Fare te Farfare - 3 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 3

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

ફરે તે ફરફરે - 3

 

મારો નંબર આવ્યો ત્યારે જે કાઉંટર ઉપર હું ગયો ત્યાં કાચની અંદર 

કસ્ટમ ઓફિસર ને જોઇને હું દંગ થઇ ગયો ...અસ્સલ મારી ડુપ્લીકેટ ...!

એવા જ સફેદ ઝીણા વાળ બેસી ગયેલો ચહેરો મારી જેવા  જ ચશ્મા  નાક

પણ મારી જેવુ કેપ્સીકમ ટાઇપનુ ...કાચમાંથી એ પણ ચમકીને જોઇ રહ્યો

એને કદાચ કહેવુ હતુ " મારો આ ડ્યુટીનો છેલ્લો દિવસ છે" એટલે એના ભાવ 

એવા જ વંચાયા  થોડો ગળગળો થઇ ગયો હોય તેવું લાગ્યુ . મને થયુ કે તેને આશ્વાસન આપુ  એટલે ગીત ગાવ જતો હતો ‘ યે જીવન હૈ ઇસ જીવનકા યહી હૈ રંગ રુપ ..પછી તે ડ્યુટી ઉપર છે મસ્તીમાં આવી જાય તે નહી ચાલે તો ..."ચાલો ,એક બીજાને સેંડઓફ કરીયે..." 

અમે મૌનની ભાષામા ઇશારા કર્યા...એટલે  એ પવાર કે વેણુગોપાલ દેહોત્સર્ગ તેણે મને ઇશારો કર્યો  કે કેમેરા સામે જુઓ .મે કેમેરા સામે જોયુ ..ઓ કે અંગુઠો માર્યો

અંતે એ બોલ્યા "હેવ એ નાઇસ ટાઇમ "પછી પાસપોર્ટ ઉપર ધપાધપ સ્ટેંમ્પ

માર્યા...મે પણ "સેમ ટુ યુ કહ્યુ "

રસ્તામા ફરતા ચરતા ડાફોરીયા મારતા આગળ જતા હતા.બેગોતો ચેક ઇનમા ગઇ હતી,એટલે એકદમ ફ્રી ફ્રી હતા. અમારામાં હવે મારી પાંસે બેકપેક હતુ..ઘરવાળા પાંસે મોટુ પર્સ હતુ  આમતો ચામડાનો થેલો જ ગણાય ,તેમા આગ્રહથી

થેપલા નખાવેલા ...મંડળી ફ્લાઇટ ચેક કરવા ઉભી રહી ત્યારે "મુઆ નહી

ને પાછા થયા "જેવો ઘાટ થયો... “ અરે આપણી ફ્લાઇટ તો દેખાતી જ નથી .. ફ્લાઇટ કેનસલ થઇહશે ? પ્લેનમાં કંઇ મીકેનીકલ ફોલ્ટ હશે રામ જાણે … હું ધીરેથી વાઇફ અને દિકરી સાંભળે તેમ બોલ્યો “ સાલું હમણાં હમણાં ફ્લાઇટુમા  ટેકઓફ થાય પછી આપણે તો ઓર્ડર પ્રમાણે સેફટી બેલ્ટ ખોલી નાંખીને છીએ પણ આ લોકો બારી ખોલી નાખે છે … “

બન્નેએ મને સારો લુક ન આપ્યો .. “ શુભ શુભ બોલો . બારી પાંસેતો હુંજ બેસવાની છું તને ખબર છે એટલે ઉડે કોણ ? “ ઘરવાળા ભડક્યા.

અમારી ફ્લાઇટ બે ત્રીસ ને બદલે ત્રણ ત્રીસે ઉપડશે ...માર્યા ઠાર... ફ્રેકફર્ટમાં  એકતો એક ટરમિનલ થી બીજા ટરમીનલમા

જવાનુ ,બબ્બે કીલોમીટર દોડવાનુ...વચ્ચે સીક્યોરીટીનો રાક્ષસ  આડો પડ્યો

હોય એમા અમેરિકા  જાવાવાળાને તો ચેક કરી કરીને અડધા કી નાખે...

હવે તો "હરિ કરે ઇ ખરી"...મારા ટેંન્શનયા સ્વભાવને લીધે ફરતા ફરતા

સાઇઠ નંબરના ગેટ બહાર ખડકાણા ત્યારે હું  ખુરસી ઉપર ઉભડક બેસી

ગયો . આજુબાજુ વાળા મારી સામે જોઇ રહ્યા એટલે ધીરેથી સરખો બેસી ગયો

મારા મોઢામાંથી સુસવાટા નિકળતા હતા...ઘડીભરતો એમ થયુ કે આ બધ્ધા

મારી સાથે હ્યુસ્ટન આવે છે......? પણ છે કોઇને ઉપાધી?સહુ નુ થાશે ઇ વહુનુ

થાશે...જમ જખ મારે ...મારે એકલાયે સેંચ્યુરી નો ગોળો લઇને વાકા વળી

જવાની શી જરૂર? ત્યાં પાછળથી ગુજરાતીમા ચણભણ સાંભળી " મોઢામા

જીભ ઘાલને..આખો દિવસ જપતી નથી જપવા દેતી નથી તડતડ તડતડ

થયા કરે છે.."પાછળના ચાંદલીયાના અવાજો સાંભળી હું હળવા મુડમા આવી ગયો.

ઘરની મંડળીને ટેંનશનમા ભુખ લાગી ગઇ એટલે ચાર ગણા ભાવે વેફરૂ એરપોર્ટ ઉપરથી ખરીદી ને ડાયેટ નાસ્તાના થેલા લઇ ભચડ ભચડ ચાલુ કર્યુ..એકાદ જોકુ ખાધુ ત્યાં ચેક ઇનની લાઇન લાગી ગઇ.મને વિચાર આવે કે ફિક્સ સીટમા બેસવાનુ

હોય પછી આવી ધક્કમધક્કીની શી જરૂર? પણ આ આપણાં દેશી લોકો બહુ દુરંદેશી હોય . એને ખબર છે કે એની ફિક્સ સીટ છે પણ ઉપર કેબીન બેગ અને આવા બેકપેક ને લેપટોપ મુકવા ઘણી વાર ચડભડ થાય પછી રૂપસુંદરી મીઠાં અવાજે સાવ નજીક આવી જાય.. તેની સુંગંધનો સાગર લહેરાય અડધા દેશીતો એમા મદહોશ થઇ ઠંડા થઇ જાય પછી મંડે ઇંગ્લીશ ફાડવા .. “ ઇન્સ્પેક્ટર ઓ કે મેમ થેક્યુ ..” પાછી રૂપકડી સ્માઇલ આપી સરસરાટ નિકળી જાય .. દેશીજી હાથ મિલાવવાની તૈયારીમાં હોય પછીહાથ ધસતો રહી જાય… ઓછામાં પુરુ એની જ બૈરી શાંતિથી આ બધો તમાશો જોતી હોય ..પછી છોભાઇને સાંકડો થતો બહુલ સાઇઝની બૈરીની બાજુમાં બેસી જાય ત્યારે બૈરી જે લુક આપે ઇ માણસ જેવો માણસને ધરતીમાં સમાઈ જવાનું મન થઇ જાય .. દાજ્યા ઉપર ડામ દેતી ફુલ સાઇઝ કાનમાં બોલે  “ઇટ્સ ઓ કે “.

“સીટ ઉપર સામાનનુ બોક્સ કબજે કરવા આ બધા દોડે છે જોઇને  મને આગળ કરવામાં આવ્યો .. ઘરવાળા તો આવા સમયે નાજુક ફુલ બની નિસહાય થઇ મને દર્દનાક અવાજમાં કહે “ બાપરે , અટલી વજનદાર કેબીન બેગ હું તો ઢસડી ઢસડીને હાંફી ગઇ હવે આ કેબિન બેગડી તારે  જ ઉપર તારે જ મૂકવી પડશે …” હું તો બાગ બાગ શું એક્ટીંગ હતી .. પછી હળવો ખોખારો ખાઇ “ હમ.. લાવો મને તો ખબર જ હતી કે … પછી એમના હાવભાવ જોઇ  વાક્ય પડતુ મુકી બેગ ઉંચકી .. “ ઓહ નો સાલું આપણે ય જો પાંચફુટ આઠ ઇંચના હોતતો ધડ દેખાનું ઉપરનાં ખાનું ખોલી નાખત “ એક રુપ સુંદરી દોડી આવી “ મેં આઇ હેલ્પ યુ ? “

“યસ  પ્લીઝ આઇ એમ બીઇંગ ઓનલી ફાઇવ ફોર કેન નોટ ઓપન ધી બલ્ગેરિયા બોક્સ .. “ પહેલી વાર એ ખડખડાટ હસી પડી .. હળવેથી કેબીનબેગ ઉંચકીને ફટાક લગેજ બોક્સમાં મુકી દીધી ..  “ઓ કે ? એનીથીંગ એલ્સ ?”

બહુ કહેવુ છે મારી પરી પણ હવે ઇ ઉમ્મર નથી મારો સમય નથી .. પણ બાકી લાગતી હતી નાજુક પણ બ્લેક બેલ્ટ કરાટે ચેંપીયન તો હશે જ .. એમ મનમાં હિસાબ માંડ્યો..ડગમગતા બાપા બા ની બાજુમાં ગોઠવાયા ..