Old School Girl - 1 in Gujarati Fiction Stories by રાહુલ ઝાપડા books and stories PDF | Old School Girl - 1

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

Old School Girl - 1



આ રચના તદ્દન એક કાલ્પનિક વિચાર છે, તથા તેને કોઈપણ રીતે કોઈના સાથે સંબંધ નથી. જો કોઈની જિંદગી સાથે ક્યાંય પણ કોઈ પણ જાતનો મેળ થઈ જાય તો તે માત્ર સયોંગ હશે. આ વાર્તાના બધાજ હક મારી પાસે રહેલ છે તો કોઈ તેની ચોરી ન કરે. આમ છતાં કોઈ એવું કાર્ય કરશે તો તેના પર કડક પગલાં લેવામાં આવશે.

તમારો મિત્ર,
રાહુલ ઝાપડા


મને ફોલોવ કરવા

Twitter :- RahulBWorld
Instagram :- rahulbharvadworld





Old School Girl

લેખક :- રાહુલ ઝાપડા


********


મિત્રો આ રચનાનો નાયક એટલે કે રાહુલ અને આ રાહુલ એટલે હું પોતે નથી. આ એક કાલ્પનીક રચના છે અને આ કથાનાયક એક રાઇટર છે જે પોતાની Love Story લખી રહ્યો છે, આ રાહુલ અને મારે કઇ લેવા દેવા નથી જેની ખાસ નોંધ લેવી.




પ્રકરણ ૧ આંખનું આંસુ અને રૂમાલ


આ તે એટલે તે જ, જે તમે વિચારો છો, એક એવો પ્રેમ જે તમે અને મેં કોઈને કોઈક રીતે પોતાના શાળાના દિવસોથી લઈને કૉલેજ કાળ દરમિયાન ક્યાંકને ક્યાંક તો અનુભવ્યો જ હોય છે. ઘણી વાર લખવાનો વિચાર કર્યો પણ કઈંક ને કંઈક અધુર લાગતું એટલે લખતો નહી. પણ, આ વખતે લખી રહ્યો છું, આશા છે કે બધાને મારી આ વાર્તા પસંદ આવશે.

રાહુલ







હું સાતમી ચોપડીમા આવ્યો હતો અને આજે નીશાળનો એ પહેલો દિવસ હતો. જુના મિત્રો સાથે હું અલકમલકની વાતોએ વળગ્યો હતો કે સફેદ ડ્રેસમાં માથે લાલ રીબીન બાંધેલ એક છોકરી અમારા રુમમાં આવી. તેના હાથમાં રુમાલ અને આંખમા બોર જેવડા આંસુ એકપણ બાજુથી સારા ન'તા લાગતા. મને આજેય યાદ છે એના બન્ને ગાલે સુંદર ખંજર પડતા. રડીરડીને તેના ગાલ રાતા પડી ગયા હતા અને નાકની ટોચ પણ લાલ ટામેટા જેવી લાગતી હતી. પાછળથી મને જાણવા મળ્યું કે તેણીની ગામમાં તેની ફોઈને ત્યા રહેવા આવી હતી.

આમતેમ થોડીઘણી નજર ફેરવીને ડરી ગયેલ સુંદર સુંવાળા સસલા જેવી તે કન્યા રૂમમાં બીજી છોકરીયો ભેગી જઈને બેઠી. આટલા પ્રસંગમાં હું એકવાર પણ તેને જોયા વિના રહ્યો ન હતો અને તેની દરેક ક્રીયા પર નજર રાખી રહ્યો હતો. થોડીકવાર પછી આ બાજુ જોતા મારી અને તેની એક નજર થઈ તો મેં એક સ્મીત છોડ્યું, પણ કદાચ એને તે વાગ્યું હશે, નહિ તો તે આમ નજર થોડીને ફેરવી લે!

નાની શાળામાં અને ખાસ કરીને ગામડામાં જ્યારે પણ કોઈ નવું આવે એટલે તરત જ ગુપચૂપ શરૂ થાય કે આ કોણ છે? શું નામ છે? હોશીયાર છે કે નહી? આવા અનેક સવાલોની અંતાક્ષરી ચાલે અને બધા પોતપોતાના અભીપ્રાયોનો મારો કરે.

રીસેષનો સમય હતો અને તે ગુલાબી છોકરી એકલી શાળાના ઓટલા પર બેઠી હતી. તેનો ઉદાસ ચહેરો મારા અક્ષ સમક્ષ તરવરતો હતો. હું તેની બાજુમા જઈ ને બેઠો, એક મીનીટના મૌન બાદ મે પુછયું,

"કોના ઘરે આઈ છે તું?"

તેણીનીએ જવાબ આપ્યો "લીલીફઈ ને ત્યાં." અવાજ તેનો થોડો જાડો હતો.

મે આગળ પુછયું, "હવે તું અહી જ ભણાવાની છે?"

તેણીનીયે ફક્ત પોતાનું માથું હલાવ્યું અને મને જવાબ મળી ગયો હતો. મારા ચહેરા પર પણ એક મુસ્કાન આઈ, જાણે પ્રેમ નો સ્વીકાર કર્યો હોય તેમ.

વાતને આગળ વધારતા હવે મેં એક બે પ્રશ્ન પુછી લીધા, "તારું નામ શું? તારા મમ્મી-પપ્પા પણ અહી રહેશે?"

એની આંખમાં ટપક ટપક બોર જેવા આંસુ નીકળવા લાગ્યા ને હું ગભરાઈ ગયો કે, શું થયું? આમાં ક્યાંય મેં એવું તો કહ્યું જ ન હતું કે જેનાથી તેને દુ:ખ થાય. તેને આમ રડતી જોઈને મારો ચહેરો પણ ઉદાસ થઈ ગયો.

રીશેષનો બેલ વાગ્યોને હું દોડતો જતો રહ્યો...



******
વધુ આગળના ભાગે..