બિલેશ્વર મહાદેવની યાત્રા
મારી મોટી બહેન સુરેખાના ખોળા ભરતનો પ્રસંગ હોવાથી અમારા ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા. આખું ઘર આનંદ અને ઉત્સાહથી ભરાયેલું હતું. અમે બધા નાના હતા, એટલે કાકા અને ફઈના છોકરા-છોકરીઓ સાથે રમતા અને મજા કરતા. બધા મળીને હસતા-રમતા, અને પ્રસંગ ખૂબ જ આનંદમય માહોલમાં પાર પડ્યો. ખોળા ભરત પછી, અમે બહેનને ઘરે પરત લાવ્યા.
બહારગામથી આવેલા મારા ફઈની છોકરીઓ, માસી અને કાકાના છોકરાઓ અમારાં ઘરે રોકાણ માટે આવ્યા હતા. બે-ચાર દિવસમાં તેઓ પણ પાછા જવાના હતા. તે પહેલાં બાપુજીએ નક્કી કર્યું કે બધાએ મળીને બિલેશ્વર મહાદેવ મંદિરે જઈ ભગવાનના દર્શન કરી આવવું જોઈએ.
એક ભવ્ય યોજના બની! બધા ઘરમાં ઉત્સાહિત થઈ ગયા. બીજા દિવસે વહેલી સવારથી જ તૈયારી શરૂ થઈ. નાસ્તા કર્યા પછી, અમે બે-ત્રણ ગાડીઓમાં મંદિર તરફ નીકળ્યા. રસ્તામાં હસતા-બોલતા, ગાયન કરતાં અને રમતાં રમતાં અમે બિલેશ્વર મહાદેવ પહોંચ્યા.
મંદિરનું વાતાવરણ શાંતિમય અને સુંદર હતું. આસપાસની જગ્યા વૃક્ષોથી ઘેરાયેલી હતી. ત્યાં જામફળ અને જાંબુના ઘાટીલા ઝાડો હતા. વિશેષ કરીને, મોટાં ઝાડ પર વાંદરાઓ ઉછળકૂદ કરતા દેખાતા, જે અમારા માટે મજા અને આશ્ચર્યનો વિષય બન્યા. અમારે પૈકી કેટલાકએ વૃક્ષો પરથી પડેલા તાજાં જામફળ અને જાંબુ ઉપાડવા પણ પ્રયાસ કર્યો!
ભગવાન મહાદેવના ભવ્ય દર્શન કર્યા પછી, અમે થોડો સમય ત્યાં પસાર કર્યો. શીતળ પવન અને પર્યાવરણની શાંતિએ સૌને પ્રસન્ન કરી દીધા.
આ પ્રવાસ માત્ર મંદિર યાત્રા નહીં, પણ પરિવાર સાથેની એક મધુર સંસ્મરણ બની રહ્યો.
અમને બિલેશ્વર મન્દિર જાવું બહુ ગમતું હતું .અમે નાના હતા ત્યારે ખૂબ રમતા હતા .
મારી મોટી બેન આભા પાંચ પાંચ પાણા
ગોતી અને પાંચીકા રમતી અમે બધા પકડાપકડી લંગડી વગેરે રમતો રમતા.
હવે તો અમે બધા મોટા થઈ ગયા
હતા .અમે અમારી સાથે ક્રિકેટ બેટ , દડો અને મોટો દડો ભેગા લીધા હતા .
બધા ભાઈ બહેનો ક્રિકેટ રમતા હતા. મારી મોટી બેન આભા અને બીજી બહેનો સાઈડમાં બેઠી બેઠી હસતી હતી
અને મસ્તી કરતી હતી .
નાના છોકરાઓ ને સંભાળવાનુ કામ મારું હતુ. મારી બંને બહેનો ના છોકરાઓને હું રમાડતી હતી મને તેમની સાથે રમુ ગમતું હતું.
મારી મોટી બહેન આભા ની છોકરી નાનકડી હતી .તે કહે ચાલો ને માસી વાંદરા જોવા લઈ જાઓ . પછી હું અને મારી બેન ની દિકરી અને દીકરો અમે બધા પહેલાં મંદિરમાં દર્શન કરવા ગયાં પછી હુ તેમને લયને વાંદરા જોવા ગય બિલેશ્વર મંદિરનો રસપ્રદ અનુભવ
ઝાડ પર ઘણા વાંદરાઓ કૂદકાટ કરી રહ્યાં હતા. નાના બાળકો તેમને જોઈને ખુશ થઈ ગયા. વાંદરાઓની મસ્તીથી બધા હસતાં અને આનંદ કરતા.
મંદિરની બીજી બાજુ કોઈ વિશેષ ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો. ત્યાંથી મંત્રોચ્ચાર અને થાળીઓના જોરજોરથી વગાડવાના અવાજો સંભળાતા. પંડિતો ઊંચા સ્વરે મંત્રો બોલી રહ્યાં હતા, અને ભક્તિભાવથી ભરેલું માહોલ સર્જાયો હતો.
મંદિરની નજીક બાપુજી, મારા કાકા, માં અને ઘણા લોકો બેઠા હતા. મને નવાઈ લાગી, એટલે મેં બાપુજીને પૂછ્યું, "આ લોકો શું કરી રહ્યા છે? અને આટલી બધી થાળીઓ કેમ વગાડી રહ્યા છે?"
બાપુજી હળવી હસીને બોલ્યા, "કોઈક વિશેષ પૂજા ચાલી રહી છે."
મારા ફઈબા સાથેજ હતાં, તેઓ બોલ્યા, "અરે, એ તો લીલ પરણાવે છે!"
હવે મને નવાઈ લાગી. "લીલ પરણાવવું એટલે શું?" હું વિચારમાં પડી ગઈ.
મેં ફરી પૂછ્યું, "બાપુજી, આ લીલ કેમ પરણાવે?"
બાપુજી થોડા હસ્યા અને કહ્યું, "કશું નહીં, તું બાળકોને લઈને જા, વાંદરાઓ બતાવ!"
ત્યાં જ મારી માં બોલી, "ખીજાણા, ત્યાં ન જતી, છોકરાઓને તેમની મા પાસે લઈ જા!"
હવે તો મારું મન વધુ ઉત્સુક થઈ ગયું, "આ સાલું છે શું?"
મારે જવાબ જાણવા હતા, પણ આ સમયે તો મારા નાનકડા ભાણેજ-ભાણેજીઓ પર ધ્યાન આપવું જરૂરી હતું. એટલે હું મારી બહેનો પાસે ગઈ, અને બાળકોને રમવા માટે એક મોટો પ્લાસ્ટિકનો દડો આપી દીધો. છોકરાઓ આનંદથી રમવા લાગ્યા, અને હું પણ હલકી થઈ ગઈ.
પણ મનમાં એક પ્રશ્ન હજુ પણ અણસુલઝ્યો રહ્યો— "આ લીલ પરણાવવાનું રહસ્ય ખરેખર શું છે?"
રમવા લાગ્યા.
પછી મેં મારી મોટી બહેન આભા ને પૂછ્યું .
આ લીલ પરણાવવી એટલે શું ?
મારી મોટી બહેન મને સમજાવતા કહે છે.
લીલ પરણાવી એટલે કોઈ કુવારો છોકરો ગુજરી જાય ત્યારે એને પાછળથી પરણાવે
એને લીલ પરણાવવી કહેવાય.
મને કાંઈ સમજાયું નહીં મેં ફરી પૂછ્યું એટલે શું.
મારી ફઈ ની છોકરીઓ અને મારી બહેન મારા પર હશે છે . અને કહે છે
તને નીલ પરણાવી એટલે શું નથી ખબર.
મેં માથું ખંજવાળતા કહ્યું ના ના.
એટલે મારી મોટી બહેને કહ્યું હાલ આપણે જોવા જાય મેં કહ્યું હાલો પછી અમે બધા ચૂપચાપ છાનામાના પાછળથી જોવા ગયા
મારી બીજી મોટી બહેન સુરેખા જે નો ખોળો ભરાયો હતો તે પણ અમારા ભેગી આવી
પહેલા તો તેને ભેગી આવવાની ના પાડે પણ પછી આભા એ કીધું કે વાંધો નહીં ભલે આવતી .
પછી અમે બધા એ છાનામાના જોયું એક વાછરડા અને વાછરડીના ગળામાં દોરી બાંધી
પુજારી મહારાજ પોતાના હાથમાં બંને વાછરડાઓની દોરી સંભાળતા, મંત્રોચ્ચાર કરતા, અગ્નિની સાક્ષી તરીકે હેરાફેરી અને પરણાવવાની વિધિ પૂર્ણ કરી રહ્યાં હતા. થોડા સમય બાદ, બધાએ જોરજોરથી વાટકા વાગવાનું શરૂ કર્યું – "ખન, ખન, ખન…" ની અવાજે સમગ્ર વાતાવરણ ગૂંજતું રહ્યું.
એ જ સમયે, જોતા વચ્ચે ઊભો એક માણસ જોરથી ધૂણવા લાગ્યો અને થોડી દૂર પડી ગયો. તરત જ બે વૃદ્ધ વ્યક્તિઓએ તેને પકડી લીધું. સામે ઊભો એક વડીલો, ડોશી સ્વભાવમાં, પુછવા લાગ્યો, "તે કોણ છે? શું કરવા આવ્યો છે?" અને બીજી વૃદ્ધમાંથી કોઈએ ડરતાં પુછ્યું, "ભાઈ, તું કોણ છે અને શું કરવા આવ્યો છે?" આ વચ્ચે, કેટલાક લોકો ચુપચાપ, ફાટેલી આંખોથી જોતા રહ્યા.
બીજી બાજુમાંથી કોઈએ પુછ્યું, "શું લિલ મળી ગઈ?" એ મોંઘો માણસ અડધો અવાજમાં બોલ્યો, "આપી દો...." એ સમયે, નજીક ઊભેલા બે છોકરાઓ પાસે લિલ પરણાવવાની તમામ વસ્તુઓ પલંગ ઉપર પાથરેલી હતી – સોનુ દાગીનું ,ચાંદી, પૈસા ,કપડા, ચંપલ, દાંતીઓ, છત્રી, માથાનું તેલ વગેરે – તેમને પોતાના હાથમાં વહન કરવા લાગ્યા. જેમજ તે વસ્તુઓ તેના હાથમાં પહોંચી, તે છોકરો ધોણતો બંધ થઈ ગયો.
અચાનક, 15 વર્ષનો નાનો છોકરો કાબુની બારમાં જઈને ધૂણવા લાગ્યો; તેની અઢળકામાં બધાં વસ્તુઓ ઉડતા ગયા. બીજાં બે લોકોને તેને પકડવા માટે દોડી આવ્યા, પગ પકડીને પુછતા, "કોણ છો તમે?" ત્યારે ધૂણતો છોકરો બરાડા પાડી બોલ્યો, "મને નથી મળી રહ્યો – કેમ, મને લિલ પરણાવતા નથી?"
આ વચ્ચે, પરિવારના કેટલાક સભ્યોએ કહ્યુ, "આજ પાંચમી વાર લિલ પરણાવી રહ્યા છે, કેમ નથી મળી રહી? હમણાં જ તો તમે કહ્યું હતુ કે મને લિલ મળી ગઈ." સાંભળતાં, એ છોકરો આંખો કાઢીને, દાંત પીસતાં જોરથી બોલ્યો, "એ લિલ બીજું કોઈને મળી ગયું છે – મારી લિલમાંથી આ બધી કુવારી આત્માઓ લઈ જાય છે. હવે તો હું ફરીથી મારી લિલ પરણાવવાની ઈચ્છા રાખું છું, નહીં તો હું તમને નડીશ!"
ત્યારે, એક મોટી ઉંમરના વડીલોે હુકમ આપ્યું, "આને યોગ્ય રીતે પાણી પિરસો, એ ખંડો પાણી પાડી દો." ત્યારબાદ, બે જણા મળ્યા, અને એક હાડો પાણી પીતા તે છોકરો આખો હંડો પાણી મારી નજરની સામે પી ગયો. હું આ બધું અવાજક અને વિચિત્ર દૃશ્ય જોઈ રહી હતી, જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલુ હોય.
પાસે ઊભેલા પુજારી મહારાજ બોલ્યાં, "આ લિલ તો ફોક ગઈ – બીજું જ લઈ ગયું. હવે ફરીથી લિલ પરણાવવું પડશે, કેમ કે આ લિલ હજુ પહોંચી નથી." તેની પાસેથી એક વૃદ્ધ માણસ ઉઠીને કહ્યું, "આ પાંચમી વાર લિલ પરણાવી રહ્યો છું. દિલ પરણાવવાની વિધિમાં હું એટલો વ્યસ્ત છું કે મારું ખેતર વેચી લીધું, ઘર પણ ફુંકી ગયું – હવે મારી પાસે માત્ર છોકરાઓની મિલકત બચી છે, અને હું લિલ નહીં પરંતુ આવું છું."
પછી, એક સ્ત્રી ઊભી થઈને વેદનાભર્યું કહેવા લાગી, "એવું ન કહો, મારા દીકરાની ઈચ્છા અધૂરી રહી જશે. હું તો મારા દાગીના વેચી ને મારા દીકરાની લિલ પાછી પરણાવવી છું."
હું મારી બેન આભાર તરફ જોઈને પુછ્યું, "આ બધું શું છે? શું થઈ રહ્યું છે અહીં?" આભાર કોઇ શબ્દ ઊંચા ન કરી શકી – તે મૌન રહી, જાણે કે મારા મનમાં ઉદ્ભવતા અનેક સવાલોના જવાબ આપવા તે તૈયાર નથી. શાંત સ્વરે તેણે કહ્યું, "બસ, પૂરતું થઈ ગયું. ચાલો, હવે બધા પાછા વળી જાઉં, નહીં તો બાપુજી આપણને જોઈ જશે અને ખીજાશે."
તેથી અમે બધા મંદિર છોડીને ઘરે પાછા ફર્યા. ઘેર પહોચતાં, મારા મનમાં અનેક સવાલો ઉકેલાઈ ગયા – આ બધું શું હતું? 21મી સદીમાં પણ શું લોકો આવી અંધશ્રદ્ધા માનતા હોય છે? પૈસા ન હોવા છતાં, લોકો એવા વિધિમાં અનેક મૂલ્યવાન વસ્તુઓમાં પૈસા વાપરે છે.
રાતે, જ્યારે બધા આરામથી સુતા હતા, ત્યારે હું બારે હિંડોળા ઉપર બેઠી વિચારી રહી, "એ લોકો આવી બેઠા હોય છે અને શું કહે છે, શું અહીં લિલ પરણાવવાની વિધિનું સાચું અર્થ છે?" મેં મારી બાને કહ્યું, "બા, આ લિલ પરણાવવાની વિધિ – લોકો પોતાના ઘર-બાર વેચી નાખે છે તેના માટે. શું આ એટલી જરૂરી છે?" બા મારી તરફ જોઈને હળવી રીતે બોલી, "કેમ એવો સવાલ કરું છે તું? જો લોકો આ બધું માનતા હોય તો બધું આ દુનિયામાં છે; અને જો ન માનીએ, તો કાંઈ જ નથી. જે લોકો આ બધું માનતા હોય છે, તેમના માટે આ વિધિનો અર્થ છે, અને જે નહીં માનતા – તેમની પાસે કોઇ મૂલ્ય નથી. હવે વધુ વિચાર ન કર અને શાંતિથી સૂઈ જા, કાલે સ્કૂલ જવાનું છે."
હાં, હું અને મારી બા અંદર જઈને લાંબા સમય સુધી આરામ કર્યા, પરંતુ મારા મનમાં જે દૃશ્ય, જે અવાજ અને તે અંધશ્રદ્ધાના સૂત્રોએ સવાલો ઉભા કર્યા, તે આજે પણ માને સમજાતાં નથી.
અને મારે સમજવા પણ નથી દુનિયામાં આવી કેટલી અજીબ વસ્તુ થતી હોય છે ઘણા માને છે ઘણા નથી માનતા
શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે ગોથા ખાતા રહે છે.
ચાલો આ વાર્તા અહીં જ પૂરી કરી રહી છું આવી જ રસપ્રદ વાર્તા લઇ અને પાછી આવીશ જો આ વાર્તા તમને ગમે તો જરૂર કોમેન્ટ કરશો.