૭૭
અમેરીકામા દરેક મોટા શહેરોમા મેન રોડ ઉપર એક એચ.ઓ.વી લેન શહેરમાથી પસાર થતા રસ્તાઓની બરાબર વચ્ચે સીંગલપટ્ટી રોડ હોય .જેમ અમદાવાદ અને
કદાચ સુરતમા બ્રિટસની બસ લેન હોય તેમ ..એમા પૈસા ભરો તો જવાય નહિતર
બેથી વધારે જણ ગાડીમા હો તો મફત જવાય...!કેમેરા ફોટા પાડતા જાય
પણ ટ્રાફિકના ટાઇમે ફેમિલીવાળા માટે સારૂ આયોજન...અમે સખત ટ્રાફિકમા
એચ ઓ વી માં ધુસ્યા તે ફટાફટ ડેનેવર એરપોર્ટ પાંસેથી બહાર નિકળી ગયા.
ઘડીયાલ અને પેટમા ટીક ટીક બોલતુ હતુ .સખત વરસાદમા સ્પીડ તુટી
જાય..એટલે છેલ્લે ડ્રાઇવરને વરસાદમા અંધારામા ગાડી ચલાવવી પડે..
પણ બપોરે બે વાગ્યા ત્યારે "જેક"ચેઇનમાં ગાડી કિશોક પાસે ઉભી રાખી .
વરસાદમા જેને ભજીયા ન ભાવે તેનો એળે ગયો અવતાર...હવે જેક ચેનની
વાત કરુ તો સ્ટોરની બન્ને બાજુ પાર્કીગ લોટ હોય ત્યાં ગાડી ઉભી રાખવાની
પછી ગાડીની વિન્ડોના ગ્લાસને નીચો કરી હાથ બહાર કાઢી સામેના સ્ક્રીનને
બટન દબાવી ચાલુ કરી મેનુ વાંચો ઓર્ડર નક્કી કરો પછી બીલ લઇને
છોકરો કે છોકરી આવી તેને પે કરો પછી દસ મીનીટમા બધુ ગરમ ગરમ પેક
કરીને આપી જાય ...મુળ આ અમેરિકન ભજીયાની દુકાન.કાંદા,બટટા ચીઝ
એમ જાત ભાતના વેજ નોનવેજ ભજીયા મળે સાથે જાતભાતના આઇસક્રીમ
હોટ કોફી સેન્ડવીચ એમ નાની પેટપુજાનો સામાન મળે ..ઢીંચવુ હોય તો
ઇ પણ મળે હો ભાઇ...(ગુજરાતીને એની બહુ ચિંતા થાય મળશે કે નહી ?)
ગરમ આઇટમો બરાબર દબાવીને ખાધી કે કે પછી જમવા મળે કે નહી તે
નક્કી નહી...!
મરચા ચીઝ મેશ પોટેટો અને ઓનીયન રીંગે રંગ રાખી દીધો ...હાઇવેના અમુક
એરીયામા એટલો સખત જોરથી પવન સાથે વરસાદ પડતો હતો કે મોટા
ભાગના ગાડીવાળા સાઇડમા ઉભા રહી ગયા હતા ત્યારે કેપ્ટને ગાડી
દોડાવે રાખી મને જીવ પડીકે બંધાઇ ગયેલો કે કે આવી મોટી વજનદાર ત્રસ્તાન મર્સીડીઝ વેને આ નક્કી ઉડાડશે .. કેપ્ટન સંભાળીને ચલાવતો હતો તો પણ ચાર પાંચ વાર જોરદાર પવનનો માર પડ્યો કે ગાડી હવામાં રસ્તાની સાઇડમાં ઘસડાઇ ગઇ.. પાંચ ફુટ દૂરનુ પણ દેખાતું નહોતું મને મારું બિહામણી સ્મૃતિ યાદ આવી ગઇ.
૧૯૭૬ કે ૭૭મા સૌરાષ્ટ્રઉપર ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતુ … ચંદ્રકાંતને મુબઇથી અમરેલી જવું જ પડે તેવા સંયોગો થયાં હતાં. એ દિવસે વડોદરાથી અમરેલીની એસ ટી બસમાં બેઠો હતો … સવારના અગીયારેક વાગે બસ ઉપડી ..સાંજના ચારેક વાગે અમે અમદાવાદ પસાર કરી ધોળકા સુધી પહોંચ્યા ત્યાં સખત વરસાદ ચાલુ થયો .. કલાકમાં તો આજની જેમ જ પાંચફુટ દુરનાં દેખાતું નહોતું વિજળીના કડાકાથી ભલભલા ને ધ્રૂજાવી દે ઉપરથી બસના કાચમાંથી પાણીના ધધૂડા સીટ ઉપર પડતા હતા બસમાં અમે એ સમયે પંદરેક પેસેન્જર હતા..બસ હવામાં ફંગોળાઈ રહી હતી .. સાંજે લગભગ સાત વાગે એક નંદી ઉપરના કાચા પુલ ઉપર ડ્રાઇવર અટક્યો જાતે દરબાર હતો કંડક્ટરને બોલાવ્યો “ હું કરવું છે મોતીભાઇ જાવાદઉ કે અટકી જાવું છે? મોતીએ મેરુભા ડ્રાઇવર ઉપર પુરો ભરોસો એટલે અમારી સામે મોતીને નજર નાંખીને હરહર મહાદેવ કરીને ગાડી નદી પાર કરવા પુલ ઉપર ચડાવી .. અમારા ધબકારા વધ્યા હતા ફસ્ટ ગીયરમા નાખીને ગાડી એ વોકળા જેવી નદીની વચ્ચે પહોંચી ત્યારે ઘોર અંધકારમાં સીટ સુધી પાણી પહોંચી ગયુ હતુ ચાર પાંચ લેડીઝની ચીસ નીકળી અને હાલમડોલમ થતી બસ નાળુ પુલ જે કહો તે પાર તો કરી ગ્યા પણ મેરુભાને પરસેવોછુટી પડ્યો …હવે આગળ રસ્તા ઉપર લીમડા પીપળા રસ્તા ઉપર તુટીને ચત્તાપાટ પડ્યા હતા સવારે નવાગામ વાવાઝોડું પુરુ થઇ થઇ ગયુ હતુ .. બહાર કેટલી ખાનાખરાબી થઇને તેનો અંદાજ આવ્યો ત્યારે બસ ચાલુ કરતા મેરુભા બોલ્યા હાળુ ત્રીહ વિરહમાં આવુ જોયું નથી .. પછી બસ ધીરે ધીરે રસ્તા ઉપરથી નીચે ઉપર થતી લાઠી પહોંચી ત્યારે કોઇ પેસેન્જર ઉતરીને સમાચાર આપ્યાં અહીંયા તો માણસ ઉડી ગયા .. ભારે કરી … બપોરે અમરેલી પહોંચીને ઘરે પહોંચ્યો ત્યારે કેવા કેવા ભયંકર વાવાઝોડાને પસાર કરીને ભગવાનને સહારે પહોંચ્યો હતો એ યાદ આવી ગયુ ..
ડર કે આગે ડવ બોલીને ગાડીમા ફરી ગીતોની મહેફીલ શરૂ થઇ "શમા હૈ સુહાના સુહાના નશેમે જહાં હૈ કીસીકો કીસીકી ખબર હી કહા હૈ ...હર દિલમે દેખો મહોબત જવા હૈ..." જમ જખ મારે..ગાડી ધીરે ધીરે આગળ વધતી હતી "અરે ધીરે ધીરે ચલ...
ચાંદ ગગનમે મે ઉપાડ્યુ અત્યારે કોઇ સુરા બેસુરા નહોતા સહુ બસ ગાતા હતા.
સાજે મેક્સીકન ખાવા મળ્યુ જેવુ મળ્યુ તેવુ લઇ લીધુ ને ખાતા ગયા..કોલોરાડો
સ્ટેટ પુરુ થયુ ને ન્યુ મેક્સીકો આવ્યુ ..રસ્તામા રેસ્ટ એરીયા દર સો માઇલે
હોય ત્યાં સરસ બાથરુમ ટોઇલેટ આરામ કરવાની જગ્યા હોય પીવાના
પાણીની સગવડ હોય મશીનોમા બિસ્કીટો ચોકલેટો મળે...
સખત વરસાદમા અમે અમરોલી પહોંચ્યા ત્યારે બાર કલાકની સતત
મુસાફરી કરી હતી ડ્રાઇવર કેપ્ટને હોટલ મા સામાન મુકી ને રાતના સાડા
દસવાગે મન ઘણુ હતુ કે અમરેલીના અમારા ગધેસીંહબાપુની કથા મેનેજરોને
સંભળાવુ .લે તો એક રમેશ પારેખવાળો અમરેલીમાં નો ગરબો ગવડાવુ પણ
મેકલા મેનેજરે સૌથી ભંગાર હોટેલના ભંગાર રૂમ આપ્યો . જેમ તેમ પલંગમા
પડ્યા ભેગા જ બધો મુડ ઉતરી ગયો હતો...