અમારી શેરીમાં દર ગુરુવારે એક અનોખું દ્રશ્ય સર્જાતું. એક અજાણી, અનોખી સ્ત્રી, મેલાઘેલાં કપડાંમાં, માથે સફેદ બિસ્કોટ અને નીચે લુંગી પહેરીને આવતી. તેના હાથમાં એક લાકડી અને એક નાના છોકરાનો ઘૂઘરો હતો. એનો ચહેરો દક્ષિણ ભારતના તાપમાં તપેલા પથ્થર જેવો ખરબચડો હતો, પણ આંખોમાં એક અજાણી ચમક હતી. એની ભાષા કોઈ સમજતું નહોતું, પણ 'અમ્મા' શબ્દ અને ઈશારાથી એ ખાવાનું માંગતી હોવાનું સ્પષ્ટ હતું.એક ગુરુવારે, એ સ્ત્રી ગુજરાતી મહિલાના ઘરે પહોંચી. 'અમ્મા, અમ્મા' બોલીને, એણે હાથ લંબાવ્યો. મહિલા ગુસ્સામાં હતી, કદાચ ઘરના કામથી કે બીજા કોઈ કારણસર. એણે સ્ત્રીને કાઢી મૂકી. સ્ત્રી જરા પણ ખસી નહીં, એ જ જગ્યાએ ઊભી રહી. થોડીવાર પછી, મહિલાનો ગુસ્સો શાંત થયો. એને પોતાની ભૂલ સમજાઈ. એણે સ્ત્રીને ઘરમાં બોલાવી, ખાવાનું અને પાણી આપ્યું. વાટકામાં થોડા પૈસા પણ મૂક્યા. સ્ત્રીએ કૃતજ્ઞતાથી હાથ ઊંચા કર્યા, 'અમ્મા, અમ્મા' બોલીને એની ભાષામાં કંઈક આશીર્વાદ આપ્યા.એ દિવસ પછી, એ સ્ત્રી દર ગુરુવારે આવવા લાગી. મહિલાને એની ભાષા આવડતી નહોતી, પણ ધીમે ધીમે, એના ઈશારા અને ભાવનાઓ સમજવા લાગી. એ સ્ત્રી અને એના ઘૂઘરાને હું ન ભૂલી શકીતે મારા ઘરે પણ ઘણીવાર આવતી પણ મને ન ગમતું. જો કંઈ પડ્યું હોય તો હું તેને આપી દીધી પણ બહુ તેના પર ધ્યાન ન દેતી એ અંમા કહેતી આવતી અને વાટકામાં પૈસા માગતી. પણ હું તો તેને ખાવાનું પડ્યું હોય ત્યાં સુધી ખાવાનું જ આપતી અને જો ખાવાનો ન હોય તો થોડાક પૈસા હાથમાં આપી અને કહેતી સારી હતી કે કંઈક ખાઈ લેજે કારણ કે તે ગુજરાતી ભાષા સમજતી ન હતી. ત્યાર પછી એક દિવસ ઘણા દિવસોની બીમારી પછી, આજે સાંજે મને થોડી રાહત મળી. મારું મન થોડું હળવું કરવા અને દીકરી સાથે થોડો સમય વિતાવવા, અમે સ્કૂટર પર ખરીદી કરવા નીકળ્યા. અમે શહેરના હાર્દમાં આવેલા એક નાના બજારમાં પહોંચ્યા. આ બજાર હંમેશાં ખળભળાટથી ભરેલું રહેતું. નાની-નાની દુકાનો, લારીઓ અને ફેરિયાઓથી આખું બજાર જીવંત લાગતું હતું. રંગબેરંગી કપડાં, ફળો, શાકભાજી અને વિવિધ વસ્તુઓની સુગંધ હવામાં ભળી ગઈ હતી. અમે થોડી ખરીદી કરી અને થેલાઓ લઈને પાછા ફરતા હતા, ત્યારે દીકરીને એક ઓફિસમાં જરૂરી કાગળો આપવાના હતા. અમે રસ્તાની કિનારે સ્કૂટર પાર્ક કર્યું, અને દીકરી મને ત્યાં થોડી વાર ઊભા રહેવાનું કહીને સામેની બિલ્ડિંગમાં ચાલી ગઈ.શોપિંગ બેગ અને શાકભાજીના થેલાઓ મારા હાથમાં હતા. મારી પાસે ઊભેલી એક ગાય ખાવાની શોધમાં મને પરેશાન કરી રહી હતી. મારી બીમારીની નબળાઈ જાણે એણે પારખી લીધી હતી. હું લાચાર બનીને ઉભી હતી. ત્યાં જ, સામેની દુકાનમાંથી એક જરૂરિયાતમંદ સ્ત્રી આવી. તેણે ખમીસ અને લૂંગી પહેર્યા હતા, માથા પર લૂગડાનો કટકો બાંધેલો હતો, તેના દાંત થોડા આગળ નીકળેલા હતા, રંગે શ્યામ હતી, એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ઘૂઘરો હતો. તે "અમ્મા, અમ્મા" બોલતી હતી. એ મહિને પંદર દિવસે મારા ઘરે આવતી હતી. એ પરપ્રાંતીય હતી, તેની ભાષા મને સમજાતી ન હતી. તેલુગુ, કન્નડ, તામિલ, એવી કંઈક હશે, એમ મેં માની લીધું.એ સ્ત્રી મને ઓળખી ગઈ હતી. તેણે લાકડી વડે ગાયને દૂર હંકારી. તેણે લાકડી જમીન પર પછાડી અને ગાયને ડરાવીને ભગાડી. ગાય ભાગી ગઈ. મારી પાસે આવી, પણ મારી પાસે પૈસા નહોતા. મેં તેને ઈશારાથી સમજાવ્યું કે મારી પાસે પૈસા નથી. તેણે પોતાનો પૈસાનો વાટકો દેખાડીને કહ્યું કે તે મારી પાસેથી પૈસા નથી માંગતી. એ હસીને મારી સાથે એવી રીતે વાત કરતી હતી, જાણે હું એની પોતાની હોઉં. એ મારી તબિયત સારી થઈ જશે એવો ભાવ વ્યક્ત કરતી હતી. એની આંખોમાં કરુણા અને હૂંફ હતી.એ જ વખતે, મારા રિલેટિવ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે મને અને એ સ્ત્રીને સાથે ઊભેલા જોયા. તેઓ મારી પાસે આવ્યા અને પૂછ્યું, "શું થયું?" મેં તેમને બધી વાત જણાવી. રિલેટિવ એ સ્ત્રીની આંખોમાં જોયું અને તેમની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને એ સ્ત્રીને આપ્યા. એ સ્ત્રીની આંખોમાં કૃતજ્ઞતાનો ભાવ હતો. તેણે તેને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલી ગઈ.
સાંજ ઢળવા લાગી હતી.
સૂરજ આકાશમાં ડૂબી રહ્યોહતો,
અને વાદળોમાં જાતજાતના રંગોની રંગોળી રચાતી હતી." જાણે કે
"ન સમજાય એવા અવ્યક્ત,
સંબંધોની રંગોળી.
એ રંગોમાં, મને એ સ્ત્રીના કરુણાપૂર્ણ શબ્દો
અને હૂંફાળો સ્પર્શ દેખાતો હતો. એ ક્ષણે,
મને લાગ્યું કે માનવતા હજુ જીવંત છે.
આ ઘટનાએ મને માનવતા અને
સહાનુભૂતિનો અહેસાસ કરાવ્યો.
એક જરૂરિયાતમંદ સ્ત્રી, જે સામાન્ય
રીતે સમાજમાં ઉપેક્ષિત હોય છે,
તેણે મારી કાળજી લીધી અને મને હૂંફ આપી.
આ ક્ષણ એ દર્શાવે છે કે માનવ સંબંધો ભાષા અને સંસ્કૃતિની સીમાઓથી પર છે.
(આ વાર્તા મેં મારા મોટા સોભાબેન ની એક વાતો પરથી લખી છે આવી સરસ વાર્તાઓ મને સંભળાવા બદલ હું તેમની આભારી છું)
D h a m a k
The story book, ☘️