Old School Girl - 9 in Gujarati Love Stories by રાહુલ ઝાપડા books and stories PDF | Old School Girl - 9

Featured Books
Categories
Share

Old School Girl - 9

અમે લોકોએ પાસ થઈ જઈએ અને પરીણામ લેવા જઈએ ત્યારે ભુદરકાકાને ત્યાં જઈ લસ્સી પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, પણ જે રીતે પરિણામ આયા તે જોતા આ પ્રોગ્રામ કેન્સલ રહ્યો અને અમે છકડામાં બેસી સીધા ઘરે આયા, વાટમા ગૌતમ બહુ દુ:ખી હતો અને ખબર નહી પણ વર્ષાનો શું થયું હતું આજ. આટલા ટકા!! પણ એ ઉદાસ હતી એ અમને હજમ નહતું થતું, બધાએ તેની માફી માગી કે આવતા તેની મજાક બનાવી એટલે ખોટુ લાગ્યું હોય તો. પણ, તેણે ના પાડી કે,"એવુ કઈજ નથી."

ગામ આવતા અમે બધા છુટા પડવા લાગ્યા, ગૌતમના પગ સ્થીર થઈ ગયા જ્યારે તેનુ ઘર આયું તો, મગનકાકા બહાર જ ઊભા હતા, આમ ઢીલુ મોઢુ જોઈ તે સમજી ગયા અને પેસતા જ બે થપાટ પડી અને ખુબ ગાળો પણ. આપણે ત્યા આવુજ છે સીધી સજા, કેમ, અને કઈ રીતે બન્યું એ કોઈ જાણવાજ નથી માગતું કદાચ પુછ્યુ હોત તો અમે કહેત કે તેનુ રીચેકીંગનુ ફોર્મ ભરવાનું છે, પણ ના, એવુ નહી બસ ચડી જ બેસવાનું, અરે તે વ્યક્તીને તો પુછો તેના પર શું વીતી રહી છે. આ બધા વચ્ચે તેમનું લેક્ચર ચાલું થયું,

"કેટકેટલા રૂપીયા બગાડ્યા છે ગધેડા તારી પાછળ, ગામમા મારી આબરુ ન રઈ, આના કરતા તો પથરો આયો હોય તો સારુ." અને એ ધબધબાટ ચાલું, ગૌતમ ચુપ હતો, એક પણ શબ્દ બીચારો ના બોલ્યો, અમે પણ કઈ ન બોલી શક્યા, ફક્ત નીચુ મોઢુ રાખી જોઈ રહ્યા આગળ અંકિતની પણ તે જ દશા હતી, પારૂલ તેની શેરીમાં ગઈ હવે હું અને વર્ષા જ રહ્યા, ઈચ્છા તો હતી કે આ ખુશી પર તેને એક આલિંગન આપુ પણ આટલુ જલદી!! ના ના હજી તેણે ભલે ના ન પાડિ હોય પણ હા પણ ક્યા પાડી છે. હું અટકી ગયો તે તેની શેરીમાં વળી, હું ફક્ત તેને જોઈ જ રહ્યો કઈ ન કરી શક્યો.

   થોડુ આગળ ગઈ ત્યા જ તે ઊભી રહી અને કહેવા લાગી"તું પુછતો હતોને કે હું ઉદાસ કેમ છુ? આટલા ટકા સારા આવ્યા છતા, પણ હું કહી ન શકી આજે મારા મમ્મી-પપ્પાની તીથી છે..."

આ છેલ્લો શબ્દ ધ્રાસકો પાડી ને જતો રહ્યો અને એ જ ક્ષણે વર્ષા પણ શેરીમાં વળી ગઈ. હુત્યાથી હલી ન શક્યો, થોડી વારમાં બા (અમારે ત્યા મમ્મી ન કહેતા બા જ કહેતા) ત્યાથી નીકળી અને મને જૈઈ અડી ને બોલી

"આમ શું જોવે ત્યા?? ચાલ ઘરે, અને તારૂ રીઝલ્ટ શું આયુ??

બાએ અચંબીત થઈ પુછ્યું.

"બહુ જ સારૂ બા"

"મને ખબર જ હતી, મારા દિકરાની મહેનત જ એટલી હતી, માતાજીની લાખ કૃપા લે હેડ ઘરે તારા કાકા રાહ જોતા બેઠા સ"

અમે ઘરે ગયા અને કાકા (જેમ મમ્મીને બા તેમ પપ્પાને કાકા) ત્યા જ ઉભા હતા, હુ પગે પડ્યો અને પરીણામ બતાયું, બધા મારૂ પરિણામ જાણી ખુશ થયા અને બોલ્યા

  "બધા છોકરા કરતા તારે સારા એમને??

"હા કાકા"

"જોયુ નાનકા આખા ગામમા મારો દિકરો પેલો આયો"

"આખા ગામમા નહી" મે ધીમે રહીને કિધુને મારો નાનો ભાઈ ચમક્યો..

"આખા ગામમા નહી! તો કોણ? તે તો કિધુ બધા છોકરા કરતા તારે વધારે!! નઈ કાકા એવુ બોલ્યોન"

"છોકરા કરતા કીધુ આખા ગામમા થોડું"

"તો શું?"

"આખા ગામમા તો પારૂલને વધારે."

"એ કોણ પાછું" તેમણે પુછ્યું.

નાનો "અમિતકાકાની પારૂલ..હે ને ભાઈઈઈ" તેણે જાણી જોઈને ભાર આપ્યો.

"હત તમારી..સોડી તમન વટી જઈ"

નાનો "હું નતો કે તો કે આ બઉ રખડે છે ટાટીયો નહી ટકતો" મલકાતા મલકાતા તે બોલ્યો.

"બસ હવે વાયડા, એક ખઈશ" મે કિધું.

"વાધો નહી, બઉ સારા લાયો તોય બેટા"

આ બેટા શબ્દએ તો મારામાં પ્રાણ પુરી દિધા.સાંજ સુધીમા આખા ગામમા વાત પહોચી ગઈ અને જે મળતા તે કાકાને પુછતા ને તેમની છાતી તો ગજ ગજ ફુલતી.

બીજા દિવસે કુળદેવીના સામૈયા કરવામાં આવ્યા ને પેડા ચડાયા, શ્રીફળ વધેરાયા, ભુવાજીને બોલાવામા આવ્યા અને થોડી વારમાં વેણ વધાવા લઈ પછી ચાલ્લા કર્યા, મનમા તો થયું કે બકરાની બલી ચડાવતા હોય તેમ તૈયાર કરે છે, આજે મારા જેવા કેટલાયની બલી ચડશે...ગામમાં વાણંદને બોલાઈને એ ટકો કરી દેવામાં આયો, હું ચુપ હતો, એક શબ્દ પણ ન બોલી શક્યો.

સાલુ ટકા સારા આયા તેમા ટકો!!!