Fare te Farfare - 78 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 78

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 78

૭૮

 

“ હે હોઇ નહી ! એમ કેમ બને..? મારી ડાયરીના પાના આડાઅવળા થઇ ગ્યા ?

અરે મારી વહુ રાણી ભારે થઇ … ઓગણીસસો અઢારમાં આપણે કોલોરાડો ગયા હતા અને બે હજાર વીસમાં આખા અમેરીકાના ઇસ્ટકોસ્ટને ધમરોળ્યુ હતું બરોબર ? તો આ બે અલગ અલગ પ્રવાસોનું જંકશન થઇ ગયુ ? આ તો જાના થા જાપાન ચલે રંગુન યાની યાની લોચા હો ગયા..? બે પ્રવાસ મિક્સ થઇ ગ્યા એમ ? એનું કારણ શું ? “ 

“ ડેડી એ મને ખબર નથી પણ એક વાત છે બન્નેમાં અમરોલા આવ્યું હતું એટલે તમારા મગજમાં કંઇક ધમાધમી થઇ હશે … એક પ્રવાસને બીજા પ્રવાસનું શંટીંગ થઇ ગયુ હશે … ઇટ ઇઝ ઓકે .. તમારા રીડરને ડબલ જેકપોટ મળશે .. એક ઉપર એક ફ્રી જેવુ ..”

બે દિવસતો મગજ એકદમ લોક થઇ ગયુ… “આ અમરોલામા અટલો પાવર ?આ તો મુળ અમરેલીનો પ્રતાપ સમજવાનો કે અંહી પેદા થયેલા કાં પોતે પોતાને રાહડા લઇ ગ્યા કેટલાક ચકડોળે ચડી ગ્યા કેટલાક ભફાંગ પડ્યા તો કેટલાક કવિ લેખક થઇ ગયા .. આ બધા અમરેલીના બાપુ ગધ્ધેસીંહ બાપુની ધરતી ની કમાલ છે પોતે દટણપટણ થઇ શુળીયે ટીંબે બે નદીની વચ્ચે દટાયા પણ અમરેલીને અમરવેલડી રાખી.. 

હાલો હવે અમરોલાથી ન્યુયોર્ક ઘોડુ દોડાવીયે..

………….

"ડેડી આ ન્યુયોર્કનુ એડીસન પરુ છે .." આપણી હોટેલ સ્ટેશન સામેની જે ડબલ્યુ મેરીયેટથી આ પાંચજ મીનીટ દૂર છે .. અંહીયાથી જે મેટ્રો મળશે એ આપણને ન્યુયોર્ક સિટીમાં ફેરવશે… ખરેખર તો એડીસન એ ન્યુયોર્ક નું જોડીયા સીટી છે .. ન્યુયોર્કમાં આવા હાઉસનો ભાગ્યે જ હોય બહુ મોધુ સીટી એટલે મુંબઈની જે નાના નાના ફ્લેટમાં લોકો રહે … આમ પચાસસો માળ હોય પણ ઘર નાના ને બહુ જ મોંધા એટલે આપણા દેશી લોકોને હડસન નદીએ હડસેલો માર્યા .. જાવ ભાગો અંહીથી પણ .. ગુજરાતે એક વખત ડોલરિયા દેશમાં આવે પછી ભાગે ? વળી ભણેલા ગણેલા એટલે આ ન્યુયોર્કના ધોળીયાવે નાનીમોટી નોકરીએ રાખી લીધા પણ રહે ક્યા ? આ એમ કરતા આપણાવાળા મુળ બંદરની આજુબાજુમાં હડસનને આ કિનારે અને દરીયાની લહેરોના સંગમ એવા આ એડીસનમાં ગોઠવાતા ગયા .. બરોબર મુબઇમા નોકરી ધંધા પણ રહેવાનું પરામાં એવું જ થયુ .. રોજ સવારે મેટ્રોમાં ભાગે ન્યુયોર્ક સાંજે પાછા એડીસન .. પણ પ્યોર ગુજરાતી પ્રજા…તમે ભુલી જશો કે તમે અમેરિકામાં છો… બરાબર ધ્યાનથી જૂઓ.. મજા આવશે આપણે મુંબઇમા આવુ જોવા જ ન મળે ..આમાંનાં કેટલાયે મધ્યમ વર્ગી ગુજરાતીઓ માંડ આજુબાજુ ફર્યા હશે પણ મુબઇમા આવીને કેવા ઝાટકા મારે છે ? પણ બીજી બાજુ આમાંના કેટલાયે પટેલ રત્નો દેશી સ્ટોરની ચેન કરીને કરોડો કમાયા કેટલાકે મોટેલો કરી સખત મહેનતે ઉભા થયા .. આજે પણ કોમ્યુટર સોફટવેર કે હાર્ડવેર ડોક્ટર કે મોટાભાગનાં ઇંડીયનો જ છે .. એટલે જ અંહીયા નજીકમાં જ દુનિયા નું સૌથી મોટુ મંદિર કોમ્પ્લેક્સ બની રહ્યું છે જે આપણે જોવા જવાના છીએ… અંહી આપણી પ્રજા એવી શાંત છેકે ન્યુયોર્ક પોલીસ પણ આ અરીસાને બિરદાવે.. નવરાત્રીમાં ડાંડિયા રમે કેટલાક ગોરીયા આપણા જમણના એવા ચટકા લાગ્યા છે કે પુછો નહી ..

“પણ રોનક અંહીતો પંજાબી પહેરેલી ,સાડી પહેરેલી ..બૈરા જોવા મળે છે

હાયલા આ પટલાણી કાપડા પહેરીને ઓટલે બેઠા વટાણા ફોલે છે...અને પાડોશી સાથે તડાકા મારે છે...અરે યાર ,ગુજરાતી બોર્ડમા કુરીયર લખેલુ,શેરડીનો સંચો

પાનનો ગલ્લો બાજુમા મદ્રાસ કાફે બ્રિજવાસી સ્વીટ...ગુજરાતી થાળી ?"

બાપાને હ્યુસ્ટનથી પ્રવાસના પાચ દિવસ પછી આ બધુ જોવા મળ્યુ તો

બાપા હરખઘેલા ન થઇ જાય ?....થાળીવાળાની પટલાણીની હોટલમા સાસુવહુને

શુધ્ધ દેશીભાષામા ઝગડા કરતા જોયા અને મન તરબતર થઇ ગયુ....

મુળ મુંબઈથી નીકળ્યા ત્યારથી મનમાં એકજ ચટપટી હતી....સાલું અમેરિકામાં જૂને માણસો અટલા બધા સારા થઈ જતા હશે કે તેને કાયાકલ્પ થઈ જતો હશે? એક નજર આદમી હજાર નુર કપડા...એ વાત સાચી એટલે પહેલાતો અંહીયાથી જીન્સ કે શોર્ટ પેન્ટ ટી શર્ટ ઠઠાડીને ઇંડીયા આવે એટલે મુંબઈ કે દેશમાં પાડોશીઓને પણ ખબર પડી જતીકે પરદેશથી આવ્યા લાગે છે મહેમાન ... પણ અંહીયા જે સીનસીનેરી જોયો ત્યારે ખાતરી થઇ કે ગમ્મેં ત્યાં જશે પણ ઇ ના ઇ જ રહેવાના...હવે તો જસદણ કે ધારી કે કુંકાવાવમાં પણ આવા ઘાઘરા ચણીયા ચોળી ગુજરાતી સાડી જેવા કપડા કોઇ પહેરતા નથી. પણ હજી અંહીયા આ લોકો એ સમયનાં ચોખટાથી બહાર નિકળી શકતા નથી એમનો સમય થંભી ગયો છે ને એમના છોકરાવ ટોટલ અમેરીકન થઇ ગ્યા છે એટલે બન્ને બાજુ ગભરાટ છે આપણી સંસ્કૃતિ ધર્મનું શું ? નવી પેઢીને હેલ વીથ ઇટ ક્યાંક છે ક્યાંક સ્વામિનારાયણ વાળા યંગસ્ટર્સ ને પકડી પકડીને વાડામાં પાછા પુરી રહ્યા છે .

એટલે અકારણ મારાથી ખોંખારો ખવાય ગયો... આપણે તો પહેલેથી જ વાડાબંધીમાં માન્યા નહીં એટલે આવી સમસ્યા આવતી નથી રાઇટ..?

હવે અસીલ મજા આવશે....