અમારી સાથે આવતો બાજુના ગામનો રોહન આપણી ભાષામાં કહીએ તો પારૂલને લાઈન બહુ મારે પણ પારૂલ ભાવ આપે તેમ ન હતી.. એ ગોરી રાધા ફક્ત પુસ્તકમા જ પરોવાયેલ હોય... ખબર નહી કઈ રીતે અમારી મિત્ર એ બની ગઈ હશે! થોડો સમય તો આમ ચાલ્યું પણ વર્ષાથી ન રહેવાયુ એટલે એક વખત તો સારો એવો ઝાટકી લીધો પણ તેની આદત તો ગઈ જ નહી ને થઈ ગયો એક દિવસ જોરદારનો મોટો ઝઘડો અમે ૬ ને તેઓ ૪ એટલે લડાઈ તો જોરની ચાલી પણ એટલામાં કાળુકાકા વચ્ચે આવી ગયા ને અમને બધાને શાંત કર્યા.
આમ તો મારી અને વર્ષા વચ્ચે પણ મિત્રતાથી વધીને કંઈક વધારે જ થઈ રહયુ હતું. સાથે બેસીયે ત્યારે અમસ્તા જ તેના હાથનો સ્પર્ષ થાય ને શરીરનો એક એક રોમ ઊંચો થાય જાય. હું પણ કઈક ને કંઈક બહાનું રોજ કાઢતો ને તેની નજદીક રહેવાનો મોકો મેળવતો હતો. આ બધુ એ રીતે થતું કે કોઈને આ વાતની ખબર ન પડે અને જેને ખબર પાડવાની છે તેને જ પડે. કદાચ વર્ષાને પણ એ ફીલીંગ્સ તો હતી જ નહી તો તેણે ક્યારનો ય આનો વીરોધ કરી મને એક નહી પણ બે થપ્પડ મારી દીધી હોત.
અમે એક મેકની ખુબ જ નજીક આવી રહ્યા હતા અને અમારા પંચતત્વમાં કોઈને કઈંજ ફર્ક ન હતો પડતો પરંતુ આ બધા વચ્ચે જો કોઈ થોડુ ઈર્ષામા હતું તો તે પારૂલ હતી. આ વાતની જાણ તો મને ઘણાય વર્ષો પછી થઈ પણ અહીં જણાવવી જરૂરી એ હતી કે પારૂલને મારા પ્રત્યે કુણી લાગણી હતી પણ તે જાણી ગઈ હતી કે હું વર્ષાને પસંદ કરુ છું એટલે તે હંમેશા દુર જ રહેતી હતી.
સ્કુલમાં દર બુધવારે પ્રોગામ થતા જેથી દરેક જણે ભાગ લેવો જરુરી હતો. આ વખતે અમારો નંબર હતો એટલે અમે તો ખુશ હતા! અરે ના, અમે તો જરીક પણ ખુશ ન હતા. કારણ કે અમારા માંથી ફક્ત વર્ષા જ હતી કે જે અભીનય કરી શકતી. એટલે સૌથી પહેલા તો તેણે જાણ્યું કે કોણ કેટલો અભીનય જાણે છે. બે દિવસ બાદ નક્કી કરાયું કે કોણ કયું પાત્ર ભજવશે. અમારું નાટક હતું 'પૃથ્વીરાજ ચૌહાણ'. નાટકના ડીરૅક્ટરે એનાઉસ્ડ કરવાનું ચાલુ કર્યુ અને વર્ષા બની સંયુક્તા, પારુલ બની ગજનીની બેગમ, અજય બન્યો રાજા જયસિંહ, આપણો વિલન અવતાર હતો ગજની અને ગૌતમ બન્યો પૃથ્યીરાજ.
નાટકનું રીહર્લસલ ચાલતું હતું ને સંયુકતા અને પૃથ્વીરાજની પ્રેમ કહાનીના સાફ સુતરા દ્રશ્યો અમે રાખેલ આમ છતા વર્ષા અને ગૌતમને જોઈ જે દુ:ખ અહિં થતું એટલુ જ સુખ એક કે બે લાઈન હોવા છતા પારૂલને થતું, કારણ તો તમે સમજી ગયા હશો! આ નાટકે જ મને જાણ કરી કે મારી વર્ષા પ્રત્યે દોસ્તીથી વધુ કંઈક છે અને પારૂલની લાગણીના અંકુર પણ વધારે ફુટ્યા ને એ પણ ઘાયલ થતી જતી હતી. આ બાજુ વર્ષા એક જ એવી હતી કે જેને કશો જ ફર્ક ન પડ્યો.
પરીક્ષા નજદીક હતી ને બધા ચોટલીયો બાંધીને લાગી ગયા તૈયારીયો કરવા.. દિવસ નજીક આવતાને ઘબરામણ વધતી જતી હતી, અંતે તે સમય પણ આવી ગયો જેની તૈયારી ચાલતી હતી, બધા મનને શાંત કરવા હવે વાચવાનું બંધ કર્યુ સીવાય કે વર્ષાના!!!! એ અલ્લડની તૈયારી હવે શરું થઈ, બધા જ ઈમ્પોર્ટન પ્રશ્નો જાણી ને લાગી ગઈ કાપલીયો બનાવવા... પરીક્ષા પતી પણ ગઈને બધા રીલેક્ષ પણ થઈ ગયા..આવવાનું બાકી હતું તો તે હતું પરીણામ....