વરસો પહેલાની વાત છે અંગ્રેજોના વખતમાં,ગુજરાત રાજ્યમાં આવેલ “મુળસરા” નામે ગામ હતું. ત્યાં “સામજીકરસન” નામના ભ્રામણ રહેતા હતા. તેમને ત્રણ-ચાર છોકરા હતા અને તેમની એક દીકરીનું નામ કાશી હતું. કાશીના લગ્ન સીવનગરના મુકામે યોજાયા; કાશીનું લગ્ન નવ વર્ષની ઉંમરમાં તેના કરતાં દસ , બાર બાર વર્ષ મોટા ભાઇ સાથે થયાં. તેના નણદના લગ્ન પણ તેના ભાઇની સાથે થયા.હવે સાસરિયા પક્ષવાળા કાશીને હેરાન કરતાં –
કાશી શું કરે
જો કાશી તેના સસરાઓ વિશે કંઈ ફરિયાદ કરે
તો તેના ભાઇનું ઘર ભાગે
અને જો તેનો ભાઇ કંઈ કરે તો કાશીનું ઘર ભાગે
એ રીતે નિરાશ બીચારી કાશી ફસાઈ ગઈ હતી.
કાશી નવ વર્ષની હતી અને તેને શું કરવું તે સમજાતું નહોતું.
તેના આસપાસના લોકો, જે લુચા-લફંગા અને ઠગ પ્રકારના
હતા, તેને ચૂપચાપ અનિયમિત રીતે કામ કરાવતાં,
તેની સાથે દુઃખદ વર્તણૂક કરતાં –
તને ઉધી કુવા મા ટીગાળી રાખીને,
તેને ડામ આપે અને બધું કામ કરાવે.
બાદમાં તેને તાવીથા થી વાસામાં ડામ દેવામાં આવતો
અને રોજ ઢોર માર વામાં આવતો.આજુબાજુ રહેતા લોકોએ આ બાબત ને જાણી લીધું. એક પોલીસ, જે દળીયાવાવમાં રહેતો હતો, તે એક દિવસે આ ઘટનાને
જોઈ ગયો અને બાદમાં આબધા લોકોની તપાસ કરી લેતા. આ તપાસમાં તેના સાસુ, સસરા, નણદ, બીજી બે બહેનો અને તેનો ધણી—all સામેલ હતા.પછી પોલીસે ધણીની પૂછપરછ કરી, પરંતુ તે બદમાશ પોતાની ભૂલ હોવા છતાં કબૂલતો નહોતો. જે પોલીસએ પોતાની નજરે જોયું હતું, તેના મુજબ કાશીના ચોયણામાં કાકીડા, ઉદર અને
ઢેઢગરોડી એવું બધું નાખી અને તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી તેનો ધણી મારા ધામ અને ગુંડા તત્વો વાળો હતો
. એ દિવસે જ કોર્ટમાં હાજરી આપવા બાદ જજ સામે કાશીને લય જવામાં આવી. ત્યારબાદ, ડોક્ટર પાસેથી તપાસ થતા તેવી માહિતી મળી અને તેની સારવારની ભલામણ સાથે સસરાવાળાને ક્રિમિનલ કેસ દાખલ કરીને તેમને જેલની સજા આપવામાં આવી.
અને પછી જે પોલીસ જોઈ ગયો હતો તેણે બધો ગુસ્સો આ બધા લોકો પર કાઢ્યો પછી
સાસુ અને નણદને ઢીકા, પાટા મારીને, બધાને ગળામાં તાવીથા ટીગાળી કરીને આખા સીવનગરના મુખ્ય
રસ્તા પર જુલુસ કઢાવવામાં આવ્યું.
લગ્ન પછી, ક્યારેક કાશીને જોવા તેના મા-બાપ આવ્તોયા પણ નહોતા અને ક્યારેક પુછપરછ પણ નથી કરી પણ હવે ફરજિયાત તેમના આવવું પડ્યું
કાશીના મા-બાપના ઘરમાં ખાવાની પણ નિશ્ચિત
વ્યવસ્થા ન હોવાથી, કાશીનું યોગ્ય ધ્યાન રાખી શકાયું નહતું.કાશી જીવે કે મરે – કોર્ટેનો હુકમ હતો, તેથી તેના બાપને તેડવામાં આવતા પોલીસે કહ્યું,
“દીકરી ગાયજેવી છે.”
હવે કાશીને આ નરાધમો પાસે નહીં મોકલતા, પછી તેને પાછી માવતરે લઈ જવામાં આવી.
કાશીને નવ વર્ષની ઉંમરમાં વિધવા જેવા કપડાં પહેરાવીને અને એક નોખો રૂમ ભેટમાં આપવામાં આવ્યો.
(હવે કાશીને ઇનડાયરેકટલી પોતાની રીતે કમાવું જરૂરી પડી ગયું. મા બાપ પોતાનું ભેટ ભરી ન શકતા હોવાથી કાશીને નાનપણમાં જ મજૂરી કરી અને કમાવતા શીખી જવું પડ્યું)
નાનાપણામાંજ કાશી પોતાની રીતે કમાઈને ખાવા લાયક બનવા લાગી.તેને એવી જ સ્થિતિનો અનુભવ થયો જેમ વિધવા રહે છે – નાની ઉંમરમાં મોટું દુઃખ જોયું,
ગામડામાં અંગ્રેજોના જમાનામાં ખેતીવાડીમાં આખો દી મૂળ કરી અને માંડ બે મુઠ્ઠી ધાન મળતું એ ધાનને ઘરે આવી અને
"ઝાતર, મા પીસી અને રોટલા કરી અને ખાતી .
ક્યારેક મકાઈ મળી જાય તો તેને પથ્થરના ઝાતર મા પીસી અને ગાર માટેના ચૂલામાં લાકડા પેટાવી અને રાબ બનાવી અને પી લેતી.
ગામડાના મોભી પૈસાદાર માણસો ક્યારેક કાશીને બ્રાહ્મણ હોવાથી સીધો પણ આપી જતા તે દિવસે કાશી જાણે કે જન્મદિવસ ઉજવતી હોય તેમ રાજી થઈ અને સરખું ભોજન બનાવી પોતે અને પોતાના ભાઈને ખવડાવતી.
પણ જીવનની જરૂરિયાતો પોતાની રીતે પૂરવી પડતી.
થોડા વર્ષો પછી કાશીના માબાપનું નિધન થયું અને નાનાં ભાઇની જવાબદારી કાશી પર આવી ગઈ. ભાઇ મોટો તો થયો, પરંતુ કામકાજથી દૂર, માત્ર ભગવાનના ભજન-કીર્તનમાં નિમગ્ન રહેતો હતો.કાશી, મોટી ઉંમર સુધી પોતાનું અને પોતાના ભાઇનું પેટ ભરે છે. થોડા વખત પછી, તેના ભાઇને પરણાવાના કારણો સર્જાય – ભાઇની પત્ની અને કાશી બંને મુલે જાય છે અને સાથે ઘર સંભાળવામાં આવે છે. ભાઇ પોતાના ભજન-કીર્તનમાં વ્યસ્ત રહે છે.
એક દિવસે, એક સજ્જન અને પૈસાદાર માણસ કાશીના ભાઇને આફ્રિકા લઈ જાય છે, જ્યાં તે ભજન-કીર્તન કરે છે અને મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે. પરંતુ બાદમાં, તેની પત્ની અને છોકરાઓને તેડાવી લેવામાં આવે છે.આ રીતે, કાશી એકલા જ રહે રહે છે. ક્યારેક, જ્યારે ભાઇ આફ્રિકાથી પાછો આવે, ત્યારે હાથમાં પાંચસો હજાર રૂપિયાનું ઉધાર લઈને જાય – જેવું કે કાશીનો એકમાત્ર જવાબદારી ભાઇ તરફથી પૂરી ન થઈ શકે. આખી જિંદગીમાં, બીમારીમાં અને મુશ્કેલ સમયમાં,
જેમ આળોસ પાળોશના દયાળુ માણસો કાશીને ખાવાનુ, પહેરવાનુ અને અન્ય સહાય પૂરી પાડતા હતા,
તે પણ કોઇ ગંભીર સહાય ન હતી;
એવું લાગતું હતું કે ભગવાન પણ તેની તરફ
રિસાઈ ગયા હોય તેમ થોડું જ નજર કરે છે.
રીબાય 100 વર્ષ સુધી જીવીને અંતે મૃત્યુ પામે છે.
★ આ હતી કાશીના જીવનની કરુણ કથા. ★
(શબ્દોમાં લખવામાં ભૂલ મારાથી થાય છે એટલે વાંચવામાં તકલીફ થાય તો માફ કરજો)
* સમાપન*
D h a m a k
the story book ☘️