સત્ય ઘટનાઓ પરથી પ્રેરીતચાની નાનકડી કિટલી પર ઉભેલ વિશાખાએ ચા તો મંગાવી હતી પણ, તેનો એકપણ ઘુંટ તે પોતાના ગળાની નીચે ઉતારી શકતી ન હતી. નાનપણથી જ મુશ્કેલીયો સાથે બાથ ભીડીને મજબુત થઈ ગયેલ વિશાખાની આંખો પર ઝરમરીયા ડાળે બાંધેલ હિંચકાની જેમ ઝુલી રહ્યા હતા. સાંજના લગભગ સવા ચાર વાગ્યાનો સમય હતો. શું કરીને તે આ આવી પડેલ આફત માંથી બહાર નીકળે એ તેને સમજાતું ન હતું. કાકાબાપામાં તો કોઈ હતું નહી કે જે મદદે આવે અને હોય તો પણ, આવા સમયમાં પોતાનું કહેવાય એવું કોણ હોય છે? મિત્રો પણ ફોન પર ખબર અંતર પુછી લેતા હતા પણ આવા કપરા સમયમાં કોઈ સાથ આપે તેમ ન હતું.ચા હાથમાં રહી ગઈ હતી અને દ્રષ્ટી સામેના રોડ પર હતી. સાધનોની અવરજવર પણ હવે ક્યાં પહેલા જેવી રહી હતી! સામેથી નીકળેલ એક ટ્રાંસ્પોર્ટ સર્વિસની ગાડી નીકળી કે વિશાખાને આશાની મીશાલ હાથમાં લઈને આશાની દેવી નીકળ્યા હોય તેવું પ્રતીત થયું. ઠંડી સવારે તાજા ઝાકળના બિંદુથી પુષ્પ પર જેવી તાજગી દેખાતી હોય છે તેવી જ તાજગી વિશાખાના ઓષ્ઠ પર આ ગાડીને જતા જ દેખાણી. અમાસની રાત્રીમાં ભુલા પડેલ રાહીને વિકરાળ અરણ્યમાં જેમ તારાઓની ચમક હુંફ આપતી હોય છે, કંઈક એવીજ આશા ગાડીને જતા જ વિશાખાના લલાટ પર દેખાણી. તેણે તરત ચાની પ્યાલી હેઠી મુકી અને ફટાફટ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં ચાલી ગઈ."અસ્સલામ અલૈકુમ ભાઈઝાન. ચાલીના બધા લોકોને રાશન પુરુ પાડી દિધું છે અને બિમારોને સમજાવીને કૅમ્પમાં મોકલ્યા છે દવાઓ લેવા. જમનાબાને બહુ સમજાયા પણ તોય માનવા તૈયાર નથી. રાંડી રાડે દિકરા ઉપર તો રંડાપો કાઢ્યો હતો. આ કોરોના... " સુલતાનનો નાનો ભાઈ અયાન બગીચામાં બેઠેલ પોતાના ભાઈને આજનો ઘટનાક્રમ વિગતે સમજાવી રહ્યો હતો. સુલતાનનો પરીવાલ કશ્મીરનો એક રઈસ પરીવારમાનો એક હતો. "તારા ભાભીને કહેવું હતુંને કે સમજાવે તેમને. ગરીબ બાળકો માટે રમકડા કીધા હતા તેનું શું?" સુલતાને બગીચાના સફરજનના બગીચામાં સફરજન એકઠા કરતા કાકાને કંઈક સમજાવતા હતો અને અયાનને કહ્યું."એ પણ કરી નાખ્યું છે ભાઈઝાન, તમે આવ્યા હોત તો તે બાળકોના હસતા ચહેરા જોઈને ગદગદ થઈ જાત. એક વર્ષથી આમને આમ જ રખડતા એ બાળકો હાથમાં રમકડા જોઈને ઘેલા થઈ ગયા હતા.""આવા કામોમાં જે ખુશી છે ને અયાન તે ક્યાંય નથી, અબ્બુના નેક કામોને આપણે આપણા છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખવાનું છે." "ગીત અને રાજનું શું કરશું ભાઈ?" તેઓ આગળ બોલ્યા."શું કરી શકીએ, કંઈક તો વિચારવું પડશેને! હશે, ભગવાને ઈચ્છયું તે ખરું." અયાનના આ શબ્દો સાંભળીને સુલતાનની આંખોમાં ઉદાસીનતા છવાઈ ગઈ. દાદાદાદી તથા માતાપિતાની આંખોના તારા હતા પાંચ વર્ષની ગીત અને ત્રણ વર્ષનો રાજ. આ કોરોનાએ તેમના પરીવારને પોતાના ભરડામાં લઈ લીધું હતું. કુદરત પણ ક્યારેક આપણને ક્રુર લાગતો હોય છે. બન્ને બાળકોને રોતા મુકીને બધા ચાલ્યા ગયા. સુલતાને આ બાળકોનો આજીવન સુધીનો ખર્ચ પોતાના માથે લેવાનું વિચારતો હતો. રમઝાનના દિવસો ચાલતા હતા, સુલતાનને ઘરના તમામ લોકોએ સમજાવ્યા પણ તોય તેમણે રોઝા રાખ્યા. હજી થોડાક દિવસ પહેલા જ તેઓ લોકોની સેવામાં જ ક્યાંકથી કોરોના ગ્રસ્ત થયા હતા અને તેમાંથી સાજા થયા હતા."બે દિવસ બાદ રમઝાન પુરી થવાની છે, તૈયારીયો શરુ કરી નાખો, કોઈની પાસેથી આ ખર્ચા પેટે કંઈપણ લેવાનું નહી. આમ તો લોકોની કમર આ કોરોનાએ તોડી જ નાખી છે. બધી જ જવાબદારીયો આપણે જ ઉઠાવવાની છે." સુલતાન આટલું કહીને ઉભો થયો કે તેનો ૧૬ વર્ષનો પુત્ર દોડતો તેની પાસે આવ્યો. "અબ્બુ આ જોવો... અમ્મીએ તમને બતાવવા માટે મને મોકલ્યો છે" સુલતાનનો પુત્ર મોબાઈલ આપીને પાછો જતો રહ્યો. સુલાતાનની પત્નીના મોબાઈલ પર એક વિડીયો હતો જે સુલતાને પ્લેય કર્યો."નમસ્તે, મારુ નામ વિશાખા છે. હું મારી પાછળ દેખાતી આ ગુલશન હૉસ્પીટલ પાસે ઉભી છું. મારા પિતાશ્રી જેવો અત્યારે આ હૉસ્પીટલમાં વેન્ટીલેટર ઉપર છે. મારુ આ દુનીયામાં તેમના સીવાય કોઈ નથી. ડૉક્ટરોનું કહેવું છે તેમને તાત્કાલીક પ્લાઝમાની જરૂર છે. પ્લીઝ મને કંઈ જ ખબર નથી પડતી કે હું શું કરુ. આજે કોરોનામાં ભગવાન બનીને સેવા કરતા સોનુંસુદ સરના પોસ્ટર વાડી એક ગાડી જોઈ તો મને વિચાર આવ્યો કે કેમ આ સોસીયલ મીડીયાનો કોઈ સારી વસ્તુંમાં ઉપયોગ ન કરીયે. પ્લીઝ મારી કોઈ મદદ કરી દો... પ્લીઝ... પ્લીઝ..." આટલું બોલતા જ તેની આંખોમાથી દડદડ કરતા આંસુ વહેવા લાગ્યા અને વિડીયો પુરો થઈ ગયો. સુલતાનનું હ્દય હચમચી ગયું, હજારો લોકોએ તેનો વિડીયો શેર કર્યો હતો જેથી સુલતાન સુધી આ વિડીયો પહોચી ગયો."અયાન... આ પ્લાઝમાં શું છે?" સુલતાનને પ્લાઝમાં વિશે વધારે ખબર ન હોવાથી અયાનને પુછ્યું."ભાઈઝાન.. જે લોકોને કોરોના થયો હોય તેમને પ્લાઝમાં આપીને સારવાર કરવામાં આવે છે, આપણા લોહીની અંદર જે પીળો પદાર્થ હોય છે તેને પ્લાઝમાં કહેવાય છે.""હમ... તો ત્યાં કોઈ હશે જ નહી આમની મદદ કરનાર.""ભૈયા, બધા લોકો ન કરી શકે, જે લોકો કોરોનામાંથી સાજા થઈને આવ્યા હોય અને મહિનાનો સમય થયો હોય એ જ કરી શકે પ્લાઝમાં ડોનેટ. આપણે જે બ્લડ ડોનેટ કરીયે છીએ તે જ પક્રીયા હોય છે.""એમનુ સરનામું માંગી જો... તાત્કાલીક થઈ શકે તો સેવા પહોચાડો."લગભગ રાતના બાર વાગ્યા હશે. સુલતાન કેટલાક લોકો સાથે ગંભીર ચર્ચા કરી રહ્યો હતો. ચર્ચા પુરી થતા જ એક બગાસું ખાધું અને પોતાના રૂમ તરફ જતો જ હતો કે અયાન સામેથી આવ્યો. અયાને બધી જ વિગતો એકઠી કરી લીધી હતી. "ભૈયાઝાન, તે કેરલથી છે. મેં શક્ય તેટલા પ્રયાસ કર્યા પણ કંઈ થયું નહી. આપણે છેક કશ્મીરમાં છીએ અને તે દક્ષીણમાં છે. વધુ કઈ થઈ શકે તેમ નથી." અયાનની વાત સાંભળતા જ સુલતાન નીરાશ થઈ ગયો. ઘણા વિચારો કર્યા બાદ તેણે અયાનને કહ્યું કે, "તેને મેસેજ કરો કે કશ્મીરથી આવી રહી છે મદદ. જેટલું બને તેટલી જલદી ટીકેટ બુક કરાવો, ચલો હું પોતે જ ત્યાં જઈશ.""પણ... તમે રમઝાનના જશ્નમા અંહિ નહી આવી શકો.""વાંધો નહી.. લોકોની સેવા કરીને જે ખુશી પ્રાપ્ત થાય છે તેનાથી મોટુ પુણ્ય કયું? જલદી બધી પ્રોસેસ કરો."અયાને તાત્કાલીક તૈયારી કરી નાખી અને સવારનો સુરજ સુલતાને કશ્મીરની વાદિયોમાં નહી પણ કેરળમાં દિઠ્યો. વિશાખા તેની નજરોની સામે ઉભી હતી. ગુલશદ હૉસ્પીટલમાં વિશાખા માટે એક ફરીસ્તો આવ્યો હતો. આશાઓથી જોઈ રહેલ તેની આંખો સાક્ષાત એક મસીહાને પોતાની સામે જોઈ રહી હતી. પરંતું, સુલતાને જોતા જ તે થોડીક સંકોચ અનુભવવા લાગી. તેના હાવભાવ જોઈને સુલતાન સમજી ગયો કે તે શું વિચારી રહી છે. "ચિંતા ન કર બેટા, કંઈજ નહી થવા દઉ તારા પિતાને." સુલતાને વિશાખાને આશ્વાસન આપતા કહ્યું અને આગળ વધ્યા. વિશાખા તે એકદમ કશ્મીરના ગોરા મુસ્લીમ ભાઈને જોઈ રહી હતી. ડૉક્ટરો રાહ ન જોતા તરત જ સુલતાનને વોર્ડમાં લઈ ગયા. એક નર્સ તરત જ પાછી આવી અને ડૉક્ટરને અંદર બોલાવી ગઈ. વિશાખા આ જોઈને ચિંતામાં પડી ગઈ કે શું થયું? અત્યાર સુધી આશાનું જે કિરણ દેખાયું હતું તે ધુંધળુ પડી ગયું કે શું? તે ચિંતામાં જ વોર્ડના દરવાજા પર આવીને અંદરની વાતો સાંભળવા લાગી."સર.. તેમને રોઝા ચાલે છે. હવે?" નર્સે કહ્યું. ડૉક્ટરે નર્સની વાત સાંભળતા જ સુલતાન પાસે ગયા."સર તમે જે કામ કરી રહ્યા છો તે ખુબ જ ઉત્તમ કામ છે. પણ તમે પ્લાઝમાં આમ ડોનેટ નહી કરી શકો." ડૉક્ટરોના આ શબ્દો સાંભળીને સુલતાનની ભ્રમરો ચડી ગઈ. તેને સમજાયું નહી કે આ શું કહેવા માંગે છે. એટલે તેમણે વિગતવાર પુછતા કહ્યુ્ં "શું? કેમ હું ડૉનેટ ન કરી શકું?""સર તમે મુસ્લીમ છો અને.." ડૉક્ટરના આ શબ્દો સાંભળતા જ સુલતાન ઉભો થઈ ગયો અને ડૉક્ટરની વાતને અધવચ્ચે જ રોકતા બોલ્યા,"તમે... તમે પણ આમાં માનો છો. હું મુસ્લીમ છું તો કેમ આ હિન્દુની મદદ ન કરી શકું? આવા કપરા સમયમા ધર્મ કરતા માનવધર્મ અપનાવવો જોઈએ. આ ભારતભુમી છે અને અંહિ સર્વધર્મ સમભાવનો વિચાર ઑક્સિજનની ભાતી દરેક ભારતીયના શરીરમાં વહે છે. પણ તમે જ..."વિશાખા સુલતાનને સાંભળે જતી હતી. તેના શબ્દો સાંભળી રહેલ ડૉક્ટર અંતે બોલ્યા."સર તમે ખોટું સમજ્યા. મારો કહેવાનો મતલબ એવો ન હતો. હું પોતે પણ દિવસરાત મહેનત કરી રહી છું લોકોની સેવામાં. મેં પણ મારા પિતાશ્રીને બે દિવસ પહેલા જ ગુમાવ્યા છે પણ તોય જોવો તમારી સામે ઉભી છું.""તો... શું મતલબ છે તમારો?" ડૉક્ટરના શબ્દો સાંભળીને સુલતાન પણ સંકોચ અનુભવવા લાગ્યો."સર, હું એમ કહેતો હતો કે તમે મુસ્લીમ છો અને તમારે રોઝા ચાલે છે. ભુખ્યા વ્યક્તિ પ્લાઝમાં ડોનેટ ન કરી શકે. હું આવું કહેવા માંગતો હતો પણ તમે ઉંધુ સમજ્યા.""ઓહ! મને માફ કરી દો, કસું આવેગમાં આવી ગયો પણ તો હવે શું કરવાનું" થોડીકવાર વિચાર્યા બાદ સુલતાને સ્ટાફ પાસે એક ખજુર અને પાણીનો ગ્લાસ મંગાવ્યો. એક જ દિવસની વાર હતી રોઝા પુરા થવાની આમ છતા પણ સુલતાને માનવધર્મને સૌથી મોટો ગણતા પોતાના રોઝા ખુશીથી તોડી નાખ્યા અને પ્લાઝમાં ડોનેટ કર્યા. વિશાખાએ આશા રાખીને જલાવેલ મીશાલ એક સોસીયલ મીડિયાએ પુરી કરી અને સુલતાન નામે આવેલ ફરીસ્તાએ તેના પિતાનો જીવ બચાવી લીધો. પિતાના ખર્ચ માટે જમીન પણ વેચવાની તૈયારીમાં હતી વિશાખા પણ સુલતાને આ ધરતીપુત્રનો તમામ ખર્ચ ઉપાડી લીધો.ત્રીજા દિવસે વિશાખાની પોસ્ટ પર એક કમેન્ટ આવી, 'હાય વિશાખા, તારુ સરનામું અને ડિટેલ સેન્ડ કર મને.' કમેન્ટ કરનાર બીજુ કોઈ નહી પરંતું સોનું સુદ પોતે હતા. જેના રીપ્લાયમાં વિશાખાએ લખ્યું કે સર તમારા જેવા જ એક ફરીસ્તાએ અમારી મદદ કરી છે. બીજા મારા જેવા જરૂરીયાત વાળાઓને મદદ પહોચાડવાનું ચાલુ રાખો. ખુબ આભાર સર.ધીમે ધીમે બધી જગ્યાએ આ વાત પહોચી ગઈ. ઘણા લોકો સુલતાનને હીરો ગણવા લાગ્યા તો ઘણા તેને રાજનીતીમાં પ્રવેશવાનો તુક્કો કહેવા લાગ્યા પણ એ સત્ય હતું કે ધર્મની દિવાલો સુલતાનને મદદ કરતા રોકી ન શકી અને તે કશ્મીરનો જાણીતો ચહેરો બની ગયો.