(ગયા અંકથી આગળ )
અર્ચનાના સમજાવવા પર અજય સમજી જાય છે. અને વધારે દલીલ કરતો નથી. અને સ્કૂલે જવા માટે નીકળી જાય છે. સ્કૂલમા પહોંચે છે. અને સ્કૂલમા અજય ક્લાસ મા આવે છે. તે ધોરણ 12મા ભણે છે. પોતે શરીરથી થોડો નબળો અને ભણવામાં મધ્યમ હતો. તેથી કલાસમાં સૌ તેની મજાક કરતા અને તે કોઈની પાસે કઈ પણ શીખવા માટે જાય તો સૌ તેની મશકરી કરે. અને કહેતા 'તને શીખડાવવું અમને ન ફાવે, તને શીખડાવસુ તો અમે ભૂલી જાશુ, ચાલ જવાદે તને કઈ આવડે છે ખરું? તેને કેટલાક છોકરા ચીંટિયા ભરતા, તેને ગાલ પર મારતા અને જડવેડા કરતા. તે કલાસમા જવાબ દેવા માટે ઉભો થતો ત્યારે પણ બધા તેની મજાક કરતા કે આ તો ગાંડા જેવો છે'. આને શુ આવડે? એમ કહીને ખોટો પાડતા. છતાં પણ અજય શાંતિથી જીવન જીવતો. તેણે કોઈ દિવસ કોઈપણ વિશે કલાસમા સાહેબ કે પ્રિન્સિપાલને કદી પણ ફરિયાદ નથી કરી. અને મશકરી કરતા છોકરાઓને પણ કદી કઈ કીધું નથી. અને તે પોતાના ઘરે પણ કાંઈ જ ના કહેતો. કારણકે તેને ચિંતા હતી. કે ઘરે કહેવાથી બધા હેરાન થશે. મમ્મી પપ્પાને સ્કૂલે મોકલશે. અને પોતાનો જીવ બાળ્યા કરશે. આમ પણ અમારા ઘરમાં પરિસ્થિતિ ખરાબ છે. અને ટેન્શનનું વાતાવરણ છે. એમાં મારે ઘરની તકલીફમા વધારો કરવો ન જોઈએ. બને ત્યાં સુધી આ બધું સ્કૂલ સુધી સીમિત રહે તેમાં સારું છે. બધા ભલે મારી મજાક કરી લે મારી લે પણ મને બધું શીખડાવશે તો મને જ કામ લાગશે. હું બધું શીખીશ તો હું મારાં પરિવારને કંઈક મદદ કરી શકીશ અને તેથી હું જીવનમાં આગળ આવીશ તો મારો પરિવાર જે પરિસ્થિતિનો આકરો ઘા જીલી રહી છે. તેમાંથી બહાર આવશે. અને અમારું જીવન સુધરશે. અને જો એક જણ જો મારાં બધું સહન કરવાથી અમારી પરિસ્થિતિમા ફેરફાર આવશે તો હું બધું જ સહન કરી લઇશ. કંઈપણ થાય હવે આવી આકરી અકળામણવાળી જિંદગી જીવવી જરા પણ ગમતી નથી.
અમિત - અરે અજય તું પણ આવુ બધું મુંગે બધું સહન કરે છે. એટલે બધા આવુ ખરાબ વર્તન કરે છે. એક વખત સૌને જવાબ આપતા શીખને બધા તારું નામ નહિ લે. અને જો તારે ન બોલવું હોય તો મને કહી દે એકવાર હું એ બધાને સરખા કરી નાખું. પછી જો તે બધા તારી સામું પણ નહિ જુએ અને બધા ધીમા પડી જશે. પણ પ્લીઝ આવી રીતે મૌન રહેવાનું છોડી દે. કારણકે તું જ્યાં સુધી મોઢું બંધ રાખીશ ત્યાં સુધી બધા તને મૂર્ખ અને ગાંડામાં ગણશે. પણ એમને એકવાર બતાવી દે કે તને પણ બધું જોર કરતા અને બધું બોલતા આવડે છે. પરંતુ બોલતો નથી ત્યાં સુધી બાકી તમને બધાને ખબર પડશે.
અજય - નહિ ભાઈ કારણકે એમ કરીશ તો મારાં અને એમનામાં શુ ફેર રહે. અને તને તો ખબર છે ને કે મને લડવામાં કે મન ફાવે તેવું બોલીને બગડવામા ફાવતું નથી. બને ત્યાં સુધી શાંતિથી જીવો ખોટા આપણા અને બીજાના જીવનમાં ઉથલપાથલ કરવી ના જોઈએ. જો આપણે બીજાને કામ ન આવી શકીએ કે તેની તકલીફો દુર ન કરી શકીએ તો બીજાના જીવનમાં દખલ કરીને હેરાન કરવા ન જોઈએ. અને મારાં ઘરેથી આ બાબતની ફરિયાદ લઈને મારાં મમ્મી કે પપ્પા આવે તો મારી સાથે મારાં કારણે તેમણે સ્કૂલમા શરમાવવું પડે ખોટા વગર કારણના બે શબ્દો સાંભળવા પડે. અને તેમની મજાક બને અને અમારી ફેમિલીની રિપીટેશન ખરાબ થાય. જે હું નથી ઈચ્છતો એટલે હું બધું જ જતું કરું છું. અને કરતો રહીશ. એટલે પ્લીઝ એ વિશે મારે કઈ જ વાત નથી કરવી એટલે તું પણ એ વાતને જવાદે અને ખોટી મારાં કારણે ચિંતા નહિ કરીશ.
અમિત - ઠીક છે. તુ કહે છે. એમ નહિ કરીશ બસ.
અજય - થેન્કયુ.
(ક્રમશ )