Old School Girl - 8 in Gujarati Love Stories by રાહુલ ઝાપડા books and stories PDF | Old School Girl - 8

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

Old School Girl - 8

 આમ તો ધકધક બે ત્રણ દિવસથી વધી જ ગયેલ  પણ રિઝલ્ટ આવવાનું હતું એટલે આજે તેની ઝડપમાં વધારો થઈ ગયો હતો.

અમે બધા તૈયાર થઈને ગામના સ્ટૅન્ડ ઊપર આવી ગયા ફક્ત વર્ષા ન હતી. તેની રાહમાં મને પગમા ખજવાળ આવવા લાગી, હજી કેટલે રહી ગઈ? બસસ્ટેન્ડના આમથી આમ આટા શરુ થયાં  થોડીક વાર બાદ તે દુરથી સુંદર ગુલાબી કલરના ડ્રેસમાં દેખાણી.

બધા ના મોઢા પહોળા થઈ ગયા! ખુબસુરતીની બલા લાગતી હતી તે. ધોએલા માથાના એ રેશમી ખુલા વાળમાં આજે અમને કરીના કપુર લાગી રહી હતી અને પેલી ફિલ્મ કભી ખુશી કભી ગમનો ડાઈલૉગ 'વોટ એવર' યાદ આઈ ગયો. (ત્યારે કરીના બધા જ જવાનીયાનો ક્રશ હતી) પણ આજની અમારી કરીના તો કંઈક ઉદાસ ચહેરે અમારી બાજુમાંથી નીકળી. અમારા બધાના ચહેરા એટલા માટે ન હતા ખુલ્લા કે તેણે પીંક ડ્રેસ પહેરલ હતો. આજે એ ટાઈટ ડ્રેસમાં ઊગતી જવાની વાળી ને લંવીગની સુગંધ પાથરનારી એક યૌવન કન્યા લાગતી હતી. તેના અંગેઅંગથી રુપ ટપકતું હતું. 

"કેમ? શુ થયુ આજે આ તણખો આટલો શાંત કેમ?" પારુલે તેના ઉદાસ ચહેલરાને જોઈને તરત સવાલ કર્યો. 

વર્ષા કંઈ ન બોલી બસ ચુપચાપ ઉભી રહી. તેના ચહેરાની રેખાથી દેખાતું હતું કે તે કદાચ રોએલ પણ હતી. તે કઈ ન બોલી એટલે મને અકળામણ થવા લાગી. અમે હજી ગામમાં હતા એટલે છોકરીયો જોડે બહુ ન ઉભુ રહેવાય નહીતો લોકો વાતો કરે તે અમે સારી રીતે જાણતાં હતાં.

તેની આંખમાં ઝરમરીયા હતાં એટલે એ જોઈને  હું તેની નજદીક ગયો. "શું થયું? કંઈ પ્રોબલમ છે? કે ને?"

"હા બેચારી ચીંતામાં હશે કે ટોપ પર બીજુ કોઈ તો નહી હોયને! નહીં તો મારી મહેનતનું શું?" ગૌતમ તેની ટાંગ ખીચતા બોલ્યો. 

અને અમે બધા હસવા લાગ્યા, એ પણ મલકાઈ.

સ્કુલમાં બધા પહોચી ગયા  અને લાઈનમા પણ ઉભા રહી ગયા, રીઝલ્ટ આપવાના ચાલું હતા, આમ ન મેળ પડતા દરેકને પોતાના ક્લાસમા જવાનુ કહેવામાં આવ્યુ ને ફરીથી શરુઆત કરી.

પહેલા છોકરાઓના રીઝલ્ટ આયા.

અજય 71%, અંકિત 42% બધાને આંચકો લાગ્યો કે આ શું? કલાસના ટોપરને 42 ?? પણ લોકો એ નહતા જાણતા કે લગ્ન બાદ તેની જીંદગમાં કઈક તો ઘટી રહ્રુ હતું પણ અમને કોઈને કહેતો ન હતો. કદાચ તે ડરતો હતો પણ કઈક તો હતુ. રાહુલ 86% મને બધાએ તાળીયોથી વધાવી લીધો હૂું પણ ફુલ્યો ન સમાણો, પણ આ બધા વચ્ચે બીજુ સોકીંગ રીઝલ્ટ આયું ગૌતમ ૨ વિષયમા ફેલ!!! અમારા બધાના ચહેરા પડી ગયા ગૌતમની આંખો માંથી ગંગાજમના વહેવા લાગી. અમે તેની બાજુમાં જઈને બેઠા અને જુઠા આસ્વાસન આપવા લાગ્યા, પણ એ કંઈ ગાડો ન હતો આમ તો અમારા છની ચર્ચા આખી સ્કુલ ને ગામમાં થાય વર્ષાને છોડતા બધા જ એકબીજાના કોમ્પેટીટર, પણ ક્યારેય તેનાથી વાંધો અમારી મિત્રતામા ક્યારેય ફર્ક પડતો ન હતો. અમે ઉદાસ હતા તેમા પછી છોકરીયોના શરૂ થયા વર્ષા 51% બધા જ તેની સામે જોવા મંડ્યા, આવું કઈ રીતે!! પાસ પણ ન થનાર આટલા બધા!!! વાહ રે વાહ!! પાસ પણ ન થનાર ને કાપલીથી આટલા બધા ટકા!! 

મિત્ર નાપાસ થાય તો દુ:ખ  થાય પણ  ટોપ આવે તો  તેનાથી પણ વધારે દુ:ખ થાય, એવુ જ અમને થયું પારૂલ 93%.. આખો રૂમ કીલકારી કરવા લાગ્યો. બધા એ ચશ્મીસની વાહવાહી કરવા લાગ્યા, અમે પણ કરી, પણ સાલુ 93, લાઈક સીરીયસલી!!

બધા ખુશ હતા અને દુ:ખી પણ, એકનું નાપાસ એકનું બૅસ્ટ, વર્ષા જેવાની અલગ અદા...