"હું કુશ પટેલ, અને...." બે શબ્દો બોલતા જ કુશની આંખોમાંથી આંસુ શ્રવણ ભાદરવાની જેમ વહેવા લાગ્યા, બેહોશ થઇ ગયેલ કુશ ભાનમાં આયો અને પલંગ જોઇને રડવા લાગ્યો, પોલીસ દ્વાર બોલાવેલ ઇન્વેસ્ટીગૅશન ટીમ તેને ખુરશી પર બેસાડી આખા રૂમની તલાશી લેવા લાગ્યા, કોઇ જગ્યાએ કાચ તુટેલ પડ્યો છે, તો કોઇ જગ્યાએ કપડા, પલંગની બાજુમા પડેલ પેકૅટ અને તેના અંદરથી વપરાયે અને નીચે ફેકેલ કન્ડોમ એક પોલીથીનમાં ભરવામાં આવ્યા, લોહીથી ભીનું થઇ ગયેલ ગાદલુ અને ત્યાથી ટપક ટપક નીચે પડતા લોહીની એક ધારા કાચબા ચાલે આગળ જતી હતી, માંખીયોના બણબણનો આવાજ પણ શેતાનનું કામ કરતો હતો. બધા જ સેમ્પલ એકઢા કરવામાં આવ્યા... અરીસા પર સરપ્રાઇઝ લખેલ જોઇ ટીમ વારંવાર તેને જ જોઇ રહી હતી. વાન આવતા જ મારી મારીને ચગદોળી નાખેલ નિ:વસ્ત્ર લાશને લઇ જતી જોઇ કુશના મોઢે કારમી ચીશ નીકળી ગઇ...
"કોઇની ઉપર શક છે તમને?" કુશને પુછવામાં આવ્યું,
રડીરડીને લાલ આંખો અને ઘાટા આવાજે કુશ બોલ્યો, "આમ તો કોઇની સાથે અમારે દુશ્મની ન હતી પણ.... અમારી સામે રહેતા સુનીલભાઇનો વત્સલ ઘણા દિવસથી ખરાબ નજર રાખતો હતો શ્રેયા પર... અને આ સરપ્રાઇઝ શબ્દ પણ તેની તરફ ઇશારો કરે છે. એ હરામી જ હોવો જોઇએ સાહેબ..." કુશના બયાન પ્રમાણે વત્સલના ઘરે પોલીસ પહોચી અને શક પ્રમાણે જ વત્સલ ફરાર હતો. માતાપિતાને જાણ કરતા ફાળપડી અને તેની માતા ત્યાજ બ્લડપ્રેશર વધી જતા ઢળી પડ્યા.....
*******
"મે આઇ કમીન સર..."
"યસ આવો.." આટલુ બોલી કામમાંથી ઉંચી નજર કરતા સામેથી આવતી સાદા ડ્રેસમાં એક છોકરી દેખાઇ, મધ્યમ કદના છુટા વાળ, અને મૅક અપ વગરનો પણ અતી સુંદર લાગતો એ ચહેરો ચમેલીની માફક મહેકતો હતો, બગલાની પાંખ જેવુ ધોળુ શરીર અને કજરારી આંખને જોતા જ કુશની આખોમાં ચમક આઇ.
"સર આ ફાઇલમાં તમારી સાઇન જોતી હતી.." એટલુ કહેતા નવી જ હાજર થયેલ રેવન્યુ તલાટી શ્રેયા દવે એ ફાઇલ ટેબલ પર મુકી, ફાઇલમા સાઇન કરતા કરતા કુશની નજર શ્રેયા પર પડી અને બન્નેની નજર એકમેકને મળતા જ તારામૈત્રક (પ્રથમ નજરે થતો પ્રેમ) નો સામીયાણો બંધાયો.
૨૮ વર્ષનો કુશ GPSC 1-2 ની એક્ઝામ પાસ કરીને વર્ષ પહેલા જ અહી મામલતદારમાં લાગ્યો હતો. મધ્યમ કદનો બાંધો, કસરત કરીને મજબુત કરેલ કાયા, નાની મુછોને કાળી ભમ્મર આંખો સફેદ ચહેરા પર ચાર ચાંદ લગાડતી હતી, ડાબા ગાલનો તલ જાણે માં એ નજર ટીકો લગાયો હોય તેમ શોભતો હતો, ફિલ્મના હીરાને પણ શરમાવે તેવો કુશ બાહાર જતી શ્રેયાની હરીણી જેવી ચાલ અને સુડોળ બાંધાને જોઇ રહ્યો.
આમ કોઇને કોઇ કામે બન્નેને મળવાનું થતું, એટલે મન મળતા વાર ન લાગી ને એકમેકના પ્રેમમાં પડ્યા, ૬ મહિના થતા કુશે એક પર્ટીમા સરપ્રાઇઝ આપતા લગ્ન માટે પ્રપોઝ કર્યો પણ શ્રેયાએ ઘરના લોકોની સહમતીની વાત કરી, કુશના ફેમીલી વાળા માની ગયા પણ શ્રેયાના ફેમીલીને નાત અલગ લાગતા થોડો સંકોચ થયો.
આમને આમ મહિના વિતી ગયા અને ઘરના લોકો શ્રેયાની હાલત જોઇ પીગળી ગયા, શ્રેયાનો બર્થ ડે હતો અને ઘરના લોકો તેની આંખ બંદ કરી તેને એક સરપ્રાઇઝ આપતા કુશ માટે હા કહ્યું , કુશને પણ પાર્ટીમાં બોલાયો હતો અને ત્યા જ સગાઇ કરી. સારૂ મુહર્ત કાઢી બન્નેના ધામધુમથી લગ્ન કરવામાં આવ્યા.
લગ્ન થયે હજી ત્રણ મહિના થયા, બન્નેને શહેરમાં નોકરી એટલે તકલીફ બહુ પડતી, ઘરના લોકોની જોડે વાત કરીને શહેરમાં એક ફ્લેટ ભાડે રાખીને બન્ને રહેતા હતા. ખુશીયોથી ભરેલ બન્નેનો સમય નોકરીમાં પસાર થઇ જતો અને સાંજે ઘરે આવતા, પ્રેમની હુફ બન્નેને એકમેકમા પરોવીને રાખતી.
નોકરીથી આવી જમીને બન્ને નીચે બેસવા આવતા, તો રજાના દિવસોમાં ફરવા જતા, ફિલ્મ જોવા જવી અને ઐતીહાસીક સ્થળોએ ફરવું, આમ દિવસો વિતવા લાગ્યા, રુમ નંબર ૪ માં રહેતા સુનીલભાઈનો દિકરો વત્સલ, જ્યારથી શ્રેયાને તેના ઘરે આવેલ જોઇ હતી ત્યારથી પોતાની ખરાબ દ્રષ્ટી રાખીને બેઢો હતો, ક્યારેક લીપમાં તો ક્યારેક પાર્કિંગમાં શ્રેયાને એકલી ભારી સરપ્રાઇઝ એમ બોલીને અડપલા કરતો. તેની આવી હરકતોથી કંટાળી શ્રેયાએ કુશને જણાવતા એક બે વાર ફટકાર આપી, સુનીલભાઇ એ પણ ઘણી વાર સમજાયો પણ એ શ્રેયાના પ્રેમમાં ઘાયલ થઇ ગયેલ અને ઉપરથીએ દારૂની લત વાળો પોતાની હરકતથી બાજ ન આવતો.
શ્રેયા એકલી સીડી ચડતી હતી ત્યા જ સામે વત્સલ અને તેના મિત્રો મળ્યા,"સરપ્રાઇઝ..." અને રસ્તો રોકીને એ ઉભો રહી ગયો.
"યાર આટલી ખુબસુરત બલા તારી સોસાયટીમાં છે અને તું કહેતો નથી, એકલો જ રસ લેવા માગૈ છે આ ફુલનો.." એટલું બોલતા તેનો મિત્ર શ્રેયાના ગાલે અડક્યો, શ્રેયાથી સહન ન થતા એક થપ્પડ મારી દિધી, આવું અપબાન સહન ન થતા તેણે શ્રેયાનો ચોટલો જાલી પોતાની તરફ ખેંચી, બુમાબુમ કરી મુકતા બધા ભેગા થઇ ગયા અને તેમને ખુબ માર માર્યો, કુશે પોલીસ કેસ કરી દિધો અને ત્રણેયને જેલમાં પુરી દિધા, થોડા દિવસ થતા જમાનત મળી અને બહાર આવ્યા, ત્રણેય મોકાની રાહ જોવા લાગ્યા કે ક્યારે તે મળે અને આ અપમાનનો બદલો લે.
આવી જગ્યાએ રહેવુ ખરાબ લાગતા કુશ અને શ્રેયા નવું ઘર ગોતવા લાગ્યા, પેલો પાગલ લિફ્ટ, સીડી અને ઘણી જગ્યાએ એક જ શબ્દ લખતો "સરપ્રાઇઝ" આમ આવી જગ્યા કરતા અંતે બન્નેએ કોઇ અન્ય જગ્યાએ રહેવા જવાનું વિચાર્યું, પણ સરકારી કામોમાં વ્યસ્ત બન્નેને સમય જ મળતો નથી ત્યાજ વડાપ્રધાન મોદીજીએ વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીને પગલે લોકડાઉન જાહેર કરી નાખ્યું, થોડા દિવસ ઘરે રહ્યા પણ સરકારનું દબાણ આવતા બન્નેને નોકરીએ જોડાવાનું થયું. ગાડીમાં સેનેટાઇજર ને માસ્ક રાખતા, સામાજીક દુરીનું પાલન કરતા અને ઘરે આવીને પણ એકબીજાને અડતા ડરતા, કુશને થતુ કે કોઇને સ્પર્શ કરીને આવ્યો હોય અને શ્રેયાને અડકી જઉ તો??? એવી જ સ્થીતી શ્રેયાની હતી.
"આજે મારી તબીયત સારી નથી તો હું નોકરી નહી આવી શકું." માથુ દબાવતા શ્રેયા બોલી, કુશને ચીંતા થવા લાગી ક્યાક કોઇને સ્પર્શતો નહી કર્યો હોયને?? તેણે શ્રેયાને આરામ કરવા દેતા એકલો જ નોકરી ગયો, સાંજનો સમય હતો કુશના સ્ટાફમાં એક સરને કોરોના પોઝીટીવ આવ્યો, બધાના શ્વાસ અધ્ધર થઇ ગયા, ફોન કરીને શ્રેયાને વાત જણાવતા કિધુ કે તેને આવતા મોડુ થશે.
"સાંજે ઘરે આવો એટલે તમારા માટે એક શુભ સમાચાર છે. અને તમે સાચવજો" એટલું કહી શ્રેયાએ ફોન મુક્યો.
રાતના આઠ વાગે કુશ વળ્યો પણ આગળ પોલીસે રોકતા મોડુ થયું, થોડો આગળ ગયો ત્યા પંક્ચર પડ્યુ, ચીંતા વધવા લાગી આજુબાજુમા પણ કોઇ ન હતું...
રીંગબેલનો અવાજ સાંભળી સુતેલ શ્રેયાએ દરવાજો ખોલ્યો, અચાનક ધક્કો વાગ્યો અને મોઢા પર ડુમો દઇ દિધો, શ્રેયા તરફડીયા મારવા લાગી, એક સખ્સે દરવાજો બંદ કર્યો, શ્રેયા ભાગવા ગઇ પણ કોઇએ પાછળથી વાળ પકડતા બોલ્યો "સરપ્રાઇઝ..." અને આ શબ્દ સાંભળતા જ શ્રેયાને ફાળ પડી, ચીસ નીકળી ગઇ પણ એ ચીસ દુપટ્ટામા જ રહી ગઇ, કાચનો પ્યાલો હાથમા આવતા છુટો માર્યો પણ નીચે પડતા જ ફુટી ગયો. બે શખ્સે ઉચકીને શ્રેયાને પલંગ પર નાખી.
શ્રેયાની સામે ત્રણ શખ્સ હતા જેમા એક ચહેરો પરીચિત હતો અને તે વત્સલ હતો, બે હાથ જોડીને ભીખ માંગતી શ્રેયાના એક પછી એક કપડા એ પીશાચોએ અલગ કરી નાખ્યા પોતાનો બદલો લેવા આંધળા બનેલ ત્રણેય જંગલી શીકારી કુતરા શ્રેયા પર તુટી પડ્યા, શ્રેયાના ગુપ્ત ભાગો પર બીડીના ડામ આપ્યા, છાતી પર બચકા ભરવા લાગ્યા, ક્રુરતાની હદ વટાવી ચુકેલ પીસાચોએ ફુલ જેવી શ્રેયાને પીસી નાખી.
પલંગ પર તડપતી શ્રેયાને જોઇ પેલાને થપ્પડ યાદ આવી અને રૂમમાં પડેલ લોખંડની પાઇપથી એકપછી એક એવા અનેક પ્રહાર કરી ચહેરો રગદોળી નાખ્યો ને શ્રેયાના પ્રાણ નીકળી ગયા.
બાર વાગે કુશ રૂમ પર પહોચ્યો અને ઘરની હાલત જોતા એક કારમી ચીસ નીકળી અને ત્યા જ બેહોશ થઇ ગયો, ચીસ સાંભળતા જ બધા ભેગા થયા અને પોલીસને જાણ કરી. કુશના બયાન પ્રમાણે વત્સલની શોધ ચાલુ કરાઇ, મહામહેનતે બે દિવસે ત્રણેયને પકડી પડાયા. પોસ્ટમર્ટન નો રીપોર્ટ આવ્યો શ્રેયા ગર્ભવતી હતી.. કુશની આંખો ભરાઇ આવી. સાથે એ પણ જણાયુ કે તમારા પત્નીને કૉરોના પોઝીટીવ હતો. માટે તમને ક્વોરન્ટાઇલ કરવા પડશે!!!!!!
કુશને ત્રણેયની પહેચાન કરવા લઇ જવાયો, એકેયના ચહેરા પર પ્રચ્છાતાપ ન હતો, પણ નીર્લજ સ્મીત હતું, કુશ નજદીકથી નીકળતા વત્સલ ધીમા આવાજે બોલ્યો, "સરપ્રાઇઝ..", કુશનું એક એક રોમ ઉભુ થઇ ગયું, શ્રેયાનો ચહેરો અક્ષ સમક્ષ તરવરવા લાગ્યો, બાજુમાં ઉભેશ PSIની બંદુક લઇ ક્ષણમાંજ ધડામ ધડામ કરતી ત્રણ ગોળીયો ચાલી અને ત્યાજ ઢાળી દિધા.
સમાપ્ત.