Triveni - 13 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૩

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૩

લગ્ન માટે હામી

અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી વૃંદા એમ.એ. પણ બાલાસિનોરથી જ કરવા માંગતી હતી. હરેકના જીવનમાં એક સાચા માર્ગદર્શકની વિશેષ ભૂમિકા હોય છે. તેમજ આગળના અભ્યાસ માટે વૃંદાના માર્ગદર્શક બન્યા તેની કોલેજના આચાર્યશ્રી, અંગ્રેજીના પ્રાધ્યાપક, જેઓએ તેને અમદાવાદની એલ.ડી. આર્ટ્સ અથવા ભાષાભવનમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરવાની સલાહ આપેલી. સલાહને અનુસરી વૃંદાએ સૂચવેલ બન્ને કોલેજમાં અરજી નાંખી, અને તેની તેજસ્વિતાએ કારણે, મેળવેલ બી.એ.ના પરિણામના કારણે તેને બન્ને કોલેજમાં એડમિશન મળતું હતું. પરંતુ કપડવંજથી તેની સાથે આવનાર મિત્રને એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એડમિશન મળ્યું. આથી સંગાથ રહે તે ઉદ્દેશથી વૃંદાએ પણ એલ.ડી. આર્ટ્સમાં જ એડમિશન લીધું, અને કપડવંજથી બાલાસિનોરની જેમ હવે કપડવંજથી અમદાવાદની પ્રતિદિન મુસાફરી શરૂ થવા જઇ રહી હતી. બે કલાકના વર્ગ ભરવા માટે પાંચ કલાકની મુસાફરી ખેડતી વૃંદા, કે જે બારમા ધોરણ સુધી કપડવંજની ગલીઓની બહાર નહોતિ નીકળી તે છેલ્લાં પાંચ વર્ષથી કપડવંજની બહાર જ ફરી, અને આ અનુભવે તેની આત્મનિર્ભરતામાં ધરખમ વધારો કર્યો હતો. લાંબું અંતર કાપી ઘરે પહોંચવાનું હોવાથી, બસ મળતાંની સાથે વૃંદાએ સરયુને બસ મળી ગયા બાબતની જાણ કરવાની રહેતી હતી, અને માટે જ જીવનનો પહેલો મોબાઇલ વૃંદાને મળેલો. બીજી તરફ સરયુને વૃંદાના લગ્નની ચિંતા પજવી રહી હતી. એમ.એ.નું પ્રથમ વર્ષ પૂર્ણ થતાંની સાથે જ સરયુએ વૃંદાનું સગપણ કરી નાંખ્યું. માતા તરીકેની જવાબદારી નિભાવતી સરયુ વૃંદાને એક ઉત્તમ જીવન આપવાના પ્રયત્નમાં જ રહેતી હતી. એટલે જ સગપણ કરવામાં આવ્યું અમદાવાદમાં વસતા કુંટુંબ સાથે. કપડવંજની સરખામણીએ મોટું શહેર, આધુનિક શહેર, વિકસીત શહેર. દીકરી માટે ઉત્તમ રહેશે, તે વિચારે સરયુએ વૃંદાના પગલાંઓને અમદાવાદ તરફ વાળ્યા. વૃંદા એમ.એ.ના અભ્યાસને પૂર્ણ કરી બી.એડ. પણ કરવાની ઇચ્છા ધરાવતી હતી. પરંતુ સાસરી અને માતૃપક્ષ, બન્ને તરફ્થી લગ્ન વહેલા લેવા બાબતે દબાણ હતું, આ દબાણને આધીન નિર્ણયને માન આપી વૃંદાએ ભણવામાંથી એક વર્ષને બાદ કર્યું અને લગ્ન બાબતે હામી ભરી.

નિશાએ ઇ.સી. શાખામાં ઉત્તમ પ્રદર્શન સાથે એન્જીનીયરીંગ પૂર્ણ કર્યું. અદ્દભૂત સફળતા મેળવ્યા બાદ તેને આનુષંગિક કાર્યની શોધમાં નિશા સમય આપવા લાગી. તેણે આત્મિય એન્જીનીયરીંગ કોલેજમાં ઇ.સી. શાખાના વડાના કાને પણ નોકરી બાબતની વાત નાંખી રાખેલી. નિશાના વાકચાતુર્યથી ખાતાના વડા પ્રભાવિત હતા. ઇ.સી. અભ્યાસક્રમમાં આવતા વિષયોનું જ્ઞાન અને શબ્દો પરનું નિયત્રંણ, નિશાને એક વ્યાખ્યાતા બનાવી શકે તેમ હતું. નિશાની આ આવડત વડાથી છુપી નહોતિ. આથી જ નિશાને આત્મિય કોલેજમાં જ વ્યાખ્યાતા તરીકેની નોકરી માટે તક આપવામાં આવી, અને નિશાએ તે ઝડપી પણ લીધી. નિશા જે કોલેજમાં વિદ્યાર્થીની હતી, તે જ કોલેજમાં હવે વ્યાખ્યાતા હતી. જે પાટલી પર બેસી વ્યાખ્યાતા દ્વારા બોર્ડ પર વિષયને લગતું કરવામાં આવેલ લખાણ, નોંધતી હતી-તે જ બોર્ડ પર હવે તે લખતી હતી. જે સ્ટાફ રૂમમાં દાખલ થવા માટે પરવાનગી લેવી પડતી, તે જ સ્ટાફ રૂમમાં તે બેસતી હતી. સિક્કાની બાજુ સંપૂર્ણ રીતે ફરી ચૂકેલી. નોકરીનો આનંદ ઉઠાવતી નિશા રાજકોટમાં જીવનના આ તબક્કાને પસાર કરી રહી હતી. તે જ સમયે કિશોરને ચિંતા હતી નિશાના ભાવિની, લગ્નની, અને આ ચિંતાએ નિશા માટે ઘણાં માંગાને નોતર્યા હતા. પરંતુ નિશા દરેક માટે નનૈયો ભણતી. લગ્નનો સંપૂર્ણ ખર્ચ તે પોતે જ ઉઠાવશે, તેવી ઇચ્છાને પોષવા માટે જ નિશાને પ્રતીક્ષા હતી, ચોક્કસ સમયની, અને તે સમય આવ્યો, કિશોરના અમદાવાદમાં વસતા મિત્રના દીકરા માટે નિશાનો હાથ માંગવામાં આવ્યો. તે જ મિત્ર, જેણે નિશાને ઇ.સી.નો અભ્યાસક્રમ પસંદ કરવાની સલાહ આપી હતી. કિશોર સાથે નિશાએ ઘણી ખરી ચર્ચા કરી, વિચારણા કરી, અને આખરે નિશાએ અમદાવાદથી આવેલ માંગાનો સ્વીકાર કર્યો, લગ્ન માટે હામી ભરી.

એમ.કોમ.ના અભ્યાસક્રમને નિર્વિધ્ન સફળતાથી પાર પાડીને કાજલે ટ્યુશનના કાર્યને વેગ આપ્યો હતો. આસપાસમાં વસતા મોટા ભાગના વિદ્યાર્થીઓ કાજલ પાસે ટ્યુશન માટે આવવા લાગ્યા હતા. સવારે ચારેક કલાક અને સાંજના ચારેક કલાક, એમ કુલ મળીને કાજલ રોજના આઠેક કલાક ટ્યુશન કરાવતી હતી, જેના કારણે તેની ટ્યુશનથી થતી આવકમાં વધારો થયો હતો. આ આવક તેના પિતાને મદદરૂપ પણ થતી હતી. વિનોદે કાજલને કોઇ દિવસ કામ બાબતે, કે ઘરના કામ શિખવા બાબતે ટકોર કરી નહોતિ. પરંતુ તેના માટે કાજલ હવે એક ચિંતા બની ચૂકેલી. બાપ માટે દીકરીને વિદાય આપવાનો સમય સૌથી અઘરો હોય છે, અને તે સમય વિનોદ માટે આવી ચૂકેલો. ગમે તેટલી ભણેલી છોકરી હોય, ગમે તેટલી સફ્ળતાઓ મેળવી હોય, ગમે તેટલી તેજસ્વી હોય, સમાજમાં નામ હોય, પણ જ્યાં સુધી લગ્નના તાંતણે બંધાય નહિ, ત્યાં સુધી તે અધુરી ગણવામાં આવે છે. સમાજની આ માન્યતાએ એકલી સ્ત્રીને સફળ તરીકે ક્યારેય પણ નથી જોઇ, ભણતરમાં તેજસ્વી તરીકે નથી જોઇ, નામના નથી જોઇ, જોયું છે તો ફક્ત એ કે તે કુંવારી છે, લગ્ન નથી થયા. કાજલ માટે રાજકોટ સિવાય અન્ય શહેરોથી પણ છોકરાની વિગતો વિનોદ પાસે આવવા લાગી હતી. પરંતુ કાજલને અનુકૂળતા બેસતી જ નહોતિ. આખરે વિનોદના એક મિત્રના પુત્રની વિગત આવી. કાજલે પણ વિચાર્યું કે લગ્ન તો કરવાના જ હતા, અને પિતાના મિત્રનું ઘર એટલે પોતાનું જ ઘર. થોડાંક દિવસો ગડમથલમાં પસાર થયા, અને અંતે કાજલે અમદાવાદથી આવેલ સંબંધ માટે હામી ભરી.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏