Ayodhya dispute in Gujarati Detective stories by રાહુલ ઝાપડા books and stories PDF | અયોધ્યાકાંડ

Featured Books
Categories
Share

અયોધ્યાકાંડ

                        અયોધ્યાકાંડ

27, ડિસેમ્બર 2020.

ઠંડીના પ્રકોપે ચારે બાજુ બરફની ચાદર પાથરી દિધી છે, સાંજના સમયે અનુજકુમાર ધુમલ પોતાની કાર મુખ્ય હાઇવે પર પુર ઝડપે દોડાઇને જાણે કોઇ સ્પર્ધામાં વિજેતા બનવાનું હોય તેવી રીતે જઇ રહ્યો છે. આટલી સ્પીડથી ચાલતી ગાડીના પૈડા બરફના આછા પાતળા પડને તોડીને એક મનોહક દ્રશ્ય ઉભુ કરી રહ્યા છે, આવા રંગીન વાતાવરણ વચ્ચે પણ એ દુ:ખી આત્મા એટલે કે મી.ધુમલબેચારા ટેવની માફક ઉદાસ લાગી રહ્યા છે. પોતાના આવા સ્વભાવને કારણે જ તેમને સ્ટાફના બધા મી.બેચારાથી સંબોધીત કરતા. પરંતું ક્યારેય કોઇ તેમનાા દિલ સુધી પહોચ્યું નહી અને તેમની મનોદશા સમજી ન શક્યું. અર્જુન ગુફાના રોડ પરથી આજે તે પોતાની કાર તેમનાા રહેણાક એવા પ્રીની ગામની જગ્યાએ અન્ય એક પાતળી સડક પર લઇ જઈ રહ્યા છે, ગાડીમાં કોઇ અંગત મિત્ર હોય અને તેમની સાથે પોતાના દિલનો ભાર ઓછો કરતા હોય તેમ એકલા બબડી રહ્યા છે અને ભુતકાળને વાગોળી રહ્યા હતા.

આર્મીમાં નોકરી લાગતા જ પોતાના વતનની નજીકના એક રઇશ ખાનદાનના ઘરનું માંગુ આવ્યું અને ધુમાલના પિતાએ સ્વીકારી લીધુ.

આર્મિમાં રીટાયર્ડ થયા બાદ તે એક્ઝામ અપીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાગ્યા, આર્મિ અનુભવના કારણે તેઓ ટુંકા ગાળામાં જ આબરૂદાર માણસ બની ગયા, દિકરાનો જન્મ થયો અને ધુમલની ફેમીલી કમ્પલીટ થઇ, પુત્ર અઠાર વર્ષનો થતા જ કૉલેજ કરવા પ્રીનીથી મનાલી ગયો, ધુમલની ઉંમર પણ હવે રીટાયર્ડ થવાની નજીક હતી. કહેવાય છે ને કે જેનું ઘર શાંતિથી ચાલતું હોય તેને કોઇ તકલીફ નામનું તીર આવીને ઘાયલ કરી જાય છે, આવું કંઇક ધુમલજીની સાથે થયું.

અનુજને ઘણા સમયથી તેમની પત્ની હેરાન કરતી હતી, જો કે પત્નીથી કંટાળીને હોસ્પીટલ લઇ ગયા અને ડૉક્ટર દ્વારા રીપોર્ટ કરીને જણાવામાં આવ્યું કે મીસીસ.ધુમલને અલ્જાઇમરની બીમારી છે, તેઓ ધીમે ધીમે દરેક વસ્તું અને વ્યક્તિને ભુલી રહ્યા હતા. આ જાણતા જ તેમના પર દુ:ખનું આભ તુટી પડ્યું. સુખેથી ચાલતું જીવન અચાનક અલગ પટરી પર ચાલતું થઇ ગયું. આટલું પુરતું ન હોય તેમ કૉલેજના અંતિમ યરમાં એક દિવસ...

તારીખ 6 ઑગસ્ટ 2020 હતી, પુત્ર આદિત્યની કૉલેજ માંથી ફોન આવ્યો કે તમારો પુત્ર ક્યાંક ચાલ્યો ગયો છે! ધુમલજીએ પુત્રને શક્ય એટલી તમામ જગ્યાઓ પર શોધી વળ્યા, પોલીસ દ્વારા અને ઘણી રીતે શોધ્યો પણ ક્યાય પત્તો ન લાગ્યો, ગાંડાની માફક બધે ફરતા પણ ક્યાય કોઇ માહીતિ ન મળી તે ન જ મળી. આખો હિમાચલ પ્રદેશ અને એવી દરેક જગ્યાએ જઈ વળ્યા પણ ક્યા કોઇ પત્તો ન લાગ્યો. પુત્રના ગયા બાદ થોડાક જ દિવસોમાં પત્ની પણ મૃત્યુ પામ્યા. જીવન આખું એક જ વર્ષમાં નીરસમય બની ગયું, કોઇ કારણ દેખાતું ન હતું  હવે જીવન જીવવાનું. ઘર હવે ઘર ન રહેતા કરડવા દોડતું હતું, જીવનથી હારી જઇને તે કોઇ પહાડી પર જઇ પોતાનો અંત કરવા માગતા હતા.

અનુજકુમાર સ્પીડથી ચાલતી કારને એકદમ શોર્ટ બ્રેક મારે છે અને ગાડી આખા રસ્તા પર જાણે પોતાના નીશાન છોડતી હોય અને વરસાદની જગ્યાએ બરફની વર્ષા કરતી ઉભી રહી. ક્યારનાય બબડતા તે અચાનક પોતાના સ્વભાવ પર આવી ગયા.

બ્લેક કલરની એક ગાડી એક પહાડી પર પાર્ક કરીને પડી હતી, કંઇ સમજાણું નહી કે અંહી કેમ ગાડી હશે. આવી જગ્યાએ ગાડી જોઇને તેમને કોઇ અનહોનીનો આભાસ થવા લાગ્યો અને,

"કોણ છે આ મચ્છર??? મરવા અંહી આવ્યો હશે!!!" પોતે મરણરસ્તો પકડેલ છે અને બીજાને સમજાવી રહ્યા હોય તેમ બોલ્યા.

થોડી ક્ષણ બાદ કોઇ હલચલ ન થઇ અને ન કોઇ જવાબ મળ્યો એટલે તે નીચે ઉતરે છે. ગાડીની નજીક જઈને તપાસ કરે છે પણ કોઇ હોતું નથી, અનકઉજ ગાડીમાં જઇને પોતાની ગન લઇને આવે છે અને ચારે તરફ નજર કરે છે પણ કોઇ દેખાતું નથી.

સાંજનો સુરજ અસ્ત થતો હતો અને આછી અંધારી ચાદર પથરાઇ રહી હતી. ધુમલ નીચે કોઇ વ્યક્તિની નીશાની પર દબાતા પગે આગળ વધે છે. હિમાચલ પ્રદેશનો આ વિસ્તાર ખુબ જાણીતી જગ્યા માંનો એક છે, આ અર્જુન ગુફા પણ એક આકર્ષણનું કેન્દ્ર છે પણ અર્જુન ગુફાના આ ભાગ પર કોઇ આવતું હોતું નથી. નાની એક ડુંગરી જેવો વીસ્તાર વટાવી ધુમલ આગળ વધે છે કે તેની નજર ફાટીને ફાટી રહી જાય છે.

કોઇ વ્યક્તિ એક બંકર જેવી બનાવેલ જગ્યાની અંદર ઘુસતો હોય છે, અડધી કલાક તે બહાર બેસી રહે છે અને તેના આવવાની રાહ જોવે છે. મનમાં ઘણા વિચારો ચાલવા લાગે છે કે કોણ હશે? શું કામ કરતો હશે? આ બંકરનું શું રહસ્ય હોઇ શકે? તે વ્યક્તિ બહાર આવે છે અને પથ્થર આડો કરીને બરફ તેની છેદમાં ભરી આગળ વધે છે.

છથી સાડા છ ફુટની હાઇટ, ગોરો વાન, ક્લિન સેવ અને આશરે ત્રીસેક વર્ષનો તે યુવાન હતો. થોડોક આગળ જતા જ એક પાઇપનો પ્રહાર માથા પર થાય છે અને તે ત્યા જ બેહોશ થઇ જાય છે. ફટાફટ બરફ આઘો કરી તે અંદર જાય છે, એક ખુલ્લુ કબાટ હોય છે અને ૫૦થી ૧૦૦ સીમ કાર્ડ હોય છે. આ સિવાયનો બધો સામાન કદકઆચ તે પોતાની સાથે લઇને બહાર આવી ગયો હતો. બંકર બંધ કરી તે પેલાને ઢસળીને બહાર લાવે છે અને ગાડી સુધી ઢસળીને લઇ જાય છે. મહામહેનતે તેને ગાડીએ લાવી હાથપગ બાંધી ઉચકીને પોતાની ડેકીમાં નાખે છે. વસ્તુઓ જોતા તેને કંઇક અનહોની એંધાણ આવી જાય છે એટલે ફટાફટ તેને લઇને પોતાના મકાને આવે છે.

લગભગ રાત્રીના નવ વાગ્યા હશે, પ્રીની ગામ સુવાની તૈયારીયો કરી રહ્યું હોય છે, જ્યારે આ તરફ ધુમલ પેલાને પાણી છાંટીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. પેલો ભાનમાં આવતા જ ધમ પછાડા કરવા લાગે છે પણ કોઇ કારીગરી હાથ લાગતી નથી, ધુમલ રીલેક્સ મુડમાં ચાના એક કપ સાથે તેની સામે ખુરશી પર બેસી જોઇ રહ્યા હોય છે. કલાક બાદ તે માણસ થાકે છે ત્યારે તેઓ તેના મોઢા પરની પટ્ટી હટાવે છે.

"ઓય...કોન હે બે તું??? મુજે ઇધર ક્યું લાયા હૈ??" કેટકેટલાય સવાલ તે કરે છે પણ તેઓ ફક્ત સાંભળ્યા કરે છે,  તેમણે પેલાનો મોબાઇલ, મેસેજ અને તેની પાસેના બધા કાગળ વાંચીને બધુ જ જાણી લીધું હોય છે.

આ માણસનું નામ અબુ મલીક હોય છે અને તે કશ્મીરનો નાગરીક હોય છે. તેના ડેટા પરથી એટલી માહીતી મળી જાય છે કે તે કોઇ સંસ્થા સાથે જોડાયેલ હોય છે અને કોઇ વિસ્ફોટ કરવાની તૈયારી ચાલતી હોય છે, આ વ્યક્તિ એક સ્લીપર સેલ હોય છે અને હાલ કોઇ મીશન પર છે.

"તું તારા મીશન વીશે જણાવીશ કે કોઇ દાવપેચ લડવા પડશે મારે..." શાંતીના મુડ સાથે તે પુછે છે. અને પેલો ફક્ત સ્માઇલ આપી છે કે એક જોરની થપ્પડ આવે છે. આર્મિના અનુભવના કારણે તેઓ જાણતા હોય છે કે કઇ રીતે કાઢવી માહીતિ!! તેનો હાથ ટેબલ પર લાંબો કરીને જોરથી  ચપ્પુ ખોસી દે છે. પેલાની ચીસ આખા રૂમમાં ગુંજી ઉઠે છે, તેમ છતા તે જણાવતો નથી એટલે એક એક કરીને તેના નખ પક્કડ વડે ખેંચે છે. ત્રીજો નખ ખેચતા જ તે સમગ્ર માહીતિ આપી દે છે અને જણાવે છે કે,

આજે જ તેના મોબાઇલમાં સરનો મેસેજ આવ્યો હતો અને તેમણે એક સીમ પર મેસેજ છોડ્યો છે કે શું કરવાનું છે. તેમા જે કોડ હશે એ પ્રમાણે તેણે સાધન પુરા પાડવાના હતા. ધુમલ પેલો મેસેજ ચેક કરે છે જેમા લખ્યું હોય છે,

સમય આ ગયા હૈ, જુમ્મે કિ રાત કા, જાનકીકા પતી ફીરસે બીના ઘરવાલા હો જાના ચાહિએ.

એડ્રેસ ગુલાબ પાર્ક, લખનઉનંબર 83 (આ 83 જે લાસ્ટમાં છે તેનો મતલબ એ થતો હોય છે કે હવે આ નંબરનું સીમ દાખલ કરવું..)વહા જાકે ફોન કરના તુમ્હે સબ સમજમે આ જાએંગા.

તેઓ અબુને ટોર્ચર કરીને આનો મતલબ શું થાય તે સમજાવા કહ્યું પણ તેણે આ મતલબ ન જણાયો. તેઓ અંતે તેને પાછો બાંધી દઇને કોઈકને ફોન કરે છે.

"હાય,,રામચરણ કેસે હો?" આમ નોર્મલ વાત કરીને તે જણાવે છે કે, "તુ કહેતો હતોને કે આર્મિ માંથી રીટાયર્ડ થઇ ગયા પણ એવું કઇ કરવા ન મળ્યું જે એક શાંતિથી મરવા દે. કદાચ સમય આવી ગયો છે, આવતી કાલે મારા ઘરે પહોચી જાવ બન્ને, એક મીશન છે." રામ તેને ઘણું પુછે છે પણ તેઓ કંઇ જણાવતો નથી, રામ અન્ય એક મીત્ર જેનું નામ આસીમ હોય છે તેને ફોન કરીને આવી જવા જણાવે છે. આસીમ કશ્મીરી હોય છે જ્યારે રામચરણ તામીલ છે.

બીજા દિવસે બપોરે આસીમ આવી જાય છે અને સાંજે રામચરણ પણ પહોચી જાય છે. અનુજ તે બન્નેને બધી વાત જણાવે છે અને પછી પેલાની સાથે મળાવે છે. બે દિવસના કારણે તે અશક્ત થઇ ગયો હોય છે, એટલે રામ તેને ખવડાવા કહે છે પણ..."લે ખા..." એમ કહી આસીમ તેને ગોળી મારી દે છે.

ત્રણેય જણ પ્લાન બનાવે છે કે ત્યા જઈને આ નંબર પર ફોન કરી સામે વાળાને બોલાવો અને પછી તેને કીડનેપ કરી લેવો અને સમગ્ર માહિતી જાણવી. આમ ત્રણેય લખનઉ જવા નીકળી પડે છે.

ત્યા પહોચી પ્લાન પ્રમાણે આસીમ અબુ બને છે અને મેસેજ કરે છે. અડધો કલાકમાં એક ગાડી આવી તેને પીક અપ કરે છે, આસીમે પોતાનો ફેસ છુપાએલ હોય છે જેથી કદાચ તે ઓળખતા હોય તો ઓળખી ન શકે. પણ એવું કંઇ હોતું નથી, કારણ કે તે બધા પ્રથમ વાર મળતા હોય છે.

લખનઉ પહોચી આસીમ જે અબુ બનીને આવ્યો હોય છે તે બસ માંથી ઉતરીને ગુલાબ પાર્કની જગ્યાએ જઇને ઉભો રહે છે, જ્યારે ધુમલ અને રામ તેનાથી દુર તેની ઉપર નજર રાખી રહ્યા હોય છે. થોડી વારમાં અબુના મોબાઇલ પર ફોન આવે છે,

"સીધે ચલે આઓ મીયા... રેડ કલરકી કાર કે પાસ." આસીમની સામે જ ગાડી ઉભી હોય છે, તે તેની તરફ આગળ વધે છે, સહેજ પણ ચુક થાય તો જીવની બાજી હતી. ગાડીમાં તે શાંત મને બેસે છે, ગાડી રસ્તા પર જવા નીકળે છે, એક કાર ચાલક અને તેની જોડે પેલો માણસ એમ ટોટલ ત્રણ વ્યક્તી હોય છે તેઓ. આસીમે પોતાના પગમાં GPS સીસટમ્સ લગાવેલ હોય છે જેના કારણે અનુજ અને રામ તેમને ટ્રેક કરતા કરતા તેમનાથી થોડાક પાછળ પાછળ આવતા હોય છે.

થોડીક વાર બાદ આસીમ પોતાની જેબમાં રાખેલ બેહોશીની બોટલ ખુલ્લી કરી દે છે, દવાની અસર ધીમે ધીમે ગાડીમાં પ્રસરી જાય છે અને આસીમ અને પેલા બન્ને એમ ત્રણેય જણ બેહોશ થઇ જાય છે, બેહોશીને કારણે ડ્રાઇવર કાર પરનો કાબુ ગુમાવી દે છે અને એક ઝાડ સાથે જઈને અથડાય છે.

રામ અને અનુજ ફટાફટ તેમની નજીક પહોચી આસીમ અને પેલાને બહાર લાવી પોતાની ગાડીમાં નાખે છે અને પેલા ડ્રાઇવરને ત્યાજ મુકીને જતા રહે છે.....  ભાડે રાખેલ બંગલા પર પહોચી બન્ને પેલાને બાંધી દે છે અને બન્નેને હોશમાં લાવે છે. આસીમ ફ્રેશ થઇને બહાર આવે છે ત્યા સુધી બન્ને જણ પેલાની જોરદારની ધુલાઇ કરે છે તેમ છતા એકપણ શબ્દ તે પોતાના મોઢેથી ઉચ્ચારતો નથી. આસીમથી આ જોવાતું નથી અને તેની નજીક આવી પોતાની ગન લોડ કરીને સીધી તેના પગમાં મારે છે. પેલો દર્દથી તડપી ઉઠે છે,

"હવે બોલીશ કે આ બધી ગોળીયો ઉતારી દઉ." આસીમ પેલાના વાળ પકડી ટોર્ચર કરે છે અને પેલો બધુ જણાવે છે....

  તેનુ નામ સલમાન યુસુફ છે અને તેના પર તેના બોસનો ફોન આવે છે કે તેમના ત્રણ માણસોને તેણે પહોચાડવાના હોય છે. બે વ્યક્તિને ઓલરેડી પહોચાડી દિધા હોય છે હથીયાર સાથે. હવે ફક્ત અબુ બાકી હોય છે જેને આજે પહોચાડવાનો હોય છે.

"આ બોસ કોણ છે તમારો એ પેલા કે."  અનુજે પુછ્યું.  

"એ તો ખબર નહી... બસ તેમના ફોન આવે એટલે કામ કરી આપવાનું." સલામન બોલ્યો.  

"તો પછી આ કામ કરો છો કયા લાભથી.."

"અલ્લાહ કા કામ કરને સે જન્નત મીલતી હે.." ..

"લેકીન મેેને તો કબી નહી સુના યા પઢા કી એસે કામ કરને કે લીએ હમારે અલ્લાહને આપકો બોલા હો." આસીમ તેના ઉપર તાડુક્યો.

"તમારા જેવાને કારણે જ બદનામ છીએ." આસીમ તેના મોઢા પર પંચનો વરસાદ કરી દે છે અને પેલો અર્ધમુવો થઇ જાય છે.

તેઓ હવે આગળ શું કરવું? તેના વીશે ચર્ચા કરતા હોય છે. રામ જણાવે છે કે,

"આપણે સરકારને આ વાત જણાવી દેવી જોઇએ.. કારણ કે જો કોઇ અનહોની થશે અને પ્લાન સક્સેસ નઇ થાય તો માછલા આપણી ઉપર ધોવાશે." 

"એ તો શક્ય નથી. જો પોલીસ કે અન્યને આ જણાવશું તો તેઓના મુળ શુધી આપણે નહી પહોચી શકીયે.."  ધુમલે જણાવ્યું.  અંતે ઘણા વિચારવિમર્શ કરીને જે થશે તે જોઈ લેવાશે એમ કહીને પોતે જ આ મીશનને પાર પાડવાનો સંકલ્પ કરે છે.  સલમાના જણાવ્યા પ્રમાણે અત્યારે ભેગા થનાર ત્રણેય છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરે છે અને તે પોતાનું કામ પાડવા કોઇપણ હદ વટાવી શકે છે. આ પહેલા તેમનો ટેસ્ટ કરવા તેમના હાથે જ અલગ અલગ એકલા મોકલીને ભારતમાં બ્લાસ્ટ કરાવ્યા હતા. આ લોકોનું નેટવર્ક ખાસુ મોટુ છે, તેમનો લીડર કોણ છે એ તેમને જ ખબર નથી હોતી. જે મેસેજ મને મળે તે કોડ ઉકેલી મારે તેમને જણાવવાનો હોય છે. મને આ કોડ  મળતા જ તેમને પીક અપ કરીને સુરક્ષીત તે સ્થાને પહોચાડી દેવાના હોય છે.  કોણ આ પ્લાનમા સામેલ થશે તે ફક્ત તેઓ જ જાણતા હોય છે....

"તો તમે લોકો તેના સુધી કઇ રીતે પહોચો છો?"

"સોસીયલ મીડિયાથી તેઓ બધાની એક્ટીવીટી પર ધ્યાન રાખતા હોય છે અને પછી ફ્રેન્ડ બનીને આગળ પ્રોસેસ કરતા હોય છે." 

"મતલબ આ તમારા બોસ, હરામખોર ક્યાનો હોય છે એ તમે જાણતા જ નથી અને જન્નતની શેર કરવા નીકળી પડ્યા છો..." આસીમ ગુસ્સામાં એક પંચ મારે છે પેલાને..

મોડી રાત્રે સલમાના ફોન પર મેસેજ આવે છે કે,

કાલે સાંજે બારાત એ જશ્ન છે તો અબુને સવારમાં ત્યા પહોચાડી દે. ત્રણેય આર્મી મેન કનફ્યુઝ્ડ હોય છે કે હવે શું કરીએ?  થોડીવાર બાદ અબુના ફોન પર મેસેજ આવે છે કે,

વો જાનકીકા પતી ઘરમે ના રહે યાદ રખના. ૮૪.

મેસેજ એક પેજમાં લખીને ધુમલ કાર્ડ કાઢી ૮૪ નંબરનું કાર્ડ લગાવે છે.  હવે બધા તૈયારીયો કરી નાખે છે ફક્ત ક્યા જવાનું છે તે નથી ખબર. આસીમને વાત કઢાવવાનો તુક્કો સુજે છે અને તે સલમાની આંગળી પર ચપ્પુ રાખી ધીમે ધીમે તેની ધાર આંગળીમાં ઉતારી દે છે, દર્દ સહન ન થતા અંતે સલમાન જણાવે છે કે આપણે ફૈઝાપુર જવાનું છે, ત્યા એક બંધ ફેક્ટરી છે, અબુને ઉતારી મારે પરત ફરવાનું છે. 

હવે કોને અબુ બનાવો એ આમના માટે મુશ્કેલ કામ હોય છે, અંતે અનુજકુમાર પોતે અબુ બને છે અને ત્યા જવા રેડી થાય છે. ગાડી તથા બધો સામાન લઇનેં અનુજકુમાર, સલમાન તથા ડ્રાઇવર બનીને આસીમ અને ડેકીમાં રામ બેઠો હોય છે.

લખનૌથી ગાડી નીકળે છે અને સાંજ થતા ફૈઝાપુર પહોચી જાય છે. ડ્રાઇવર બનેલ આસીમ ગેટ ખોલે છે અને સલમાનના ફોન પરથી એક મેસેજ કરે છે કે અબુને ઉતારી દિધો છે અને પછી અનુજકુમારને ઉતારી ગાડી ટર્ન કરીને આસીમ એક ખુણામા ગાડી લઇ જાય છે જ્યા ફટાફટ રામ ડેકી ખોલતા જ ઉતરી જાય છે અને આસીમ કાર બહાર લઇ જાય છે. આસીમ ગાડી ફેક્ટરીથી દુર લઇ જઇને ઉભી રાખે છે અને "ખુદા હાફીઝ મીયા." એટલુ બોલી ધડામ ધડામ કરતી ગોળીયો સલમાની ખોપરીમાં મારી તેને મારી નાખે છે.

આ તરફ રામ કોઇ જોઇ ન જાય તે રીતે ફેક્ટરીના એક  કોર્નરમાં જતો રહે છે જ્યારે અબુ બનેલ અબુ બનેલ અનુજને ઉપરથી એક માણસ ઇશારો કરે છે તેના તરફ આગળ વધે છે. અનુજ ત્યા પહોચી હેલ્લો બોલવા જાય છે કે પેલો સલામ વાલેકુમ મીયા બલે છે એટલે મી.ધુમલ પણ પ્રત્યુત્તર આપે છે. મી.ધુમલને મળેલ માહીતિ મુજબ તેઓ ત્રણ હતા પણ અંહી ફક્ત એક જ માણસ હોવાથી તેઓ અન્ય વ્યક્તિને શોધે છે પેલાને ખબર ન પડે તેમ પણ બીજો માણસ ક્યાય દેખાતો નથી. 

"હમ લોગ તો તીન હૈ ના, તો ફિર એક..."

"વો અભી ખાના લેને ગયા હે આતા હી હોંગા..."

"ઠિક હૈં.." ધુમલ બેસે છે અને રામ તથા આસીમના પ્રત્યુતરની રાહ જોવે છે.  બહાર ગએલ પેલો માણસ અંદર આવે છે અને ઉપર ત્રીજા માળ તરફ જાય છે. આ તરફ આસીમ ફેક્ટરીથી દુર ઝાડીયોમાં કાર પાર્ક કરીને આવે છે. તે ચોરી છીપે કોઇ જોઇ ન જાય એ રીતે આગળ વધે છે અને દરવાજા પાસે પહોચે છે. તે દરવાજો કુદી અંદર આવે છે કે પેલો તેને જોઇ જાય છે અને સાવધ થઇ જાય છે. આસીમ જ્યા રામને છોડ્યો હોય છે ત્યા પહોચી જાય છે,

"ઉન કો પતા ચલ ગયા હોગા..." રામ આસીમને કહે છે. 

"કેંસે?? મેં તો છુપકે સે આયા..." 

"હા લેકીન એક બંદા અભી અભી ઉપર ગયા હૈં... તો શાયદ ઉસકો પતા ચલ ગયા હોગા." 

આ તરફ પેલો  જે આસીમને જોઇ ગયો હતો તે સાવધ થઇ જાય છે અને ફટાફટ ઉપર વાળા તેના પાર્ટનરને ફોન કરે છે. તેજ સમયે મી.ધુમલ ધીમે ધીમે બધી વાત જાણવાની કોશીશ કરી રહ્યા હતા જેમાં પેલો જણાવે છે કે તેનું નામ રઇસ છે અને બીજાનું નામ સુરજ છે, સુરજ નામ સાંભળી ધુમલ ચોંકે છે અને તેના હાવભાવ જાણી રઇસ કહે છે કે હા તે હિન્દુ છે પણ તોય તે આમા જોડાયો છે. તથા આપણે મીશન બાબરી પર જવાનું છે. (મીશન બાબરી એટલે જે બાબરી મસ્જીદની જગ્યાએ રામ મંદિર બની રહ્યું હતું તેના માટેનું હતું.) ભારત સરકારે અયોધ્યા કેસમાં ચુકાદો આપ્યો હતો તેનો વિરોધ  હતો. આ લોકો એમ માનતા હતા કે તેમની સાથે ઇન્સાફ થયો નથી અને તેથી જ જે કારીગરો મંદિર બનાવી રહ્યા હતા તેમની પર હમલો કરવાનો પ્લાન હતો.

"કહા પે હો??" સુરજ ફોન કરે છે.

"વો છોડો તુમ કહા પર હો? એ અબુ ભી આ ગયા... કીતની દેર? ફીર નીકલનાભી તો હૈં." રઇસ

"વો અબુ નહી પર કોઇ ઓર હૈં... ગોલી માર કે નીકલો.. ઇધર ભી એક છુપા હૈ.." સુરજ એટલું કહી ગન લોડ કરે છે જ્યારે આ તરફ આસીમ અને રામ પણ તૈયાર થઇ ગયા હોય છે, ચીંતા હોય છે તો ફક્ત મી.ધુમલની. બન્ને તરત મી.ધુમલને ફોન કરે છે કે તેમને ખબર પડી ગઇ છે એટલે છુપી જાય. અનુજકુમાર ફોન મુકી ગન લોડ કરી જેવા છુપાય છે કે રઇસની ગોળી તેમના હાથને અડકીને જતી રહે છે.  રઇસ અંદર અને અનુજકુમાર બહાર હોય છે, જ્યારે આ તરફ સુરજ સીડી પર હોય છે. સુરજ ત્યાથી ચડી પ્રથમ માળની પાછળના ભાગમાં જાય છે જ્યાથી રામ અને આસીમ દેખાતા હોય છે, તેમની ઉપર ગોળી છોડે છે, સદનસીબથી બન્નેને ગોળી વાગતી નથી અને તેઓ સામે ગોળી મારે છે. રામ અને આસીમ બન્ને અલગ અલગ જગ્યા પર ગોઠવાઇ જાય છે, સુરજ ત્યાથી બીજી ગોળી છોડે છે જે સીધી રામની છાતીમાં વાગે છે અને તે ત્યાજ ઢળી પડે છે. ચારે તરફ સન્નાટો છવાઇ જાય છે, આસીમના મોઢેથી ચીસ નીકળી જાય છે જે ઉપર અનુજને પણ સંભળાય છે, મી.ધુમલ ધડાધડ ગોરીનો માર શરૂ કરે છે જેમાથી એક ગોળી રઇસના માથા પર આવે છે અને ત્યા જ ઢળી પડે છે.

આ તરફ આસીમ રામની નજીક જાય છે અને સુરજ ત્યાથી ભાગી જાય છે.

"મારી ચીંતા છોડ અને પેલો ભાગી ન જાય... ગો..." એટલું કહી રામની આંખો મીચાઇ જાય છે અને આસીમની આંખોમાં આંસુ આવી જાય છે, પોતાના મીત્રને ગુમાવવાનું દુ:ખ હોય છે તો બીજી તરફ રામનું એ વાક્ય યાદ આવે છે કે.. 'કંઇ કર્યા વગર મરવું એના કરતા એવું કરીને મરવું કે કોઇ યાદ કરે...' ત્યા સુધી ધુમલ નીચે આવી જાય છે અને તે તેમની તરફ દોડે છે. મીત્રને મૃત્યુ પામેલ જોઇ તેઓ પણ દુ:ખી થઇ જાય છે, રામની આંખો બંધ કરી તે બન્ને સુરજ તરફ ભાગે છે.

ભાગતા ભાગતા અનુજ જણાવે છે કે પેલો હિન્દુ છે અને એક સ્લીપર સેલ છે, થોડાક મહિનાઓ પહેલા જ તે આમની સાથે જોડાયો છે. સુરજ નામ છે તેનું. સુરજ બન્નેથી આગળ નીકળી જાય છે, આ બન્ને તેનો પીછો કરતા કરતા પાછળ જાય છે, સુરજ પાછળ ગોળીનો મારો કરે છે એટલે બન્ને ઝાડની પાછળ છુપાઇ જાય છે. સુરજની એક ગોળી આસીમના ખંભા પર વાગે છે અને પછી તે ભાગે છે, ધુમલ એકપણ મીનિટ ગવાયા વગર ગોળી મારે છે અને સુરજની સાથળમાં વાગે છે. સુરજ લંગડાતા પગે ભાગે છે પણ ધુમલની બીજી ગોળી તેના ખંભ પર વાગતા જ પડી જાય છે. ધુમલ તેની પાછળ પહોચી તેને સીધો કરે છે અને પોતાની બંદુક તાંકે છે.. 

થોડીવારમાં આસીમ પણ ત્યા ઢસળાતો પહોચી જાય છે અને તે સ્ટેચ્યુ બનીને ઉભેલ ધુમલને હલાવે છે,

"શું થયું? કેમ ચુપ છે??" આસીમ  

"આ કોઈ આથમેલ સુરજ નથી... આ આથમેલ આદિત્ય છે." ધુમલના બેસી ગયેલ કંઠમાંથી માંડ માંડ અવાજ નીકળ્યો.

"કોણ આદિત્ય યાર... વોટ.." આટલું પુછી તે પણ ચુપ થઇ જાય છે અને સુરજને જોયા કરે છે, પોતાના કપાળ પર હાથ ફેરવતા અને ગુસ્સાથી તેના મોઢે ગાળ નીકળી જાય છે.

"તું?  આ કામમાં!" આસીમ બોલ્યો. 

"હા... હું... અલ્લા હુ અકબર" એમ બોલી તે પોતાની ગન વડે હુમલો કરવા જાય છે કે અનુજ તેની બંદુકને લઇ લે છે.અનુજ તેને પુછે છે અને તેના જવાબમાં આદિત્ય જણાવે છે કે એ કૉલેજ કાળથી તે તેના એક મીત્ર સાથે આમા જોડાયો હતો અને જ્યારે 5 ઑગસ્ટે અયોધ્યાનું મોદીજી દ્વાર ભુમીપુજન કરવામાં આવ્યું તેના બીજા દિવસે જ મે કૉલેજ છોડી દિધી અને ત્યાર બાદ તે આ કામોમાં જોડાઇ ગયો, જમ્મુના એક હાદસામાં તેના મીત્રની હત્યા થઇ જાય છે અને ત્યારનો બદલો લેવા તેઓ અયોધ્યા પર હુમલો કરવાના હોય છે. ધુમલ વાત પુરી થતા જ પોતાની ગનની બધીજ ગોળીયો પોતાના કપુતમાં ઉતારી દે છે.

જે આંખો પુત્રને જોવા રોજ રડતી હતી તે આંખમાં આજે ફક્ત ક્રોધ હતો, એક પણ આંસુ ન હતું.  

આસીમ બેઠેલ અનુજકુમાર ધુમલને ઉભા કરી ફૅક્ટરી પર આવે છે અને રામની લાશને લઇને પોતાની કાર હાંકી મુકે છે.