Unlucky in Gujarati Women Focused by રાહુલ ઝાપડા books and stories PDF | અભાગણ

Featured Books
Categories
Share

અભાગણ

                              અભાગણ

                              કાંતા સુંદરતાની પુતળી, પાણી પીવે તો અંગ ઝળકે, કાળી નાગણ જેવા તેના વાળ અને લાંબા આ વાળ છેક કેળ વટાવી ગયેલ, ચાલે તો લાગે કમળ પુષ્પ ખરતા હોય, કાળા માછલી આકારના તેના નયન અને ગુલાબની પાંખડી જેવા તેના હોઠ, પાતળો અને ઉંચો છતાય સુડોળ બાંધો હતો તેનો. માતાના સંસ્કાર  દીકરીની નસ નસમાં લોહીની માફક ફરતા હતા તો પીતા વ્યવસાએ વૈદ એટલે દીકરીને પણ વૈદપણું શીખવાડેલ. દાદીએ બહુ ચીવટથી દયણનું કામ શીખવેલ. સ્વભાવે લાગણીયોથી ભરેલી કાંતા કોઇનું દુ:ખ પણ ન જોઇ શકે. શેરીની ગાયો, કુતરા અને બીલાડા તેને સારી રીતે ઓળખે તેવું  પ્રેમાળ વ્યક્તિત્વ તેનું.  સોળે કલાએ ખીલેલ કાંતા જેવી જવાનીના પગથીયા ચડી કે ૧૭ વષૅની આ દિકરીના લગ્ન પિતાએ એક સારા ઘરમાં કર્યા. પરણીને સાસરે જતી વેળાએ તેનો બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડતો છાનો ન'તો રહ્યો. જાણે ઘરનું રતન ચોરાઈ ગયું હોય. સાસરુ પણ પીતાએ ખુબ સારું ગોતેલ. વરરાજાને લઇને જાન જ્યારે ગામના ચોરે આવી ચડી તો લોકો વાતુ કરતા કે ઉપર વાળાએ શું જોડી બનાવી છે.

              હેમખેમથી પરણીને જાન સાથે કાંતા ગામની સીમ વટાવી પતીના ઘર તરફના પગ માંડ્યા. હરખઘેલી સાસુંએ હેતથી વરવધુના પોખણા લીધા, નંણંદે દરવાજો રોક્યો અને વહુંએ સગુન આપ્યા, બધાને પગે પડી. નવી વહુનો રુમ સજાવાયો હતો તેમાં તેમને મોકલી બધા વાતે વળગ્યા. રાત ઘણી થઇ ગઇ હતી નણંદ અને આજુબાજુની સૌ દિકરીયો નવી વધુને ખીજવીને ઘર તરફ પગલા માંડવા લાગી. ત્રણ દિવસથી ઝાકમઝોળમાં આળોટતી શેરી મોડી રાતે શાંત થઇ ગઇ. ક્યાંક ક્યાંક કુતરાના ભસવાનો અવાજ આવતો હતો અને એ વચ્ચે ઘરની ખુલ્લી બારી માંથી આવતો ઠંડો પવન કાંન્તાની લાગણીયોને તરબતોળ કરતો હતો. કાન્તા વરની રાહ જોઈ નવરંગ ચુંદડીનો ઘુંઘટો તાણી બેઠી ને નવા જીવનના શમણામાં ખોવાઇ. ગુલાબના ફુલથી સજાવેલ રુમ તેની સોડમથી મઘમઘી રહ્યો. રાત ધીમે ધીમે જવાનીના જોશમાં આવતી જતી હતી પણ માધો આવ્યો ન હતો, ભાઇબંધોની ટોળી પણ થાકથી સુઇ ગઇ હતી તો આ તરફ બારીએથી રાહ જોઇ રહેલ કાંતાના કાન કમાડના ખખડવાના અવાજની રાહ જોતા અધીરા બન્યા. પીયુની રાહ જોતી કાંતા બારી પાસે જ બેઠી રહી અને આંખ ક્યારે મળી ગઈ તેની કદાચ તેને ખબર જ ન રહી.

               ભળભાંખળું થયું અને સુતેલ ગામ અંગ બરોડતું જ પોતાને કામે લાગી ગયું. સુતેલ કાંતાના કાને રોકકળનો અવાજ સાંભળાયો અને હડફ કરતી જાગી ગઈ. સવાર સવારમાં કોઇ ભજનના સુમધુર અવાજની જગ્યાએ કોઇના રડવાનો અવાજ તેના હૈયાને ચીરી ગયો. શણગારેલ પલંગ પર એક નજર કરી પણ માધો ન હતો. કમાડ જેમ બંધ કર્યુ હતું તેમનું તેમ જ હતું. ફટાફટ કપડાને થોડાક ઢીક કરી બહાર ડોકીયું કર્યું તો ઘરના બધા આક્રંદ કરી રહ્યા હતા. સાસુ કપાળ પીટતી હતીને નણંદ ઉંબરો પકડીને રડતી હતી, ઘરનો મોભી એવા સસરાને બે લોકોએ પકડ્યા હતા. હૈયું ધકધક થવા લાગ્યું, પણ ઘરના લોકોને આમ રડતા જોઈ તેદાથી રહેવાયું નહી અને કાન્તા દુલ્હનના શણગારમાં જ બહાર આવીને ઘટનાનો તાગ મેળવા બધે નજર ફેરવવા લાગી. આડોશી પાડોશી ભીની આંખોએ તેની તરફ જોઈ રહ્યા હતા. શું થયું છે એ જાણવા હૈયું અધીરુ થયું પણ પુછે કોને?

બહારથી લોકોનું ટોળુ સફેદ કપડામાં લાશ લઈને આયું ને આખા ઘરમાં રોકકળ વધી ગઇ. આક્રંદ એટલો હતો કે ભલભલા મરદનું હૈયું પણ પીગળી જાય. માધાએ પોતાની જાતને ખેતરે જઈ અગ્નીમાં બોળી લીધી હતી. કારણ શું હતું એ તો ક્યારેય કોઈને ખબર ન પડી અને એક રહસ્યની માફક માધાની સાથે જ ચાલ્યું ગયું. હજી હાથની મહેદી ગઈ પણ ન હતી અરે હજી પરણ્યાનો ચુડો ઉતાર્યો પણ ન'તો ને કાળ કાંતાના માથે કાળાશ ચોપડીને ચાલ્યો ગયો.  સુકાએલ કાજળને ભીંજવતું કાંતાની આંખ માંથી શર્યું અને જેમ મેઘો હેલીયે ચડ્યો હોય તેમ તેં નવવધુના આંસુ નીકળ્યાને પછી ધડાધડ કરતી અશ્રુધાર વહેવા લાગી અને ખબર નહી કેટલે દિવસે બંદ રહી હશે. આંખનું કાજળ બન્ને ગાલ પર થતું ટપકવા લાગ્યું, હૈયું ફાટી જાય તેવી એક ચીસ નાખતાની સાથે જ કાન્તા ત્યાંજ બેહોશ થઇને ઢળી પડી.

      અરે કુદરત! ચાર દિ'ની તે ચાંદની દેખાડી      આખુ આયખુ કરમે લખી કારી રાતડી!!!

હજી ગઈ કાલે તો પીયરવાળા દિકરીને કેટલા હોંશી અને ઉમંગથી વળાઈ હતી દિકરીને. કાને સાંભળ્યું અને આંખે દેખ્યું તો પણ કોઈ ભરોસો કરતું ન હતું આ વાત પર. એક પછી એક વિધી પતવા લાગી અને પીયરીયાએ ઘણું સમજાયું પણ કાન્તા સાસરુ મેલીને પાછી ન ગઈ. સાસુ સસરાની સેવા કરવાની અને દિકરો બનીને રહીશ એવી બાપને હામ આપી. કાન્તાને ક્યારેય ખબર ન પડી કે માધો કેમ બળ્યો હતો? માધાના ભાઇબંધોને પણ જાણ ન હતી કે કેમ આવું કર્યુ??? શું તેમની મરજી વીરુધ આ લગ્ન થયા હતા? કોઇ જવાબ કન્તાને ન મળ્યો અને આ વાત તેની રાખ સાથે હમેશને માટે ઊડી ગઈ.

               સમય વિતતો જતો હતો, કાન્તા ગામમાં કોઈ માંદુ પડે તો દેશી દવા કરતી સાથે સાથે દયણનું કામ પણ કરી ઘરનું ગુજરાન ચલાવતી. કોઈના ખેતરે કામે જાય તો કોઈની મજુરી કરે અને આમને આમ દિ' કાપે. કાંતા પોતાની સીમા ક્યારેય ન લાંઘતી પણ તેની જવાની હંમેશા ગામના  છોબનીયાઓની નજરમાં આળોટતી. કેટકેટલા લોકોએ પોતાની રીતે તેને પામવાની ઇચ્છ વ્યક્ત કરેલ પણ કાંતા જેનું નામ! આ કામ માંથી ગામનો મુખી પણ ક્યા બાદ હતો? પત કાંતાએ તેનેય રોકડું પરખાવી દિધેલ તે આજ સુધી તેની સામું નજર કરીને જોયું નહી.

ચોમાસાની મેઘલી રાત, સાંભેલાધારે મેઘલો વરસતો હતો, વીજળીના ચમકારાને તેની ગર્જના વચ્ચે ગામના મુખીના ઘર માંથી ચીરદાયક ચીસનો અવાજ આવતો હતો. એ સમયે દાક્તરનો જમાનો નહી, સુવાવડ દયણ જ કરાવે, ઉંચુ કુળ હોય તેમની દયણ અલગ હોય પણ આજે કમનસીબે તે બહાર ગયેલ. ન છુટકે મુખી કાન્તાના મોહલ્લા તરફ વળ્યા ને નોકરને તેમના વાસમાં મોકલી પોતે શેરી બહાર ઉભા રહ્યા. કાન્તા બહાર આઈ અને નોકરે બધી વાત કરી, ફટાફટ તે તેમની સાથે મેડીયે ગઈ. ઉંચાઘરની મેડી ચડતા કાન્તા ખચકાટ અનુભવવા લાગી, આ તરફ મુખી પણ કચવાતો હતો પણ શું કરે?  કાન્તા અંદર ગઇ, જઈને જોવે તો પીડા ખુબ હતી. કાન્તાએ બહાર બુમ મારીને તેલ મંગાયું, મુખીની માતા તેલ લઈને આયા ને નીચે મૂક્યું પણ હાથમા ન આપ્યું. કેવી પરીક્ષા આજે ઉપર વાળાએ કરી!!! જ્યા તેમને સામા મળતા શુકન પણ ન લે, સ્પર્શ કરતા આભડછેટ લાગે, ડેલીનો દરવાજો પણ ચડવા ન દે તેમને આજે ઘરમાં બેસાડી હાથો હાથ વસ્તુ આપવી પડતી હતી. કાળજુ કપાતું હતુ પણ કુદરતની બલીહારી આગળ મનુષ્ય તે કોણ? જીવનભરનું ગર્વ પળમાં ઓગળીને બહાર પડતા વરસાદમાં વહેવા લાગ્યુ.

  થોડીવાર બાદ મુખીની પત્નીની ચીખો બંદ થઇ અને નાના બાળકના રડવાનો અવાજ આવવા લાગ્યો. બહાર ચીંતામાં  ફરતા મુખી અને તેમની માતાનો જીવ હેઠો બેઠો. કાન્તાએ ફુલ જેવી દીકરીને બે હાથમાં લઈ દરવાજો ખોલ્યો અને બહાર આવી..

"જલેબી વેચો મુખીજીના બા, લખમી અવતરી સ!" કાન્તાએ કીધું.

ગમગીન વાતાવરણ પર થોડીવાર ખુશી આવી હતી જે ઉદાસીમા બદલાઈ ગઇ. દીકરીના જન્મની વાત કાને પડતા જ મુખીનું મોઢું કાળુ થઇ ગયું. મુખીના ઘરે આ સાતમી દિકરી જન્મી હતી. મુખીની બાએ હાથમાં રાખેલ તપેલું નીચે પછાડ્યું.  કેવી આ દુનીયા! પોતે એક સ્ત્રી હોવા છતા આટલી દુ:ખી દીકરીના જન્મથી!! દિકરાની પ્રાપ્તી માટે આ બધુ!! એથીય વધારે તો એ વાત કે કોઈ દીકરીને અડ્કયુ નહી ને કાન્તાને નીચે મુકવા જણાયું. એક રાડેલ સ્ત્રીના હાથથી ન અડકાય એવી આ માન્યતાએ કુમળી દીકરીને આજે નીચે મુકવા જણાયું.

કાન્તા કઠોર દીલ કરી નીકળી, ત્યા મુંખીની માંએ બુમ પાડી

"એ બાઈ, તારી શીખ લેતી જા....."

કાંતા સામેથી ક્યારેય કઈ માંગતી નહી પણ કોઈ આપે તો પ્રેમથી સ્વીકારી લેતી. શીખનું નામ સાંભળતા જ કાંતા પાછી વળી પણ મુખીની માં ઉંબરા બહાર શીખ નીચે મુકી પાછી વળી ગઈ. સ્વમાની કાન્તા પાછું વળીને જોયું અને પછી ચાલતી થઈ. પેલી ડોશીની આબરુને વગર હથીયારે તેણે માત આપી.

૨૫ વષૅ પછી..

આખો ઘરડી થઈ, સાસુ સસરા દેવલોક પામ્યા. નણંદ પણ સાસયે છોરુછૈયાની મા બની ગઈ. કાન્તા તેના ઘરમાં એકલી પડી ગઈ. હવે તો કામે પણ કોઈ તેને ન રાખતું અને ગામમાં હૉસ્પીટલ બની ગઈ હતી જેથી કોઈ દેશી ઉપચાર માટે પણ ન આવતું. એક એક દિવસ કાન્તા માટે વર્ષનો થઈ પડતો.

કાન્તાના નળથી  પાણી લઈને શેરીમાંથી જાય છે. મુખીના પત્ની તેમની દીકરી સાથે સામેથી આવે હતા.  કાન્તાને ઠેસ વાગતા પડી ગઈ અને પાણીનો ઘડો નીચે પડી ગયો. આ સાથે કાંતા પણ એક ગોથુ ખાઇ ગઈ અને જમીન પર ચીતાપાટ પડી. ઘરડી ડોશીને પડેલી જોતા જ મુખીની દિકરીએ આવીને ઉભી કરી...

"તમને વાગ્યું તો નથી ને??" તેણે પુછ્યું.

"ના બેટા," અને કાન્તાએ તેનું નામ પુછ્યું.

"સેજલ નામ છે મારું" જવાબ મળ્યો.. એટલામાં મુખીના પત્નીએ અવાજ દીધો "સેજલી...અઈ આવ..."

મુખીની દિકરીએ કાન્તાની રજા લીધી અને પોતાની માં પાસે ગઈ. કાન્તા ધીમેધીમે પાછી પાણી ભરવા ગામ તરફ જતી હતી ત્યાં કાને અવાજ પડ્યો, "ઘરે જઈને નાહી લેજે.. આજે પુનમ સે અને પેલીન અડી જઈ.. આભડછેટ લાગી જઈ તને..  અભાગણી દયણને અડકી જઈ..."

"બા!!! શું બોલે છે તું... સાંભળતા હશે એ માજી..."

"ભલે સાંભળે.. ખોટુ શું સે? મુઈ આવતા જ વરનેય ભરખી ગઈ હતી.... અભાગણ છે તે અભાગણ જ કે'વાય ન..."

આખી રાત કાન્તાના કાનમાં અભાગણ શબ્દ ગુંજતો રહ્યો. આવા મહેણાથી ટેવાઈ ગયેલ અને સાંભળી સાંભળીને તો ઘરડી પણ થઈ ગઈ કાન્તા. કોઈ વાંઝણી તો કોઈ અભાગણ કહેતું કાન્તાને પણ આખુય ગામ એ અભાગણના હાથની દવા પીને સાજુ જરૂર થયેલ અને મોટા ભાગના જુવાન છોકરી અને છોકરાઓએ આ દુનીયા સૌપ્રથમ તો એ વાંઝણીના હાથમાંથી જ જોયેલ.

સમાપ્ત.