૭૬
આ છવીસ અક્ષરની માયાજાળે ગઇ કાલે મને લોચે માર્યો હતો મુળ ગામનુ
સાચુ નામ રોકી માઉન્ટન એસ્ટેસ...મને એમ કે એસ્ટેટ હશે એટલે દિકરાથી
છાનુ છાનુ ગુગલી કરતો હતો "એ મહારાજ ઝટ કહે અંહીયા ઇંડીયન
ફુડ હોટેલ છે જ નહી ?
“છે ગદાધારી ભીમ બહુ દબડાવ નહી ..લીટલ નેપાળ .. પાંચ મિનિટને રસ્તે છે અને સ્વામિનારાયણ થોડી દુર છે હાંઉ "
“ગુગલા તને આવુ હાંઉ કાઠીયાવાડી કોણે શીખવાડ્યુ?"
"......"ચુપ.."આઇ ડોન્ટ નો ..." કાલે ક્યાંક ગૂગલે કાઠીયાવાડી દુહા ન ઠપકારે તો સારું.
.........
અમેરીકા અમારું જવાનું નક્કી થાય એટલે ઇન્ટરનેશનલ સાઇઝની ઝબ્બો બેગડા મંડીએ ભરવા અમેરીકાના ધરે વોશીંગ મશીન ડ્રાયર. મશીન જોઇને આપણા સેમી કે ઓટોમેટીક મશીનોલાજી મરે . અમેરીકામાં રોજેરોજ કપડાં ન ધુએ દર શુક્રવારે રાત્રે મશીન ચાલુ થાય તે આખી રાત ધમકારા બોલાવે પછી સવારે ડ્રાયર ચાલુ થાય.. અમારે આ મોટા પેંગડામાં સાત દિવસની સાત જોડ ધરમાં પહેરવાનાકપડા ઉપરાંત એક વધારાની એમ આઠ જોડ અંડર ગારમેન્ટ આઠ પેન્ટ આઠ પેન્ટ કે લેંઘા ઉપરાંત બહાર પહેરવાના પાર્ટીમા પહેરવાના એમ કપડા રાખવા પડે હવે બે જણ હોય તો બે એરપોર્ટ સાઇઝનીબેગ તો એમાં જ ભરાય પછી છ મહીનાની દવાઓ રેડી મિક્સ ચા એમ મોટુ લપશીંદર થાય વળી રોજ આવા પહેરેલા કપડાં દરેક રૂમમાં ક્લોઝેટમા એક બોક્સમાં ભરવા પડે .. પછી શનિવારે ઇસ્ત્રી ચાલુ થાય તે સાંજ સુધીમાં આવા પચાસ કપડાને પ્રેસ કરવા પડે પછી બહાર ખાવા ન નીકળે તો શું થાય ? વળી ગાડીઓ ધોવા લઇ જવાની ગેસ ભરવાના .. અઠવાડિયાની ગ્રોસરી દુધના ગેલનો ફ્રીઝમાં ભરે આ બધું જે નજરે નિહાળે તેને ખરેખર અમેરીકાની હાર્ડ લાઇફ સમજાય ..હવે આ સફરના ધોવાના કપડાના ગાંસડા ભરીને પોટલા બનાવ્યા . ગાડીમા પોટલા મુકીને બહાર નિકળ્યા ત્યારે બપોરના બાર વાગ્યા હતા.ગામમા ફરતા ફરતા નિકળ્યા ત્યા ગલ્લીમા મ્યુઝીકપાર્ટી અને જોઇ મજા આવી ગઇ ..પછી ખબર પડી કે અંહીના લોકો ગાવા વગાડવાના ગજબ શોખીન છે !આપણી જેમ છાનુરે છપનુ કંઇ થાય નહી ઝમકેલા ઝાંઝર તે ઝાંઝર કહેવાય નહી
જેવુ નહી .અમારી સામે એક જ્વેલેરીની દુકાનમા કોઇ ઘરાક હતા નહી ને શેઠ
હાથ ઉંચા કરીને રાગડા તાણતો હતો તેની મેનેજર કે બૈરી સામે નાચતા
નાચતા તાલ પુરાવતી હતી ...આગળ દારુની દુકાન બહાર કોઇ વાયોલીન
વગાડતો હતો ...ઇંડીયન હેન્ડીક્રાફ્ટ નામની દુકાન બહાર એક વીરલી
સેક્સોફોન વગાડતી હતી......જલસાનુ ગામ જોઇલ્યો....
સિગ્નલ ઉપર ઉભા રહ્યા એટલે લીટલ નેપાલનુ બોર્ડ જોયુ "... કેપ્ટનજી
છેલી સુનો અરજ હમારી "કહી મેં બોર્ડ બતાવ્યુ ... ઓ.કે ચલો પહેલા જમી
લઇએ...”
લીટલ નેપાલ બહાર ગાડી પાર્ક કરી..રીસેપ્શનમા હેન્ડલુમ ખાદીના કપડા
જાત ભાતની વસ્તુઓ ડીસપ્લે સેલમાં મુકેલી હતી અને અંદર હોટેલ..
દેશી મેનેજરે અમને હલ્લો હલ્લો કરીને આવકાર્યા.. થોડીવારે વેઇટર આવ્યો .."યસ સર ઇંડીયન ? ગુજરાતી ?"
“અરે ભાઇડા રંગ છે તને ..તું અમને પારખી ગ્યો હો "
“ બાપુ હું મહેસાણાનો છું ! " મેનુ આપી ને પાછો ગયો ત્યારે જાણે મોસાળમા
જમવાનુ ને માસી પીરસનારી જેવો ઘાટ થઇ ગયો હતો ... સહુ ફાટફાટ થતા હતા..
થોડીવારમા પાપડની પ્લેટ આવી.. સલાડની પ્લેટ આવી.... હોટેલમા ત્યારે
પંદર જેટલા ગ્રાહક હતા..અમારી નાનકડી દોઢ વરસની સોનબાઇ મોટેથી
બોલી "વા..ઉ..." આખા રેસ્ટોરામા ખડખડાટ હાસ્ય ફેલાઇ ગયુ..અમે થોડા
શરમાયા પણ પછી બધાની સામે હસી પડ્યા..જમવામાં પનીર પસંદા
વેજ કોફતા મીક્સ વેજીટેબલ હાંડી રોટી નાન ના ઓડર આપ્યા .પંદર
મીનીટમા ગરમ ગરમ જમવાનુ ચાલુ કર્યુ..આ રાઇસ કેમ આવ્યો ?
મહેશાણવો આયો "સાહેબ ઇ સાઇડ ડીશ છે મફત ...દરેક શાક સાથે
ભાત આવે જ.
બધા જમીને ખુબ રાજી થયા ...બહાર નિકળીને "ધોબીઘાટ તો બાજુમા જ છે"
કહી કેપ્ટન હસ્યા ..બે મકાન છોડીને લોન્ડરી પહોંચ્યા સો ઉપર વોશીગ
અને ડ્રાઇંગ મશીનો...બેસવાની નાસ્તાની સગવડ હતી .મશીનમા કોઇન નાખી
મશીન ચાલુ કરી સહુ જોકે ચડ્યા...
દોઢ કલાકમા કપડા ઘડી કરી પાછા પોટલા બનાવી નિકળીને રૂમ પર આવ્યા
“ડેડી અમે રફ રાઇડ કરવા જઇએ છીએ થોડો વરસાદ છે મજા આવશે
ત્યાં ટ્રેકીંગ પણ કરવુ છે ચાલો "
“મેરે આકા હમે બક્ષ દો ...માડ ઢાળ ધખાળ પુરુ થયુ છે બસસસ "
ચારેક કલાક પછી પાછા આવ્યા ત્યારે નવી વિતકકથા હતી..."ડેડી ટ્રેકીગ
અને રફ રાઇડમા આમતો બહુ મજા આવી પણ ટ્રેકીંગ પુરુ થયુ નહી .
મમ્મીએ વાર્યા હતા પણ અમે ન માન્યા .."
મમ્મી ફોર્મમા આવી ગઇ .."તું દર વખતે કાલી જબાન કહે છે પણ માં ને
કુદરતી અંદેશો આવી જ જાય..જલ્દી કહે શું થયુ ? "
સખત ઠંડો પવન અને વરસાદમા બે માઇલ ટ્રેકીંગ કર્યુ ને યાદ આવ્યુ
ગાડીમાં સનરુફ ખુલ્લુ રહી ગયુ છે ...!પાછા આવ્યા દોડતા ,તોયે ગાડી
અંદરથી ભીની થઇ ગઇ હતી .માંડ સાફ કરી ને આવ્યા "
પણ રસ્તામા હોર્સ રાઇડીગ વાળા મળ્યા એની સાથે જુનીયર સીનીયરનુ
કાલનુ હોર્સ રાઇડીગ નક્કી કર્યુ છે... ડેડી છ ફુટ ઉંચા ઘોડા નેધરલેન્ડની બેસ્ટ
નસલના ઘોડા...અમે તો જોઇને પાગલ થઇ ગયા વલ્ડના સૌથી ઉંચા
ઘોડાથી ફક્ત ચાર ઇંચ નીચો છે ઇ ઘોડો ..ઓહોહો.. એ ઘોડાવાળાને ત્યાંથી
દોડતા ઘોડાની નાળ ચાર લઇ આવ્યા છીએ...જુવો તો ખરા એની સાઇઝ !
“આવા ઘોડાની નાળ ઘર બહાર લગાડીએ તો ઘંઘો તબડક તબડક થાય"