Triveni - 2 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨

ચાલો વાત કરીએ વૃંદાની

૧૯૮૭, નવેમ્બર

ભારત-પાકિસ્તાન આયોજીત ક્રિકેટ વિશ્વ કપનો જુસ્સો સંપૂર્ણ ભારતમાં છવાયેલો હતો. ભારત સેમીફાઇનલ સુધી પહોંચી ચૂકેલ. ૦૫, નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડ સામે બોમ્બેમાં સેમીફાઇનલ રમાવાની હતી. જે દિવસ હતો દેવદીવાળીનો-એટલે કે કારતક સુદ પૂનમ. ભારત ૨૧૯ રનમાં જ ખખડી ગયેલ, અને સેમીફાઇનલ હાથમાંથી સરકી ગઈ હતી. પ્રત્યેક ભારતવાસી ઉદાસ હતો. યજમાન હોવા છતાં, આપણા ઘરઆંગણે હાર મળેલ, તે વાત માનસપટલ પર કોતરાઇ ગયેલી. ક્રિકેટનો સૌથી વધુ આઘાત-પ્રત્યાઘાત ગુજરાતમાં પહેલેથી જ વધુ હતો. આથી જ ગુજરાત વધુ નિરાશ હતું. સાથે સાથે હેમંત ઋતુનો ગુજરાત પર પ્રભાવ જામી ચૂક્યો હતો. પ્રજામાં ઉદાસીનતા અને ગુસ્સો એક સાથે ર્દશ્યમાન થઇ રહ્યા હતા.

આવું જ કંઇ નિરાશામય વાતાવરણ હતું, કપડવંજમાં પણ, આખરે એ ગુજરાતનો એક ભાગ જ હતો. તો તે ક્રિકેટની અસરથી વંછિત કેવી રીતે રહી શકે. ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર અમદાવાદથી ૬૫ કિલોમીટરના અંતરે મોહર નદીના કિનારે વસેલું નગર એટલે કપડવંજ. ગુજરાતના ખેડા જીલ્લાના તાલુકાઓમાંનો સૌથી જુનો તાલુકો એટલે કપડવંજ. કપડવંજ શહેરનું પ્રાચીન નામ કર્પટવણીજ્ય હતું. જેની પુષ્ટિ ઇતિહાસકારોને મળી આવેલા તામ્રપત્રો આપે છે. આ નામ અપભ્રંશ પામી “કપડવણજ” થયું અને ત્યારબાદ “કપડવંજ” થયું.

કપડવંજ શહેરની ફરતે વિશાળ દરવાજાઓને સમાવતો કોટ બાંધવામાં આવ્યો હતો. તેના પૂર્વિય વિસ્તારને આજે પણ ‘નદી દરવાજા’ અને પશ્ચિમી વિસ્તારને ‘અંતિસર દરવાજા’ તરીકે ઓળખવામાં આવે છે. કપડવંજ કાપડ અને કાચ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું. કપડવંજમાં બનેલી કાચની વસ્તુઓ આજે પણ વડોદરા સયાજીરાવ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવેલ છે. તેના પર સિદ્ધરાજ જયસિંહ, ગાયકવાડથી માંડી અંગ્રેજો સુધી ઘણા શાસકોએ રાજ કર્યું હતું. આજે પણ સિધ્ધરાજ જયસિંહે બાંધેલા તોરણ કપડવંજના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરાવે છે. વળી, તે પ્રસિદ્ધ પ્રૂફ રીડર તસ્નીમ પાટલાવાલા કાપડિયાનું વતન પણ છે.

૦૮, નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઇનલ હતી. પરંતુ કપડવંજમાં કોઇને તે જોવા કે જાણવામાં રસ નહોતો. ભારત તો સેમીફાઇનલમાં જ બહાર નીકળી ગયું હતું. આ હારની ઉદાસીનતાના વાતાવરણમાં સાતમી નવેમ્બરે કપડવંજના, એક ઘરમાં દોડધામ ચાલી રહેલી. પ્રવેશ માટે અંદરની તરફ ખૂલતા લાકડાના દરવાજાની જોડ ધરાવતું તે ઘર, જુની પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવેલ હતું. દ્વારથી અંદર જતા જમણી તરફ દીવાલ સાથે સાથે ચાલતી રહે, અને ડાબી તરફ નાનકડી ચોકડી, તેને અડકીને પાણીની ટાંકી, થોડીક જ આગળ ડગલા માંડતા પહેલા માળે જવા માટે નિસરણી હતી. દ્વારની બરોબર સામે જ એક ઓરડો, અને તેને ચોંટીને જ રસોડું હતું. ઘડિયાળ રાતના સાડા ત્રણ કલાક દર્શાવી રહી હતી. આ ઘરમાંથી એક સ્ત્રીના કણસવાનો અવાજ આવતો હતો. કારણ હતું પ્રસુતિ પીડા. તે સમયે બહુ જ ઓછા માણસો પાસે હરવાફરવા કે જરૂરી કાર્ય માટે પોતાના સાધનો હતા. ખાસ કરીને ગામમાં ઑટો રીક્ષા જ વધુ હતી. વધુમાં, ખાનગી હોસ્પિટલ એક જ હતું. જેમાં કાર્યરત રહી ચૂકેલા ડૉક્ટર આજે વિશ્વ કક્ષાએ નામના ધરાવે છે. પીડા સહન કરી રહેલ સ્ત્રીને આ જ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાની હતી. સ્ત્રીના પતિ, અને પાડોશીઓ દ્વારા મહામહેનતે કૃષ્ણ પક્ષની અંધારી રાતે રીક્ષાની વ્યવસ્થા થઇ ગઇ. આખરે સ્ત્રીને હોસ્પિટલ પહોંચાડવામાં સફળતા મળી.

આટલી રાતે હોસ્પિટલમાં સ્ટાફ અને નર્સની હાજરી પણ પાંખી હતી. થોડીઘણી દોડાદોડીને અંતે સ્ત્રીની આસપાસ નર્સ અને હોસ્પિટલના સ્ટાફનું આવરણ ચડી ચૂક્યું હતું. સ્ત્રીને સ્ટ્રેચર પર સુવડાવી ઓપરેશન થીએટર તરફ લઇ જઇ રહ્યા હતા. તેનો હાથ તેના પતિના હાથમાં હતો. પતિ સ્ટ્રેચરની સાથેસાથે જ ગતિમાં હતો. ઓપરેશન થીએટરના દરવાજા ખૂલ્યા, સ્ટ્રેચર અંદર દાખલ થયું, અને ધડામ દઇને દરવાજા બંધ થઇ ગયા. બંધ દરવાજાની બરોબર ઉપર મધ્યમાં લાલ પ્રકાશ ફેંકતો ગોળો ચાલુ થઇ ગયો.

૦૪:૪૫ કલાકે, ઓપરેશન થીએટરમાંથી રૂદનનો અવાજ આવ્યો, અવાજે પતિની આંખોમાં રોકાઇ રહેલા અશ્રુઓના બંધને તોડ્યો, અને નયનો ઝળહળી ઉઠ્યા. તેની સાથે આવેલા પાડોશીઓ પણ હર્ષોલ્લાસ કરવા લાગ્યા. કારતક વદ બીજની રાતે વિશ્વ કપના કારણે પથરાયેલ નિરાશાનું આવરણ હર્ષની લાગણીઓથી છલકી ઉઠ્યું હતું. પ્રત્યેક પાડોશી અભિનંદન આપી રહેલો. તેટલામાં જ ડૉક્ટર ઓપરેશન થીએટરમાંથી બહાર આવ્યા, તેમણે પુત્રીજન્મના અભિનંદન આપ્યા. સાથે સાથે માતા પણ સ્વસ્થ હતી, તે વાતનો વિશ્વાસ અપાવ્યો.

સવારના સાડા અગ્યારની આસપાસ, પતિ તે સ્ત્રી કે જેણે પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ હતું, સરયું; તેના ખાટલાની પાસે બેઠેલો. બાજુમાં જ લોખંડમાંથી બનાવેલ નાનકડું ઘોડિયું ઝૂલી રહેલું. ઘોડિયામાં લીલા રંગના કાપડથી આવરીત ગોદડી પર કુમળી બાળકી આંખો બંધ કરી સૂતી હતી. સરયુની આંખો ઘોડિયા પર જ સ્થિર હતી. પિતાએ બાળકીને હાથોને જોડીને બનાવેલ ઝૂલામાં લીધી. સરયુ સામે જોયું. નયનોથી જ આભાર માન્યો.

‘શું નામ રાખીશું?’, સરયુનો ધીમો અવાજ પતિના કાન સુધી પહોંચ્યો.

‘રાશિ તો ખબર નથી...! પહેલા એ તો જાણીએ.’

‘રાશિ જાણીને શું કરીશું? રાશિ પ્રમાણેના નામ કોઇ અલૌકિક ફાયદાઓ થોડી કરાવતા હોય છે.’, સરયુએ બન્ને હાથ ફેલાવી બાળકીને પતિ પાસે માંગી. ધીરે ધીરે થોડા ઊભા થઇ સરયુએ ખાટલાનો ટેકો લીધો. પતિએ બાળકીને ખોળામાં મૂકી. બાળાના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં સરયુના મુખેથી કૃષ્ણ ભજન નીકળ્યું.

‘તું કૃષ્ણ ભક્તિ કરે છે, અને આપણા ઘરના આંગણામાં એટલી જગા નથી કે કૃષ્ણને પ્રિય તુલસીની સ્થાપના કરી શકીએ.’, પતિએ પણ બાળકીના માથે હાથ ફેરવ્યો. સરયુના પતિને વાંચનનો ખૂબ જ શોખ હતો. તેના કારણે જ તેનું શબ્દભંડોળ પણ વિશાળ હતું. પ્રત્યેક વિષયને લગતું ગહન વાંચન તેને અધ્યાયી અને અભ્યાસુ બનાવી ચૂકેલ.

‘તમે કહેવા શું માંગો છો?’, સરયુંએ કાનને ઢાંકતા કાપડને સરખું કર્યું. જન્મ આપનાર માતા મસ્તકને કાપડથી ઢાંકતી, કે જેમાં કાન પણ સંતાઇ જાય.

‘હું કહેવા માંગું છું કે, નામ આપણે કૃષ્ણને લગતું જ રાખીએ તો... કેવું?’

‘હા, કેમ નહિ? આપ કહો...’, સરયુની આંખોમાં આતુરતા દેખાઇ.

‘આપણા ઘરઆંગણનો તુલસીનો છોડ, શ્રીકૃષ્ણની આઠ માંહેની એક પટરાણી, કૃષ્ણની રાસલીલાનું સ્થળ એટલે વૃંદાવન, અને તે વનની એક દેવી, અને બધાનો પર્યાય આપણી દીકરીનું નામ રાખીશું,’, પતિની આંખોમાં એક વિશ્વાસ, ગર્વ અને પ્ર્રેમ છલકી રહેલો.

‘હવે જલ્દી નામ બોલો…’

‘નામ રાખીશું...“વૃંદા”…’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏