ લોકોએ, 

પરીણામ વિશેની 

અગાઉથી કોઈ ધારણા ના બાંધવી.

અને બાંધો તો પોતાના આત્મા સિવાય બીજે ક્યાંય જણાવવી નહીં. 

કેમકે 

આ ફિલ્ડ જ એવું છે કે, 

જેમાં આવડત, મહેનત, યોગદાન, શ્રધ્ધા, સમય, નસીબ અને એવું તો ઘણું બધું કામ કરતું હોય છે.

પરંતુ હા, 

ધાર્યું ફળ ના મળે તો બીજું તો કંઈ નહીં પરંતુ

આપણને આપણું ધાર્યું ફળ કેમ નથી મળ્યું ?

એનો જવાબ તો આપણને જરૂરથી મળશે, મળશે અને મળશે જ...

અને એ જવાબ પણ,

આપણને આપણા આગળનાં સાહસ માટે અતિ ઉપયોગી પણ નીવડશે. 

બાકી કહેવાય છે ને, 

કે

"આંધળો જુગાર ના રમાય"

તો આ પણ આમ જોવા જઈએ તો ખાસ તો, 

મુખ્ય વ્યક્તિ માટે, હેડ માટે 

એક આંધળો જુગાર જ છે,

પરંતુ 

આમાં ફર્ક માત્ર એટલો જ છે કે, 

આમાં આંખો બંધ કરવાની નથી હોતી,

પરંતુ...

આમાં તો આંખો સંપૂર્ણ ખુલ્લી રાખીને,

પ્રોજેકટને પૂરો સમય આપીને,

પૂર્ણ રૂપે નક્કી કરેલ લક્ષ્ય ઉપર કેન્દ્રિત કરવાની હોય છે. 

અને એની સાથે-સાથે ધ્યાન પણ. 

ને વધારે ત્રીજા ભાગમાં.