રાત અકેલી હૈ
ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પ્રથમ વારના વરસાદના પાણીથી વાતાવરણ આહલદાયક થઇ ગયું છે, ભીની માટીની સોડમ તેમાં વધારો કરી રહી છે, સાધનની અવર જવર પણ કઇક ઓછી છે, મુખ્ય હાઇવે પરથી અલગ પડતા બે રસ્તા પર એક પ્રેમીપંખીડુ ભાગી રહ્યું છે,
"એક કામ કર ઇશાની.. તું અહીથી ભાગ તારૂ ઘર નજદીક છે, હું અહીથી પુલ ચડી જતો રઈશ.. જલ્દી કર એ હરામી આવી જશે... ભાગ ઇશાની...."
"પણ તું???" ઇશાની હાંફતા બોલી.
"મારી ચીંતા છોડ અને તું ભાગ...."
ઇશાની પોતાના ઘર તરફ ભાગી અને પેલો છોકરો પુલ ચડવા માટે ઝાડી તરફના રસ્તે ભાગ્યો, અંધારામા દેખાતી એ આકૃતી પુલ ચડતા તે યુવાનને પાછળથી ખંજર ખોસી જતી રહે છે અને ઇશાની તરફ ભાગે છે પણ ઇશાની ત્યા સુધી સોસાયટીના ગેટની બાજુની દિવાલ તરફ લપાય છે, થોડોક સમય થતા એ તે શાંત થઇ ત્યાજ છુપાએલ ઇશાનીની નજર અંધારામાં દેખાતી બે આછી આકૃતી જે એકાંતની પળો માણી રહી હોય છે તેમને જોવે છે,
"તમે??? શરમ નથી આવતી.." ઇશાની તેમને ઓળખી જાય છે....
આ તરફ પેલો ખુની ઈશાની ન દેખાતા લાશને ઢસળીને પોતાની કારમાં લઇને જતો રહે છે.
એક અઠવાડીયા બાદ
સોસાયટી બહાર ધીમા અવાજે ધુન ગવાઇ રહી છે..
"રાત અકેલી હે... બુજ ગએ દિએ.."
આમ પણ વરસાદી વાતાવરણ છે ધીમો વરસાદ વરસી રહ્યો છે, સોસાયટીની લાઇટ ચાલુ બંદ થઇને એક હોરર મુવઈનો સીન ક્રીએટ કરતી હતી, ત્યાજ શાંતીના દમ ઘુટતી અને દરેકનું હૈયું ચીરી નાખે એવી ચીસ સંભળાવા લાગી. હા આ ઇશાનીનું ઘર હતું જ્યાથી આ ચીસ સંભળાતી હતી
"બચાઓ..બચાઓ... અરે કોઇ મારી દિકરીને બચાઓ... હે ભગવાન..." ચારે બાજુ ઘરના લોકોની કારમી ચીસ સંભળાતી હતી, ઇશાનીનો રૂમ ભળકે બરતો હતો, ઘરના લોકોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. દિકરીને બચાવા દોડતા પરીવારને પાડોશીયોએ પકડી રાખ્યા હતા, જોત જોતમાં રૂમ સળગીને ખાખ થઇ ગયો અને ઇશાની રાખમાં પરીવર્તીત થઇ ગઇ.
સરકારી ખાતાએ પોતાની હાજરી કાયમની માફક આજે પણ મોડી ભરી, ફાયરબ્રીગેડની ટીમ આવે એ પહેલા લોકો જગ્યા પર આવી ગયા, અને પોતાની રીતે બનતા ઉપાય કરવા લાગ્યા.. રૂમનો દરવાજો તો સળગી ગયો હતો પણ ધમાડાના ગોટા ઉડી રહ્યા હતા, રાતના કારણે ચારે બાજુ અંધારૂ હતું, ટીમના માણસો દરવાજાના કોલસાને તોડીને અંદર આવી તો, કોલસા થઇ ગયેલ પલંગ પર ઇશાની ઉંધી સુતેલ હાલતમાં હતી, જોનારાનુ તો કાળજુ કપાઇ જાય. તાત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવાઇ અને તેને હૉસ્પીટલ લઇ ગયા. પોલીસ ત્યા આવી અને લાશ કહેવાતું હાડપીંજર પોસ્ટમોર્ટન માટે મોકલી આપ્યું.
ઘરના સભ્યો એકની એક દિકરી ખોતા દુ:ખી હતા, પીતાનું કાળજુ કપાતુ હતું, આમ તો સળગવાનો રીપોર્ટ બની શકતો હતો પણ પોલીસે કાર્યવાહી આગળ વધારી. કારણ હતું ઇશાનીની પીઠ પર ખુચેલ ખંજર, પોલીસ ટીમનું દિમાગ બંધ થાય ત્યાથી ખુનીના દિમાગનો શેતાન જાગે એવી હત્યા હતી. પોલીસ તાત્કાલી તેના ઘરે પહોચી IT ટીમને બોલાવી લિધી, ઘરના સભ્યો આ વાતથી અજાણ હતા પણ જ્યારે તેમને આ વાત જણાવાઇ ત્યારે હવાની માફક વાત ચારે તરફ વહેવા લાગી.
કોણ હોઇ શકે ઇશાનીનો હત્યારો??
સમયની રાહ જોયા વીના PIએ તરત આ કામ એક જાસુસી સંસ્થાને આપ્યું, PSI રણજીત આ વાતથી ખુશ ન હતા, કેટકેટલા કેસ સોલ્વ કર્યા છે, ચાલીસેક વર્ષની ઉમરનો એ બેચલર પોલીસ પોતાના કામથી તે વિસ્તારમાં સૌનો જાણીતો હતો. તેમના મતે તેઓ પણ આ કરી શકતા હતા પણ કામ ન મળતા તે દુ:ખી હતા.
"યાર આ માણસને કોણે જાસુસ બનાવ્યો? આજુબાજુમાં શું ચાલુ છે તે પણ ખબર નથી હોતી" બબળતો આસીસ્ટન રામ તેના બોસના રૂમમાં એક ફાઇલ લઇને જાય છે.
"સર લો આ ફાઇલ, કેસને વાચી લો" રામ ફાઇલ ટેબલ પર મુકે છે કે જાસુસ અજય ખુરશી ફેરવી સીધો થયો. રેડ શર્ટ અને ઉપર કળા કોટનું ધંગધડા વગરનું કોમ્બીનેશન, મોર્ડન જમાનામા લાંબા હોઠ પર ચાર્લીન ચેમ્પલીન જેવી મુછો, કાળો વાન અને ડાબી બાજુના નીચેના જડબામાં એક દાંત પડી ગયેલ, સતત સીગારેટ ફુંકતો અજય એક કોમેડી ફિલ્મના કેરેક્ટરથી કમ ન હતો લાગતો. કોઈ તેને ઓછો આંકવાની ભુલ કરી બેસે પણ માણસને જોતા જ એ સમજી જાય કે શું ચાલે તેના દિમાગમાં.
ફાઇલ વાંચતા તો ખબર પડી ગઇ કે આ એક ભયાનક હત્યા છે, પણ આટલી નીર્દયી રીતે હત્યા કરનાર કોણ હોઇ શકે? તરત બ્લેન્ક પેપર કાઢી ફેમીલી, ફ્રેન્ડની ઉપર એરો ખેંચ્યો અને એક અજનબી નામ લખી ત્રિકોણ બનાયું. આગળનો કેસ આજે જ પત્યો હતો એટલે ચેપ્લીન આ વિક ફેમીલી સાથે ગાળવાના હતા. આજ કારણે ગઇ કાલથી કેસ જોઇ લેશું તેવું કહી ફાઇલ અંદર મુકી ઘરે ગયા.
ઘરે સુતેલ ચેપ્લીનને ખબર નહી પણ રાત્રે ઇશાનીના ઘરે જઈ આવવાનો વિચાર આવ્યો એટલે કામનું બહાનું કરી ઘરેથી નીકળી રામને ફોન કર્યો.
"રામ આપણે ઇશાનીના ઘરે જવાનું છે, જલ્દી ગાડી કાઢ.." ચેપ્લીન બોલ્યો.
"યાર તમે તેને ગાડી ન કહો.. તેના કરતા તો ખટારો સારો... તે પણ આટલો અવાજ નથી કરતો... અને હા હું આ વખતે ધક્કો નહી મારૂ." રામ ગાડી ચલાવતા સરને કહી રહ્યો હતો
"પણ સર આપણે અત્યારે રાત્રે ત્યા જઇને શું કરશું??" રામ બોલ્યો.
"એ જ તો મહત્વનું છે.. ખુની પોતાની છોડેલ નીશાની મીટાવવા જરૂર ત્યા આવશે." બન્ને વાતો કરતા સોસાયટી બહાર આવ્યા, ગાડી અંધારામાં પાર્ક કરી તેઓ ધીમે ધીમે કોઇને ખબર ન પડે તેમ ઇશાનીના ઘરની પાછળના ભાગમાં આવ્યા, ટોર્ચથી તેઓ જે દેખાયું તેની પર નજર ફેરવતા, અચાનક ચેપ્લીનની નજર ઘટાદાર ઝાડની નીચે એક કાગળનો ડુચો હતો તેની પર પડી... ઝરમરના કારણે ભીનો કાગળ પોલીથીન બેગમાં લઇને તેઓ પાછા ફરતા હતા કે અજયને લાગ્યુ કે કોઇ તેમને જોઇ રહ્યું છે, તે તરફ નજર કરી તો અંધારામાં એક પુરુષની કાયા દેખાઇ, સ્પષ્ટ તો કઇ ન હતું દેખાતું પણ એક ખડતલ શરીર વાળો યુવાન હતો, તેની પાછળ ચેપ્લીન ભાગ્યો, પેલો ચાદર ઓઢીને આગળ અને અજય પાછળ... સોસાયટીની ગલીમાં દોડમ પકડી થઇ અંતે એક ઇટનો ટુકડો આવ્યો અને અજયના ખભાને અડકીને જતો રહ્યો.. ઇંટ વાગવાથી અજય ત્યા જ ઉભો રહી ગયો અને પેલો ભાગી ગયો.
બીજા દિવસે...
"રામ... ગાડી કાઢ...અને પોલીસને જાણ કરો..." એટલું કહી બહાર નીકળતા ચેપ્લીન દરવાજે ભટકાઇને મોનાને ભટકાયા...
"સર...." મોના બોલી..
"ચલ દુર જા.. વચ્ચે જ ઉભી હોય છે.."
"ઉલ્ટા ચોર કોટવાલી કા દંડા.."
"પહેલા કહેવત શીખ પછી બોલ મારી માં..."
મોના તેમની પર્સનલ આસીસ્ટન, ત્રણેય જણના સ્ટાફમાં જોવા જેવી કોઇ ચીજ છે તો તે મોના. પોલીસ સ્ટેશન પહોચતા જ એક આધેડ વયના કાકા પોતાની કોઇ મુંઝવણ લઇને આવ્યા હતા,"સાહેબ અઠવાડીયું થઇ ગયું મારા દિકરાને ગાયબ થયે.. કોઇ ભાળ મળી કે નહી.." રડમસ અવાજે તે કોન્સ્ટેબલને વિનવી રહ્યો હતો.
એક નજર તેમની પર ફેરવી ચેપ્લીન અને રામ PIની કેબીનમાં ગયા, બધી હકીકતથી વાકેફ થઇ બહાર નીકળી PSI રણજીતના કેબીન તરફ ગયા, PSI તેમને પેટની આગળ વાગેલ એક ઘાવની થોડીક ઉખડેલ પટ્ટીને સરખી કરતા હતા, અજયની નજર તેની પડી, રણજીત તેમને જઈ વર્દી સરખી કરી.
"શું વાગ્યુ??" અજય બોલ્યો કે રણજીતે જવાબ આપ્યો કે ગઇકાલે તે પડી ગયા હતા તેનો ઘાવ છે.
"આ કાકાને શું પ્રોબ્લમ છે??"
"અરે...તેમનો દિકરો ખોવાઇ ગયો છે તેવી કમ્પ્લેન લઇને એક અઠવાડીયાથી આવે છે... ઘણો ગોત્યો પણ કોઇ વાવડપત્તો નથી...
ટીમ હૉસ્પીટલ પહોચી, ઇશાનીની બોડીને જોતા જ પેપર કાઢી મોનાને લખવા જણાયું, "લખો મીસ મોના પીઠ પર ખંજરનો વાર, સવા પાંચ ફુટ હાઇટ." આવી ઘણી વિગત હતી જે નોધી.
"સર સવા પાંચ કઇ રીતે લખું??" મોના બોલી કે ચેપ્લીન તેની સામુ જોવા લાગ્યો..
"ઓકે તો હવે લાશને મોકલી દો જલ્દી પોસ્ટમોર્ટન માટે"
"આ આગનું કારણ ખબર પડ્યું રણજીત.." ચેપ્લીનના સવાલનો જવાબ રણજીતે ના માં આપ્યો.
ઇશાનીનો રૂમ...
હજી રૂમમાં કોઇને એન્ટ્રી ન હતી કરવા દીધી.. જીણી જીણી વસ્તુઓ કલેક્ટ કરી. આમતો બધુ સળગી જ ગયું હતું પણ ચેપ્લીનને બાથરૂમના પથ્થર પરથી એક અડધુ બળી ગયેલ ટેસ્ટર હાથ લાગ્યું. મોના અને રણજીત પણ રૂમને બારીકાઇથી જોઇ રહ્યા હતા, ઇશાનીના રૂમમાં એક બારી હતી જેની પર ચેપ્લીનની નજર ગઇ, બારી નજીક જઈને બધુ જોવા લાગ્યો, રણજીત પણ ત્યા આવી શું જોવે છે તેને ધ્યાનથી જોતો હતો.
ચેપ્લીન ઑફિસ
અજય, મોના અને રામ ત્રણેય રૂમમાં બેઠા છે, સીગારેટ ફુંક્યા બાદ, દિવાલ પર પેપર ચોટાડવાનું શરૂ કર્યુ, સૌ પ્રથમ ફેમીલીની માહીતી જેમા ઇશાનીના માતા પિતા, તેનો નાનો ભાઇ અને ઇશાનીના મામાનો છોકરો હતા, દરેકની માહીતિ બાદ રીતેશની ( તેના મામાનો દિકરો) એક રેખા ખેંચી, રીતેશ એક એન્જીનીયર છે, અને તે બારમાં ધોરણમાં હતો ત્યારનો તેમની સાથે જ રહે છે. ચેપ્લીને ઘરમાં આ એક બહારનો લાગવાથી તેને પોતાની શંકામાં રાખ્યો. પાડોશીયોના બયાન લીધા જેમા અજયની શંકાસોય એક ચાલીસ વર્ષના અંકલ પર પણ હતી, કારણ હતું ગઇ કાલે જ્યારે અજય અને તેની ટીમ ઇશાનીના ઘરે આવવા નીકળી ત્યા એક પચીસ વર્ષનો યુવાન સોસાયટીના ગેટ પર આવ્યો અને અજયના હાથમાં એક કાગળ આપી ગયો અને કહ્યું કે તમને કામ લાગશે. જેની પર લખ્યું હતું જગદીશ બ્રહ્મભટ્ટ અને તેનો મોબાઇલ નંબર, અજયે સોસાયટીમાં પહોચતા જ તેની પર ફોન કર્યો તો ફોન આજુબાજુમાં જ વાગ્યો અને અજયે છુપી રીતે જોયું તો તે વ્યક્તી ત્યા જ ઉભો હતો અને તેના મોબાઇલની રીંગ વાગી, આથી ચેપ્લીનની શંકા વધી. આ સિવાય બયાન નોંધતી વખતે પણ અજયે જોયું કે તે ડરતા ડરતા બયાન આપતો હતો.
વાત આગળ ચાલતી જ હતી કે અજયના પર્સનલ ફોનની રીંગ વાગી, 'હા હા હા' એક ભયાનક હાસ્ય કરતા બાળકની ટ્યુનથી બધા જ ચોંકી ગયા હતા.
"ક્યા છો??? આજે ભાઇના ઘરે જવાનું હતું અને તમે રોજની માફક આજે પણ પ્રોમીસ તોડ્યો.." અવાજ તેમની પત્ની નીહારીકાનો હતો.
"ઓ... સોરી સોરી.. યાર પણ બહુ જ કામ છે ઑફિસમાં, સરને કાલે મીટીંગ છે... પ્લીઝ..." પોતાની રોજની ટેવ પ્રમાણે ચેપ્લીને એક કારણ ધસી દિધુ.
"રોજનું છે...અને સીગારેટ ન પીતા... ચલો બાય અમે નીકળીયે છીએ... બન્ને બાળકોને લઈને જાઉ છું.." ગુસ્સે થઇ ફોન મુક્યો.
"ઓકે તો આપણે ક્યા હતા??" અજય બોલ્યો એટલે બધા હસવા લાગ્યા.
બયાન બાદ ચેપ્લીન ખભો જાલીને પાછો આવ્યો તેને બે દિવસ પહેલા મારેલ ઇંટનું દર્દ હતું, બન્ને ગાડી લઇને જતા હતા, રેડ સીગ્નલ આવતા ગાડી ઉભી રહી ત્યા જ રસ્તામાં પેલો સવાર વાળો યુવાન જેણે જગદીશનો નંબર આપ્યો હતો તે મળ્યો, બારી માથી એક ચીઠ્ઠી નાખી તે ચાલતો થયો.. અજય બહાર નીકળવા ગયો પણ ગ્રીન સીગ્નલ થઇ જતા ગાડીયો નીકળવા લાગી, જોતજોતામાં તે ભાગી ગયો.
"અરે પેલો ભાગી ગયો.."
"કોણ??" રામ બોલ્યો
"અરે પેલો કાલ વાળો છોકરો..." અજય તે યુવાનને જોતો રહી ગયો અને તે ભાગી ગયો.
"કોણ કાલ વાળો?? યાર તમે પણ આટલા વર્ષ નોકરી કરીને પાગલ થઇ ગયા છો." બન્ને ત્યાથી ઑફિસ પર પરત આયા, મોના ટેબલ પર ઉંઘી ગઇ હતી
"મોના શું થયુ પેલા કાગળનું? અને કે જે રીપોર્ટ જલ્દી મોકલી દે"
કાગળના રીપોર્ટની વાત કરી ચેપ્લીન વિચારતો હતો કે તેની ઉપર કોનું બ્લડ હોઇ શકે?? તે દરેકનો ચહેરો જોવા લાગ્યો અને પેલી અંધારાની આકૃતી યાદ કરી પણ કોઇની બોડી મેચ થતી ન હતી. અજયે પેલા યુવાનની ચીઠ્ઠી બહાર કાઠી તેની ઉપર લખ્યું હતું એક બંગલાનું સરનામુ.
બંગલા નં. 7, એવન્યુ પાર્ક.... લોહીથી લખેલ હતું પણ કોના મકાનનું હતું તે લખ્યું ન હતું.
પોસ્ટમોર્ટનના રીપોર્ટ પણ આવી ગયા હતા, ઇશાનીના શરીરમાં સાઇનાઇડ નામના ઝેરી તત્વની હાજરી હતી. ચેપ્લીનનું મગજ ચકરાવે ચડ્યું હતું કેસ જોઇને..એક પહેલુ ખતમ ન હતું થતું કે નવું આવી જતું.
નવો દિવસ
ચેપ્લીન એક મીત્રને મળીને સાઇનાઇડ વિશે સમજી રહ્યો હતો, આ ટોપીક તેના માટે નવો હતો. મીત્ર પાસે બધુ સમજી લઇને તે ઑફિસ પર આવ્યો.
ચેપ્લીન ઑફિસમાં બેઠો છે આગનું કારણ શોર્ટ સર્કીટ થયાનું આવ્યું હતું, મનમાં ગડમથલ ચાલું છે, ઇશાનીના રૂમની બારી અંદરથી બંધ ન હતી, અને બહાર આ લોહી જે ઇશારો કરતું હતું કે કોઇ તો આવ્યું હતુ?? તેણે આ વાત રામ અને મોનાને જણાવી
"મને લાગે છે કે આ કામ કરીને જતું રહ્યું પછી શોર્ટ સર્કીટ કરી આગનું બહાનું મુક્યું." તેવુ તારણ મોનાએ પોતાના વીચારથી લગાયું.
"ના મોના તું ભુલ કરે છે.. આ કામ એક વ્યક્તિનું નથી પણ બે વ્યક્તીનું છે અને એ પણ જાણભેદુ જ છે" અજય બોલ્યો અને રામ અને મોના તેને જોઈ રહ્યા.
"પણ સર એવું જ હોય તો પછી આ પેલુ સાઇનાઇડ ક્યાથી આવ્યું? આમ તો ત્રણ પણ હોઇ શકે." રામ માથુ ખંજવાળતો બોલ્યો.
કેસ ખુબ પેચીદો બનતો જતો હતો, અજય એક પછી એક પહેલું ચેક કરતો હતો, એટલામાં PSI રણજીતનો ફોન આવ્યો,
"અજયભાઇ કોઇ ક્લુ મળ્યો? પ્રોસેસ કેટલે પહોચી..."
"બસ થઇ જશે કામ... અત્યારે તો ઘરે જઈએ છીએ.. કાલે મળીયે." અજયે ફોન મુક્યો અને પોતાના કપડા કાઢી સાદા કપડે ઘર તરફ વળ્યા. ચેપ્લીન કેસ મળ્યો ત્યારનો એક જ વાર ઘરે ગયો હતો.
ચેપ્લીનનું ઘર
સવારમાં બારીએ કબુતરનો અવાજ, બહાર મંદિરનો ઘંટારવ એક સુંદર વાતાવરણ ઉભુ કરી રહ્યા હતા ઘરે પહોચતા જ એક નીરવ શાંતી મળતી હોય છે. અજયના ઘરમાં પત્ની અને બે બાળકો હતા, પત્નીનું નામ નીહારીકા, સોળ વર્ષની એક દિકરી જેનું નામ પ્રાચી અને દસ વર્ષનો પુત્ર આરવ હતા. આખો દિવસ આરામ કર્યા બાદ બાળકો અને અજય રાત્રે જમવા બેઠા હતા.
"પપ્પા તમને ખબર છે કાલે દોડમાં હું પ્રથમ આવ્યો હતો.." આરવ બોલ્યો કે નીહારીકા એ કહ્યું, "અને એ પણ તો બોલ કે પગમાં કેટલું વગાડ્યું??"
"અલે લે.. મારા છોટા ભીમને વાગ્યું, પણ એ તો થાય..." કહેતા અજયની નજર દિકરી પર પડી જે બધાની વાતોમાં ધ્યાન આપવાને બદલે ચુપચાપ ખાઇ રહી હતી. અજયે પત્ની તરફ ઇશારો કરતા પુછ્યું કે શું થયું? પણ નીહારીકાએ કઇ જવાબ ન આપ્યો.
બન્ને બાળકો ઉંઘી ગયા બાદ નીહારીકા પોતાના રૂમમાં આવી, વારંવાર કહીને થાકી ગયેલ પણ પેલી કોમેડી મુછ ન કપાવતા પતીની મુછો પર હાથ ફેરવતા હસી રહી હતી.
"આજે પ્રાચી પ્રથમ વખત પીરીયડમાં આવી હતી, એટલે તે શરમાતી હતી અને થોડો દુ:ખાવાના કારણે તે ઉદાસ છે." પીતાને દિકરી જવાન થાય એટલે ચીંતા થાય એ સ્વભાવીક છે, તેમ અજયને પણ દિકરીની ચીંતા હતી.
"લોનનું શું થયું અજય... તમે કહેતા હતા કે બોસ જોડે વાત કરીશ... કઇ જવાબ?"
"હા હા બસ આ મહિને થઇ જ જશે પછી આપણે તે મકાન નોધાવી દઈશું.."
નીહારીકા ઉંઘી ગઇ હતી, ચેપ્લીન જાગતો હતો કે તેને બારી બહાર કોઇ દેખાયું, આટલી રાત્રીમાં કોણ હોઇ શકે? એમ વીચારતા અજયે દરવાજો ખોલ્યો બધે જોયું પણ કોઇ ન હતું એટલે પાછો વળ્યો અને વિચારવા લાગ્યો કે કોણ હશે?
પોલીસ સ્ટેશન
જાસુસ અજય ફરીથી દરેકના બયાન ફરીથી સાંભળવા પોલીસ સ્ટેશન પર હાજર હતા, સૌ પ્રથમ ઇશાનીના મમ્મી દક્ષાબેને બયાન આપતા જણાવ્યું કે,
"ઇશાનીને કોઇ સાથે દુશ્મની ન હતી તેથી તેઓ કોઇની પર આંગળી ચીંધી સકતા નથી" આવુ જ બયાન તેના પિતા કેશવનું હતું પણ તેમ છતા તેમને પાડોશી ડૉક્ટર જગદીશ બ્રહ્મભટ્ટ પર શક હતો, તેમની સાથે ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા તેવું જણાયું. આમ પણ અજયને પેલા છોકરાએ નંબર આપ્યો હતો તે પણ જગદીશનો જ હતો. ઈશાનીનો નાનો ભાઇ ડરતો હતો પોલીસથી એટલે ચેપ્લીન તેને અલગ રૂમમાં લઇ ગયો,
"તું કઇ જાણે છે? ઇશાની વિશે કે કોઇને જોયા હોય??"
"ના સર... પણ ઈશુ દિદીની ડાયરી મારી પાસે છે તે ઇંગ્લીશમા લખેલ છે..."
"ક્યા છે બેટા તે ડાયરી??""મારી બેગમાં ઘરે..""સારૂ કોઇને કહેતો નહી હું કાલે આવીને લઇ જઈશ... પણ કોઇને કહેતો નહી."
રીતેશની પણ બહુ પુછપરછ ન કરી અને અજયનો શક વધતો હતો જગદીશ પર આથી તેને બયાન માટે બોલાવામાં આવ્યો. બપોરે જગદીશ બયાન માટે આવ્યો,
"સર મારે એક સામાન્ય ઝઘડો હતો તેમની સાથે.. એટલામાં હું ખુન શું કામ કરૂ..." જગદીશ ડરતા ડરતા જવાબ આપતો હતો એટલે અજયે રણજીતને જણાવ્યું કે આને થોડો માર આપો એટલે કઇક તો જાણવા મળશે. ? રણજીત પણ આજ મોકાની રાહમાં હતો, જગદીશને ચાર ડંડા પડ્યા એટલે,
"કહુ છુ સર.... સર મારે અને ઇશાનીની માતાને અફેર હતું, કોઈને કઇ ખબર ન હતી પણ અઠવાડીયા પહેલા ઇશાની મોડી ઘરે આવી અમે બન્ને સોસાયટી બહાર હતા, અમને હતું કે અંધારામાં કોઇ નહી આવે પણ તે અમને બન્નેને જોઇ ગઇ એટલે તેણે ઘરમાં જણાવ્યું અને આમ અમારો જઘડો થયો હતો... પણ સર મેં ખુન નથી કર્યું..."
બયાન બાદ તેને જવાની રજા આપી ચેપ્લીન ઇશાનીની ફાઇલ ચેક કરતો હતો, ઇશાનીની માતાના કોલમમાં લખ્યું હતું મીનાબેન.. અજય કઇ ન સમજ્યો મીનાબેન વાંચતા જ તેણે રણજીતને બોલાવ્યો અને તેમના વિશે પુછ્યું, રણજીતે જણાવ્યું કે દક્ષાબેન ઇશાનીના સાવકી માતા હતા, ઇશાનીની માતા મીનાબેન ચાર વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા.
અજયે ફરીથી ઇશાનીની માંને બોલાવ્યા, બીજા દિવસે તેઓ હાજર થયા,
"તમારે અને જગદીશને ખોટા સંબંધ હતા તે વાત તમે છુપાવી.. અને આ કારણથી જ તમે આ કામ કર્યુ છે... કેમ???"
"ના સર.. મને ડર હતો બદનામીનો એટલે આ વાત ન જણાવી, પણ સાહેબ હું મારી દિકરીને શું કામ મારૂ? સાહેબ, એકની એક જ દિકરી હતી અમારે..મને આવુ કઇ રીતે આવડે... " એટલું કહી તે રડવા લાગી.
"દિકરીતો એક જ હતી પણ પોતાની ક્યા હતી??" ચેપ્લીન બોલ્યો. તેઓ કઇ ન બોલ્યા.
રણજીતે તેમને જવાની રજા આપી, કોઈ કામથી રણજીત ત્યાથી બહાર ગયો, અજય ત્યા બેઠો બેઠો બધી ફાઇલ ચેક કરતો હતો ઘણી બધી વસ્તુ તેણે શોધી કાઢી હતી પણ તોય કોઇ ઠોઠ સબુત ન હતા કે કોણ હોઇ શકે, જગદીશ, દક્ષાબેન કે અન્ય કોઇ. કારણ કે ખુની સુધી પહોચવું આસાન ન હતું, અજયની નજર રણજીતની એક ફાઇલ પર પડી જે ટેબલ પર હતી રણજીત ઉતાવળમાં ભુલી ગયો હતો એટલે તે અજયે ખાનામાં મુકતા પહેલા જોયુ કે રણજીતના બધા રીપોર્ટ હતા, રણજીતને HIV હતો. ચેપ્લીનને ચીંતા થવા લાગી રણજીતની, ચેપ્લીને ફાઇલ અંદર મુકી દિધી.
ચેપ્લીન ગાડીમાં બેસી સીગારેટ પીવા બેગમાં હાથ નાખ્યો કે પેલી ચીઠ્ઠી દેખાઇ જેની પર લખ્યું હતું સરનામુ, ચીઠ્ઠી હાથ લાગી ચેપ્લીને તરત રામને કહ્યું,
"ટર્ન લે ગાડી" ગાડી પેલા યુવાનના આપેલ સરનામા પર પહોચાડી ગેટ કુદીને બધા અંદર આવ્યા, ઘરમાં કોઇ ન હતું, કદાચ કામથી હજી બહાર ગયા હશે, તેઓ પાછળના ભાગથી બારી નજીક પહોચ્યા, અજયે બેગ માંથી એક પાતળો સળીયા જેવું મશીન કાઢ્યું અને બારીના પોલાણમા દબાવી એ મશીન ફેરવ્યું, થોડીક જગ્યા થતા જ અંદર એક પીન નાખી બારી ખોલી નાખી.. બન્ને અંદર પહોચ્યા, ટોર્ચ કરીને બધો જ સામાન જોવા લાગ્યા, અડધો કલાક બધું ચેક કર્યું પણ કઇ હાથ ન લાગ્યુ, એક ટેબલ દેખાયું જેની પર કેટલાક કોન્ટેક નંબર હતા, એટલે બન્ને બહાર આવવા નીકળ્યા કે ચેપ્લીનની નજર ટેબલની પાછળ પડી, ચેપ્લીન ત્યા ગયો અને ટેબલ ખસેડ્યું, ઇશાનીના ફોટા હતા અને એક ખંજર પણ હતું, ચેપ્લીન તે લઇને આવતો હતો કે તેના પગમાં તુટેલ એક વસ્તું પડી, તે જોવા નીચે વળ્યો ત્યા તેને એક તુટેલ પેન્ડલની ચેઇન દેખાણી, ચેપ્લીન તે જોઇ રહ્યો હતો ત્યા જ રામનો અવાજ આવ્યો,
"સર... આ જોવો..." રામે દિવાલ પરના ફોટો પર ટોર્ચ કરી.
"હમમમમ... ચલો ત્યારે.. આપણું કામ થઈ ગયું."
"સર તમને કઇ રીતે ખબર પડી કે આનો હાથ હશે.??" રામ બોલ્યો.
" જે જરૂર હતું એ મળી ગયું એ છોકરા પાસેથી.." રામ કઇ સમજ્યો નહી, સર કેમ આમ બોલતા હશે એ ન સમજાયું. અને આ કોણ છોકરો??
રાત્રે તેઓ ઑફિસે પહોચ્યા પણ ત્યા જોયુ તો કોઇ આવેલ હતું, વસ્તુઓ બધી વેરવીખેર હતી, ચેપ્લીન એમ કઇ કાચો ન હતો તેને પણ ખબર હતી કે કોઈ આવશે જ એટલે મોનાને બધુજ લઇને સીક્રેટ રૂમમાં મોકલી દિધી હતી.
"કોણ આવ્યુ હતું મોના??"
"સર એક કોટ પહેરલ માણસ હતો પણ ઓળખાયો નહી... નકાબ હતો..."
બીજા દિવસે ચેપ્લીન ઈશાનીના ભાઇની સ્કુલ આગળ ઉભો રહ્યો, ઇશાનીનો ભાઇ બેગ લઇને આવતો હતો, તેમા પેલી ડાયરી હતી પણ જેવો તે રોડ ક્રોસ કરવા ગયો કે એક બાઇક સવાર આવીને તે બેગ લઈને ભાગ્યો. ચેપ્લીને ગાડી તેની પાછળ કરી, બાઈક અતી સ્પીડમાં હતું એટલે હાથ ન લાગ્યું, ચેપ્લીન પાછો આવ્યો ત્યારે ઈશાનીનો ભાઇ ત્યાજ ઉભો હતો,
"લો સર આ ડાયરી.." તેણે એક ડાયરી આપી
"તો પેલો કોની બેગ લઇને ભાગ્યો..."
"મારી હતી... પણ આ ડાયરીતો હું અને મારો ફ્રેન્ડ વાંચતા હતા પણ કઇ સમજાયું નહી.. આ તેની પાસે હતી..." ચેપ્લીન ડાયરીનું કવર વાંચે છે જેની પર લખેલ હોય છે ઈશુની ઈશાની (ઈશુ ભગવાન).
ચેપ્લીન ઑફિસમાં બેઠો બેઠો એક એક કડી જોડી રહ્યો હતો અને દરેક મીસ્ટ્રી સોલ્વ કરતો જતો હતો.
નવો દિવસ
બધી જ માહીતિ એકઠી કરીને પોલીસની સ્ટેશનમાં બધાને હાજર કર્યા, PI પણ આવી ચુક્યા હતા.. તેમણે અજયને કેસની માહીતિ વીશે અને કોઇ હત્યારો મળ્યો કે નહી તે જણાવા કહ્યું.
"હા સર બધી જ માહીતિ મળી ગઇ છે બસ હવે તે દિવસે તેમના ઘરે શું બન્યું એ ઇશાનીના પીતા જ જણાવશે.." અજય બોલ્યો એટલે ઇશાનીના ફાધરને ચીંતા થવા લાગી, કપાળે પરસેવો વળ્યો,
"અરે તમે હત્યારા નથી, તમારી દિકરીના હત્યારાને અમે પકડીને ઈશાનીને જરૂર ન્યાય આપશું.. એ પહેલા પણ શું બન્યું હતું તે જણાવો..." તેના પીતાની હાલત જોઇ અજયે તેમને આશ્વાસન આપતા કહ્યું.
"સર તે દિવસે ઇશાની પોતાના રૂમમાં હતી, તે થોડાક દિવસથી પરેશાન હતી પણ કહેતી ન હતી... એવામાં દક્ષા વિશે જણાયુ અને ઘરનું વાતાવરણ ખુબ અશાંત હતું...તે દિવસે થોડોક વરસાદ હતો અને વાવાઝોડુ પણ હતું... હું ઑફિસથી આવ્યો અને બધા જમવા બેઠા...ઇશાનીએ જમવાની ના પાડી અને પોતાના રૂમમાં જતી રહી...બે ત્રણ કલાક થઇ હશે કે અમને કઇક સળગવાની ગંધ આવવા લાગી... હું અને દક્ષા મારા રૂમમાં ઉંઘી ગયા હતા.. બહાર આવ્યા તો ઇશાનીનો રૂમ સળગતો હતો..." આટલું કહી તેઓ રડવા લાગ્યા.
"બસ બસ... શાંત થઇ જાવ..." રણજીત બોલ્યો.
"ઓકે તો હવે હું કહુ આખી સ્ટોરી..." એવુ કહેતા ચેપ્લીન બોલ્યો.
"ઇશાની કોઇ વાતે દુ:ખી હતી પણ કઇ વાત હતી એ ખબર નહી, એ દિવસે તમે જમવા બેઠા અને ઇશાની પોતાના રૂમમાં જમ્યા વગર ચાલી ગઇ... દક્ષાબેન જમ્યા બાદ ઇશાનીના રૂમમાં ગયા અને તેમણે ઇશાનીનો ફેવરીટ એપલ જ્યુસ પીવડાવ્યો. કેમ દક્ષાબેન??? જરા કહેશો કે શું હતુ એ જ્યુસમાં"
દક્ષાબેન આ વાત સાંભળી ગભરાઇ ગયા, રણજીતે તેમને ધમકાયા એટલે તેઓ વાત કહેતા બોલ્યા કે, "ઇશાની મને અને જગદીશને જોઇ ગઇ હતી અને આ કારણે મને ખુબ માર પડેલ જેનો બદલો લેવા મે અને જગદીશે એક પ્લાન બનાવ્યો અને જગદીશ ડૉક્ટર હોવાથી તે બધુ જાણતો હતો કે ઇશાનીને કઇ રીતે મારવી... એટલે તેણે પાવડર લાવીને આપ્યો અને કહ્યુ કે આ તેને પીવડાવી દે જે... તે દિવસે ઇશાની દુ:ખી હતી એટલે મે તે વાતનો ફાયદો લેતા તેના રુમમાં જઈ માફી માંગી અને ફોસલાવીને તેને પાવડર એપલ જ્યુસ સાથે પીવડાવી દિધો..."
"અને આ કારણે તેના શરીરમાં સાઇનાઇડ જતો રહ્યો..... કેમ દક્ષાબેન???"
"હા સર પણ મને માફ કરી દો.... મે અને જગદીશે આ રીતે તેને મારવાની કોશીશ કરી... પણ ખંજર મે નથી માર્યુ કે નથી સળગાવી...."
"અરે મે ક્યા કહ્યું કે તમે સળગાવી.... સળગાવનાર પણ ઘરનો જ હતો.... કેમ!!!" એટલુ કહી રામને ઇશારો કર્યો એટલે રામ રીતેશને ખેચીને લાવ્યો.
"રીતેશ તું??" ઈશાનીના ફાધર દક્ષાબેનને મારવા જતા હતા કે રીતેશનું નામ આવ્યું એટલે ચોંક્યા.
"બોલ રીતેશ હવે તારુ શું કહેવું છે..." ચેપ્લીન બોલ્યો અને રીતેશનો મોબાઇલ ટેબલ પર મુક્યો.
"મને માફ કરો સર... મારાથી ભુલ થઇ ગઇ...."
"ચુપ... અને જે હોય તે સાચુ બોલ...." રણજીત ગુસ્સે થતા બોલ્યો...
"કહું છુ સર.... આમ તો દક્ષાફોઇ મારા ફોઇ થાય એટલે ઇશાની મારી સગી ફોઇની દિકરી ન હતી... મને છેલ્લા ઘણા સમયથી ઇશાની ખુબ ગમતી હતી... હું હીડન કેમેરા તેના બાથરૂમમાં રાખીને તેના ફોટા અને વિડીયો બનાવતો હતો.. તેણીએ જ્યારે મારો પ્રેમ એક્સેપ્ટ ન કર્યો તો મને સુજતુ ન હતું કે શું કરૂ... એટલે મે તેને તેના જ ફોટો અને વિડીયો તેને સેન્ડ કર્યા અને તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો, તેણે આ વાત ઘરમાં જણાવાની ધમકી આપી એટલે હું ઘબરાઇ ગયો.....એટલે.... એટલે... તે દિવસે નીચે જઇને મે અમારી લાઇનનો ફ્યુઝ કાઢી ડાઇરેક્ટ પાવર કરી નાખ્યો અને ત્યાર બાદ તેના બાથરૂમમાં જઇને ગીઝરનો પાવર વધારી રુમમાં ઓપન વાયર ફેલાઇ દિધો અને પડદા આડા કરી દિધા તથા જમતા પહેલા તેનું ગીઝર ઓન કરી આવતો રહ્યો... જેથી તે શોર્ટ સર્કીટ થઇ વાયર સ્પીડીલી તેના પર પડતા અને અન્ય કપડાને ટચમાં લઇને....સોરી સર મને માફ કરો..."
"પણ સર મે તેને ખંજર નથી માર્યુ...."
ચેપ્લીને વાત આગળ વધારતા કહ્યુ,"ઓકે...તો વાત કરીએ આપણે ઇશાનીના રૂમની... ઈશાનીને જ્યુસ આપી તે બેહોશ થવા લાગી એટલે દક્ષાબેને ઈશાનીને પલંગ પર ઉંધી સુવાડી દીધી જેથી કોઇને શક ન પડે... સાયનાઇડના ઝેરથી તે બેહોશ તો થઇ જ ગઇ હતી...ત્યાર બાદ કોઇ માણસ આવ્યો બહારથી જે બારી માંથી આવી સુતેલ ઇશાનીને પાછળથી ખંજર મારીને જતો રહ્યો.. તેને એમ કે ઇશાની સુતી છે પણ ઇશાની ઓલરેડી અર્ધમૃત્યુ હાલતમાં હતી... રીતેષનો કરેલ પ્લાન પણ સક્સેસ ગયો અને સર્કીટ થઇ અને રુમ સળગવા લાગ્યો... અને આમ ઇશાનીનો કાળ બનેલ તે દિવસ ભરખી ગયો..." ચેપ્લીને પોતાની વાત પુરી કરી..ઇશાનીના ફાધરની આંખોમાં આંસુ હતા, પોતાની દિકરીને ખોવાનું અને આવા મોતનો ગમ હતો..
"પણ સર તો પછી આ ખંજર કોણે માર્યુ???" મોના બોલી
ચેપ્લીને રામને ઇશારો કર્યો અને ભાગવા જતા રણજીતને પકડ્યો.. "અરે તમે ક્યા ચાલ્યા??? મુખ્ય મહેમાન તમે ક્યા ચાલ્યા???"
PI થી લઇને બધાની આંખો પહોળી થઇ ગઇ કે રણજીત પણ આમા સામેલ છે.... "કષ્ટ કરસો તમે..." એટલું કહેતા પેલુ ખંજર અને ઈશાનીના ફોટો જે પેલા બંગલા માથી મળ્યા હતા તે આગળ કર્યા,
"મે ઇશાનીને પહેલી વાર તેની કૉલેજથી ઘરે આવતા જોઇ ત્યારે જ તેનો દિવાનો થઇ ગયેલ... હું રોજ તેનો પીછો કરતો અને ધમકાવતો પણ તે મને સ્વીકારવા તૈયાર ન હતી...હું તેના બોયફ્રેન્ડને મારી નાખવા માંગતો હતો તેનું નામ વિનય હતું.. એક દિવસ રાતન સમયે હું એક કામથી બહાર આવેલ કે મે ઈશાનીને વિનય સાથે જોઇ... હું બન્ને પાછળ ભાગ્યો... ઇશાની તો ભાગી ગઇ પણ વિનય મારા હાથમાં આવી ગયો અને મે તેને ખંજરથી મારી નાખ્યો, પેલે દિવસે આવેલ અંકલ તેના ફાધર હતા... મને ડર હતો કે ઈશાની કોઇને કહી દેશે એટલે હું તેના ઘરની આસપાસ રખડતો... તે દિવસે મે જોયુ કે તે તેના રૂમની બારીએ હતી ત્યાર બાદ દક્ષાબેન આવ્યા અને તેને લઇ ગયા... જેવો દરવાજો બંધ થવાનો અહેસાસ થયો કે હું પાછળના રસ્તેથી રૂમ તરફ ચડવા લાગ્યો, ઇશાની તેના રૂમમાં સુતી હતી એટલે હું અંદર ગયો અને મોઢુ દબાવી ખંજર ખોસી દિધુ, મે ફટાફટ તેનો દરવાજો બંધ કરી બારીથી નીકળવા લાગ્યો પણ તેનો સળીયો મારા પેટમાં વાગ્યો અને મારૂ બ્રેસલેટ તુટી ગયું, હું નીચે ઉતરી ખુન સાફ કરી ભાગવા ગયો કે યાદ આવ્યુ ખંજર ઉપર રહી ગયું પણ હું જેવુ ખંજર પરત લેવા ગયો કે રૂમ સળગવા લાગ્યો એટલે ત્યાથી ભાગી આવ્યો. રાત્રે પેલો બ્લડ લુછેલ કાગળ યાદ આવતા ત્યા ગયો પણ તમે ત્યા પહોચી ગયા હતા અને મને જોઇ ગયા...એટલે ભાગ્યો..." રણજીતની વાત સાંભળી બધા ગભરાઇ ગયા, PI એ બધાને પકડી લીધા...અને લોકરમાં નાખ્યા.
ચેપ્લીન અને PI કેબીનમાં બેઠા હતા, "તમને કઇ રીતે ખબર પડી કે રણજીત અને તેના ઘરના આમા સામેલ છે???"
ચેપ્લીને વાત કરી કે.. "મને ડાઉડ થોડો પડ્યો ત્યારે જ્યારે હું રણજીતની કેબીનમાં હતો.. મે તેના રીપોર્ટ જોયા તો આ બ્લડ સેમ્પલ અને પેલા કાગળના બ્લડ સેમ્પલ એક જ હતા... અને વારંવાર રણજીત ફોન કરીને કેસ વિશે પુછતો, પણ આમા મદદ એક છોકરાએ અમને કરી ઇશાનીના ફોટા રણજીતના ઘરમાંથી મળ્યા હતા.. પેલુ તુટેલ બ્રેસલેટ પણ ત્યા જ હતું તથા ઈશાનીએ પોતાની ડાયરીમાં આ બધી વિગતો લખી હતી કે કઇ રીતે રણજીત તેને હેરાન કરતો હતો. તેણે જ આ બધી કડીયો જોડવામાં મદદ કરી..આ ડાયરીમાં જ રીતેષ વિશે લખેલ હતું એટલે મે ઈશાનીના ભાઇ પાસે ચોરીથી તેનો મોબાઇલ લેવડાયો જેમા આ બધા ફોટો હતા. જગદીશ અને દક્ષાબેનના અફેરનો એક કાગળ જે ઇશાનીએ લખેલ હતો..અને પેલો સ્કુલ આગળથી બેગ લઈને ભાગનાર પણ રણજીત હતો જે સીસીટીવીના બોડી પરથી જાણી ગયો હતો હું"
આમ ઇશાનીનો કેસ પતાવી ચેપ્લીન, રામ અને મોના ગાડી લઇને નીકળ્યા.. રસ્તામાં પેલો છોકરો પાછો મળ્યો,"ઉભી રાખ રામ... જો પેલો છોકરો..."
"ક્યા છે? સર" મોના બોલી.
"આમ રહ્યો..." એટલુ કહી ત્રણેય બહાર આવ્યા.
"એ દોસ્ત તારૂ નામ શું છે અને કોણ છે તું.."
"વિનય નામ હતુ સર મારૂ, થેંક યુ સર..."એટલુ કહી તે ક્યાક જતો રહ્યો અને ચેપ્લીન જોતો રહી ગયો..
બાજુમાં ઉભેલ મોના અને રામ હેરાન હતા કે સર કોની સાથે વાત કરતા. ચેપ્લીન ત્યા જ બેસી ગયો...
દુર એક ધુન સંભળાવા લાગી. "રાત અકેલી હે... બુજ ગએ દિએ..."
ચેપ્લીનનું મગજ ચકરાવે ચડી ગયું, રામ અને મોના પણ ચેપ્લીનને પાગલ સમજવા લાગ્યા હતા, એકલો એકલો બબડતા અજયથી તેઓ પણ ડરતા હતા.
થોડીવાર બાદ PIને ફોન કરીને રણજીત જોડે વીનયની ડેડબોડી ક્યા સંતાડી છે તે પુછ્યું, રણજીતે બોડી પોતાના બગીચામાં દાટી હતી તે ખોદાવી કાઢી અને વિનયના ફાધરને સોંપી.
આ ઘટના બાદ મહીનાઓ સુધી ચેપ્લીન રજાઓ પર જતો રહ્યો... તેના દિલ અને દિમાગમાં સતત એક જ વાક્ય ગુંજ્યા કરતું... રાત અકેલી હૈ....