Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 11

Featured Books
Categories
Share

સોલમેટસ - 11

આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે કેબીનમાંથી બહાર આવે છે ત્યારે થોડો હતાશ અને ગુસ્સો એના ફેસ પર જણાય છે અને રુશી આ જુએ છે છતાં કશું પૂછતી નથી અને પોતે કેબીનમાં જાય છે ત્યાં એસપી ઝાલા થોડી વાતચીત પછી એને લોકઅપમાં બેસેલા માણસ સામે તેનું ધ્યાન જાય છે..
લોકઅપમાં રહેલા માણસને જોતા રુશી ફાટી આંખે બસ લોકઅપ સામું જોઈ રહી કેમકે લોકઅપમાં બીજું કોઈ નહિ પણ ધવલ હતો. રુશીનો ધવલ.
આરવ ગાડી હંકારી અને ફટાફટ પોલીસસ્ટેશનની બહાર નીકળી ગયો. ગુસ્સો, દુખ, પીડા, છેતરાયાની એવી બધી જ લાગણીઓ હવે તેના મન પર કબજો કરી રહી હતી. ધવલને જોકે અદિતિ અને ખાસતો રુશીના લીધે જ ઓળખાતો હતો પણ ટૂંક સમયમાં એ બંને પણ સારા મિત્રો બની ગયા હતા.
પોલીસ સ્ટેશનમાં જયારે એસપી ઝાલાએ સીધું કહી દીધું કે અમને અદિતિના ગુનેગાર મળી ગયા છે ત્યારે ઘડીક તો એ ખુશ થઇ ગયો હતો પણ જયારે એમણે લોકઅપમાં રાખેલા ધવલ સામું ઈશારો કર્યો ત્યારે જાણે તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. થોડી વાર તો એમ થયું જાણે આ એક ખરાબ સ્વપ્ન છે પણ એનો જ ફ્રેન્ડ એની અદિતિનો બ્લેક્મેલર નીકળે એ વાત એના ગળે કેમ ઉતરે?
ગુસ્સો અને દુઃખમાં આરવની આંખો લાલ થઇ ગઈ અને એ હજુ ત્યાં એની પાસે જતો હતો ત્યાં એસપી ઝાલાએ એમને રોકીને કહ્યું કે આ કામમાં બીજા એક માણસની સંડોવણી પણ છે ત્યારે એ થોડી વાર ત્યાંજ ઉભો રહી ગયો.
‘કો..ણ.. છે..બી..જુ..સ...ર..’ આટલું બોલતા તો આરવના ગળે ડૂમો ભરાય ગયો.
એસપી ઝાલા ખુબ જ ઠંડા અવાજમાં બોલ્યા, ‘રુશી પટેલ’.
થંભ... જાણે બધું જ ત્યાં થંભી ગયું. આરવની માનીતી બહેન અને એ તો ઠીક અદિતિની બેસ્ટફ્રેન્ડ, એનો જીવ, એ રુશી!
‘ના..આ..આ. હોય સ..ર.. રૂ..શી.. ના.. હોય. એ...એ. તો.. મા...રી..અ..દી...ની..ખા...સ...ફ્રે..ન્ડ....હતી. ના...ના...હોય’ આરવનો અવાજ હવે ફાટવા માંડ્યો એ બસ ત્યાં જ સ્થિર થઇ ગયો હતો. ધવલનું નામ સાંભળતા એ ગુસ્સે તથા દુખી જરૂર થયો હતો પણ રુશી? આ કેમ એ પચાવી શકે!
એસપી ઝાલાએ ધીમાં અવાજે આરવને ચેર પર બેસવા જણાવ્યું તથા પાણીનો ગ્લાસ ધર્યો. આરવ એ ગ્લાસ સામું જોઈ રહ્યો પણ એ ખોવાય ગયો હતો. એ હજુ માની નહોતો શકતો કે એમના બેસ્ટફ્રેન્ડસ અદિતિને મરવા મજબુર કરી શકશે.
આરવ ચેર પર બેઠો અને પાણીનો ગ્લાસ હાથમાં લીધો. પણ હજુ એ ગુસ્સો એના ચહેરા પર એમ જ વર્તાતો હતો. ધવલ લોકઅપમાંથી એ ચહેરો જોઈ શકતો હતો. એની આંખમાં પાણી ઘસી આવ્યા. હજુ એ એ નહોતો જાણતો કે હજુ રુશીને પણ અહિયાં બોલાવી છે. એને અંદાજો તો હતો જ કે રુશીને પણ પૂછપરછ માટે બોલાવશે પણ જયારે એસપી ઝાલાના મોઢે રુશીનું નામ સાંભળ્યું આ કેસમાં દોષી તરીકે ત્યારે તેને પણ વિશ્વાસ નહોતો આવ્યો.
વધુ વાત કરવા માટે એસપી ઝાલાએ તેમની સામે રાખેલા લેપટોપની સ્ક્રિન આરવની સામે ફેરવી. એમાં એ દિવસના સીસીટીવી ફૂટેજનો વિડીઓ હતો જયારે અદિતિએ આત્મહત્યા કરેલી હતી. એમાં આરવે રુશીને ભાગતી ભાગતી અંદર જતી જોઈ અને તરતજ રૂમમાંથી બહાર નીકળી ગઈ. તે કોઈ સાથે બાઈકમાં આવી હતી એવું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કેમકે સીસીટીવી ફૂટેજ એમના ઘરની બહાર શેરીમાં આવેલી દુકાનમાંથી લીધેલા હતા. બાઈકને જોતાજ આરવ એ સમજી ગયો કે એ બીજું કોઈ નહિ પણ ધવલ જ છે. એ લોકો ગયાના તરતજ અદિતિ આવતી દેખાઈ. એ ખુબ જ ખુશ જણાતી હતી. અદિતિને જોઇને આરવની આંખમાં પાણી આવી ગયા. એના મોઢેથી ‘અદી’ એવું સરી પડ્યું. લગભગ ૧૫ મિનીટ થઇ હશે ત્યાં ફરી રુશી આવતી દેખાઈ. એ થોડી ચિંતામાં હતી જેમ પહેલી વખત લાગતી હતી એમ જ. પણ આ વખતે એ એકલી ચાલતી આવતી હતી. એણે રૂમનો દરવાજો ખોલ્યો અને જોતાજ એનાથી ચીસ પડાય ગઈ હોઈ એવું ફૂટેજ પરથી લાગ્યું.
આરવ આ બધું જોઈ રહ્યો. હજુ એ સ્વીકારી નહોતો શકતો કે આમાં રુશીનો કોઈ રોલ છે. એણે ફરી એસપી ઝાલાને સવાલ કર્યો, ‘સ..ર.. આ..માં..રુશી..?’ બસ એ આટલું જ બોલી શક્યો.
એસપી ઝાલા તદ્દન સ્વસ્થ હતા કેમકે એમણે આવા કેસ પહેલા પણ હેન્ડલ કરેલા હતા એટલે એમણે એ જ ઠંડા અવાજે આરવને કહ્યું કે આ સીસીટીવી ફૂટેજ તો ફક્ત પ્રથમ પગલું હતું આ કેસને સોલ્વ કરવા માટેનું. સત્ય તો હવે તને હું જણાવું છું.
લોકઅપમાં બેસેલો ધવલ આ બધું સાંભળતો હતો. એને એ જ વિશ્વાસ નહોતો આવતો કે આમાં રુશી કેમ? રુશીને તો બધી વાતની પણ ખબર નહોતી તો એને કેમ આ કેસમાં ફસાવવામાં આવી રહી છે. જો એને કેદ કર્યો છે તો ક્યાંક રુશી પણ મારી જેમ જ... ‘નહિ..નહિ...નહિ... આરવ આ બધું ખોટું છે. રુશી આમાં ક્યાય નથી. એણે કશું ખોટું નથી કર્યું. સાહેબ’ બે હાથ જોડી અને ધવલ એસપી ઝાલાને આજીજી કરે છે, ‘સાહેબ, પ્લીઝ, આમાં રુશીનો વાંક જ નથી. એ તો અ...’ આટલું બોલતા એ અટકી ગયો અને ફરી બોલ્યો, ‘મારો...મારો જ વાંક છે એમાં આરવ, તારો અને અદિતિનો ગુનેગાર હું છું. તમારે જે સજા આપવી હોઈ એ મને આપો. આમાં રુશી ક્યાય નથી.’ આજીજી કરતો ધવલ રડી પડ્યો.
***