આ વાત છે એક પિતા અને પુત્રના પ્રેમની અને સિંહની સામે બાથ ભેડી લડનાર શુરવીરની. મીત્રો આ એક તદ્દન કાલ્પનીક વાર્તા છે પણ ક્યાય કોઇની કથા સાથે સંગત થઇ જાય તો જણાવજો.
'ગીર' આ એક એવી જગ્યા છે જ્યાં સમગ્ર ભારત અથવા તો એમ કહીયે કે એશિયાની ફક્ત એક એવી જગ્યા જ્યાં સિંહો જોવા મળે છે. અને આ વાતમાં કોઈ અતીશયોક્તી ન થઈ ગણાય. જો જોવા નીકળીયે તો સિંહોનું એક કે બે નહીં પરંતુ આખું લશ્કર નજરે ચડે અને એ જોતા ભલભલાના પરસેવા છુટી જાય, તાજેતરની ગણતરીએ જુઓ તો 500 કરતા ઓછા નહીં. સૌન્દૅયતાની ભૂમિ સૌરાષ્ટ્ર તે ભુમી કે જ્યાં પહાડો માંથી વહેતી નદીયોનો નજારો છે અને સમગ્ર સૌરાષ્ટ્રમા એક ઉંધી રકાબીની જેમ ચારે તરફ વહેતી હોય છે, ભગવાન શ્રી કૃષ્ણ જેઓ મામા કંસાની હત્યા કર્યા પછી તેમના યાદવભાઈઓ સાથે જીવનભર દ્વારીકામાં આઈ ને વસ્યા. શિવજીનું પ્રથમ જ્યોર્તિલિંગ એ સોમનાથ પણ અહી આવેલ છે.
ગીરના જંગલની બે ખાસીયત છે, જેમાંથી એક સિંહ છે, જેને અંહી સવાજ કહે છે, બીજી આ જગ્યાઓના લોકો જેમને માલઘરી કહેવામાં આવે છે. માલઘારીમાં ગઢવી, ચારણ, આયર, ભરવાડ અને કેટલીક જાતિઓ છે. આ લોકો ગીર ગાય અને જાફરાબાદી ભેંસ અને બકરીઓને ઉછેરે છે, આ લોકોનું રહેઠાણ નેસડા કહેવાય છે અને જેમનું જીવન સરળ છે, અહીના માલધારીયોનું સિંહોને મળવું અે તેઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે, અને તેમની સાથે લડવાના ઘણા ઉદાહરણ પણ છે.
મોહન એક બહાદુર માણસ છે, જેની બહાદુરીના ચચૉ નેસડે દરેક ગાય છે. સાડા છ ફૂટનો માણસ, ખડતલ શરીર, મોટી મૂછો, કાળો રંગ અને લાલ આંખો જોઈને કોઈએ ભૂલથી પણ નામ લેવાની હિંમત ન કરે. મોહનને એક પુત્ર હતો, જેનું નામ કાનજી. કાનજીએકદમ બાપ પર ગયો હતો, આ નવલોહીયા જવાનને જોઈ દરેક છોકરીએ તેનું હૃદય આપવા માટે તૈયાર થઈ જાય. બાપ દિકરામાં ફરક એટલો કે કાનજી તેની માતાની જેવો રંગે ગોરો હતો. કાનજીની માતા જન્મ આપ્યા પછી ગુજરી ગઈ હતી, આથી તેનો ઉછેર મોહને કરેલ. બાપ દિકરો દિલના તાતણે એવા બંધાઈ ગયેલ કે કોઈ અલગ કરી શકે નહીં. કાનજીની સગાઈ બાજુના નેસડેે કરી હતી, પરંતુ લગ્ન બાકી હતા.
સિંહોની ટેવ છે કે જ્યારે ઘણા દિવસો સુધી જંગલમાં ખોરાક મળે નહી, તો નેસડેમાં ગાય અને ભેંસ અથવા બકરીને મારી નાખી મેજબાની કરે. એક દિવસ મોહન કોઈ કામ માટે નીકળ્યો હતો, જથીે બે દિવસ માટે બહાર જ રહેવાનો હતો, કાનજી કામ પતાવી ઘરંમાં સુતો હતો. આખા દિવસના થાકથી સૂઈ ગયો હતો, આજે કાળ પણ તેની તરફ આવી રહ્યો હતો.
કાળનું ચોઘડીયું ક્યા કોઇનું સારૂ કરે છે? કાનજીના ઘરે કાંટાની લાંબી દીવાલ લંબાવેલી હતી જેથી સાવજ તેમાં આવી ન જાય. પણ કહેવાય છેને કાળ ક્યારેય ન છોડે તેમ કાનજી સુતો હતો તે સમયે જ લાલા (ગીરમાંં મોટે ભાગે સિંહો નામથી જ ઓળખાય છે) અંદર આવ્યો, ભેંસોના વડામાં ઘુસતા જ જાણે સ્વાગત કરતો હોય તેમ ભેંસોને ચીરવા લાગ્યો પણ બીજી તરફ આવતો બકરીયોનો અવાજ તેને તે બાજુ ખેચી ગયો, સાવજ અને બકરીયોની પકડ દાવ શરૂ થઇ, જે મળે તેને એક થપાટ મારી આગળ વધતો એ ડાલામથ્થો મજા લઇ રહ્યો હતો.
વહેલી સવાર પડતાં જ કાનજીએ દરવાજો ખોલ્યો અને દ્રશ્ય જોઈ ત્યાનો ત્યા જ ચોટી ગયો. પ્રેમથી પાળેલી ભેંસોમાંથી ત્રણ લાલાએ મારી નાખી અને બકરીની લાઇન લગાવી. કાનજીનો ક્રોધ બદલાની અગ્નિમાં બળી રહ્યો હતો, થોડી વાર ઉભો રહી કંઈ વિચારી લાકડી અને છરી લઇને પગના નીશાને જંગલમાં પહોંચ્યો,
"આજ કા હુ નહીતો એ.."
"આજ કા હું નહી તો એ.."
બસ એક જ ધુન રટતો જતો હતો કાનજી. લાલા આંખો સામે લોહીથી ભરેલો દેખાતો હતો. કાનજી લાલાને જોઈ આંખમાથી અગ્ની વરસાવતો હતો. દુશ્મન સામે હતો, પળની રાહ જોવે તો કા દુશ્મન ભાગી જાય કા દહાડ મારશે, આ વાત કાનજી સારી રીતે જાણતો હતો અને આથી જ પેલો ઘા રાણાનો એમ વિચારી મોઢે કાળીયા ઠાકરનું નામ લઇ એક દહાડ નાખી સીધો લાલા ઉપર હુમલો કર્યો, કરમદી કઢણાઇ ગણો કે લાલાની ચપળતા વાર ખલી ગયો અને લાલા બચી ગયો, રાહ ન જોતા બીજા હુમલામા છરીનો ઘા કર્યો ને લાલાને વાગ્યો. જંગલનો રાજા સમસમી ગયો અને લલકારતો સામે હુમલો કર્યો, જંગલની વચ્ચે બે મહારથીયોનું યુદ્ધ જામી રહ્યું હતું.
લાલાના એક પંજાના ધક્કાથી કાનજીની છાતી ફાટી ગઈ, કાનજીની કાયા આખે આખી તેના લોહીથી નહાવા લાગી, આંખે પળના અંધારા આવી ગયા, નવલોહીની આંખ આગળ બદલા સીવાય કંઈ ન હતું. હવે બળના બદલે ડહાપણની જરૂર હતી, કાનજી લાલાની ચાલ જોતો હતો, લાલા સામે હતો અને બે છલાંગ પાછો ગયો. તેની આંખોમા ગુસ્સો હતો અને ખીજાયેલ હતો, આવા અચાનક હુમલાથી છંછેડાયેલ સાવજ હુમલાની તૈયારીમા હતો, હવે કાનજી પણ તૈયાર હતો અને વાટ જોવે તે બાજી ગુમાવે તેવુ હતુ. તેણે પોતાનું લાકડી ઠીક કરી અને લાલાના મોં તરફ જોતો રહ્યો, થોડી ક્ષણ માટે બધુ જ થંભી ગયું, પોતાના પિતાનો ચહેરો સામે તરવરતો હતો તો બીજી તરફ જીવને વાલી ભેંસો અને બકરીયો દેખાતી હતી. તેણે પોતાને ઠીક કર્યો અને લાલા તરફ નજર કરી...... લાલા એ એક દહાડ નાખી અને યમરાજની માફક કાનજી ઉપર કુદ્યો. ચાલી રહેલ યુદ્ધ એક શાંત વાતાવરણમા ફેરવાઈ ગયું, લાલાએ કાનજીની છાતી ચીરી નાખી ને લોઈની ધારાઓ વહેવા લાગી અને જોતજોતામાં કાનજીનો જીવ જતો રહ્યો.
*********
બપોરનો સમય હતો મોહન નેસડે આવ્યો, બધે શાંતિ હતી, અવાજ ન આવ્યો, શ્વાસ અટકી ગયો જ્યારે દરવાજા પર આવેલા લોકોનું ટોળું જોયું. તેણે અંદર જોયું ત્યારે તો આંખો લાલ થઈ ગઈ, તેને ચક્કર આવવા લાગ્યા અને દરવાજો પકડી ઉભો રહ્યો તેની અંદર એક ચીનગારી સળગવા લાગી કોઈને પણ પુછ્યા વિના તેણે સમગ્ર પરીસ્થિતીનો તાગ મેળવી લીધો, પોતાના પુત્રના કપાળ પર ચુંબન કરી હથીયાર લેવા ચાલ્યો, પણ દરવાજા નજીક તેણે લાલાને બાજુમાં પડેલો જોયો... કાનજી મર્યો હતો પણ ખાલી હાથે નતો ગયો, તેના વારે લાલાને પણ છોડ્યો ન હતો. મોહન એક પળમા દિકરાને જોતો ને એક વાર લાલાને. દુ:ખથી તેનો આત્મા ચીરાતો હતો પણ દિકરો એક મરદ મોતે મરણ પામ્યો એટલે ગર્વ હતો.
પોતાના દિકરાને અને લાલાને એમ બન્ને ને કફન ઓઢાળી છેલ્લી શ્રધ્ધાંજલિ આપી ઘરે પહોંચ્યો. કાળજાના કટકાની આવી વિદાઈથી તેનુ દિલ કંપી રહયુ હતુ. તે દરવાજ પાસે નીસાસો નાખીને બેઠો, સાંજે પડોશી ચા લઈને આયા પણ પીવે એ મોહન ન કહેવાય. રાત્રિભોજન પણ ન કરતા દિકરાની યાદમા એક જ જગ્યએ બેસી રહ્યો. બધા એ બહું સમજાયો પણ એ માન્યો નહી અને એ દિવસે એ જાણે ભીષ્મ પ્રતીગ્યા લેતો હોય તે રીતે બોલ્યો,
"મારા ભઈયો હું મારા દીકરાની સોગન લઉ સુ કે તમ તમે કામે લાગો અને મને એકલો મેલી દો, આજ આ અભાગીયો બાપ અન્ન લે તો તેના દિકરાની રાખ લાજે, મને મારા હાલ પર છોડી દો. તમે મને દબાણ કરશો તો તમને ગરવી ગીરના સમ સ."
દરેક જણ શાંત હતા અને દરેકની આંખો ભીની હતી, પરંતુ તેઓ કશું બોલ્યા નહીં.
આજે દિકરાને ગયે અઠવાડીયુ થઈ ગયું હતું, કાનજી ખાધાપિધા વિના અશક્ત થઈ ગયો, એને કંઈ સુજયું ને ગાયો, ભેંસો અને બકરા છુટા કરી દિધા. ઘરમા જતા તે ચક્કર ખાઈ નીચે ઢસડી પડ્યો.
મોહન પથારીમા પડ્યો છે ને આંખોમા કાનજીની નજરે ફરે છે, આંખ માં એક આંસુ આયુ ને પિતા તેના પુત્રને જાણે કહેતો હોય કે "આવશું મારા વાલા" તેમ જતો રહ્યો.
સમાપ્ત.