Kidnapping in Gujarati Drama by રાહુલ ઝાપડા books and stories PDF | કિડનેપ

Featured Books
Categories
Share

કિડનેપ








શ્રી કૃષ્ણ શરણમ્ મમ:, શ્રી કૃષ્ણ શરણમ્ મમ:....

ઘરના મંદિરમાં પુજા કરતા દેવકીબા પુજા કરીને ઘરમાં જ્યોતની દિવ્યતા ફેલાવી રહ્યા હતા કે મીલન દાદર ઉતરીને નીચે આવતો હતો. શહેરનો સૌથી રઇસ પરીવાર એવો આ સોની પરીવાર. બે દિકરા પિતાની પહેલા મોજ શોખની દુનીયાના કારણે દેવલોક પામી ગયા હતા. ઘરનો એક માત્ર ચીરાગ એટલે પૌત્ર મીલન. દાદી અને માતાએ ભક્તીના પાઠનું ભરપુર સીંચન કરેલ તો દાદાએ રાજનીતિના પાઠ શીખવ્યા હતા.

"ક્યા જાય છે બેટા આમ આજે આટલો વહેલો??" તુલસીના પાન ચબાવતા દાદી બોલ્યા.

"ક્યાય નહી દાદી, થોડુંક કામ છે તો જલ્દી આવી જઈશ??"  કોઇનો ફોન આવતા મીલન બહાર જઈ રહ્યો હતો. રેડ કલરની કાર રસ્તા પરથી નીકળે તો લોકો જોતા જ રહી જાય તેવી રોયલ કાર. બ્રાન્ડેડ કપડા અને અન્ય બ્રાન્ડેડ વસ્તુઓ. ઉમર નાની પણ દાદા પાસે રહીને એ એટલો પરીપક્વ બની ગયેલ કે અનુભવી માણસને પણ પાછો પાડી દે. મીલનને એક આંધળો શોખ, દર મહિને ફરવા જવું મીત્રો સાથે. આમ અઢાર વર્ષના મીનલની દાદા દાદીને હમેશા ચીંતા રહેતી. ક્યાક બન્ને દિકરાની જેમ આ પણ... ગાડી આગળ જઇને મીલન કઇક વિચારે છે અને પછી કોલ કરે છે.

"ક્યા છે... મારે તાત્કાલીક તારી જરુર છે.. હું એડ્રેસ સેન્ડ કરુ છું ત્યા આવી જાવ.. આગળની બધી વાત ત્યાજ સમજાવીશ તને." મીલન ફોન કટ કરીને ગાડી લઇને નીકળે છે કે મેઇન ગેટ પર દાદા મળે છે તે ગાડી માંથીજ દાદાને આવું છુ એમ કહીને નીકળી જાય છે.




                      ******



શહેરના ચારે ખુણે ચર્ચાએ જોર પકડ્યું. બે દિવસથી ગુમ શહેરના નામી શેઠ સોની ધનરાજનો પૌત્ર મીલનની હજી પણ ભાળ મળી નથી. પોલીસ તથા સર્ચ ટીમ કોઇને કોઇ કડી વડે તેના સુધી પહોચવાની કોશીશ કરી રહ્યા હતા. મીલનનો લાસ્ટ કોલ રેકોર્ડ કોઇ અનોન નંબર સાથેનો હતો. જે છેક ગોવાનું લોકેશન બતાવતો હતો. પોલીસ ટીમ ત્યાં પણ જઈ આવી પણ આ કોઇ હેકર મારફતે ફક્ત પોલીસને ગુમરાહ કરવાની ચાલ હોવાથી કોઇ કડી હાથ નથી લાગતી. તેના ત્રણેય નજીદકના દોસ્ત હેરી, કેનીલ અને આબીદ પણ પોલીસની દેખરેખ નીચે હતા. પેલા સ્મગલર શૈતાનખાન, નામી સુપારી લેનારા, ધનરાજનુ અહિત ઇચ્છનારા એમ દરેકની પુછ પરછ અને તેમની ઉપર ચાપતી નજર હતી પોલીસની. આમ છતા કોઇ કડી હાથ લાગતી ન હતી. શું કરવું એ પણ સમજણમા ન હતું આવતું. કેસ પેચીદો બનતો જતો હતો. 

કેસમાં આટલી ઢીલાશ જોઇને ધનરાજ શેઠ પોલીટીકલ લોકોને કોન્ટેક કરી જલ્દીથી પોતાના પૌત્રની શોધનું કામ આગળ વધારે છે.

"હેલ્લો મી.ધનરાજ.. મારી વાત ધ્યાનથી સાંભળજો... તમારે તમારો પૌત્ર સલામત પાછો જોતો હોય તો રુપીયા પંદર કરોડ તૈયાર રાખજો અને પોલીસને જાણ કરવાની કોશીશ પણ ન કરતા નહી તો પૌત્રને પણ બે પુત્રની જેમ ખોઇ બેસસો.".. ધનરાજ શેઠના મોબાઇલ પર આવેલ કોલ કટ થઇ જાય છે. ધનરાજ શેઠ પોલીસને તરત જાણ કરે છે અને કોલ ક્યાથી આવ્યો તેની ભાળ મેળવવાની કોશીશ કરે છે પણ, કોઇ હેકર મારફતે થયેલ આ વાત હોવાથી લોકેશન હૈદરાબાદનું બતાવે છે. 



                          *******



એક સાંજે સોફા પર બેઠેલ મીલન દાદીના ખોળામાં માથું મુકીને સુતો હતો. મીલન પોતાના મોબાઇલમા અલગ અલગ વિસ્તારના ફોટા જોઇ રહ્યો હતો કે  દાદીએ ફોન લઇને વાત કરતા કીધું,

"બે મીત્રો એક જ ગુરૂના આશ્રમમાં ભણ્યા, રમ્યા અને મોટા થયા, જીવનભર એકમેકનો સાથ આપવાના વચને બંધાયા. વર્ષો વીતતા શીક્ષા પુર્ણ થઇ અને બન્ને મીત્ર પોત પોતાના ઘરે આવ્યા. એક હતો દરીદ્ર બ્રાહ્મણ અને એક હતો રાજ કુમાર. સમય જતા એક રાજા બન્યો અને બીજો બ્રાહ્યણ ભીક્ષા માગતો. બ્રાહ્મણના ઘરે દિકરાનો જન્મ થયો, બ્રાહ્મણ ખુબ ખુશ હતો પણ દરીદ્રતાને કારણે શું ખવડાવે? પત્નીના કહેવાથી મીત્ર એવા રાજાને ત્યા મદદ લેવા ગયો. વિશ્વાસ હતો કે મીત્ર જરૂર મદદ કરશે. મીત્રએ ખુબ આગતા સાગતા કરી અને થોડા દિવસ બાદ મીત્રના ઘરે રહીને પછી પાછો આવ્યો. રાજા મીત્ર એ ગરીબ મીત્રને ક્યારેય ન હતો ભૂલ્યો અને તેને તમામ આપ્યુ જે એક રાજા પાસે હોય. રાજાએ પોતાની મીત્રતા નીભાવી. આમ મીત્રતા ક્યારે ભુલવી ન જોઇએ બેટા."

"દાદી નાનપણથી એક જ વાત કહેતા આવો છો, યાદ છે મને સુદામા અને કૃષ્ણની આ વાર્તા." મીલન બોલ્યો.

"હા પણ આમાજ તને સત્યતાના દર્શન થશે, ઘણું શીખવા મળે છે બેટા એક નાની વાર્તા માંથી, જીવનમાં ગમે તેટલા ઉપર આવી જાવ પણ મીત્રોને કદી ન ભુલવા જોઇએ."



                        *****


ત્રીજો દિવસ હતો પોલીસ ગુપ્ત પણે શોધ કરી રહી હતી જેથી કોઇને શક ન પડે. એક લેટર ધનરાજના ગેટ પરના પોસ્ટ બોક્સમાં આવ્યો જેમા આ રૂપીયા લઇને તેને શહેરના મંદિર પાછળના ઘોર જંગલમાં પૈસા લઇને સાંજે આવવા કહ્યું. શેઠ પૈસા લઇને ત્યા પહોચી ગયા, પોલીસ ટીમ પણ કોઇને શક ન પડે તેમ ત્યા પહોચી ગઇ અને કિડનેપરના આવવાની રાહ જોવા લાગી. એક બ્લેક ગાડી પુર ઝડપે આવી અને પછી એક ઝાડ નીચે ઉભી રહી, એક મીનિટ બાદ કોઇ વ્યક્તી બહાર આવ્યો. તેણે પોતાનુ આખુ શરીર બ્લેક કપડામાં ઢાંકેલ હતું અને આમતેમ જોઇને ભાગો એવી બુમ પાડી ગાડીમાં બેસીને ભાગ્યો.

કદાચ તેને ખબર પડી ગઇ હતી કે અહી પોલીસ ટીમ આવી 
છે. પોલીસ પણ તે ગાડીની પાછળ ભાગે છે, પુર ઝડપે જતી ગાડી આગળ એક ટ્રક આવીને ઉભો રહી જાય છે અને પાછળ પોલીસની બે ગાડી.  આમ બન્ને વચ્ચે તે ફસાઇ જાય છે. પોલીસ ટીમ અંદરથી ઉતરી પોતાની ગન સાથે ધીમે ધીમે તે ગાડીની નજીક જાય છે, દરવાજો ખોલી બે લોકોને બહાર કાઢે છે.

"ક્યા છે ધનરાજ શેઠનો પૌત્ર??" પોલીસ પેલા બન્નેમાના એક ને થપ્પડ મારીને પુછે છે.

"કોણ..તમે કોની વાત કરો છો?? અમે કોઇ ધનરાજના પૌત્રને નથી ઓળખતા. અમે તો અહી એક ભાઇની શરત ઉપર આવ્યા હતા." આટલુ સાંભળી બધા વિચારમાં પડી ગયા, પેલાએ રડતા આવાજે આગળની વાત જણાવી.

"ગઇ કાલે એક ભાઇએ ડીલ કરી હતી કે અમારે આ ચાર રસ્તેથી ગાડી પેલા ઝાડ નીચે જઈને ઉભી રાખવી અને પછી એક મીનિટ રોકાઇને પોતાના સાથીને ભાગો એમ કહીને બુમ મારવી, અને પછી પાછા અહી આવી જવું, આ કામ માટે અમને વીસ હજાર રૂપીયા આપ્યા હતા."

પોલીસ તેમની વાત સાંભળીને ફટાફટ એક ગાડી પાછી તે જ જગ્યા પર ભગાવે છે જ્યા રુપીયાની બૅગ રાખવામાં આવી હતી. ત્યા જતા જ બધા ચોંકી ગયા, પૈસાની બેગ લઇને પેલા ભાગી ગયા હતા અને એક લેટર મુકતા ગયા હતા જેમા લખ્યું હતું મીલન આવતી કાલે આ જગ્યા પર તમને પાછો મળી જશે. બધા આ વાંચીને એકદમ ચીંતીત થઇ ગયા.


"હવે શું? જો તમારા આ ફ્લોપ પ્લાનના કારણે મારા પૌત્રને કઇ થયું તો હું કોઇને નહી છોડુ." ગુસ્સાથી શેઠ બોલ્યા, PI અને અન્ય ટીમને પોતાના પ્લાન પર શરમીંદગી થવા લાગી. કારણ એક જ હતું કે તેઓએ પ્લાન બનાવીને પેલા કિડનેપરને પકડવાના હતા અને તેથી જ રૂપીયાની બેગમાં ખોટા રૂપીયા ભર્યા હતા.

અઠવાડીયુ થવા આવ્યુ પણ કોઇ માહીતી ન હતી. હવે  પોલીસે મીલનના દોસ્તો અને અન્યને મુક્ત કરી દિધા. હવે આગળ જેમ બને તેમ પેલાઓનો કોન્ટેક કરવાની કોશીશ કરવા લાગ્યા.  શેઠના પોસ્ટબોક્સમાં અન્ય એક ચીઠ્ઠી આવી જેમા તેમને એક સરનામે પહોચવા જણાયું હતું,  પોલીસ શહેરથી થોડે દુર એક ગામની સીમમાં પહોચી જ્યાં એક અવાવરૂ કુંવામાં એક લાશ મળી. મીલનની કાર પણ ત્યા જ હતી, બાજુમાં એક ચીઠ્ઠી હતી. "ધનરાજ શેઠ તમે જે ચાલ અમારી સાથે રમ્યા તેની બદલીમાં આ ગીફ્ટ છે અમારા તરફથી."

લાશ કુવામાં ઉંધા માથે પડી હતી અને ફુલીને દડો થઈ ગઇ હતી. કપડા અને ગાડી જોઈને દાદા તરત પોતાના પૌત્રને ઓળખી ગયા અને ત્યાજ બેહોશ થઇ ગયા. ધીમે ધીમે સમાચાર આખા શહેરમાં ફેલાઇ ગયા અને શોકનું વાતાવરણ થઇ ગયું. મીલનના મીત્રો અને પરીવાર બધા હોસ્પીટલ પહોચી ગયા, દાદા દાદી અને માં આક્રંદ કરી રહ્યા હતા, મીત્રોને પણ લાશને બહાર લઇને આવતી જોઇ પરેસાવાની લકીર કપાળ પર ફરવા લાગી.



                           ******


"બે મીત્રો એક જ ગુરૂના આશ્રમમાં ભણ્યા, રમ્યા અને મોટા થયા, શીક્ષા પુર્ણ થતા બન્ને મીત્ર પોત પોતાના ઘરે આવ્યા, એક હતો દરીદ્ર બ્રાહ્મણ અને એક હતો રાજ કુમાર, સમય જતા એક રાજા બન્યો અને.." દાદીને વચ્ચે જ રોકતા મીલન બોલ્યો, "બસ દાદી હવે તો કંટાળો આવે છે આ સાંભળીને કોઇ અન્ય સ્ટોરી સંભળાવો.

"ચલ ત્યારે આજે ટ્વીસ્ટ લાઇએ બેટા આ સ્ટોરીમાં" એટલુ કહી ધનરાજ સોનીએ વાત કરી, "બે મીત્રો એક જ ગુરૂના આશ્રમમાં ભણ્યા, રમ્યા અને મોટા થયા, શીક્ષા પુર્ણ થતા બન્ને મીત્ર પોત પોતાના ઘરે આવ્યા, એક હતો દરીદ્ર બ્રાહ્મણ અને એક હતો રાજ કુમાર. સમય જતા એક રાજા બન્યો અને બીજો બ્રાહ્યણ ભીક્ષા માગતો. બ્રાહ્મણના ઘરે દિકરાનો જન્મ થયો એટલે પત્નીના કહેવાથી મીત્ર એવા રાજાને ત્યા મદદે મોકલ્યા...

બ્રાહ્મણને પુર્ણ વિશ્વાસ હતો કે મિત્ર મદદ કરશે જ મહેલમા જઇને  "મિત્ર મારે મદદ જોઇએ તારી.."..બ્રહ્મણ બોલ્યો કે આખી સભા હસવા લાગી, રાજા બોલ્યો, "મીત્ર અને તું!! આવા તો ઘણા મળ્યા હોય મને એ બધાને હું મીત્ર ન બનાવી શકું.."   રાજાએ બહુ અપમાન કર્યુ મીત્રનું અને તેની મીત્રતાનું, બ્રાહ્મણને ખુબ દુ:ખ થયુ આથી બ્રાહ્મણ ત્યાથી પોતાના અપમાનનો બદલો લેવામાં લાગી જાય છે અને વર્ષો બાદ એ પોતાના શીષ્યો પાસે દિક્ષામાં રાજાનું રાજ્ય માગે છે, શીષ્યો ગુરૂની વાતનું પાલન કરતા બદલો પણ લે છે... આમ આ મિત્રતાની બીજી બાજુ છે."  વાત પુર્ણ કરતા ધનરાજે કિધું. મીલનની આંખો દાદા સામે જોઇ રહી હતી.

"પણ દાદા તમે આમ પૌરાણીક કથાને બદલી થોડા શકો, વાત તો ગંભીર છે, કોઇનો ક્યારેય વિશ્વાસ ન કરવો, ખાસ કરીને મીત્રો પર આંધળો ભરોસો ન કરવો પણ આમ આ તો ફક્ત તમે તમારા વિચારથી બદલી ને આ વાર્તા..."  મીલન બોલ્યો.

"ના બેટા જેમ પેલી સાચી મિત્રતા એવા સૂદામા અને કૃષ્ણની વાત છે તેમ આ ગુરૂ દ્રોણ અને દ્રુપદ રાજાની વાત છે અને આ મિત્રતાનો બદલો આગળ મહાભારતના રૂપમાં પરીવર્તન પામે છે...અને તને મહાભારતતો યાદ જ હશેને."

દાદાની વાત સાંભળી મીલન ઇમ્રેસ્ડ તો થયો વિચારમાય પણ પડી ગયો હતો.



                      *****


"અરે આ મીલન નથી ઈડિયટ્સ તમે કોને પકડીને લઇને આવ્યા હતા." વાત પુરી પણ નહતી થઇ કે હેરીના હાથ માંથી મોબાઇલ કેનીલે લઇ લીધો અને કટ કરી નાખ્યો, 

"ઇડિયટ આ શું કરે છે?? ફસાવી દિધા તે... એ આપણા સુધી પહોચી જશે જ..."  " ચલો જલ્દી જેમ બને તેમ આ શહેર છોડવું પડશે નહીતો ઇન્સપેક્ટલ ભોંસલે આપણને નહી છોડે."

"એ કઇ રીતે." અબ્બાસ બોલ્યો.

"અબે આપણા કોલ હજી તેઓ ટ્રેસ કરતા જ હશે.. હવે અહી ન રોકાઇ શકાય."

ત્રણેય મીત્ર સામાન પેક કરીને શહેર છોડી એરપોર્ટ પર પહોચ્યા કે ઈન્સપેક્ટર ભોંસલે તેની ટીમ સાથે ત્યા પહોચી ગયા, ત્રણેયને ચેકીંગ માટે એક અલગ રુમમાં લઇ જવામાં આવ્યા, તેમની સામે મીલન ઉભો હતો, ત્રણેયની આંખો પહોળી થઇ ગઇ. ત્રણેય મસ્તક નીચુ કરીને જોઇ રહ્યા, પોલીસ તેમને લઇ ગઇ અને કીડનેપીંગ અને મર્ડરના કેસમાં અંદર કર્યા.



                            ******


તે દિવસે મીલનન પર અબ્બાસનો કોલ આવ્યો હતો કે સાંજે પાર્ટી રાખી છે તો આવજે. રસ્તામા તેને એક વીચાર આવે છે કે કેમ તેમણે અજાણ્યા નંબરથી કોલ કર્યો, અને આ પાર્ટીની જાણ તેને કેમ ન હતી? તેને દાદી અને દાદીની મીત્રતા વાળી વાત યાદ આવી એટલે એ તેની ભાળ મેળવવા પોતાના એક માણસને એ ગાડી અને પોતાના કપડા પહેરીને જણાવેલ સરનામે મોકલે છે. પેલાઓના લોકો ગાડી અને કપડા જોઇને તેને કીડનેપ કરી લે છે અને લઇ જાય છે, આ બાજુ પોલીસ બધાને શંકામાં રાખીને પોતાની નજર હેઠળ રાખે છે એટલે ત્રણેય મીત્રો જઈ શકતા નથી, ત્રણેયનો પ્લાન હતો કે મીલનને કિડનેપ કરીને ખંડણી પેટે કરોડો રૂપીયા પડાવી લઇએ.

આ કામમાં તેમને પેલા ડોનનો પણ સાથ હતો જેના કોન્ટેક્ટથી મુંબઇથી એક ગેન્ગ બોલાવાઇ હતી, તેઓએ બધી જ ડીટેઈલ તેમને આપી દિધી હતી જેથી એ દિવસો સુધી તેમના કોન્ટેક્ટમાં ન રહે અને કોઇને શક પણ ન પડે.  મીલનની ચાલ કામ કરી ગઇ, પેલો નંબર પણ તેમણે હેક કરાઇને લોકેશન ગોવાનું અને હૈદરાબાદનુ કરી નાખે છે જેથી કોઇને શક ન જાય.

ગુંડા પેલાને ઉપાડીને એક અવાવરી જગ્યાએ લઇ જાય છે અને ત્યા જ પુરી દે છે, તેમની મુદત પુરી થઇ જાય છે અને પ્લાન પણ સફળ ન થતા જોખમ હાથમાં ન લેવા માટે તેને મારી નાખીને કુંવામાં ફેકી દે છે.

આ બાજુ મીલન ઇન્સપેક્ટર ભોંસલે સાથે મળીને ત્રણેયના કોલ અને એડ્રેસ પર સતત ધ્યાન રાખતા હોય છે અને તેઓને રંગે હાથ પકડી લે છે. ધનરાજ શેઠ બધી હકીકત જાણીને દિકરા પર ગર્વ અનુભવે છે.

હવે વાત કરીએ પેલા ભાઇની જેનું મર્ડર થયું. મીલને તેને બચાવાના ખુબ પ્રયાસ કર્યા પરંતું તે તેને બચાવી ન શક્યો. એ વ્યક્તીને જોઇને કિડનેપર તેને મીલન માની બેઠા તેનું કારણ ધનરાજ શેઠ હતા.

બે વર્ષ પહેલા તેઓ બંગાળમાં એક કામથી ગયા હતા, જ્યા તેમને એક ભીખ માંગતો છોકરો મળ્યો જેનું નામ દિબાકર હતું. તે મીલનની હમશકલ હતો, ધનરાજ તેને અહી લાવ્યા હતા અને તેને એક સારી જીંદગી આપી, દિબાકર પણ આ બધી વાત જાણતો હતો.  ભવીષ્યમાં કોઇ મુશ્કેલીમાં કામ આવે, આ વાત ફક્ત ધનરાજ, મીલન અને તેમનો એક અંગત માણસ એમ ત્રણ જ વ્યક્તી જાણતા હતા. મીલન અને શેઠને એ વાતનું દુ:ખ હતું કે આ ઘટનામાં તેઓ દિબાકરને ખોઈ બેઠા, એક માસુમની હત્યા થઈ ગઈ.

મીલનના મીત્રો દિબાકરને એટલા માટે ઓળખી ગયા કારણ કે મીલનના જમણા હાથે બે ટચલી આંગળી હતી જે દિબાકરને ન હતી.