Sangharsh Jindagino - 9 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | સંઘર્ષ જિંદગીનો - 9

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

સંઘર્ષ જિંદગીનો - 9

(ગયા અંકથી આગળ )

                 અજય મનમાં વિચારે છે કે ભગવાન આપણી જિંદગી સાથે કેટલી અને કેવી રીતે ક્યારે અને શુ રમત કરે છે. તેની ખબર પડતી નથી. સમય પાણીના રેળાની જેમ ક્યારે ફરી જાય અને કોની સાથે શુ બની જાય તેની કોઈને ખબર પડતી નથી. અને કોઈ કહી પણ શકતું નથી કે આજે શુ થવાનું છે?  અને કોની માથે શુ આફત આવવાની છે. ભગવાન આપણી જિંદગી એટલી અઘરી શા માટે બનાવે છે?  ખબર નથી પડતી.ભગવાન માણસને બનાવે છે. તો પછી માણસને દુઃખ,  પીડા  આ બધું સહન કરવું પડે તેમાં ભગવાનને શુ મજા આવતી હશે. જે ભગવાન સર્જન કરે છે. જીવન જીવવા ઉજ્વળ તક આપે છે તે જ ભગવાન પીડા આપી માણસ પાસેથી શુ મેળવવા કે લઇ લેવા ઈચ્છતો હશે?  એટલી તો ખબર છે કે જેમ એક સિક્કાની બે બાજુ હોય છે. તે રીતે સુખ દુઃખ આવ્યા કરે છે. આમ પણ પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે નાના હોય કે મોટા સૌ કોઈએ જીવનમાં તડકાં છાંયા જોવા પડે છે. પણ જયારે પીડા હદ કરતા વધારે સહન કરવી પડે અને દુઃખ અપાર જોવા પડે અને જયારે માણસ આ બધું ઝીરવી લેવા માટે વધુ સક્ષમ ન હોય ત્યારે ફરિયાદ કરે છે. અને કકળાટ કરે છે. અને જિંદગીથી ત્રાસી જાય છે. થાકી જાય છે. જિંદગી જે વીટમ્બણા દેખાડે છે. તે જોઈને, સહીને અને તેનો પડકારો જીલીને હેરાન થાય છે. ન કરવાનાં વિચારો કરે છે. ન કરવા જેવું આચરણ કરે છે. આવી અનેક જાતની દલીલ અજય તેની મમ્મી સાથે કરે છે. અને કહે છે કે મમ્મી આ બધું જે પપ્પા અત્યારે વગર કારણના ઉચાટ કરે છે. તે તારી દ્રષ્ટિ રાખી તું મારાં સ્થાને ઊભીને વિચાર કર કે આ બધું જે બન્યું તે જરૂરી હતું. મારાં પુસ્તક બાળીને તેમણે મારી વિદ્યા, ઉત્સાહ, હિમ્મત, મને બધાને બાળીને રાખ કરી નાખ્યા છે. હવે બધું પૂરું થઈ ગયું. હવે કાંઈ જ કરવા કે જોવા જેવું રહ્યું નથી. બોલ હવે ક્યાં છે તારા ભગવાન?  ક્યાં તેઓ દુઃખ ઘટાડે છે ખરા !

અર્ચના કઈ જ બોલી શક્તિ નથી. શૂન્ય મસ્તક બની જાય છે. તેની પાસે બોલવા માટે શબ્દો નથી. તે સાવ મૌન બનીને બધું જોઈને હડબડી જાય છે. અને અજય દોડીને રૂમમાં ચાલ્યો જાય છે. અને રૂમ જોરથી બંધ કરી દે છે. અર્ચના અને ક્રિના પણ પોતાના આંસુ રોકી શકતા નથી. આજે ઘરમાં સાવ ગમગીન વાતાવરણ પ્રસરી જાય છે. ઘરમાં જાણે કોઈ વર્ષોથી આ ઘરમાં કેમ રહેતું જ ન હોય તેમ ત્યાં સાવ શાંતિનું વાતાવરણ સ્ખલિત થાય છે. સૌ પોત પોતાના રૂમમાં જઈને  બેસે છે. અને ઊંડા શોકમાં ગમગીન બની જાય છે.  સૌ કહી ન શકાય તેવી વેદનાની તલવારનો ઘા સહન કરવા અસમર્થ બની ગયા છે. 

અર્ચના પોતે અફસોસ કરે છે. અને  આ બધું જાણે પોતાની ભૂલના કારણે બધી ઘટના બની હોય તેવો અનુભવ થાય છે. તે પણ પોતાના રૂમ તરફ આસુંડા લૂછતી  લૂછતી જાય છે. અને બેસી જાય છે. અને ખુબ જ ઊંડાણ અને આઘાત ગ્રસ્ત બની વિચાર કરે છે કે આ બધું શુ બની ગયું?  આ કઈ વિકટ પરિસ્થિતિ સામે અમારો પરિવાર ઝઝૂમી રહ્યો છે. તે સમજાતું નથી. એક તો પહેલેથી જ અમારો પરિવાર જિંદગીનો સંઘર્ષ કરી રહ્યો છે. ઉપરથી આ બીજી માથાફૂટ ' હે ભગવાન અમે બધું સહન કર્યું કદી તને ફરિયાદ નથી કરી કે તું અમારા જીવનમાં એટલી તકલીફ શા માટે આપે  છે?  શા માટે અમારી પરિસ્થિતિ સુધારતો નથી. અને સુધારવા દેતો નથી?  તને આ બધું કરીને શુ મજા આવે છે?  જો મજા આવતી હોય તો તમતારે તું પણ બધાની જેમ અમારી આવી ઉકળામાં જોઈને આનંદમાં રહે. અમે કંઈ તારાથી મોટા તો થઈ ગયા નથી ! અને તારાથી ઉપર વટ તો થવાતું નથી. અને તને બીજું કઈ તો અમારાથી કઈ કહી કે કરી શકાય એમ તો છે નહિ. એ બધું તો તું જાણે છે.  અને તું જે પણ કરે છે તે બધાએ સ્વીકારી લેવું પડે જ છે. તે પછી મનથી સ્વીકારે કે પ્રાણે કરીને સ્વીકારે. ' બસ અમારું કહેવું એટલું જ છે કે તારી આપેલી તકલીફ સામે સહન શક્તિ પુરી આપજે જેથી અમે તે સહન કરી શકીએ અને તેનો પડકાર ઝીલી અને સારી રીતે સુખદ જીવન પસાર કરીએ. અમારે બધા જેવું મોટુ બનીને વાહ વાહ કરાવવી નથી. અમને અમારી સ્થિતિ અનુકૂળ જીવન આપી દઈશ તો પણ અમે સૌથી સારું અને સુખી જીવન મળ્યું તેમ સમજી અને જીવન જીવી લઈશુ. તો મહેરબાની કરી મારી અરજી સ્વીકારજો અને જીવનમાં ચાલતી અને ભવિષ્યમાં આવનારી બધી જ વીટમ્બણા દુર કરજો. અને સૌ કોઈના જીવનમાં ઉજાસ પાથરજો. એટલું બોલી મેં કઈ માંગી લેવાની વૃત્તિથી પ્રાર્થના અને વિનંતી કર્યા નથી. તને પ્રાર્થના કરવી દરેક મનુષ્યનું કર્મ છે,  તારા પર વિશ્વાસ રાખવો એ દરેક મનુષ્યની શ્રદ્ધા છે, અને તને સાથે લઈને ચાલવું તે દરેક મનુષ્યનો ધર્મ છે આજ્ઞા છે.  માટે તને ભજીને   અમે કઈ નવું કરતા નથી. તે બધાને અને તને પણ સારી રીતે ખબર છે. આમ કહી અર્ચના પ્રાર્થના કરી બાજુના ટેબલ પર રહેલી ભગવાનની મૂર્તિને વંદન કરી ચિંતા અને વલોપાત સાથે  સુઈ જાય છે.અને મનુષ્ય અને ભગવાન વચ્ચેના  કરુણ અને વેદના ભરેલા  ઝર્ઝરિત  સંવાદનો અંત આવે છે. જાણે ભગવાન પણ ક્યાંક ખૂણામાં સંતાઈને આ વાર્તાલાપ સાંભળી રહ્યા હોય તેવો ધીમો અનુભવ અર્ચનાને મનોમન થાય છે. ખરેખર ખુબ કરુણ દ્રશ્ય સર્જાયું.                                                                 (ક્રમશ )