TRIVENI - 4 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૪

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૪

ચાલો જાણીએ કાજલને

૧૯૮૨, જાન્યુઆરી

આજી અને ન્યારી નદીના કિનારે વસતું શહેર એટલે રાજકોટ. કાઠિયાવાડ દ્વીપકલ્પનું કેન્દ્ર એટલે રાજકોટ શહેર. પ્રજાનો સ્વભાવ, જીવન જીવવાની કળા, એકબીજા પ્રત્યેનો આદરભાવ, અને હંમેશા હસતો ચહેરો ધરાવતા માનવમહેરામણ, જેવા વિવિધ રંગોનો સમન્વય ધરાવતું આ શહેર “રંગીલા રાજકોટ” તરીકે પણ ઓળખાતું હતું. રાજકોટ એ અમદાવાદ, સુરત અને વડોદરા પછી ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર, સાથે સાથે ભારતના મહાનગરોમાં પાંત્રીસમું સ્થાન ધરાવે છે. વિકસતા શહેરોની હરીફાઇમાં હરણફાળ ભરી ચૂકેલું રાજકોટ, વિશ્વના વિકસીત શહેરોની યાદીમાં સાતમા ક્રમે છે. મહાત્મા ગાંધીએ રાજકોટમાં આવેલ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં શિક્ષણ મેળવ્યું હતું. જે આજે મોહનદાસ ગાંધી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે. ગાંધીજી દ્વારા પ્રારંભ કરાયેલ અહીંસા આધારિત સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એક અમૂલ્ય પ્રયોગશાળા રાજકોટ જ હતું. રાજકોટ “ચિત્રનગરી” તરીકે પણ ઓળખાય છે.

આ જ રાજકોટમાં આરટીઓ ઓફિસમાં સરકારી સેવા આપતા વિનોદના ઘરે લગ્નના આઠ વર્ષ પશ્ચાત પ્રભુના આશીર્વાદથી નવું મહેમાન આવવાનું હતું. વિનોદ અને તેની પત્ની અત્યંત આનંદમાં સમય પસાર કરી રહ્યા હતા. સરકારી ફરજમાં હોવાને કારણે સવાર અને સાંજનો ઘણો ખરો સમય વિનોદ તેની પત્નીને આપી શકતો હતો. પત્ની માટે આ સાથે વીતાવેલો સમય, એક અમૂલ્ય યાદ બનવાનો હતો. પત્નીની પ્રત્યેક ઇચ્છા પૂર્ણ કરનાર વિનોદ પણ આ સમયને અવિસ્મરણીય બનાવવાની એક પણ તક જતી કરતો નહોતો. રેલ્વે સ્ટેશનની નજીક જ આવેલ જંક્શન પ્લોટ પાસે આ દંપતીનું ઘર હતું. ભોંયતળીયું અને તેની ઉપર એક માળના જૂના પ્રકારનું બાંધકામ ધરાવતા ઘરનો દરવાજો લાકડાનો બનેલો હતો. તેમાં વચ્ચે એક નાની બારી હતી, જેમાંથી અવરજવર વધારે થતી. બાકીનો ભાગ તો બંધ જ રહેતો હતો. ઘરમાં દાખલ થતાં લોખંડની જાળીથી આવરીત રસોડું અને તેમાંથી પસાર થતો રસ્તો સીધો ઓરડામાં ખૂલતો. રસોડાની પાસેથી જ બીજા માળે જવાની નિસરણી હતી. બીજા માળે, આગળ થોડો ભાગ છોડીને એક ઓરડો બનાવેલો હતો. આગળના ભાગમાં સાંજે આ દંપતી બેસીને ચાની મજા માણતા. છેલ્લા નવેક મહિનાથી ઘરનું વાતાવરણ પ્રફૂલ્લિત રહેતું હતું. એક સાંજે પત્નીએ ફિલ્મ જોવા જવાની ઇચ્છા દર્શાવી, અને બીજા દિવસે તો વિનોદે ઓફિસમાં રજા મૂકી ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ બનાવી દીધો.

૧૪-ઓગસ્ટ, ૧૯૮૧ના રોજ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા અભિનિત “સીલસીલા” ફિલ્મ રીલીઝ થઇ હતી. તે સમયે આ ફિલ્મમાં અભિનયનો જાદુ પાથરનારા કલાકારો અને તેમના નિજી જીવનને એકબીજા સાથે સાંકળતી અસંખ્ય અફવાઓએ જોર પકડ્યું હતું. આથી જ, ફિલ્મે બોક્સ ઓફિસ પર સારૂ એવું કલેક્શન કર્યું હતું. ફિલ્મની ટીકીટ મળતી ન હતી. આશરે સાડા ચાર મહિનાના અંતે, આખરે જાન્યુઆરી, ૦૮ – ૧૯૮૨ના રોજ, એટલે કે શુક્રવારે, વિનોદે જંકશન પ્લોટની નજીક જ આવેલ શ્રીકૃષ્ણા ટોકીઝમાં લાગેલ સીલસીલાની સાડા બારના શોની બે ટીકીટ લાવી હતી. દંપતી તૈયાર થઇને થીએટર પહોંચી ગયેલા. ટીકીટમાં દર્શાવેલ સીટ નંબર પ્રમાણે બન્નેએ પોતપોતાની સીટ રોકી લીધી. બરોબર સાડા બારે શો ચાલુ થયો. એ વખતે સમયની કિંમત આજના યુગથી વધુ હતી. એટલે જ બધુ સમયસર ચાલતું હતું. અંધારૂ થયું, અને ગીત સાથે ફિલ્મની શરૂઆત થઇ. પત્નીએ વિનોદનો હાથ પકડેલો હતો. ફિલ્મ જોવાનો આનંદ આંખોમાંથી છલકાઇ રહ્યો હતો. આશરે કલાક જેટલો સમય પસાર થયો અને ફિલ્મમાં શશી કપૂરની મૃત્યુના સમાચાર દર્શાવવામાં આવ્યા, સાથે સાથે અમિતાભ, અને જયાનું આક્રંદ પણ, બરોબર આ જ સમયે પત્નીની પીડાનો અવાજ વિનોદના કાને અથડાયો. તે સમજી ગયો કે નવા મહેમાનના સ્વાગતનો સમય આવી ગયો હતો. તુરત જ તેણે હાથનો સહારો આપ્યો, તેના ટેકા સાથે તેની પત્ની ઊભી થઇ. તેઓ તેમનાથી થઇ શકે તેટલી ઉતાવળ સાથે થીએટરની બહાર આવ્યા. નિયમિત પણે મુલાકાત લેતા હતા, તે હોસ્પિટલ માટે રીક્ષા કરી અને રવાના થયા.

આશરે પંદરેક મિનિટમાં તેઓ હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલનો સ્ટાફ બન્નેને ઓળખતો જ હતો. તુરત જ નર્સે વિનોદની પત્નીને ટેકો આપ્યો, અને વ્હીલચેર પર બેસાડીને ઓપરેશન થીએટર તરફ લઇ ગયા. આશરે એકાદ કલાક પછી, વિનોદને પત્નીની અસહ્યવેદનાનો અવાજ તીવ્ર થતો હોય તેવું લાગ્યું, અને એકાએક અવાજ બંધ થઇ ગયો. વિનોદની ચિંતામાં વધારો થયો. પરંતુ થોડીક જ ક્ષણોમાં બાળકના રૂદનના અવાજે તેની ચિંતાને ઘટાડી, હળવાશનો અનુભવ કરાવ્યો. ડૉક્ટરે ઓપરેશન થીએટરમાંથી બહાર આવી વિનોદને અભિનંદન આપ્યા. વિનોદ સાતમા આકાશે હતો. આનંદનો પાર નહોતો.

ત્રણ દિવસ પછી, વિનોદ આરટીઓમાં પેંડા વહેંચતા વહેંચતા દરેકને પોતે પિતા બન્યો તે સમાચાર આપી રહ્યો હતો.

‘અરે... દોસ્ત...! પુત્રજન્મની ખુશીમાં ખાલી પેંડા જ વહેંચવાના, પાર્ટી તો આપવી પડે ને...’, વિનોદની પાસેના જ ટેબલનું કામ સંભાળતા, સહકર્મીએ ટીખળ કરી.

‘પુત્રજન્મ નહિ…’, વિનોદે પેંડાનું બોક્ષ ટેબલ પર મૂક્યું, ‘પુત્રીજન્મ...’

કાર્યાલયમાં હાજર પ્રત્યેક સહકર્મી અચંબિત થયા. એકને તો પેંડો મોંઢા પાસે જ અટકી ગયો.

‘અલા... ભલા માણહ...! દીકરી જન્મે તો જલેબી વહેંચાય. ઓમ, પેંડાનો થાળના પીરસાય.’, વડીલ સહકર્મીના અવાજે બધાનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું. દરેકે વડીલની વાતને ટેકો આપ્યો. હામી ભરી.

‘એ રિવાજો... આપણે જ તો બનાવેલા છે. હું આજે મારા માટે તેને તોડું છું.’, વિનોદ વડીલની પાસે ગયો, ‘મારા માટે તો એ દિકરો જ છે. લગ્નના આઠ વર્ષે માતાજીની અસીમ કૃપાથી મારા ઘરે લક્ષ્મી આવી છે, આ સમયે હું પેંડા અને જલેબીના ચક્કરમાં પડું...? નો બને... બાપજી’, વિનોદ મલકાયો.

‘સારૂં, નામ શું રાખ્યું?’, અન્ય સહકર્મીએ પેંડો ઉપાડ્યો

‘આમ, તો છઠ્ઠી પરમદિવસે છે. પરંતુ મેં નામ વિચારી રાખ્યું છે.’, વિનોદના ચહેરા પર ગર્વ દેખાયો.

‘શું વિચાર્યું છે?’

‘તેના જન્મથી અમારી આંખો ચકચકિત બની છે, અને આંખોને ચકચકિત બનાવે તે જ છે મારી દીકરી. આટલા વર્ષો પછી અમારી ખુશીઓને નજર ન લાગે તે માટે આંજણ છે મારી દીકરી. તેનું નામ હું રાખીશ...“કાજલ”...’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏