Old School Girl - 7 in Gujarati Love Stories by રાહુલ ઝાપડા books and stories PDF | Old School Girl - 7

Featured Books
Categories
Share

Old School Girl - 7

ઘરમાં અમે બેઠા હતા ત્યાં મને ખબર પડી કે મારે સારા ટકા આવશે તો માનતા માનવામા આવી હતી કે ટકો કરવામા આવશે ને પેંડા ચડાવાશે,

"મને પુછવું તો હતું ટકો કરાવો કે નહી, તમે મને પુછયા વિના આઉ કેમ કરી શકો?"

પપ્પા "તો હવે તને પુછીને બધા નીર્ણય લેવાશે?"

"વાત મારી છે, મારી જીંદગીના નિર્ણય મને લઈને નઈ તો કોને પૂછવાનું, આમ ક્યાં સુધી અભણ રહેશો?"

"અને હા દેશમાં કરોડોની વસ્તી આવી બાધા રાખે તો તો ભગવાન પોતાનો દરવાજો ખોલેને નકરા વાળ જ પળ્યા હોય, અને આ વાળ શું એ ફુગ્ગા લેવા ભેગા કરે..."

વાત અડધી જ રહી ત્યા ફટાક કરતી એક ધપ્પડ આવી ને બધું શાંત થઈ ગયું.

આ ઉમર જ એવી હોય છે મિત્રો, ૧૬ થી ૨૫ ની ઉંમરે      માં- બાપે બાળકના મિત્ર બનીને રહેવું જોઈએ, કારણ કે આ ઉમર જ તેમને ખોટા મર્ગમાં આકર્ષિત કરે છે અને આ કારણથી જ જો તેઓ તેમના મિત્ર બનીને રહે તો બાળકને ખોટા મર્ગથી વાળી શકાય છે.

કેટલીક ક્ષણ બાદ મને ભાન થયુ કે આ ધપ્પડ મને જ પડી, હું મારા રૂમમાં જતો રહ્યો. રાતનું ભોજન પણ ન કર્યુ ને સવારની ચા પણ ન પીધી, બધાની નજર ચુકવી હું ઘર છોડી ભાગી ગયો, ખીચામા ૫૦ રૂપીયા હતા તે શહેરમા પહોચી અમદાવાદ જતો રહ્યો.

બપોરનો સમય થઈ ગયો હતો ને ભુખ પણ કકડીને લાગી હતી એટલે ૨૦ રુપીયા બચ્યા હતા તેનો નાસ્તો કરી લીધો. હવે ક્યાં જવુ એ કઈ સુજતુ ન હતુ એટલે ચાલવાનુ શરુ કર્યું કલાક ચાલી બસ સ્ટૅન્ડ આયુ ત્યાં બેસી ગયો, ૪...૫...૬ એમ કરતા ૮ વાગ્યા અને તેમ તેમ પોતાની ભુલ સમજાતી ગઈ અને રડવાનું ચાલુ કર્યુ, રડી ને આંખો સુજી ગઈ. આ બાજુ ઘરે મમ્મી બપોરની બેભાન થઈ ગયેલ તે ૫ વાગે ભાન આયું, પપ્પાની તબીયત પણ બગડવા લાગી.

૯ વાગ્યા અને દુકાનો બંધ થવા લાગી, ત્યા એક હાથ મારી સામે કપરકાબીમાં ચા લઈને આયો, મે ઉંચુ જોયુ તો એક આધેડ વયના કાકા મારી સામે ઊભા હતા.

કાકા, "લે બેટા ચા, કયાનો છે તુ? ભાગીને આયો બેટા?"

"હા કાકા, પણ હવે ઘરે જઉ છે"  આટલુ કહેતા આંખમા આસુ આઈ ગયા.

"લે પહેલા ચા પીલે"

મેં ચા પીધી અને પછી થોડો રીલેક્ષ થયો, કાકા મારી જોડે બેઠા ને માંથે હાથ ફેરવ્યો.

"બોલ હવે, ક્યાનો છે બેટા?"

મે મારા ગામનું નામ લીધું, અને તેઓ મને લઈને ઉભા થયા અને STDમા જઈ ફોન કરી થોડી વારમાં પાછા આયા.

ચલ બેટા મારા ઘરે અને હુ તને કાલે તારા ગામ પહોચાડી દઈશ, પણ મને બીક લાગવા લાગી, એક તો અજાણ વ્યક્તીને આમ પોતાને ત્યા લઈ જવા મંડ્યા ને એ પણ ફોન કરી. મે કાકાને પુછ્યું"તમે જોયું છે મારૂ ગામ? તમે ઓળખો છો કોઈને?"

કાકા, "હા બેટા, મારી દિકરીનું સાસરુ તમારા ગામમા જ છે અને તેમના જમાઈનું નામ દીધું"

નામ જાણી મને થોડુ ઓકવર્ડ ફીલ થયું કારણ બીજુ કઈ નહી પણ મગજમાં ઘાલી દીધેલ ઉંચનીચના એ ભેદ, તેમની દિકરી બીજુ કોઈ નહી પણ વર્ષાની ફોઈની દેરાણી જ, પણ હું તેમના ઘરે ગયો, પેટ ભરીને જમ્યો ને આખા દિવસના થાકથી ઘસઘસાટ ઉંઘી ગયો.

સવાર પડતા જ તેમના પત્ની મુકવા આયા અને ગામમા પહોચતા જ સ્ટૅન્ડ પર ભીડ જામી ગઈ હતી, પગ મુકતા જ ઉભો રહી ગયો ને પપ્પા નજીક આયા એટલે આંખો બંધ કરી દિધી કારણ કે એક જોરથી થપપ્પડ આવાની હતી... પણ એનાથી ઉલટુ થયુ ને તેમણે મને બથ ભરી લીધીને રડવા લાગ્યા, મમ્મીને બન્ને ભાઈ પણ ભેટી પડ્યા, અંકિત, અજય, પારૂલ, ગૌતમ ને વર્ષા પણ ત્યા જ ઉભા હતા એ પણ આયા.

ભેદ રાખનારા બધા પ્રેમથી પેલા બા ને ઘરે લાયા ને ચા થી લઈ જમવાનું પણ ઘરે રખાયું

કેવી સ્વાર્થની દુનીયા???...એક જ ક્ષણમાં બધુજ બદલાઈ ગયું