અમદાવાદની ગુજરાત યુનીવર્સિટીમાં જેમનું બહું મોટું નામ છે તેવા પ્રો.અધ્યુમન ઝરીવાલા, પોતાના દિકરા માનવને ગુજરાતનો મોટો ડૉક્ટર બનાવવા માંગે છે. હૈદારબાદથી આવેલ લેટર વાંચતા જ ખુબ ખુશ દેખાતા પ્રોફેશર બુમ મારી દિકરાને બહાર બોલાવે છે.
"માનવ એ માનવ... સંભળાય છે કે પછી પેલા કાગળ ચીતરે છે"
"ખબર નહી ક્યાથી આવા વિચિત્ર શોખ પાળ્યા છે..? માનવ દરવાજો ખોલ..."
"આવ્યો પપ્પા..."
માનવ...જેવું નામ તેવા જ ગુણ, ઉદાર વ્યક્તીત્વ ધરાવતો માનવ ક્યારેય કોઈને દુ:ખી ન જોઈ શકતો. શેરીના બાળકોથી લઈને શેરીના દરેક કુતરા માનવને ઓળખે, સોસાયટીના ઘરડાથી લઈ ફેરીયા વાળા પણ આ માનવને ઓળખે, સ્કુલના મીત્રોથી લઈ કૉલેજના મીત્રોનુ લીસ્ટ બનાવો તો રાફડો ફાટે એવો નીખાલસ ભર્યુ તેનું વ્યક્તીત્વ. પિતા જેવી બુદ્ધીને માતાની ઊદારતા તેને વારસામાં મળેલ, પિતા પાસે પુસ્તકનું ને માતા પાસેથી માનવતાના પાઠ શીખેલ. અધ્યુમન અને મીનાક્ષીબેનના બે સંતાન, આમ ચાર સભ્યના કુટુંબનો પરીવાર ધરાવતા આ માળાની સમાજ અને સોસાયટીમાં ખુબ વેલ્યું હતી.
પ્રોફેસરના મગજ અને તીખાસ્વભાવની તો મીનાક્ષીબેનના ગળ્યા સ્વભાવથી દરેક જણ વાફેક હતું.
માનવ પોતાના રૂમમાંથી બહાર આવી પિતાની સામે ઉભો રહે છે,
"આ જો તારો લેટર આવી ગયો!! જેની પ્રતીક્ષા હતી એ ઈચ્છા આપણો દરવાજો ખટખટાવીને આવી ગઈ!! ચાલ ત્યારે જટ સામાનની તૈયારી કરી નાખો, અબ મંજીલ દુર નહી."
બેઠકરૂમમાં સોફા પર કપલને તેમની નાની દિકરી વાચા બેઠા છે, રસોડા આગળ ઉભા રહેલા માનવના ચહેરા પર અચાનક ઉદાસીનતાની ગ્લાની છવાઈ ગઈ. ત્રણ ચહેરા માનવ સામે જોઈ રહ્યા છે જેમા ફક્ત એક જ ચહેરો ખુશીથી જ્યારે બાકીના બે ચહેરા અચરજતાથી માનવને જોઈ રહ્યા છે. માનવ પોતાની જાતને સંભાળતા અને ઘણી હિમ્મત કરીને પિતાને કહે છે,
"પપ્પા...મારે કઈક કહેવુ છે."
"હા બોલને શું કહે છે?"
માનવ , "પ.....પ..પપ્પા... મારે ડૉક્ટર નથી બનવું, મારે"
વાતને અડધેથી જ રોકતા પ્રોફેસર તાડુકતા જ બોલ્યા, "શું??? શુ બોલ્યો?? ડૉક્ટર નથી બનવું, પાગલ તો નથી થઈ ગયો ને??"
"લોકો અંહી એડમીશન લેવા કેટ કેટલી મહેનત કરે છે ને તારે ડૉક્ટર નથી બનવું....ડૉક્ટર નહી તો શું આ કલરની ડબ્બીયો લઈને દિવાલો ચીતરવી છે??
"પણ તેની વાત તો સાંબળો" મીનાક્ષી બેન બોલ્યા.
"તુ તો એક શબ્દ પણ ન બોલતી અભણ...મારી તો જીંદગી બગાડી છે પણ હવે આ ઈડીયટની પણ બગાડવા આવી જા...ગવાર...એ વખતે જો હિમ્મત કરી હોત તો આજે તું અહી ન હોત."
મીનાક્ષીબેન ચુપ થઈ ગયા ને આંખમા ઝરમરીયા આવી ગયા, આટલા વર્ષોથી એક જ વાત સાંભળવામાં આવી રહી છે ને તોય મુંગા મોઢે સહન કરે છે. પ્રોફેશરના સ્વભાવથી તે એકદમ પરીચીત છે એટલે જરૂર પુરતુ જ બોલે, પણ આજે પોતાના માટે ક્યારેય ન બોલનાર માતા દિકરા માટે ચુપ ન રહી શકી.
"મને ભલે વધારે ખબર ના પડે પણ હા એટલી તો સમજ છે કે મારો દિકરો શું ઇચ્છે છે, મારીય ઈચ્છા છે કે એ ડૉક્ટર બને પણ...પણ એને તો ક્યારેક પુછો કે તેને શું બનવું છે?? તેની શું ઈચ્છા છે??"
"લો બોલો...માતા યશોદા આવી ગયા સમજાવા..અરે બાપના પૈસે જીવે છે ને એટલે ખબર નથી પડતી કે જીંદગી કેવી રીતે જીવાય..આ ડબલા ઢોળીને કઈ ને કેટલી ઈન્કમ પેદા કરીશ ગેલસપપ્પા?? એક વાર બહાર જઈ ૧૦૦ રૂ. પેદા કરીને લાવ પછી જોઉ..અને આ રવિશંકર રાવળ બનવાનું ભુત ઉતરી નાખ નહીતો દુનીયા આગળને તુ પાછળ ન રહી ન જાય તો મારું નામ બદલી નાખજે."
"મારે જાણવાની જરૂર નથી કે તારે શું બનવું છે? તુ એ જ બનીશ જે હું ઈચ્છુ છું.. સમજ્યો નાવ ગૅટ લોસ્ટ..અને હા જેમ બને તેમ તૈયારી પણ સ્પીડમા કરજે...એક તો આ લેટર લેટ આયો છે ને હવે ફક્ત પાંચ દિવસ છે...અન્ડરસ્ટેન્ડ??"
"હ...હા...સમજી ગયો"
પોતાની લાગણીયો અને પોતાની ઈચ્છાઓને જ સવૅશ્રેષ્ઠ ગણી સામે વાળી વ્યક્તીની તમામ ઈચ્છાઓનું ગળુ દબાવી દેવું એ ક્યાની સમજદારી કહેવાય? અન્યને શું બનવુ છે? અન્ય શું કરવા માગે છે? એની મહેચ્છાઓનું શું મહત્વ?? જરૂરી નથી કે આપણે જે બનાવવા માંગીએ તે જ સામે વાળી વ્યક્તી બને. પરંતુ જ્યા સુધી કોઈ ઠેસ ન વાગે ત્યા સુધી તેને ભાન આવતું નથી.
માનવનો રૂમ.. કોઈ પણ જાતના રાંચલચીલા વગરના આ રૂમમાં ફક્ત રીડીંગ ટેબલ, પુસ્તકો સીવાય દરેક દિવાલ એકદમ પ્લેન છે. પોતાના હાથની જાદુકળાથી દરેક દિવાલને કુદરતી સૌંદર્યના ચીત્રથી ભરચક રૂમમાં જે શાંતી જોવા મળે છે તે કદાચ ઝાકમઝોળ ભરી જીવનમાં લેસ માત્ર. જમણી બાજુની દિવાલના પર્વત અને તેમાંથી નીકળતી નદી બીજી દિવાલના સમુદ્રમાં જઈને સમાઈ જાય છે..અને પર્વતની જમણી બાજુની દિવાલમાં આવેલ તે શ્વેત રંગની દિવાલ જેનો અંતિમ પગથીયું પર્વતને અડેલ છે તે સ્વર્ગની નીસરણનીનો આભાસ કરાવે છે. પલંગને અડકીને ઉભી દિવાલ પરનો એ મોર પોતાના પીછાથી દિવાલને મોરપીચ્છમાં રગદોળી રહ્યો છે. પલંગ પર સુતા સુતા નજર કરો તો ઇન્દ્રના સ્વર્ગને સરમાવે તેવી અપ્સરા, ગંધર્વ નૃત્ય કરે ને પેલુ આકાશમંડળ આહ! નાસા કે ઈસરો એ પણ ક્યારેય આવી તસવીર નહી ખેંચી હોય. ટેબલ સામે ઉભેલ માનવના હાથમાં પીંછી રહી ગઈ છે ને મન બીજે છે ત્યાં જ દરવાજો ખટખટાયો કોઈએ ને માનવ પાછો ફર્યો.
ચા લઈને આવેલ વાચા જ્યારે પણ અંહી આવે ત્યારે જે ગજબનો અહેસાસ થાય છે તે ક્યાંય પણ નથી અનુભવતી.
"ભાઈ..તું ફરી એકવાર ટ્રાય કર..કદાચ તે સમજે.."
"તું હજી પણ તેમને નથી સમજી કે શું? નાનપણથી પોતાની ઈચ્છાઓનુ ગળુ દબાવી તેનો શ્વાસ રુંધી નાખ્યો છે આપણે ત્રણેય જણે. ક્યારેય પોતાની પસંદ સીવાયની કોઈ પણ વસ્તુને તેમણે પ્રાથમીકતા નથી આપી તે નથી જાણતા આપણે.અને આજે પણ તે જ થશે ને આગળ પણ..."
"ચલ તું જા મને આરામ કરવો છે ને આ ચા લઈ જા"
એ દિવસ પણ આવી ગયોને ત્રણેય જણ માનવને ઍરપોર્ટ પર મુંકી ઘરે પણ આવી ગયા. માનવે પણ પોતાના મન સાથે સમાધાન કરી ચાલતો થયો.
સાંજ નો સમય છે પ્રોફેસર, મીનાક્ષીબેન ને વાચા સોફા પર બેઠા છે ત્યાજ ફોન રણ્કયો એટલે એક હાથમાં ચા ને એક હાથમા મોબાઈલ પકડી પ્રોફેસરે કાને ફોન મુક્યો માનવના પહોચી જવાના સમાચાર બધાને ચા પીતા મળી ગયા ને પ્રોફેસરના હાથમાનો કપ નીચે પડી ગયો ને આંખો પોળી થઈ ગઈ.