Miss kalavati - 13 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 13

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 13

ત્રણ માસના લાંબા સમય પછી કલાવતી અને બારોટ સાહેબને એકબીજાને મળવાનો સમય મળ્યો હતો . આ વખતે તેમણે મળવાનું સ્થળ જયપુર પસંદ કર્યું હતું . ને જયપુરની સેવન સ્ટાર હોટલ 'ધ લેંગ્વેજ' માં ડીલક્ષ રૂમ પણ એડવાન્સ બુકિંગ થઈ ગયો હતો .તેમની આ મુલાકાત અતિ ગુપ્ત હતી.  કલાવતી અમદાવાદથી જયપુર પ્લેન માં આવી હતી. જ્યારે બારોટ સાહેબ દિલ્હી થી પ્લેનમાં જય પુર આવ્યા હતા. બંન્ને એ હોટલના વિશાળ ડાઇનિંગ હોલ માં ડિનર લીધું હતું .અને પછી પોતાના 'ડીલક્ષ રૂમ' માં આવ્યાં હતાં .
બારોટ સાહેબે જોયું કે આ વખતે કલાવતી ના ચહેરા ઉપર પહેલાં કરતાં વધુ તેજ પ્રગટતું હતું. વિશાળ ડબલ બેડ ની મુલાયન પથારીમાં એકબીજાની બાંહો માં બાંહો નાંખી સૂતાં -સૂતાં કલાવતી પોતે જોયેલા એ 'મહા સ્વપ્ન'  ની પૂરી કહાની કહી સંભળાવી .  કલાવતી ના સ્વપ્નની પૂરી કહાની સાંભળી બારોટ સાહેબ પણ ખુશ થયા.  તેમણે કહ્યું .,'માણસ જેવું સતત મનમાં વિચારે છે.  અને જેનું સતત 'દિલ'માં રટણ કરે છે તેને સ્વપ્ન પણ તેવાં જ આવે છે .
  બારોટ સાહેબે આગળ કહ્યું.' ઊંઘમાં તો દરેક માણસ સ્વપ્ન જુએ છે. પરંતુ જે વ્યક્તિ ખુલ્લી આંખે સ્વપ્નો જુએ, એ જ સફળ થાય છે. સૌપ્રથમ વ્યક્તિ કોઈ લક્ષ નક્કી કરે, અને તેને પ્રાપ્ત કરવા માટેની લાયકાત કેળવી, પોતાનું તન,મન, અને ધન સતત તેમાં લગાડી દે , ભક્તિ, સાધના ,યોગ, અને અભ્યાસનો સહારો લઈ પરિશ્રમ ની પરાકાષ્ઠા સર્જી, તેના માટે જીવન સમર્પિત કરી દે, તો આ દુનિયામાં માણસ માટે કંઈ પણ અશક્ય નથી.'
  એક ક્ષણ અટકીને તે આગળ બોલ્યા.' ભારતમાં અત્યારે 'લોકશાહી' છે. જ્યારે તે જોયેલું સ્વપ્ન રાજાશાહી માંનું છે .માટે લોકશાહી રીતે કેવી રીતે ટોચ સુધી પહોંચી શકાય તેવું જ તારે વિચારવું જોઈએ . અને તે માટે નું આયોજન કરવું જોઈએ. અને પ્રયત્ન કરવો જોઈએ. તેમાં તારું આ પ્રથમ પગથિયું છે. હજુ તો તારે સાત કોઠા વિંધવાના બાકી છે. પરંતુ તું ધારે તો એ બધું જ કરી શકે તેમ છો.' ત્યાર બાદ રાતને રંગીન બનાવીને બંને સૂઈ ગયાં .વહેલી સવારે બારોટ સાહેબ ફ્લાઈટમાં જયપુરથી દિલ્હી જવા રવાના થયા. જ્યારે કલાવતી જયપુર થી અમદાવાદ આવવા રવાના થઈ .
   ત્યાંથી પરત આવ્યા બાદ કલાવતીએ રોજિંદા કામકાજ માં મન પરોવવા ની કોશિશ કરી. પરંતુ ન જાણે કેમ, ક્યાંય મન લાગતું જ ન હતું. ફરી- ફરીને તેણે જોયેલું એ 'મહા સ્વપ્ન' તેણીને યાદ આવ્યા કરતું હતું.  અને મનમાં સતત ઘુમરાયા કરતું હતું. અને કલાવતી એ મનમાં નિર્ણય કર્યો. 'પોતે ગમે તે ભોગે, તેણીએ જોયેલુ સ્વપ્ન પૂરું કરીને જ રહેશે ! એના માટે ચાહે ગમે એટલો પરિશ્રમ કરવો પડે, ગમે એટલો ભોગવા આપવો પડે. કે' ગમે એટલું મોટું બલિ દાન આપવું પડે.'       એના માટે કલાવતી એ હવે પોતાના રોજિંદા કાર્યક્રમમાં થોડો ફેરફાર કર્યો. તેણી દરરોજ વહેલા સવારે પાંચ વાગે ઉઠી જતી. પાંચ થી સાત બે કલાક પોતા ના અભ્યાસ ખંડમાં બેસી ,ભારતની વર્તમાન રાજ્ય વ્યવ સ્થા , કાયદા- કાનૂન, બંધારણનું માળખું, યોજનાઓ , તેનું અમલીકરણ , વગેરેનો ઊંડો અભ્યાસ કરવા લાગી .
     કલાવતી એ ગુજરાત અને ભારતની રાજ્ય- વ્યવસ્થા અને રાજકારણ નો ઊંડો અભ્યાસ કર્યો . તેણીએ જોયું કે લોકશાહી વ્યવસ્થા માં દર પાંચ વર્ષે ધારાસભ્યો બદલાતા હતા. મંત્રી બદલાતા હતા . મુખ્યમંત્રી પણ બદલાતા હતા. અને પૂરેપૂરી સરકાર પણ બદલાતી હતી. પોતાની સરકાર ની નીતિઓ, આ પદાધિકારીઓ નક્કી કરતા હતા.તેમણે નક્કી કરેલ યોજના ઓ નો અમલ કરવાનો 'આદેશ' પણ આપતા હતા .
  પરંતુ એનો અમલ કરવાનું કામ તો સરકારી અધિકારીઓ જ કરતા હતા.  ખરા અર્થમાં સરકારનો આ 'વહીવટ' તો અધિકારીઓ જ ચલાવતા હતા .  સેક્શન અધિકારી, નાયબ સચિવ,  સચિવ , અગ્ર સચિવ , કમિશ્નર , આ બધા સચિવાલયમાં બેઠા - બેઠા સરકાર ચલાવતા હતા .
એ જ પ્રમાણે , ક્લાસ વન,  કલાસ 2, ત્રીજા વર્ગ કે ચોથા વર્ગના અધિકારીઓ, કે કર્મચારીઓ, જે જગ્યાએ હોય તે ઓફિસ નો વહીવટ તે જ કરતા હતા .
    આ અધિકારીઓની અલગ- અલગ જગ્યાએ અલગ- અલગ પોસ્ટ ઉપર બદલી ઓ ભલે થતી હતી .પરંતુ જ્યાં સુધી તેઓ 'રિટાયર્ડ' ના થાય ત્યાં સુધી તેમની મુદત પૂરી થતી ન હતી. તેમની વહીવટ કરવાની સત્તા ચાલુ જ રહેતી હતી.  જોકે રાજ્યના આઇ.એસ.અને આઈ.પી.એસ. અધિકારીઓમાં પણ અલગ -અલગ ગ્રુપ હતાં .જેમ કે ગુજરાત કેડરના અધિકારી, હિન્દી ભાષી ઓફિસર,સાઉથ ઇન્ડિયન ઓફિસર્સ ,નોર્થ ઇન્ડિયન ઓફિસર વિગેરે.
   ઊંડી શોધખોળ ના અંતે ગુજરાત સરકારમાં સત્તા નું કેન્દ્રબિંદુ કલાવતી એ શોધી કાઢ્યું હતું. દક્ષિણ ભારતીય જી. વિશ્વનાથન .જે નાણાં અને મહેસુલ વિભાગના અગ્ર સચિવ હતા. તેમની રાજ્ય સરકાર ઉપર જબરી પકડ અને પ્રભાવ હતો.સરકાર ચલાવવામાં તેમનો મહત્વનો રોલ હતો ચાર- ચાર મુખ્યમંત્રીઓ સાથે તેમણે કામ કર્યું હતું . છતાં એ જ હોદ્દા ઉપર તે સ્થિર હતો. દરેક સરકારને તેની કાબે લીયત અને આવડતને લીધે તેની જરૂર રહેતી હતી .
   રાજ્ય સરકારની પાંચ જ નહીં, 10- 15 વર્ષ પછીની વિકાસની રૂપરેખા, તેના પ્રોજેક્ટ, ભવિષ્યની યોજનાઓ, તે માટેનું નાણાકીય આયોજન,  આ બધી જ સરકારની 'સિક્રેટ ' માહિતી તેની પાસે રહેતી હતી.  ખૂબ જ મનો મંથનના અંતે પોતે જોયેલા 'મહાસ્વપ્ન' ને ની સિધ્ધ કરવા માટે, એક યોજનાના ભાગરૂપે કલાવતી એ જી. વિશ્વનાથ ન ને મળવાનો , તેની નીકળતા કેળવવાનો મનમાં 'સંકલ્પ' કર્યો .
   ગાંધીનગર સચિવાલય માં દર મંગળવારે મંત્રીશ્રીઓને મુલાકાતથીઓ સાથે મળવાનો વાર નિશ્ચિત કરેલો છે. તેથી તે દિવસે બધા જ મંત્રીઓ સચિવાલયમાં હાજર હોય છે. આમ તો કલાવતી સચિવાલય માં ખાસ અગત્યનું કામ ન હોય તો ત્યાં સુધી, રૂબરૂ કોઇને મળવા આવતી ન હતી. કારણ કે તેણીનું ઘણુંબધું કામ તો બારોટ સાહેબ સાથેના તેના સંબંધો, અને તેમના નામ માત્રથી ફોન દ્વારા જ થઈ જતું હતું .પરંતુ આજે તેણી એક ખાસ કામ માટે પાલનપુર થી પોતાની 'કવોલીસ' ગાડી લઈને ગાંધીનગર આવી હતી.
કલાવતી ને બ્લોક નંબર-૧ ના ગેટ પાસે ઉતારી ડ્રાઇવર અજીત ગાડી લઈને પાર્કિંગમાં ચાલ્યો ગયો. અજીતની એક ખાસિયત હતી કે, તે 'ક્યારેય પણ ગાડી રેઢી મૂકીને કલાવતી સાથે ઓફિસમાં કે ક્યાંય સાથે ન જતો. તે ગાડીમાં બેસી રહેતો. યા તો ગાડીની આજુબાજુ જ રહેતો કલાવતી તેને મોબાઈલ ઉપર સૂચના આપે,  તે સમયે તે જગ્યા એ ગાડી લઈને તે હાજર થઈ જતો. ગમે એટલો લાંબો સમય કલાાવતીને લાગે તો પણ તે ક્યારેય અધીરો ન થતો. તેની આ નિષ્ઠા અને વફાદારી જોઈને કલાવતી અજી તને બીજા ડ્રાઈવર કરતાં દોઢો પગાર આપવી હતી. ને તે પોતાના 'ફેમિલી' નો જ મેમ્બર હોય કેમ તેને રાખતી હતી. 
કલાવતી મંત્રીશ્રી ઝુલા સાહેબ સાથે ઔપચારિક મુલાકાત પતાવીને અગ્ર સચિવ જી. વિશ્વનાથન ની ઓફિસ આગળ આવી ને ઉભી રહી. પ્યુનને પોતાનું વીઝીટીંગ કાર્ડ તેના હાથ માં આપતાં બોલી . ' શુભેચ્છા મુલાકાત...!' 
     પ્યુને તે કાર્ડ અંદર જઈને વિશ્વનાથન ને આપ્યું. વિશ્વ નાથને તે કાર્ડ ઉપર નજર ફેરવી.' મિસ કલાવતી,પ્રમુખશ્રી તાલુકા પંચાયત -ડીસા.  આમ તો વિશ્વનાથન ને મળવા મોટાભાગે કોઈ ઉચ્ચ અધિકારીઓ જ આવતા. ભાગ્યે જ કોઈ મંત્રી, કે કોઈ પદાધિકારી તેમની મુલાકાત લેતા. તેથી તેમની ઓફિસમાં ગીર્દી બહુ જ ઓછી રહેતી. વિઝીટીંગ કાર્ડ જોઈ તેમને થોડું આશ્ચર થયું.  કારણકે કલાવતી નું નામ તેમણે થોડું- ઘણું સાંભળ્યું હતું ખરું . પરંતુ રૂબરૂ મુલાકાત ક્યારેય થઈ ન હતી. તેથી પોતાને મળવાનું તેણીને શું કામ હશે ? તેની ખબર ન પડી. તેમણે તેણીને અંદર મોકલવા પયૂન ને ઈશારો કર્યો.
   ' મેં આઈ કમિંગ સર ?' દરવાજામાંથી એક મીઠો- પ્રભાવશાળી ટહુકો સંભળાયો.    ' યસ,  યસ. મેડમ ! કહેતાં વિશ્વનાથન ની પોતાના જ રંગ જેવી કાળી, જાડી સિગાર પોતાની  હાથની આંગળીઓ વચ્ચે એમ જ થંભી ગઈ.  તેણે જોયું તો એક ખૂબસૂરત સ્વપ્ન સુંદરી પોતાના તરફ મક્કમ પગલાં ભરતી ચાલી આવતી હતી. 
  કલાવતી એ ઓફિસમાં આગળ વધતાં સામે નજર કરી. ઓફિસમાં એક મોંઘીદાટ રિવોલ્વિગ ચેર માં શૂટ- બુટમાં સજ્જ, એક છ ફૂટ ઊંચો, જાડો , કાળો માણસ ઝૂલતો હતો. તેના જમણા હાથની પ્રથમ બે આંગળીઓમાં જાડી - કાળી સિગાર દબાવી રાખી હતી. ને તે પોતાના ચશ્મા ની જાડી ફ્રેમ માંથી કલાવતી ને ધ્યાનથી જોઈ રહ્યો હતો પ્રથમ નજરે જોતા જ કલાવતી ને તેમના પ્રત્યે કોઈ ભાવ ના જાગ્યો. પરંતુ ધ્રુણા થઈ. છતાં હસ્તો ચહેરો રાખીને 
તે આગળ વધી.         વિશ્વનાથ કલાવતીને જોતો જ રહી ગયો. ગુલાબી સાડીમાં સજ્જ એક ઉંચી, પાતળી, ગોરી,
સ્વરુપવાન યુવતી ખંભે નાનું પર્સ ઝુલાવતી પોતાની સામે વિશાળ ટેબલ પાસે આવીને બિંનદાસ ઉભી રહી હતી. 
  'પ્લીઝ કમ ઇન ! સીટ ડાઉન !' વિશ્વનાથને સ્વસ્થતા ધારણ કરીને વિવેક કર્યો .          ' થેન્કસ !'  કહીને કલાવતી પ્રથમ હરોળની વચ્ચેની સામેની ખુરશીમાં બેઠી. વિશ્વનાથને ડોરબેલ દાબી, પ્યુનને બોલાવી પાણી મંગાવ્યું પાણી પી રહ્યા બાદ કલાવતી આજુબાજુ જોયું . વિશાળ ઓફિસમાં વિશ્વનાથન સાહેબ એકલા જ હતા .      કલાવતીએ પોતાનો પરિચય આપ્યો . 'હું કલાવતી. મિસ કલાવતી. ડીસા તાલુકા પંચાયત ની પ્રેસિડેન્ટ છું...!' અને ક્ષણેક અટકીને તે આગળ બોલી. ' અહીં એક ખાસ કામ માટે મિનિસ્ટર ઝુલા સાહેબ ને મળવા આવી હતી. નેતાઓ અને અધિકારીઓ પાસે આપની તારીખ ખૂબ સાંભળી હતી. મનમાં થયું કે આવી છું તો લાવને સાહેબને મળીને તેમનો પરિચય કરતી જાઉ...!' 
   વિશ્વનાથન આ રૂપાળી અને પ્રભાવશાળી સ્ત્રીને જોઈ રહ્યા. પોતાનો હોદ્દો અને તેમનામાં રહેલી વહીવટી કાબેલી યત સિવાય પોતાનામાં એવું કોઈ પણ આકર્ષણ ન હતું, કે આવી સ્વરુપવાન સ્ત્રી પોતાને મળવા માટે એકલી આવે.
  'શું લેશો મેડમ ? ચા. કોફી. કે કાંઈ ઠંડું ?' વિશ્વનાથને વિવેક કર્યો.         ' કાંઈ પણ મંગાવો. આપની 'ચોઈસ' મને મેચ થઈ જશે...!'  કહી કલાવતી એ હાસ્ય વેર્યું.
વિશ્વનાથને બે નેશ- કોફી નો ઓર્ડર આપ્યો. જે પટાવાળો થોડીવારમાં જ મૂકી ગયો. વિશ્વનાથને હાથમાંની સિંગાર ટ્રે  માં નાંખી . ને કોફી નો ધૂટ ભરતાં બોલ્યા .
    'મેં પણ આપણું નામ અધિકારીઓ પાસેથી થોડું -ઘણું સાંભળ્યું હતું .પરંતુ ફેસ ટુ ફેસ મુલાકાત થઈ ન હતી. કહો મેડમ, શું કોઈ ખાસ કામ હતું...?' 
  ' ના,  ના. આજે તો કોઈ ખાસ કામ ન હતું. આમ તો અવારનવાર મારે સચિવાલય માં આવવાનું થાય છે. સચિ વાલયમા બધા અધિકારીઓમાં આપનું નામ એટલું બધું ગુંજતું હતું કે, એ' ગુજ મને આપને મળવા પરાણે અહીં ખેંચી લાવી...!' કઈ કલાવતીએ હાસ્ય વેર્યું.  અને તેના ગુલાબી ગાલો માં 'ખંજન' પડ્યાં .
   પોતાની પ્રશંસા આ દુનિયામાં કોને વહાલી નથી હોતી ?વિશ્વનાથન કલાવતીના આ શબ્દોથી ખુશ થયા. તેઓ પોતાના ચશ્માની જાડી ફ્રેમ માંથી કલાવતી સામે એકી નજરે જોઈ રહ્યા .       કલાવતી એ સ્હેજ આંખો નચાવી અને બોલી.' થેકસ સર. હાલ તો કોઈ કામ નથી. પરંતુ જરૂર પડશે તો આપને ચોક્કસ જણાવીશ...!'
     ' શ્યોર મેડમ, મારા લાયક કોઈ કામકાજ હોય તો ચોક્કસ કહેજો. આ સેવક અડધી રાતે પણ આપની સેવા માં હાજર થશે...!' કહીને વિશ્વનાથન ખડખડાટ હસ્યા.    કલાવતીએ જોયું તો પોતાનો જાદુ અહીં ફેલાતો જતો હતો ગુજરાત રાજ્ય નો 'અગ્ર સચિવ' પોતાની જાતને પોતાનો સેવક કહેતો હતો. 
  ત્યારબાદ ૧૦ -૧૫ મિનિટ સુધી બંને એ બીજી કેટલીક વાતો કરી. ગુજરાતીમાં વાત કરતાં -કરતાં પણ વિશ્વનાથન સાહેબ તેમાં ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતા હતા. તો સામે કલાવતી પણ ગુજરાતીમાં વાત કરતાં અમુક અંગ્રેજી શબ્દોનો  ઉપયોગ કરતી હતી. વાતચીતમાં વિશ્વનાથને  સરકારે પોતાના ઉપર કેવડી મોટી જવાબદારી સોંપી છે. કામનું કેટલું ભારે રહે છે. અને પોતે કેવી વફાદા રી થી પોતાની ફરજ બજાવે છે વગેરે વાત કહી. 
  તો સામે કલાવતી એ પણ પોતાની રાજકીય કારકિર્દીની, અને પોતે બારોટ સાહેબ ની કેટલી નજીકની વ્યક્તિ છે. તે' વાત કહી.  વિશ્વનાથન ને પોતાનું અંગ્રેજીમાં છાપેલું વીઝીટીંગ કાર્ડ કલાવતી ને આપ્યું. ને પોતાનું કોઈ કામ પડે તો અડધી રાતે ફોન કરવા કહ્યું.  ને પછી કંઈક વિચારીને પોતાનું કાર્ડ પરત માંગીને વિશ્વનાથને તેના ઉપર લાલ બોલ પેન થી એક મોબાઈલ નંબર લખ્યો. ને કાર્ડ કલાવતી ને પરત આપતાં બોલ્યા. 'આ મારો 'પર્સનલ' નંબર છે. જે 24 કલાક મારી પાસે હોય છે. તમે એ નંબર ઉપર ગમે ત્યારે વાત કરી શકો છો.'
   કલાવતી એ પણ પોતાનું વીઝીટીંગ કાર્ડ તેમની પાસેથી પરત માગ્યું. ને બોલપેનથી તેના ઉપર એક મોબાઈલ નંબર લખ્યો, ને કાર્ડ પરત આપવા તેણી હાથ લંબાવીને મોટા ટેબલ ઉપર ઝૂકી. તેના વધુ ઝુકવાથી તેણીએ દક્ષિણી ઢબે પહેરેલી ગુલાબી સાડીનો છેડો, તેના ખભા ઉપરથી સરકી ગયો. ને બ્લાઉઝ માંથી દેખાતાં વિકસિત અર્ધ ખુલ્લા સ્તનો નો ઉભાર વિશ્વનાથન ના ચહેરા સામે ડોકિયો કરી રહ્યો .
  કલાવતી ના લંબાયેલા હાથમાંથી વીઝીટીંગ કાર્ડ લેવા ને બદલે વિશ્વનાથની આંખો છાતીના એ ઉભાર ઉપર ચોટી ગઈ હતી.       'મારો પણ આ પર્સનલ નંબર છે સર. જે 24 કલાક મારી પાસે જ રહે છે.  આપ ચાહો ત્યારે વાત કરી શકો છો !' કલાવતીના એ શબ્દોએ વિશ્વનાથન ને ભાનમાં લાવ્યા.       'હા. હા.' કહેતાં તેમણે કાર્ડ હાથમાં લીધુ.  કાર્ડ હાથમાં લેતી વખતે અનાયાસે જ કલાવતીના હાથની મુલાયમ આંગળીઓનો મીઠો સ્પર્શ વિશ્વનાથન ની આંગળીઓને થઈ ગયો .
   ' થેકસ સર . આપને ઘણાં બધાં કામ હશે. હવે હું રજા લઉ...!' કહેતાં કલાવતી ઊભી થઈ.  ને એક મારકણી નજર વિશ્વનાથન ઉપર નાખીને, હાસ્ય વેરતી ખભે નાનું પર્સ ઝુલાવતી ઓફિસની બહાર નીકળી ગઈ.
ઓફિસની બહાર નીકળીને કલાવતી એ ડ્રાઇવર અજીત ને ફોન કર્યો.  તે થોડીવારમાં જ બ્લોક નંબર એકના ગેટ સામે ગાડી લઈને આવી ગયો. અને તેમાં બેસીને બંને પરત તેમના પાલનપુર ખાતેના નિવાસસ્થાને આવવા રવાના થયાં 
    ઘેર પહોંચીને રાત્રે કલાવતી એ બારોટ સાહેબને પોતાના પર્સનલ નંબર ઉપરથી આજની વિશ્વનાથન સાથેની મુલા કાત નો બધો જ ઘટનાક્રમ કહી સંભળાવ્યો.બારોટ સાહેબે તેણીને જે છૂટ લેવી પડે તે લઈને પણ, વિશ્વનાથન નો વિશ્વાસ કેળવી, તેને 'વશ' માં કરવાની છૂટ આપી.    'કાળીયા'ના હાવ- ભાવ અને બદ-ઈરાદાની વાત કલાવતી એ બારોટ સાહેબને કહી ત્યારે , તેને ચીડવવા બારોટ સાહેબે માર્મીક કોમેન્ટ કરી.' કાળિયા' યાને કી હબશી ઓ  પુરુષત્વ થી ભરેલા હોય છે. કલાવતી ચીડાઈ. બંને વચ્ચે થોડી નોક-જોક થઈ.  ત્યાર પછી બંને થોડી હસી- મજાક કરીને, એકબીજાને 'ગુડ નાઈટ' કહી ને ફોન કાપીને બંને નિયત સમયે ઊંઘી પણ ગયાં .
  પરંતુ જી. વિશ્વનાથન સાહેબનો ઊંઘવાનો નિયત સમય થઈ ગયો હોવા છતાં, કોણ જાણે કેમ આજે તેમને ઊંઘ આવતી ન હતી. દરરોજ 'જેક ડેનિયલ' જેવી મોંધી બ્રાન્ડ નો એક પેગ લેનાર સાહેબે ઊંઘ લાવવા માટે આજે બીજો પેગ લીધો હતો. છતાં ઊંઘ આવતી નહોતી .તેઓ અડધી રાત સુધી પડખાં બદલતા રહ્યા. ઊંઘવા માટે તેઓ આંખ બંધ કરે તો કલાવતી થી આજે થયેલી મુલાકાત અને તેની જુદી- જુદી માદક અદાઓ વાળો ચહેરો, તેમની આંખો સામે તરી આવતો હતો.     મહા મહેનતે પરોઢે માંડ આંખ મિચાણી ત્યાં તો તેમનો જાગવાનો સમય થઈ ગયો હતો. નિત્યક્રમથી પરવારી તેઓ દરરોજ ના પોતાના કામકાજમાં ગુંથાયા .  લગભગ એક અઠવાડિયા સુધી કલાવતી સચિવાલય માં ક્યાંય ન દેખાણી . તેની પાસે વિશ્વનાથનો મોબાઈલ નંબર હોવા છતાં તેમને ફોન પણ ન કર્યો .
   વિશ્વનાથન માડ- માંડ કલાવતી ની યાદ માંથી મુક્ત થયા હતા. ત્યાં મંગળવારે કલાવતી ફરી પાછી અચાનક વિશ્વના થન ની ઓફિસમાં ઘસી આવી. આ વખતે તેણીએ પયુન ને કાર્ડ આપીને મળવાની પરમિશન લેવાની તસ્દી પણ ન લીધી.  ને અધિકાર પૂર્વક બારણા ને ધક્કો મારી બે -ત્રણ ડગલાં ઓફિસની અંદર આવતાં ટહૂકી. 'મેં આઈ કમ ઇન સર ?'.         કોઈપણ જાતની જાણ કર્યા વિના અચાનક આવી ચડેલી કલાવતી ને જોઈને વિશ્વનાથન ના અઢારે અંગ માં દીવા પ્રગટ્યા.
  ' યસ, યસ કમ ઇન !' વિશ્વનાથન ફાઈલ જોતાં - જોતાં પોતાના તરફ ધસી આવતી કલાવતી ને જોઈને બોલ્યા. તેણીએ ત્યારે ખૂબસૂરત પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેના બંને ખભાની પાછળ દુપટ્ટો લહેરાઈ રહ્યો હતો. ગઈ વખતે તેમણે કલાવતી ને સાડી માં જોઈ હતી. આ વખતે ડ્રેસ માં તે પહેલી વખત કરતાં  ઘણી નાની ઉંમરની લાગતી હતી. તેમણે હાથમાંની ફાઇલો ટેબલ ઉપર  બાજુમાં મૂકી. અને વિવેક કર્યો. ' વેલ કમ મેડમ, પ્લીઝ શીટ ડાઉન !'
  ' સેક્સ  સર !' કહેતાં કલાવતી સામેની ખુરશીમાં બેઠી. 
   ' આપની ઓફિસની 'કોફી' નો સ્વાદ એટલો ખુશ્બુદાર છે. કે' ગાંધીનગરમાં પગ મૂકીએ તો તે પરાણે અહીં ખેંચી લાવે છે !'  કહીને કલાવતી હસી.
' એમ...!  બ્યુટીફૂલ...!'  ફક્ત કોફી જ કે પછી આ ઓફિસ નું બ્યુટીફુલ વાતાવરણ પણ !' કહીને સાહેબ પણ ખડખડાટ હસ્યા .     'ચાલો બાબા, માની લીધું કે એ બંને ...!' કલાવતીએ સાહેબની વાતમાં હા ભણી.   કલાવતી ને શું લેશો એ પૂછ્યા વિના જ વિશ્વનાથન  ને પયુન ને બોલાવી પાણી અને બે નેશ- કોફી નો ઓર્ડર આપ્યો. 'કોફી' પીતાં- પીતાં સાહેબ બોલ્યા. 'કેમ મેડમ, આજે કંઈ ઘણા દિવસે ?'.      ' ક્યાં ઘણા દિવસ થયા છે. હજુ તો ગયા મંગળવારે તો આપની જ કોફી  પીધી હતીઃ  એક અઠવાડિયું એ કાંઈ ઘણા દિવસ કહેવાય ? કહેતાં કોફી પીતાં- પીતાં કલાવતીએ આંખો નચાવી. 
  'આમ ગણો તો ફક્ત અઠવાડિયું જ કહેવાય, પરંતુ સમજો તો ઘણા દિવસ કહેવાય !' કહીને વિશ્વનાથન મર્માળુ હસ્યા.         કોફી પી રહ્યા બાદ કલાવતી બોલી ' ' દિલ્હી થી વી.કે.બારોટ સાહેબ નો ફોન આવ્યો હતો ?
  '.ના નહીં તો, કેમ શું વાત હતી ?'  વિશ્વનાથન ને ઉત્કંઠા જાગી.             ' મારે  ગઈ કાલે જ બારોટ સાહેબ સાથે  વાત થઈ. આપ કદાચ નવી સરકાર માં  'ચીફ સેક્રેટરી' હશો !'.        ' એમ ?' વિશ્વનાથને આશ્ચર્ય વ્યક્ત કરતાં ક્હ્યું .          'ખરેખર. કહેતા હોય તો બારોટ સાહેબ સાથે સીધી જ વાત કરાવું...!' કહેતાં કલાવતીએ પોતાનો મોબાઈલ હાથમાં લીધો.
' ના, મેડમ. એની જરૂર નથી !' વિશ્વનાથન જાણતા હતા કે બારોટ સાહેબ અત્યારે કેન્દ્રમાં નાણામંત્રી હતા. ગુજરાત સરકારમાં પણ તેમનું ભારે વજન પડતું હતું. કેટલાક લોકો તેમને ગુજરાતના ભાવિ સી.એમ.તરીકે જોતા હતા. આવા મોટા નેતા સાથે કલાવતીને આટલા નજીકના સબંધ હશે એવી તો તેમને કલ્પના પણ ન હતી .
    વિશ્વનાથન ને વાતોમાં આંજી  દઈ ને પોતાનો પૂરેપૂરો પ્રભાવ પાડ્યા બાદ કલાવતીએ ગંભીર થતાં કહ્યું.' જુઓ સાહેબ, એક સિક્રેટ વાત કહું. કોઈને કહેતા નહીં.' દિલ્હી હાઇકમાન્ડે  બારોટ સાહેબ ને ગુજરાતના સી.એમ. બનાવ વાનો નિર્ણય લઈ લીધો છે.  તેની સત્તાવાર જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.  પરંતુ બારોટ સાહેબે હાઈ કમાન પાસે થોડો સમય માગ્યો છે.  ગુજરાત નું સુકાન સંભાળતાં પહેલાં તેઓ ગુજરાત સરકારની ભાવિ યોજનાઓ , અને ભાવિ પ્રોજેક્ટ, અને તે માટેના આયોજનનો પૂરો અભ્યાસ કરવા તેઓ માંગે છે. જેથી તેનું આગોતરું આયોજન ઘડી શકાય.  અને બારોટ સાહેબની ખાસ ઈચ્છા છે કે તેઓ સી.એમ.નો કાર્યભાર સંભાળે, તેના બીજા દિવસે જ આપ ને 'ચીફ સેક્રેટરી' નો કાર્યભાર સોપી શકાય. અને એના બદલા માં તમારી પાસે રહેતી સરકાર ની ભાવિ યોજનાઓ ની માહિતી જ તેમને ફક્ત અભ્યાસ કરવા માટે  આપવાની છે !'
   કલાવતીની આ વાત સાંભળીને વિશ્વનાથન વિચારમાં પડી ગયા. તેઓ સરકારના જવાબદાર અને વફાદાર માણસ હતા . અને સરકારના ભાવિ પ્રોજેક્ટ ની ગુપ્ત માહિતી કોઈને આપવી તે વફાદારીમાં આવતું ન હતું.
  તેમને વિચારમાં પડેલા જોઈ કલાવતી ખડખડાટ જોરથી હસી પડી. અને પછી બોલી.' આવા સામાન્ય કામમાં પણ શું વિચારમાં પડી ગયા સાહેબ ?'  ને પછી આગળ ઉમેર્યું 'ને આ કામ પણ સાવ આપને મફતમાં નથી કરાવવું .તેના બદલામાં તમે કહો તે આપવા હું તૈયાર છું!'
  'એ સાચું, મેડમ. પણ આ બહુ જ સિક્રેટ બાબત છે. તે અંગે હું વિચારીને આપને જણાવીશ...!' વિશ્વનાથને ગોળ - ગોળ જવાબ આપ્યો .
  'બારોટ સાહેબ સી.એમ. થવાના છે. એ સિક્રેટ વાત મેં આપણે જણાવી. તેનાથી આ કોઈ મોટી સિક્રેટ બાબત હોય તેવું મને નથી લાગતું. ખેર આપણી મરજી !' કહીને કલાવતી એ આળસ મરડતી હોય તેવો અભિનય કરીને, સુડોળ શરીર ને કલાત્મક અંગમરોડ આપ્યો.ત્યારબાદ બંને એ કેટલીક ઔપચારીક વાતો કરી. અને ત્યારબાદ તે ઉભી થતાં બોલી.' થેંક્યુ સર, હું આપના જવાબની રાહ જોઈશ તો પછી હવે હું રજા લઉં ?'          વિશ્વનાથનને થયું કે કલાવતી હજુ થોડો વધુ સમય બેસે તો સારું.  પરંતુ તે ઊભી થઈ ગઈ હતી. એટલે બોલ્યા.' શ્યોર. ગુડ બાય !કહીને એમણે હાસ્ય વેર્યું.        કલાવતી એ પણ પ્રત્યુતર માં સ્માઈલ આપ્યું, આંખોં નો ઉછાળો કર્યો. અને લટકતી ચાલે તેણી ઓફિસની બહાર નીકળી ગઈ .
   ધેર જઈ ને કલાવતી એ રાત્રે બધી જ વાત ફોન ઉપર બારોટ સાહેબ ને કહી. જે આ પ્લાનથી સતત વાકેફ હતા પરંતુ ઘેર ગયા પછી વિશ્વનાતનની હાલત ગયા મંગળવાર ની રાત કરતાં પણ બદતર થઈ ગઈ . એક તરફ કલાવતી નો સ્વરુપવાન ગોરો ચહેરો, તેની આંખોમાં દેખાતું નિમંત્રણ ને' પોતે ચાહે તે આપવાની ખુલ્લી ઓફર .  સાથે 'ચીફ સેક્રેટરી' જેવા સર્વોચ્ચ હોદ્દા નું 'પ્રોમિસ'. તો બીજી બાજુ સરકાર પ્રત્યેની વફાદારી અને ગુપ્તતા જાળવવાની ફરજ નિષ્ઠા . તે બંને વચ્ચે તેઓ આમથી તેમ ઝૂલતા રહ્યા .
   પદ કે પૈસાની તેમને હવે કોઈ જરૂરત ન હતી, કે કોઈ લાલચ પણ ન હતી.  પરંતુ કુદરત દરેક માણસમાં કોઈક ખૂબીઓ મૂકે છે. તેમ કોઈ 'ખામી 'પણ મૂકે છે.  ને તે ખામી હતી કે કલાવતી ને તેમણે જ્યારથી જોઈ ત્યાર થી તેઓ બેચેન થઈ ગયા હતા. કલાવતી નો એ ખૂબસૂરત ચહેરો તેમને ઊંઘવા દેતો ન હતો. 
પથારીમાં પડ્યા -પડ્યા તેઓ વિચારતા હતા .આવી ગુપ્ત માહિતી ની કલાવતી ને શું જરૂર હશે ? આ ગુપ્ત માહિતી બારોટ સાહેબને ખરેખર અભ્યાસ માટે જોઈતી હશે ? કે પછી કલાવતી કોઇ ભૂ- માફિયા,  કે બિલ્ડર લોબી ની એજન્ટ તો નહીં હોય ને ? ક્યાંક તેમની સાથે સંકળાયેલી તો નહીં હોય ને ? ને તેમ હોય તો આ માહિતી લીક થવાથી સરકારને કરોડો નહીં , અજબો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ હતું. આવા બધા વિચારોમાં, ગડમથલમાં તેમણે માંડ - માંડ રાત પસાર કરી .
   બુધવારે રાત્રે 10:00 વાગે કલાવતીએ પોતાના પર્સનલ નંબર ઉપરથી વિશ્વનાથનના નંબર ઉપર ફોન કર્યો.  ફોન ઉપાડી વિશ્વનાથ ઉત્સાહથી બોલ્યા.' સ્પીકિંગ !'       
' જાગો છો ?'સામેથી કલાવતી નો મીઠો રણકો સંભળાયો ' યસ મેડમ!'          ' હજુ ઊંઘ નથી આવતી ?'
  ' ના. તમને આવે છે ?'           ' મને પણ ઊંઘ નથી આવતી. તેથી થયું કે લાવ ને સાહેબ જાગતા હોય તો ફોન કરી ને સમાચાર તો  લઉ !'         ' આ સાહેબ સંબોધન તમે કરો છો એ મને નથી ગમતું !'.        ' તો પછી કયું સંબોધન વાપરું ?'       ' બીજું ગમે તે, જે તમારા દિલમાં આવે તે !'            ' દિલમાં આવે તે કહીશ. તો એ તમને ગમશે ખરું ?'         ' શ્યોર. કેમ નહીં ?'      ' અચ્છા. તો તમને ગમે તેવું સંબોધન શોધી ને કહીશ બસ !'
  ' ઓકે !'          ' અચ્છા. તો પછી મેં બતાવેલા કામ વિશે શું વિચાર્યું ?' કલાવતીએ અચાનક વાત બદલી .   'આઈ એમ સોરી મેડમ ! હજુ સુધી હું કોઈ નિર્ણય લઈ શક્યો નથી !' વિશ્વનાથને અફસોસ વ્યક્ત કર્યો .
  ' જિંદગીમાં અમુક નિર્ણય યોગ્ય સમયે લેવામાં જ તેની કિંમત હોય છે. સાચું ને સર ?' કહીને કલાવતી ખડખડાટ હસી .            'તમારી આ સર'વાળી આદત નહીં સુધરે?
વિશ્વનાથને ઠપકો આપ્યો.  ત્યારબાદ બંને બે પ્રેમીઓ કરે છે તેવી ખાટી- મીઠી વાતો ફોન ઉપર કરતાં રહ્યાં . છેલ્લે કલાવતી એ આવતી કાલે પોતે આ જ ટાઈમે ફોન કરશે. ત્યાં સુધી તેણીએ પોતે બતાવેલા કામ અંગે શું વિચાર્યું.
તેનો નિર્ણય લઈ લેવા, પ્રેમ ભરી, આગ્રહ ભરી, વિનંતી કરી. ને બંને એ એક-બીજાને બાય, ગુડ નાઈટ..!' કહીને ફોન કાપી નાખ્યા .
  ગુરુવારે રાત્રે કલાવતી સામેથી ફોન કરે તે પહેલાં 9:30 કલાકે વિશ્વનાથનનો સામેથી ફોન આવ્યો. કલાવતીએ ફોન ઉપાડ્યો. હલ્લો , હાય, ની ઔપચારિકતા પૂરી કર્યા બાદ વિશ્વનાથને ઉત્સાહ થી કહ્યું. ' હલ્લો મેડમ. હું આપની વાતને ટાળી શકતો નથી. કેરિયર નું રિસ્ક લઈ ને પણ હું એ કામ કરવા તૈયાર છું. આપ કહો તે પેપર્સ આપને મળી જશે. પરંતુ એ માટે મારી પણ એક શરત છે.'
  ' થેકસ સર, આપ કહો તે શરત મને મંજુર છે. બોલો આપની શું 'શરત' છે ?' કલાવતી ઉત્સાહથી બોલી .
' એ માટે તારે મને ખુશ કરવો પડશે...!'   ' મતલબ?'
     ' એ કામના બદલામાં તારે એક પૂરી રાત મારી સાથે વિતાવવી પડશે. મારી દરેક ઈચ્છા ને સંતોષવી પડશે...!' વિશ્વનાથને પોતાની 'શરત'  કંઈ પણ પડદો રાખ્યા વિના    નિર્જલલા પૂર્વક કહીં સંભળાવી .
   કલાવતી શરત સાંભળી 'અવાક' થઈ ગઈ. તેણી ને મનોમન 'કાળીયા' ઉપર ગુસ્સો ચડ્યો. પરંતુ તેને મનમાં જ દાબી દીધો. થોડીવાર બંને પક્ષે ચુપકીદી છવાઈ ગઈ .
   ' કેમ કંઈ જવાબ ન આપ્યો બેબી ?' કહી વિશ્વનાથન ખડખડાટ હસ્યા .          સામેથી કલાવતી નો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.' સર,  તમે તો જબરા રંગીન માણસ નીકળ્યા.'.        ' બેબી, રંગીન કહો. કે કમજોરી કહો.જે કહો તે. પરંતુ જ્યારથી તને જોઈ છે ત્યારથી કોઈ કામમાં 'મન' જ નથી લાગતું.'  વિશ્વનાથને  ક્હ્યું .  ને આગળ પૂછ્યું.' જો તને શરત મંજુર હોય તો હું મારા કામે લાગુ...!'                    ' હું આપને વિચારીને, કાલે આ સમયે ફોન કરીને કહીશ !' કલાવતી બોલી .
    ' એમાં વિચારવાનું શું હોય ? રૂપ અને ય