Fare te Farfare - 10 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 10

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ફરે તે ફરફરે - 10

 

"ગયે વખતે અરકન્સાની સફર મનમા રહી ગયેલી એટલે આ વખતે આઠ 

જણની ફેમીલી ટુર ગોઠવી છે" કેપ્ટનનો હુકમ થયો...

ચંદ્રકાંત હવે એકદમ ટેકનોસેવી થઇ ગયા છે એટલે અરકાન્સા ટાઇપ કરીને ગુગલડા ને પુછ્યુ બોલ મેરે આકા આ આરકાન્સામા આરીભરત કરે છે કે આરી ભરાવી દોડાવે છે કે આરકાન્સા ન્યાં એવુ શું દાટ્યું છે કે માંડ હજીતો જેટલોગ પુરો ય નથી થયો ત્યાં મારા ભમરડાએ મારી જેમ ચલો ચલો ચાલુ કર્યુ. હજી દિવસે જમતાં જમતાં જોયા ખાઇએ છીએ ને રાત્રે ઇંડીયામાં કેમ છો ?કરતા ફોન કરીને વાતો કરીએ..ત્યાં આ વળી ભોં માથી ભાલો કાઢે એમ કાઢ્યું અરકાન્સા.. ..ચારસો માઇલ એટલે મુંબઇથી વડોદરા થયુ ભાઇ , એને કે અટલો પેટ્રોલનો ધુમાડો કરવાની શી જરુર ? કેટલા રુપીયા આવવા જવાના થાય .. જવામાં આખો દી નીકળી જાય ગાડીમાં ઝોકા ખાતા ને વળતા ઇ જ કરવાનુ ઉપરથી પૈસાનું પાણી .. અટલી વાર વિચારોમાં અટવાયો એટલે ગુગલો રિસાઇને અલોપ થઇ ગયો .. 

“ આ વળી ગુગલાને ખોટુબહુ લાગી જાય . બે મીનીટની ધીરજ નહી .. ફરીથી ગુગલાને પુછ્યુ .. વોટ ઇઝ અરકાનસા ?”

ઇંટ ઇઝ અરકાન્સા ઓનલી ..

તારી જાતનાં ગુગલીયા 

હેં? યુ એબ્યઝ મી ઇન ગુજરાટી ?

ના ભાઇ ના એમ રિસાઇ નહી જવાનું અમે ધરડા માણસ ક્યારેક બી પીને લીધે ઉશ્કેરાય જઇએ તું તો અમેરીકન જુવાન એજ્યુકેટેડ સોફિસ્ટીકેટેડ ..

ઓકે ઓકે કમ ટુ ધ પોઇંટ યુ વોન્ટ નો એબાઉટ અરકાન્સા યુ મીન ?

યસ વહાલા યસ..

અરકાન્સા  વાઇલ્ડ નેશનલ પાર્ક માટે જાણીતું છે તેની રાજધાની લીટલ રોક છે મીસીસીપી નદી અંહીયાથી પાસ થાય છે . હાઉં ? જાઉ હવે ? મે ગુગલાને બંધ કરી ઘરવાળીને વાત કરી .. 

બિચારો અમેરિકામાંથી ક્યાંથી ક્યાંથી  ઠેકાણા ગોળીને તૈયાર રાખે છે કે મમ્મી ડેડીને આ જંગલ બતાવું આ નદીમા ગાઇડ કરાવુ અને આપણે બિચારાને અંહીયા અમેરિકામાં યે તબડાવીયે ? ખોટું કહેવાય .. એના પ્રેમનો ય વિચારની કરવાનો? આ આપણે આવા હવ કેવા જડ થઇ ગયા ?

આંખમાં પાણી આવી ગયા . 

ચંદ્રકાંત આપણે નહી તું હમણાં આવો જ થઇ ગયો છે પછી પસ્તાઈ ને રડવા બેસે .

એ શનિવારે ૪૦૦ માઇલ હ્યુસ્ટનથી દુર અરકાન્સાની સફરે નિકળ્યા ત્યારે નક્કી કર્યુ હતુ સાતવાગે નિકળવાનુ અને અંતે નવ વાગે પ્રસ્થાન થયુ... રસ્તામા ખાસ 

ટ્રાફિક નહોતો એટલે હાઇવે ઉપર પંચોતેર માઇલની સ્પીડે ગાડી ભગાવતા 

હતા.

“હે ભાઇ,આ બ્રિટિશરોને તમે હરાવ્યા પણ એનુ આ માઇલ વજનમા પાઉંડ

સીક્કામાં  પેની એવી ગુલામીની  નિશાની તમે કેમ  પકડી રાખી છે અહીયા ?"

મારા સુપુત્રે વળતો ઘા કર્યો "મારા દાદી કહેતા હતા ને કે થોડુ કહેવા જેવુ

રાખવુ એટલે અમેરિકનોના દાદીએ પણ એમ જ કહ્યુ કે થોડુ કહેવા જેવુ

રાખવુ એટલે આ પ્રથા રહી ગઇ છે પણ તમને જો સંતોષ ન થાય તો

લખો ટ્રમ્પકાકાને લખો..."

“નારે રોનક આપણે ટ્રમ્પને લખીને આંખે થવાની  શી જરુર ?તારા ડેડીને

જ્યાં ત્યાં ઉંબાડીયા મુકવાની ટેવ છે "વચ્ચે માતુશ્રી કુદ્યા ...અમે બન્ને

બાપ દિકરો હસી પડ્યા "મને ખબર જ હતી કે હું કંઇક બોલીશ એટલે તરત

બધા મારી વિરુધ્ધ ભેગા થઇ જશો ...મારે શું ? જેને લખવુ હોય એને બેય

જણા લખો હું યે સહી કરી દઇશ બસ..."

“મમ્મી અમે તો મજાક કરતા હતા "

“તે હું યે મજાક જ કરતી હતી "મમ્મી ખડખડાટ હસી .મે રોનકને કહ્યુ

“તારક મહેતા ની સિરીયલના આ બધ્ધા પ્રતાપ છે".......

બપોરે એક વાગે માર્શલ પહોચ્યા. અમેરિકામા માર્શલના ઘણા સુપર સ્ટોર

એટલે મને એમ  કે કંઇક કપડા લેવાના હશે  એટલે  ગાડી ઉભી રાખી ત્યારે

પુછ્યુ"કેમ કંઇ કપડા લેવાના છે ? કે માર્શલમાથી સેંડવીચુ બંધાવવાની છે ?"

કોઇએ મને જવાબ ન દીધો! સામે ઓરીજનલ મેક્સીકન ફુડની જલપીનો

રેસ્ટોરંટ હતી . હોટલમા દિવાલો ઉપર મેક્સીકન કલાકારોએ બનાવેલા

લાકડાના માણસો પ્રાણીઓના પુતળાઓ લટકાવ્યા હતા.મોટા મોટા ટી વી

ઉપર બેઝબોલ અને ફુટબોલની મેચોના અપડેટ આવતા હતા..આ મેક્સીકનો

પુર્વ ભારતના મોંગોલીયન ટાઇપના ચહેરાવાળા નીચા મજબુત મહેનતી

ગરીબ મજુરો તરીકે કામ કરે.મક્સીકોના જંગલમાથી જીવના જોખમે અમેરીકા

ઘુસે કેટલાય મરે પણ તોયે (ભારતમા રોહિંગ્યા ની જેમ )અવિરત આવ્યા

કરે.ન ગ્રીન કાર્ડ ન સોસીયલ સીક્યોરીટી કાર્ડ (અમેરિકાનુ આધાર કાર્ડ )

ઇંડીયન સહીત બધા એને મેકલા મેકલી કહે.બે પેઢીથી આમ ને આમ રહેતી

આ પ્રજાની યાતનાઓ તેમની જીંદાદીલીની વાત પછી ક્યારેક.

આ મેક્સીકનો મકાઇની રોટલી વચ્ચે સલાડ ભાત ને જલપીનો મરચુ એમનો

ખોરાક...એમા જુદી જુદી વેરાઇટીઓ આ જલપીનો હોટલમા મળે.અંહીનુ

ચીઝ મરચાનુ ભજીયુ ફેમસ છે .આપણા મોટા જયપુરી મરચા જેવડા બે 

મરચા અંદરથી બી કાઢીને ચીઝ ભરે પછી મકાઇના લોટમા ભજીયા બનાવી

ને ખાય એ મરચાની પ્લેટ મગાવી એટલે મફત ચીપ્સને ટમેટો ડીપ ગરમ

મોટા બાઉલ ભરી ને મુકી જાય સાથે દહીચીઝનુ ડીપ પણ હોય .લાકડાના

ગરવા મુકી જાય તેમા મકાઇની રોટલીઓ સાત આઠ હોય..

બસ....મોઢામા તમને અને મને પાણી આવી ગયા છે...કાલે વાત..