Havasno pujari in Gujarati Women Focused by રાહુલ ઝાપડા books and stories PDF | હવસનો પુજારી

Featured Books
Categories
Share

હવસનો પુજારી

દ્રશ્ય ૧

સ્થળ :- મુકેશનું ઘર

સમય :- મધ્યાહ્ન

પાત્રો :- શીતલ, મુકેશ, ફોરમ, છાયા, નીમેષ

મુકેશ :- કંઇ પણ થાય અને કોઇ પણ ભોગે, એ અખિલ બચી શકવો ન જોઇએ...  (પોતાની તર્જનીમાં કારની ચાવી ફેરવતા અખિલને પકડવા માટે પોતાના માણસને જણાવી રહ્યો હતો. એક મીથ્યા હાસ્ય સાથે ફોન સોફા પર ફેંકી પોતે પણ સોફા પર બેસે છે.)

મુકેશ :- અરે શીતલ.... ક્યા છે આ સ્ત્રી? 

છાયા :- લો સર... આ ચા..... (તેમના ઘરમાં કામ કરતી સ્ત્રી.)

મુકેશ ચા પીતો હોય છે કે કોઇનો ફોન આવે છે. તે છાયાને અંદર જવા ઇશારો કરે છે.

મુકેશ :- હા નીમેષ... બોલ

નીમેષ :- (ફોન પર) સર રાત્રે ૮ વાગે ઓબેરોય હોટલ પર...

મુકેશ :- ઑકે... પણ કુંવારી કન્યા છે ને... (ધીમા અવાજે બોલે છે, આજુબામાં જોવે છે, કોઇ સાંભળે નહી એટલે.)

નીમેષ :- યસ સર... 

શીતલ :- (રૂમમાં પ્રવેશે છે, મુકેશની પત્ની.) કહું છું... ચલોને આપણે વૈષ્ણવદેવીના મંદિરે જઈ આવીયે..

મુકેશ :- અરે યાર તું જઇ આવ ડ્રાઇવર સાથે... મારે બહું કામ છે... દિપાલી સાથે ફિલ્મ જોવા જવાનું છે....

શીતલ :- ઓહ! તો તેના માટે સમય છે પણ મારા માટે નથી... એમ જ ને... 

મુકેશ :- તારી જેમ નવરી બજાર નથી કે સાંભળું અને ઉપડુ... બીજનેસમીટિંગ પણ છે કાલે...

શીતલ :- પણ...

મુકેશ :- પણ બણ કંઈ નહી... મારે મોડુ થાય છે... 

શીતલ :- હા પણ... કોનો ફોન હતો? કોની કન્યાની વાત ચાલે છે?

મુકેશ :- (વાતને બદલવા માટે ખોટો દંભ દેખાડતા ) અરે એ બધી તારે શી પંચાત.. તારા કામનું કંઇ નથી... ગમાર... તું તારુ કામ કરને...

બન્નેનો ઝઘડો ચાલતો જ હોય છે કે તેમની ૧૯ વર્ષની દિકરી ફોરમ પ્રવેશે છે. ફોરમ બધાને ઇગ્નોર કરતી સીધી જ પોતાના રૂમ તરફ જાય છે.

શીતલ :- આવી ગઇ દિકરા... બેસ...

ફોરમ :- ઓ કમોન મોમ... મને ડિસટર્બ ન કર... એક તો પહેલેથી જ ચીંતામાં છું... આ તારૂ નાટક ચાલુ ન કર...

શીતલ :- એક બાપ છે જે મને નથી સાંભળતો અને તેના જેવી જ તેની દિકરી... કહેવત પણ ઉંધી પડી અંહિ... આ કાળા મોરના ઇંડા ચીતરવા ન પડ્યા...

ફોરમ :- પોપ્સ.... સમજાવો આને...

શીતલ :- પણ....

(શીતલ કંઇક કહેવા જતી હોય છે પણ ત્યા સુધીમાં ફોરમ ચાલી જાય છે. તે ફરીને મુકેશ જોડે વાત કરવા જતી હોય છે પણ મુકેશ પહેલેથી જ ચાલ્યો ગયો.)

શીતલ :- હે ભગવાન શું થશે આ ઘરનું? (પોતાનું માથું પકડીને બેસી જાય છે.)

છાયા :- શું થયું મેમ... 

શીતલ :- શું, શું થયું? આ જો ને... બાપ અને દિકરીને જોઇને મને ચીંતા કોરી ખાય છે... શું કરુ?

છાયા :- એમા ચીંતા શી? બન્ને પોતાની કોઇ તકલીફમાં હશે, જવા દો...

***********

દ્રશ્ય ૨

સ્થળ :- મુકેશનો બંગલો

સમય :- સાંજ

પાત્રો :- શીતલ, ફોરમ, છાયા

ફોરમ સોફા પર કોઇની સાથે વાત કરતી હોય છે. સામેની વ્યક્તિને જવાબો આપી રહી હોય છે કે રસોડાના દરવાજા પર શીતલ બધુ સાંભળતી હોય છે.

ફોરમ :- યસ... એવું કંઇ જ નથી... ના યાર...

ફોરમ :- અરે યાર.. ક્રીશ... નો... થાકી ગઇ છું...

ફોરમ :- ઑકે કંઇક કરું છું.. .. (ફોન મુકે છે.)

શીતલ :- શું થયું બેટા?

ફોરમ :- ઑહ ગોડ.... તું પાછી આવી ગઇ... યાર બધી વાતમાં ઇન્ટરફીયર કરવું જરુરી છે તારું???

શીતલ :- પણ...

ફોરમ:- યાર માથું ન ચડાવ...

છાયા :- પણ ફોરમબેન.. એ તમારી મમ્મી છે તો ચીંતા તો થવાની જ ને...

ફોરમ :- આ લો... એકની કમી હતી તે તારી સસ્તી વકીલ પણ આવી ગઇ...

શીતલ :- ફોરમ... (ગુસ્સામાં)

ફોરમ :- ઓહ શટ અપ્.... હું લેટ થઉ છું...

શીતલ :- ઉભી રહે... ક્યા જાય છે?

(ફોરમ જવાબ આપ્યા વિના જ પોતાની કારની ચાવી લઇને બહાર ચાલી જાય છે.)

શીતલ :- શું ચાલી રહ્યું છે આ બન્નેનું? એકપણ કાબુંમા નથી છાયા... અને આ ક્રીશ કોણ છે?

છાયા :- આજકાલના છોકરાઓ ફ્રેન્ડ ફ્રેન્ડ કરતા હોય છે પણ કોણ હોય એ...

શીતલ :- (સોફા પરથી ઉભી થઇને) એટલે કહેવા શું માંગે છે તું?

છાયા :- એ જ... તમે જે સમજ્યા...

શીતલ :- છાયા... મર્યાદામાં... (હાથ આગળ કરીને છાયાને ચુપ કરે છે.)

છાયા :- માં છો ને.....  નહી માનો... પણ એવું જ હોય આ લેટ નાઇટ પાર્ટીઓમાં.... ન માનતા હોય તો ચલો જોવા...

શીતલ :- (એક બે આંટા મારે છે અને પછી..) તને ખબર છે એ ક્યા ગઇ હશે?

છાયા :- કેમ નહી... (બન્ને બહાર ચાલી જાય છે...)

********

દ્રશ્ય ૩

સ્થળ :- મુકેશનો બંગલો

સમય :- રાત્રીના ૧૨

પાત્રો :- શીતલ, છાયા, દિપાલી

શીતલ અને છાયા બેઠા હોય છે.

શીતલ :- છાયા... તારૂ ન માની હોત તો એ મારી દિકરી સાથે... હાય રામ... કેવા કેવા હતા બધા ત્યા... છી.....

છાયા :- પણ આપણે ફોરમને જાણ નહી કરવાની કે આપણે જ હતા ત્યા...

શીતલ :- સાચુ છે... અને હવે કદાચ એ પેલા ક્રિશડા ફિસડાને પણ નહી મળે....

છાયા :- સાચુ... પણ તમે જબ્બર પછાડ્યા તેમને હો... (જોર જોરથી હસે છે...)

શીતલ :- હે...ને... ગામડે કુસ્તી લડતી હતી... એનો જ ફાયદો થઇ ગયો... હરામી મારી દિકરીને દારૂ પીવડાવીને ખબર નહી શું કરત???

શીતલ :- હે છાયા... તને ખબર... આ કુંવારી કન્યા એટલે શું?

છાયા :- ખબર નહી.. કેમ પુછો છો?

શીતલ :- આ મુકેશ જ્યારે હોય છે ત્યારે ફોન પર કુંવારી કન્યા વિશે કોઇકને પુછતો હોય છે.

(દરવાજો ખખડે છે)

શીતલ :- આટલી અડધી રાત્રે... જા... મુકેશ હશે... 

દિપાલી :- અંદર આવું? (દિપાલીને દરવાજા પર જોઇને શીતલ ગુસ્સે થઇ જાય છે. ૨૫ વર્ષની દિપાલી ડરેલી હતી.)

છાયા :- ઑહ... કેમ આજે અંહિ સુધી આવવું પડ્યું? આટલી રાત્રીમાં!!!!  ખબર નથી તને... આ ઘરના દરવાજા તારા માટે નથી...

દિપાલી :- જાણું છું હું... અને મારી સીમા પણ મને ખબર છે... તોય અંહિ સુધી આવી છું... અંદર આવવાનું નહી કહો... (દિપાલીના અવાજમાં દુ:ખ છલકાતું હતું.)

છાયા :- ના.... કોઇ જરૂર નથી આવવાની... 

શીતલ :- છાયા... (ઉંચા અવાજે અને ગુસ્સામાં. ) દ્વાર પર આવેલનું આવુ અપમાન ન કરાય... ભલેને પછી એ શૌતન જ કેમ ન હોય. (દિપાલી બીજુ કોઇ નહી પણ મુકેશની બીજી પત્ની હતી... જે એક બીજા ફ્લેટમાં રહે છે.)  આવ....

દિપાલી :- ખુબ આભાર...

શીતલ :- આટલી મોડી રાતે અંહિ આવવાનું કારણ?

દિપાલી :- નાની બેન સમજીને સાંભળી લો... 

શીતલ :- શી વાત છે? કેમ આટલી દુ:ખી દેખાય છે?

દિપાલી શીતલને કંઇક જણાવે છે અને પછી ત્યાંથી ચાલી જાય છે. તે રડતી હોય છે અને બે હાથથી આજીજી કરતી હોય છે.

છાયા :- હવે શું કરશો બહેન?

શીતલ :- ( રડતા સ્વરે) આમાંથી હવે રોહન જ ઉગારી શકે છે. 

******

દ્રશ્ય ૪

સ્થાન :- મુકેશનો બંગલો

સમય :- બપોર

પાત્રો :- શીતલ, રોહન, પ્રીત, ફોરમ

પ્રીત :- અરે... ક્યાં ગયા બધા... ફોઇ..... ફુવા... જાડી..(ફોરમ)

શીતલ :- આવી ગયો દિકરા... બેસ બેસ...(એટલામાં ફોરમ પોતાના રૂમમાંથી બહાર આવે છે.)

પ્રીત :-  હાય! જાડી.... (ફોરમને જોતા જ)

ફોરમ :- ઑહ ગોડ.. આ મુસીબત અંહિ ક્યારે આવી... ઓ હેલો! હું નાનપણમાં જાડી હતી અત્યારે જો હું એકદમ સ્લિમ છું. 

પ્રીત :- હા પણ તેનાથી તારૂ નામ ન બદલાઇ જાય... જાડી જ રહીશ... કેમ ફોઇ?? (એટલું કહી શીતલને હાથતાળી આપે છે..)

ફોરમ :- સીક વિલેજ બૉય... ચલ મારી પાસે સમય નથી ફાલતુંનો... હું લેટ થઉ છું.... (ફોરમ ત્યાથી ચાલી જાય છે.)

શીતલ :- જોયું? કેટલો અભીમાન છે આ છોકરીને... બાપ પર ગઇ છે... પણ રોહન ક્યાં?

પ્રીત :- ઇટ્સ ઑકે... નાની છે... બોલો તમે! કેમ આમ તાબળતોડ અંહિ બોલાવ્યો... ( શીતલ પ્રીતના આ શબ્દ સાંભળતા જ રડવા લાગી. રોહન રુમમાં આવે છે, રોહન રડતી શીતલને શાંત કરે છે.)

શીતલ :- (છાયા પાણી આપે છે. ) તારા ફુવા આટલી ઉમરે પેલી દિપાલીને લાવ્યા.. જવાન દિકરી હોવાથી આ કડવો ઘુંટ તો પી લીધો પણ.....

રોહન :- પણ શું શીતું? (રોહાન અને શીતલ પાકા મીત્રો, નાનપણથી જ... પ્રીત પણ રોહન સાથે જ કામ કરે છે એટલે બન્ને આવ્યા...)

શીતલ :- આજકાલ તેમને કુંવારી કન્યાઓની લત લાગી છે... 

રોહન :- શું? કુંવારી કન્યા? કંઇ સમજ્યો નહી....

શીતલ :- શું કહું... તેઓ રોજ કોઇની સાથે ફોન પર કુંવારીકન્યાની ડીલ કરતા હોય છે.. પુછું તો કંઇ કહેતા નથી... પણ પરમ દિવસે પેલી દિપાલી આવી હતી...

રોહન :- અંહી! કેમ?

શીતલ :- આ જ કારણે.... અને બીજુ ઘણું બધું... (શીતલ બન્નેને ઘણી વાત કરે છે...)

રોહન :- રીલેક્સ... હું બધુ જ જાણી લઇશ... તમે ચીંતા ન કરો..  પણ મામલો તો ખતરનાક છે...

******

દ્રશ્ય ૫

સ્થાન :- મુકેશનો બંગલો

સમય :- સાંજ

પાત્રો :- ફોરમ, મુકેશ, શીતલ

ફોરમ :- યાર પણ શું કરું? ક્યાંથી લાવીશ આટલા બધા પૈસા....

ફોરમ :- ઑકે ઑકે હું કંઇક કરુ છું... (ફોરમ કોલ કટ કરે છે અને માથું પકડીને બેસી જાય છે. મુકેશ રૂમમાં પ્રવેશે છે..)

ફોરમ :- પપ્પા મારે પૈસાની જરૂર છે... (મુકેશના આવતા જ ફોરમ અચકાતા અચકાતા પુછે છે.)

મુકેશ :- કેમ? હજી મહીનો ક્યા થયો છે? તારા ખાતામાં એક લાખ નાખ્યા તો હતા.

ફોરમ :- હા પણ મારે વધારે જોઇએ છે...

મુકેશ :- નહી બને.... આટલા બધા પૈસાનું શું કરે છે?? (એટલું કહી શરાબ પીધેલી હાલતમાં મુકેશ ચાલ્યો જાય છે. ફોરમ એકલી એકલી બબડતી રહે છે.)

ફોરમ :- ૨૫ લાખ... ૨૫ લાખ.... ક્યાંથી લાવું.... ઓહ ગોડ...

શીતલ :- કેમ આમ એકલી એકલી બબડે છે...

ફોરમ :- ઓહ શટ અપ... એક તો પ્રોબલમ્સમાં છું અને તેની ઉપર તારો આ ડઇલોગ... ધક..... (ફોરમ ચાલી જાય છે.)

********

દ્રશ્ય ૬

સ્થાન :- મુકેશનો બંગલો

સમય :- સાંજ

પાત્રો :- મુકેશ, શીતલ, રોહન, પ્રીત, નીમેષ

મુકેશ :- રૅડી છે ને કન્યા? ગઇ વખતની જેમ ઉલ્લુ ન બનાવે..

નીમેષ :- ના ના સર... પણ દસ લાખ માંગે છે... 

મુકેશ :-  પણ માલ તો એકદમ ફ્રેશ છે...

નીમેષ :- જી સર... એકદમ નવો જ છે માર્કેટમાં...

મુકેશ :- ક્યારે?

નીમેષ :- આવતી કાલે... રાત્રે... વિશાલ હૉટલ...

મુકેશ :- કેમ વિશાલ હોટલ? 

નીમેષ :- ઑબેરોયમાં કામ ચાલું છે...

મુકેશ :- ઑકે ડન.... (મુકેશ જાય છે અને રોહન શીતલ સાથે પ્રવેશે છે....)

રોહન :- આપણા બે પાસા તો સીધા પડ્યા છે... હવે જોઇએ આગળ શું થય છે...

શીતલ :- પણ હવે શું? આગળ??? દિપાલીનો ફોન હતો... તે ચિંતામાં હતી....

રોહન :- આવ પ્રીત... તે ફોરમનો મોબાઇલના રેકોર્ડ ચેક કર્યા? કંઇ મળ્યું? (પ્રીત આવે છે...) 

પ્રીત :- હા... પણ... (આટલું કહીને તે ચુપ થઇ જાય છે..)

રોહન :- કેમ ચુપ થઇ ગયો? બોલ

પ્રીત :- ફોઇ તમે અંદર જાઓને... મારે એક ગુપ્ત વાત કરવી છે...

શીતલ :- કેમ? હું કેમ નહી?

રોહન :- શીતલ જા ને... પછી જણાવી દઇશ...(શીતલ જાય છે અને પ્રીત પોતાના લેપટોપમાં કંઇક ખોલીને બતાવે છે. રોહન શોકથી પોતાનો હાથ પોતાના ચહેરા પર લાવે છે... ત્યાંથી ઉભો થાય છે...)

રોહન :- સારૂ થયું કે આપણે આ ચેક કર્યું... નહી તો શું થાત... 

પ્રીત :- હવે શું કરશું?

રોહન :- કંઇ જ નહી... જેમ ચાલે છે તેમ જ ચાલવા દે... એક તીરથી બે નીશાન...

********

દ્રશ્ય ૭

સ્થાન :-  વિશાલ હોટલ

સમય :- રાત્રી

પાત્રો :- શીતલ, ફોરમ, રોહન, મુકેશ, દિપાલી, અખિલ, પ્રીત (જસ્સી)

જસ્સી :- ઑહ.. આવો સર પધારો સર... (શીખના ગેટઅપમાં ઉભેલ પ્રીત મુકેશને આવકારે છે.)

મુકેશ :- બહું નાની છે હોટલ... આ નિમેષ પણ.... મારુ બુકીંગ છે અંહિ?

જસ્સી :- કોના નામનું?

મુકેશ :- નીમેષ...

જસ્સી :- હા હા... આ લો.... ચાવી....

મુકેશ પોતાના રૂમ તરફ આગળ વધે છે. સેટ પર વચ્ચે રાખેલ દરવાજો ખોલે છે જે બીજો રુમ હોય છે. તેની સામે પીઠ રાખીને બેઠેલ એક નાની કન્યા આંખે પટ્ટી બાંધેલ હોય છે. મુકેશના શોખના કારણે તે આમ જ છોકરીયોને પટ્ટી બંધાવરાવતો હોય છે. મુકેશ છોકરીની નજીક પહોચે છે જે ખુબ જ ઘબરાએલ હોય છે. પોતાના તરફ ચહેરો કરતા જ મુકેશ ઉભો થઇ જાય છે. તે બે પગ પાછો પડે છે, ફુલ એસીમાં પણ તેના કપાળે પરસેવો આવી જાય છે. તે ફટાફટ દરવાજે પહોચે છે અને દરવાજો ખોલે છે પણ દરવાજો ખુલતો નથી. તે દરવાજો ખખડાવે છે, તે બેબાકળો બની જાય છે અને પોતાનો ચહેરો છુપાવે છે. દરવાજો આટલો બધો ખખડવાથી પેલી છોકરી પણ ઉભી થઇ જાય છે અને આંખો પરની પટ્ટી હટાવે છે.

"પપ્પા..... તમે?"   (કુંવારીકન્યા બીજુ કોઇ નહી પણ પોતાની જ દિકરી ફોરમ હોય છે. મુકેશ ત્યાંનો ત્યાં જ બેસી જાય છે. આ તરફ ફોરમ પણ પલંગ પર રડતાની સાથે બેસી જાય છે. ફોરમને કંઇ સુજતું નથી તે ઉભી થઇને હોટલની બારી ખોલીને પડવા જાય છે પણ બારી ખુલતી નથી. એટલામાં રૂમનો દરવાજો બહારથી ખુલે છે.)

"બારી નહી ખુલે.....દિકરા..." ફોરમના કાન પર રોહનનો અવાજ પડે છે.

રોહન :- (રડતી આંખે...) હા બેટા... નહી ખુલે બારી...

શીતલ :- ફોરમ.....

ફોરમ :- મમ્મી... (દોડીને શીતલની બાહોમાં સમાઇ જાય છે.) 

શીતલ :- શાંત થઇ જા બેટા... (તેના માથે હાથ ફેરવે છે..) આવું અધમ પાપ કેમ કરવું પડ્યું તારે? (શીતલની નજર ખુણાંમાં ટુંટીયું વળીને બેઠેલ મુકેશ પર પડે છે.) આ કોણ

રોહન :- એ નહી કહે... કરોડપતીની દિકરીએ આવું પગલું કેમ ભરવું પડ્યું... એ નહી કહે... 

રોહન :- કેમ ફોરમ? પ્રેમ બચાવવા ન આવ્યો? 

શીતલ :- શું છે આ બધું? ફોરમ તો આ પ્લાનનો હિસ્સો હતી જ નહી. અંહિ ક્યાથી?

રોહન :- હું કહું છું.... થોડાક દિવસ પહેલા ફોરમ એક પાર્ટીમાં ગઇ હતી... યાદ છે તને શીતલ!

શીતલ :- હા..... કોઇ લેટ નાઇટ પાર્ટી... અને ત્યા પેલા ક્રીષડાએ તેને દારૂ પીવડાવ્યો હતો અને....

રોહન :- અને... કેમ ચુપ થઇ ગયા? પેલો તેના મીત્રો સાથે મળીને અશ્લીલ કૃત્ય કરી રહ્યો હતો કેમ?

શીતલ :- હા પણ... કંઇ ખરાબ બને એ પહેલા તો હું ત્યા પહોચી ગઇ હતી... અને તેના અને તેના મીત્રોના છક્કા છોડી નાખ્યા હતા..

ફોરમ :- તું હતી મમ્મી તે?? મને બચાવનાર.... (ફોરમની આંખોમાં આંસું હતા )

શીતલ :- હા બેટા...

રોહન :- તમે તે દિવસ ફોરમના શરીરને બચાવી લીધું પણ ફોરમની આબરૂ નહી.....

શીતલ :- એટલે તું શું કહેવા માંગે છે?

રોહન :- ક્રીષ અને ફોરમ એકબીજાના પ્રેમમાં હતા અને ક્રીષે ફોરમને ફસાવીને તેના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવ્યા હતા. આ ક્લીપ દ્વારા જ તે ફોરમને બ્લેકમેઇલ કરતો હતો. તે દિવસે તે તેના મીત્રો સાથે મળીને એ જ કરવાનો હતો પણ તમે પહોચી ગયા અને ફોરમ બચી ગઇ... પણ હવે તે ફોરમ પાસે ૨૫ લાખ રૂપીયાની માંગણી કરતો હતો... ફોરમ આટલી મોટી રકમ ક્યાંથી લાવે? આ જ કારણે તેણે પોતાની જાત વેચવાનું વિચાર્યું... કેમ ફોરમ સાચુ ને.....

ફોરમ પાસે અશ્રુ સીવાય કોઇ જ જવાબ ન હતો.

શીતલ :- તમારા પાપને કારણે જ આજે મારા ઘરમાં ધુડ પડી છે... છી... મને તો પતી કહેતા પણ શરમ આવે છે.... કુંવારી કન્યાઓની લાલચમાં ખબર નહી કેટલી ફોરમોની જીંદગી સાથે ખેલ્યા હશો....

મુકેશ :- મને માફ કરી દે દિકરી... હું સહુનો ગુનેગાર છું... મે જીવનમાં બહુ જ પાપ કર્યા છે અને એ કારણે જ આ દિવસ જોવો પડ્યો... હે ઇશ્વર... મને મારા પાપની સજા આપ....

રોહન :- તમને સજા તો દિપાલી આપશે... આવ દિપાલી... (દિપાલી ડરતી ડરતી અંદર પ્રવેશે છે...)

શીતલ :- ડર નહી... આવ દિપાલી... શું બગાડ્યું હતું આ માસુમે તમારૂ? એની જીંદગી પણ ધુળધાણી કરી નાખી....

મુકેશ :- દિપાલી? તું અંહિ કઇ રીતે? (અચરજતાથી...)

રોહન :- હા.. એ અંહિ ક્યાથી? આ પ્રકરણનો પ્રથમ ભાગ તો દિપાલી જ છે... (દિપાલી તરફ ફરતા ) લે દિપાલી.. તારો ગુનેહગાર...

દિપાલી :- ક્યા છે અખિલ? ક્યા છે મારો અખિલ? કહે..... (દિપાલી રડતા અને ગુસ્સામાં મુકેશને ચહેરા પર થપ્પડ મારે છે...)

રોહન :- તમને એમ કે આ કઇ રીતે અંહિ....જ્યારે તમે અખિલને કિડનેપ કરાવ્યો ત્યારે દિપાલી તમારા માણસોની નજરોથી બચીને શીતલ પાસે આવી હતી. તેણે જ જણાયું  નહી તો આજ દિવસ સુધી અમને તો એમ જ હતું કે દિપાલી તમારા રૂપીયાને જોઇને આવી છે... પણ આ ૨૫ વર્ષની છોકરી સાથે તમે આવી રમત રમ્યા છો એ ક્યાં ખબર હતી... ગામડેથી નજરમાં ઘાલેલ ફુલ જેવી છોકરીને કીડનેપ કરાવી  આ દિકરીને શહેરમાં ઉઠાવી લાવ્યા.... મહીનાઓ સુધી ડ્રગ્સના ડોઝ આપીને તેને ગોંધી રાખી... એટલાથી સંતુષ્ટ ન હતો તે આમ ઓનલાઇન કુમળી છોકરીયોના સોદા કરીને તેમની જીંદગીને બરબાદ કરી નાખતા... આજે તમારા એ કુંવારી કન્યાના ગાંડા પાપને કારણે જ પોતાની દિકરી સાથે.... (રોહન આગળ કંઇ જ બોલી નથી શકતો અને મુકેશને ધક્કો મારી દે છે...)

રોહન :- ક્યા છે અખિલ? જણાવશો કે નહી? 

મુકેશ :- (શરમથી નજરો નીચી રાખીને..) મારા માણસનો ફોન આવ્યો હતો કે તે ભાગી ગયો છે તેમની પકડ માંથી. (આ સાંભળતા જ દિપાલી બેહોશ થઇ જાય છે)

રોહન :- ક્યા ગયો હશે તે? દિપાલી અને અખિલ એકબીજાને પ્રેમ કરે છે એ જાણતા જ તમે તેને ખલાસ કરવાનો પ્લાન બનાવ્યો કેમ? તમારા જ પેલા નિમેષે પૈસાની લાલચમાં અમને બધી જ વિગતો આપી દિધી અને તમે.....

ધડામ્..... અચાનક આવેલ આ અવાજ સાથે જ રૂમમાં ઉભેલ બધા જ ચોંકી જાય છે. દરેકનું મોઢું ખુલ્લુ રહી જાય છે. પળ માટે આખો રૂમ શાંત થઇ જાય છે. જાણે કોઇએ સ્ટેચ્યુ બોલીને બધાને ચોટાડી દિધા હોય અને પછી ગો કહ્યું હોય તેમ દરેકના મોઢા માંથી ચીસ નીકળી જાય છે..

મુકેશ.... પપ્પા.... ફુવા.... સર.....

મુકેશ ધડામ કરતો નીચે પડે છે, દરવાજા માંથી અખિલ હાથમાં બંદુક સાથે પ્રવેશે છે.

અખિલ :- શું થયું મારી દિપાલીને... દિપુ... ઉઠ... (બેહોશ દિપાલીને પકડે છે.)

બધા ઉભા થઈને મુકેશ પાસે પહોચે છે. શીતલની આંખોમાં આંસુ હતા તો ફોરમ પણ રડી રહી હતી.

મુકેશ :- (તુટક અવાજમાં) મને મારા પાપોની સજા મળી ગઇ છે... શીતલ.... મને માફ કરી દે જે.... દિકરા ફોરમ... એક પાપી પીતાને ભગવાને આ સજા કરી છે... 

મુકેશના શરીર માંથી લોહિ વહેતું હોય છે અને તે પોતાનો શ્વાસ છોડી દે છે....

પડદો ધીમે ધીમે પડે છે.

સમાપ્ત.