દોસ્તો
હું શૈલેષ જોશી
ફિલ્મો જોવી એ વર્ષોથી મારો શોખ રહ્યો છે.
અને મા સરસ્વતીની અસીમ કૃપાથી તેમજ વાચકોના અઢળક આશીર્વાદ થકી
હું Matrubharti પર અલગ-અલગ વિષયો પર ઘણું બધું લખી પણ રહ્યો છું,
ને કદાચ એટલે જ
એને કારણે જ હવે મને
ફિલ્મો, સિનેમા, પિક્ચર, મુવી કે પછી ચિત્રપટ
આપણે જે કહેતા હોઈએ એ,
બસ એ ફિલ્મ વિશે એની શરૂઆતથી લઈને છેક સુધીની માહિતી વિશે,
મારાથી બનતું,
મને સમજમાં આવે એટલું, ને
આપણા સૌને માટે હિતકારી ને મદદરૂપ બની રહે,
એ આશય સાથેનો
મારો આ એક નાનકડો પ્રયાસ છે, આશા રાખું છું કે, તમને જરૂરથી ગમશે.
સૌથી પહેલાં તો આપણે સૌ જાણીએ જ છીએ કે,
એક સારી ફિલ્મ બનાવવા માટે અનુક્રમે સૌથી પહેલાં તો જરૂરી હોય છે,
એક સારા વિષય વસ્તુ વાળી મજબૂત વાર્તાની
પણ હા, એમાં વિષયનું કોઈ બંધન નથી હોતું,
એ વિષય કોઈપણ હોઈ શકે છે.
એ અલગ વાત છે.
હવે એકવાર સારી વાર્તા નક્કી થઈ જાય ત્યારબાદ વાત આવે છે,
કે એ વાર્તાને રસપ્રદ રીતે તૈયાર કરી, એને પડદા સુધી પહોંચાડવા માટે જેની અત્યંત જરૂર પડે એવી બાબત
એટલે કે, ફંડ કે નાણાની.
એટલાં રૂપિયા કે
એ વાર્તાને જરૂરી કે યોગ્ય હોય,
હા એ રકમમાં થોડું ઘણું ઉપર નીચે થાય તો એમાં કોઈ મોટો વાંધો નથી આવતો,
પરંતુ.....પરંતુ.....પરંતુ.....
એમાં જરૂર હોય એનાથી ડબલ કે ચાર ઘણા રૂપિયા રોકવાની પણ જરૂર નથી, કે પછી
વાંધો નહીં, થઈ જશે એવું માનીને,
જેટલી રકમની જરૂર હોય,
એનાથી અડધા રૂપિયાની જ તૈયારી હોય, તો એવા સંજોગોમાં તો ખરેખર પ્રોજેક્ટ ચાલુ જ ન કરવો જોઈએ.
યોગ્ય બજેટ રાખવાનું મુખ્ય કારણ એજ કે,
આપણી વાર્તાને અનુરૂપ કલાકાર, ટેકનિકલ ટીમ, લોકેશન અને બાકી બધા ખર્ચ જેમકે,
ટ્રાન્સપોર્ટશન ખર્ચ, ચા-પાણી અને જમવાનો ખર્ચ તેમજ અન્ય થતાં નાના મોટા ખર્ચ.
હવે આ બધા ખર્ચ માટે પૂરતી આર્થિક તૈયારી હોવી એતો ખૂબજ જરૂરી હોય છે.
એટલું જ નહીં, પરંતુ આની તૈયારી સાથે-સાથે,
બીજી પણ એક બાબત અત્યંત જરૂરી છે,
એ અતિ મહત્વની બાબત એટલે કે,
એકવાર આ પ્રોજેક્ટ માટે એક યોગ્ય રકમ નિશ્ચિત થઈ જાય,
અને એ રકમ પોતાની પાસે જમા પણ થઈ જાય,
તો પણ..
પ્રોજેક્ટમાં નક્કી કરેલ ટોટલ રકમ ઉપરાંત
આપણી પાસે, વધારેમાં વધારે
20 થી 30 ટકા જેટલી એકસ્ટ્રા રકમ હાથ પર રાખવી પણ જરૂરી બની જતી હોય છે,
કેમકે
આ એક એવો બિઝનેસ છે, કે જેમાં
એના પ્રોસેસ સમયથી લઈને સ્ક્રિન સુધી પહોંચે ત્યાં સુધી
કોઈપણ પ્રકારનું આકશ્મીક કારણ ઊભું થાય એવા,
એકથી વધારે પરિબળો, સંજોગો, કે પછી પરિસ્થિતિઓ આવવાની પૂરે પૂરી સંભાવના હોય છે.
માટે અગમચેતી રૂપે, કે પછી એમ કહી શકાય કે,
નિશ્ચિત થઈને પ્રોજેક્ટ પૂરો કરવા માટે,
કે પછી
આપણે એમ ઇચ્છતા હોઈએ કે,
આપણું પૂરેપૂરું ધ્યાન પ્રોજેક્ટ પર જ રહે,
અને આ પ્રોજેક્ટ પૂરો ના થાય ત્યાં સુધી આપણી એકાગ્રતા જળવાઈ રહે
તો એના માટે હાથ પર એકસ્ટ્રા આર્થિક સગવડ હોવી
ખૂબ ખૂબ અને ખૂબ જ જરૂરી છે.
આટલી તૈયારી પછી જ્યારે આપણે વાર્તાને અનુરૂપ કલાકાર, અને બાકી બધી ટીમ સાથે શુટીંગ શરૂ કરીશું,
તો એમાં લગભગ કોઈને પણ કામ સિવાયની વધારાની કોઈ ચિંતા નહી રહે.
હવે જ્યારે પ્રોજેક્ટ શુટ થઈ જાય પછી
એની આગળની ટેકનિકલ પ્રોસેસ જેમકે,
એડિટિંગ, કલર કરેક્શન, વીએફએક્સ, ડબીગ, રેકોર્ડિંગ, તેમજ સ્ટુડિયોને લગતા અલગ અલગ પાસા.
ખાસ :-અહીં એક વાત કહેવાની રહી ગઈ કે,
"આ વ્યવસાયમાં ચાલશે, કે પછી ચાલી જશે શબ્દને કોઈ સ્થાન નથી હોતું"
અને તો તો અને તોજ આપણે સારાં પરિણામની રાહ જોઈ શકીએ, કે પછી આશા રાખી શકીએ.
તેમ છતાં આપણી એ આશા પુરી થશે જ, એમ દ્રઢપણે માની પણ ન લેવું.
હા આપણે દરેક સ્તરે પૂરતી સાવધાની રાખી હશે, ને
સમગ્ર ટીમે પણ એમનું પૂરું જોર લગાવ્યું હશે,
તો.....
તો ઈશ્વર આપણે રાખેલ આશા કરતા પણ દસ ઘણું
આપશે આપશે ને આપશે જ.
ત્યારબાદ શરૂ થાય છે અતિ મહત્વનું કામકાજ
એટલે કે,
ફિલ્મ પ્રમોશન અને રિલીઝ માટેની તૈયારી
કે જેમાં,
સૌથી પહેલાં તો સેન્સર સર્ટીફિકેટ
ફિલ્મ પોસ્ટર, ટીઝર, ટ્રેલર અને
અલગ અલગ જગ્યાઓ અને
વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર
ડાયરેક્ટ કે ઈન ડાયરેક્ટ ફિલ્મનો પ્રચાર.
અને છેલ્લે ફિલ્મ રિલિઝ વખતે,
પ્રિમિયર,
સ્પેશ્યલ શો
કે પછી
ફિલ્મ ડાયરેક્ટ સિનેમા હોલમાં.
વાચક મિત્રો
આ હતા એક ફિલ્મ બનાવવા માટેનાં પ્રાથમિક પગથિયાં
જે પગથિયાં ફિલ્મ બનાવવાવાળા વ્યક્તિને, અને સાથે જોડાયેલ પુરી ટીમને પૈસા, અને પ્રસિધ્ધિ તરફની ઊંચાઈ પર લઈ જાય છે.
પરંતુ હા
જો બધા જ પગથિયાં એક સરખા, અને
એટલા જ મજબૂત હોય,
તો એનો ફાયદો ટીમનાં દરેક વ્યક્તિને
મળે મળે અને મળે જ છે.
આશા રાખું છું
તમને મારું આ નવા વિષય પરનું લખાણ, અને વિષય બંને ગમ્યા હશે,
તો Please મને તમારો અભિપ્રાય, અને તમારી ઉત્સુકતા જણાવશો,
તો મને પણ વધારે સારું લખવામાં, મારો ઉત્સાહ વધારવામાં મને મદદરૂપ બનશે.
આભાર સાથે
શૈલેષ જોષીના નમસ્કાર
મિત્રો આ ફિલ્મ બનાવવા માટેના દરેકે દરેક અલગ-અલગ પાસાની
સ્ટેપ બાય સ્ટેપ વિગતે માહિતી જાણીશું....
ભાગ 2 માં