Sangharsh Jindagino - 2 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | સંઘર્ષ જિંદગીનો - 2

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

સંઘર્ષ જિંદગીનો - 2

(ગયા અંકથી આગળ )    

                  અજય સવારમાં ઉઠીને પણ પોતાની સ્થિતિનો વિચાર કર્યા કરે છે. અજયની આંખો એકદમ લાલ અને  જંગ હારી ગયેલા  ઉગ્ર અને વિવશ યોદ્ધા જેવી થઈ ગઈ હતી.

અર્ચના - કેમ શુ થયુ બેટા તારી આંખ કેમ એટલી બધી લાલ થઈ ગઈ છે. કઈ ચિંતા છે?  તું રાત્રે સૂતો નથી કે પછી રડતો હતો આશ્ચર્યથી પૂછે છે !

અજય - કઈ નહિ મમ્મી બસ રાત્રે ઊંઘ પુરી નહોતી થઈ એટલે હમણાં થોડી વારમાં  ફ્રેશ થઈ જઈશ એટલે બધું બરાબર થઈ જશે. તું ચિંતા કરીશ નહિ.

અજય બાથરૂમ તરફ આગળ વધે છે. અને અર્ચના બધા માટે ચા નાસ્તો બનાવવા માટે રસોડામાં જાય છે.

અજય - બાથરૂમનો ડોર બંધ કરીને નળ ચાલુ કરે છે. અને ખુબ જોરથી રડે છે. તે પોતાનું ભાન ખોઈ બેસે છે. થોડી વાર પછી તે સ્થિર થઈને બાથરૂમમાંથી બહાર આવે છે. આજે તે કંઈક અલગ સ્વભાવ અને અલગ વિચારમાં ગુમ થયેલો હતો. તે શારીરિક રીતે તો સ્થિર હતો. પરંતુ માનસિક રીતે બીજી એક પોતાની અલગ દુનિયામાં ખોવાઈ ગયો હતો. તેની આજુબાજુ શુ થાય છે? કોણ છે?  તેની પણ ખબર રહેતી નથી.

અર્ચના - અજય ચાલ નાસ્તો બનીને તૈયાર છે. આવીજા. અર્ચના ફરી તેને નાસ્તો કરવા માટે બોલાવે છે. છતાં તેને ખબર રહેતી નથી.

અજય - ત્રીજી વારમાં હા પાડે છે. પછી તે નાસ્તો કરવા બેસે છે. અને ઝટપટ નાસ્તો કરીને ઉભો થઈ જાય છે. પછી તે સ્કૂલે જવા રવાના થાય છે. ત્યાં ભણવામાં પણ તેનું મન લાગતું નથી. અને તે કંટાળી જાય છે. અને તેની આડ અસર તેના ભણતર પર થવાની શરૂ થાય છે. તે 12 ધોરણમાં ભણે છે. તે સાંજે ઘરે આવે છે. ત્યાં અંદર રૂમમાંથી ભાઈ, ભાઈના નામની બૂમો પાડતી નાનકડી ક્રિના બહાર આવે છે. અને પોતાના ભાઈને ભેટી પડે છે. અને બંને ભાઈ બહેનનો નિખાલસ અને રમુજી પ્રેમ જોઈને જોવાવાળાની આંખો હરખાઇ જાય એવી સ્નેહતાં પૂર્ણ રીતે રહેતા. તે થોડી રમૂજ કરે છે.

ક્રિના  - ભાઈ શુ થયુ?

અજય - કઈ નહિ.

ક્રિના -તો કેમ આમ બેઠો છે?  મનમાં હસે છે.

અજય- કેમ કેવીરીતે કઈ છે મારા મોઢા પર?

ક્રિના - ભાઈ જરાં જોતો ખરો કેવો અલગ લાગે છે.

અજય - ( ઉભો થઈને અરીસા પાસે જાય છે. ત્યાં થોડીવાર ઊભીને પોતાનો ચહેરો જુએ છે. )પછી કહે છે કઈ જ તો નથી. તને એવુ ખાલી લાગતું હશે કાં તો તારો જોવા ફેર હશે. બાકી મને તો કઈ જ દેખાતું નથી.

ક્રિના - ભાઈ તને નથી દેખાતું?

અજય -ના

ક્રિના - જરાં વ્યવસ્થિત રીતે જોને.

અજય - ના નથી દેખાતું ક્રિના તું મારી મજાક ઉડાડે છે ને?

ક્રિના - ના ભાઈ

અજય - સાચું બોલ ?

ક્રિના - ના ભાઈ હું કોઈ વખત એવુ કરું?

અજય - સાચું બોલીજા મને ખબર છે. હું તારી પર  ગુસ્સો નહિ કરું.

ક્રિના - ભાઈ મેં તને એટલી વખત ના ના ના કહ્યું તો તું સમજતો કેમ નથી?  કઈ દર વખતે મજાક હોય?  જીવનમાં ગંભીરતા હોવી જોઈએ કે નહિ?  ક્યારનો શુ સાચું બોલ સાચું બોલનું રટણ કર્યે રાખ્યો છે. હું જરાં પણ મજાક કરતી નથી. ક્રિના અતિ ગંભીર અને ગુસ્સાની સ્થિતિમાં આવી જાય છે.

ક્રિના - ( ગુસ્સામાં આવી જાય છે અને રિસાઈ જાય છે. )

અજયથી દુર થઈ બાજુમા પડેલી ખુરશી ઉપાડી  દુર ખસી જાય છે.

અજય - બેન અહીં આવને પ્લીઝ રિસાઈ ન જતી હું તો એમ જ કહેતો હતો. તે ક્રીનાની પાસે જાય છે.

ક્રિના - દુર નીકળ.

અજય - જો બેન તું મારી વાતતો સાંભળ.

ક્રિના - ત્યાંથી દુર હટી જાય છે.

અજય વારંવાર  તેને મનાવે છે.

ક્રિના - તેના પર ઓશિકાંનો ઘા કરે છે.

બંને ભાઈ બહેન વચ્ચે રમુજી લડાઈ ચાલ્યા કરે છે. અને હાસ્યમય વાતાવરણ સર્જાય છે. અર્ચના રૂમની બહાર ઊભીને આ બધું ચિત્ર નિહાળે છે. અને મનોમન ખુબ ખુશ થાય છે. પછી ધીમે  ધીમે  રાત્રી થાય છે. અને સમય પસાર થાય છે. અને સૌ જમીને સુવાની તૈયારી કરે છે. આજે ઘણા સમય પછી અજયના ચહેરા પર આનંદની લહેરખી આવે છે. અને રાત્રી સુખદપૂર્ણ રીતે વીતી જાય છે.                                                               

                                                                               (ક્રમશ )