(વર્ષા અને હું બજારમાં છીએ....)
હું ત્યાથી ઉભો થઈ તેની પાછળ ગયો, તે આગળ બરફના ગોળાવાળાને ત્યાં ઉભી હતી. હું તેની નજદીક ગયો અને તેણે મને બરફનો ગોળો આપ્યો, અમે બન્ને એક બાકડા પર બેઠા બેઠા એ ગોળો ખાવા લાગ્યા અને કઈપણ બોલ્યા વિના એકમેકને બસ જોઈ રહ્યા. તે ઝીણું હસી અને ગોળો ખાવા લાગી. અમે પ્રેમી પંખીડા ત્યાથી બજારમાં ગયા, તેને એક લાલ રંગનું ટેડીબિયર પસંદ આવી ગયું અને તેણે મારી પાસે એ માગ્યું, કદાચ આ પહેલી વાર હતુ કે તેણે કોઈ વસ્તું આમ માંગી હોય. પણ એ સમયે આપણી પાસે પૈસા ન હતા એટલે હું તે ન આપી શક્યો. તેનો ચહેરો ઉદાસ થઈ ગયો પણ એટલીય નાસમજ ન હતી કે રીસાઈને ભાગી જાય.
"કંજુસ... મખ્ખી ચુસ" એમ બોલી તે જતી રહી.
સ્કુલ છુટવાનો ટાઈમ થઈ ગયો એટલે હું અને વર્ષા છકડે આવીને ઉભા રહી ગયાં. બધા મિત્રો આવી ગયા અને કાળુકાકા પણ આવી ગયાં. પારુલનું મોઢુ એકદમ ઉદાસ હતુ, તે ઘણું બધુ પોતાના દિલમા છુપાઈને બેઠી હતી, પણ તે કઈ કહી શકતી નહી.
બે દિવસ બાદ વર્ષાનો બર્થડે હતો, પારુલે વર્ષા માટે ગીફ્ટ લીધી, બીજા મિત્રોએ પણ લીધી. મને કઈ સુજતુ ન હતું કે શુ લઉ? એટલે હું પારુલ પાસે ગયો.
"એ ચશ્મિસ કેને? હું શું લઉ તેના માટે? કઈ ખબર નથી પડતી."....મે પારુલને પુછ્યું.
"મને શી ખબર?? તને ખબર તારે શું લેવું, હું કઈ બધાની ટીચર છું તે ધ્યાન રાખું, અને મારુ નામ છે સમજ્યો???"...પારુલ અચાનક જ મારી ઉપર ત્રાડુકી અને ત્યાંથી જતી રહી.
"લે આને શું થયું પાછુ??"...મે બાજુમાં ઉભેલ અજયને પુછ્યું
એક બાકડા ઉપર બેસી એ રડવા લાગી, અજયે તેને શાંત કરી પણ મને કઇ સમજાયું નહી કે આને શું થયું? હું ફક્ત તેને જોઈજ રહ્યો.
********
ગામના સ્ટેન્ડ પર ઉભા છીએ, સામેથી વર્ષા આવતી દેખાઈ, બધા એકદમ શાંત હતા અને જેવી નજીક આવી કે..
"હેપ્પી બર્થ ડે ટુ યું..." બધાએ એક સાથે ગાયુ અને પછી ચીચીયારીયો કરી.
એક પછી એક ગીફ્ટ તેને મળવા લાગી, છેલ્લે હું તેની પાસે ગયો,
"હેપ્પી બર્થ ડે" અને પછી ધીમે થી "સ્વિટહર્ટ" બોલ્યો. એ થોડુ મલકાઈ. આ બધા વચ્ચે પારુલની નજર ફક્ત અમારી ઉપર જ હતી એ મે જોયું. મે વર્ષાને ગિફ્ટ આપી.
"શું છે આમા??" તેણે ઉત્સુકતાથી પુછ્યું.
"જોઈ લે શું છે, મને શું પુછે??"..
"ના...ઘરે જઈને જોઈશ? અને તેણે બધી ગીફ્ટ બેગમાં મુકી દિધી.
આમ પણ તેની બેગમાં ક્યા કઈ હોય જ છે. ખાલી પેટી જ હોય એટલે ઇઝીલી બધી ગીફ્ટ આવી ગઈ.
રીશેષનો ટાઈમમા અમે બધા નીચે બેઠા હતા. વર્ષા નાસ્તો કરી પાણી પીવા ગઈ, પારુલ આજે જમવા ન હતી આઈ. મે મીત્રોને પુછ્યું,
"યાર મને કેમ થોડા દિવસથી એવુ લાગે છે કે પારુલ બદલાઈ ગઈ છે, આ એતો નથી જ જે આપણી મિત્ર હતી."
"તને શું લાગે? કેમ આવુ કરે છે?" અંકિતે પુછ્યું.
"ખબર નહી પણ તેનુ વર્તન એકદમ બદલાયેલું છે." ...મે કિધું
"અબે તને એટલી ખબર નથી પડતી કે એ તને પ્રેમ કરે છે, પણ તું વર્ષાને પ્રેમ કરે છે, એટલે એ કઈ કહી શકતી નથી અને મનમાં જ બધુ બંદ કરીદે બેઠી છે."...અજયે મને જોઈને કિધું
"ઓય...શુ કઈ પણ બોલે છે!!! એ આપણી મિત્ર છે... અને એ પણ નાનપણથી"...હું થોડુ કડકાઈથી બોલ્યો.
"એમ તો મિત્રતો વર્ષા પણ હતી, હવે કેમ નથી??"...અજયે સામો સવાલ કર્યો.
હુ કઈ જ ન બોલી શક્યો, વર્ષા પાણી ભરીને આવી, અને મને બોટલ આપી. અમે એકદમ ચુપ થઈ ગયા. બેલ વાગતા જ અમે રૂમમાં ગયા.