TRIVENI - 11 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૧

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૧

નિશાનો કોલેજ પ્રવેશ

અમદાવાદ, નવરંગપુરા વિસ્તારમાં સ્થિત એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજમાં પ્રતિવર્ષ બાર સાયન્સ પ્રવાહ પાસ કર્યા પછી ડિગ્રી કોલેજમાં એડમિશન મેળવવા અર્થે આયોજન થતું હતું. સંપૂર્ણ ગુજરાતમાં અહીંથી કેન્દ્રિય ધોરણે પ્રવેશ થતો હોવાને લીધે જુન-જુલાઇ માસનો ગાળો મેળા જેવું વાતાવરણ રહેતું હતું. બાર સાયન્સમાં સારૂ પરિણામ આવે એટલે મેડિકલ પર પહેલી અને ત્યારબાદ એન્જીયરીંગ પસંદગી રહેતી. આમ, એલ. ડી. એન્જીનીયરીંગનું મેદાન પણ વાલીઓ અને તેમના પાલ્યોની સેનાથી ખચોખચ ભરેલું હતું. પ્રવેશ ફોર્મ ભર્યા પછી, જે તે અરજદારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતા. રૂબરૂ મુલાકાતમાં જે તે વિદ્યાર્થીએ એન્જીયરીંગના અભ્યાસ માટેની શાખા પસંદ કરવાની રહેતી. અમદાવાદ પાસપોર્ટ ઓફીસ તરફના દરવાજાથી એલ. ડી. એન્જીનીયરીંગમાં પ્રવેશતાં જ જમણા હાથે એનસીસીનું કાર્યાલય અને થોડાંક ડગલાઓ જ આગળ વધતાં ડાબી તરફ છોકરાઓની હૉસ્ટેલ હતી. તેની બરોબર સામે કેન્ટીન, અને કેન્ટીનની બાજુમાંથી જતો માર્ગ લઇ જતો હતો, પ્રવેશ મેળવવા અર્થે પ્રતીક્ષા રૂમમાં પ્રતીક્ષા કરી રહેલા વિદ્યાર્થીઓ તરફ. નિશા અને કિશોર પણ તે જ પથને પકડી પ્રતીક્ષાકક્ષ સુધી પહોંચ્યા હતા. નિશાનું બાર સાયન્સનું પરિણામ ઉત્તમ હોવાને કારણે સગાસંબંધીઓ અને કિશોરના મિત્રવર્તુળે એન્જીયરીંગ કરવ બાબતે સુઝાવ આપ્યો હતો. આથી જ નિશા એલ.ડી. એન્જીયરીંગમાં પ્રવેશ મેળા માટે આવી હતી. રૂમમાં એક ખૂણામાં ટીવી લગાડેલ હતું. જેની સ્ક્રીન પર વિવિધ એન્જીયરીંગ કોલેજના નામ, તેમાં ચાલતા અભ્યાસક્રમો અને તે અભ્યાસક્રમોની કેટલી બેઠકો ભરાયી હતી અને કેટલી ખાલી હતી, તેની માહિતી આવતી હતી. પહેલી વાર આવો પ્રવેશ મેળો જોઇ નિશા ડઘાઇ ગયેલી. કઇ શાખામાં જવું? શું ભવિષ્યમાં કામ આવશે? ક્યાં ભણવું? વિચારોમાં ખોવાયેલી નિશાને કિશોરે ખભા પર હાથ મૂકી સાંત્વના આપી. કિશોરના અમદાવાદ ખાતે વસતા મિત્રની સલાહને અનુસરી નિશા અને કિશોરે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (ઇ.સી.) એન્જીયરીંગ પર પસંદગીનો કળશ ઢોળ્યો, અને સારા માર્ક્સ હોવાને કારણે નિશાને રાજકોટની આત્મિય કોલેજ કે જે સ્વનિર્ભર કોલેજ હતી, તેમાં લઘુત્તમ ફીના ધોરણે એડમિશન મળી ગયું. બારમું ધોરણ રાજકોટમાં જ કરેલ હોવાથી નિશા માટે શહેર નવું નહોતું. એટલે જ રાજકોટની કોલેજમાં એન્જીયરીંગ કરવા બાબતે નક્કી કરેલું. વળી, કોલેજમાં ગર્લ્સ હૉસ્ટેલ પણ હતી, માટે રહેવા બાબતે કોઇ ચિંતા નહોતી.

કોલેજના પહેલા દિવસે આત્મિય એન્જીયરીંગ કોલેજના પટાંગણમાં દાખલ થતાં નિશાને નિહાળ્યું કે પ્રવેશદ્વારની બન્ને તરફ વિસ્તરેલ ઇમારતની ભુજાઓ, જાણે હાથ ફેલાવી ગળે મળવાનો ઇશારો કરી રહી હતી. નિશા વર્ગખંડમાં પહોંચી, પાટલી પર પોતાનું સ્થાન મેળવ્યું. પહેલા દિવસે સામાન્ય રીતે કોલેજ અને અભ્યાસક્રમ વિષે સમજાવવાનું રહેતું. આથી જ વર્ગખંડમાં દાખલ થયેલ પ્રોફેસરે પણ તે મુજબ જ માહિતી આપી. તેઓએ જણાવ્યું કે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનનું ક્ષેત્ર માનવ જીવનના તમામ ક્ષેત્રોને આવરી લેતું હોય છે. રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઓટોમોબાઈલ, ઓફિસ મશીનરી અને હાઉસહોલ્ડ એપ્લાયન્સિસ, જીવન રક્ષક તબીબી ઉપકરણો અને અવકાશ વાહનોમાં ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વ્યાપક રીતે પ્રતિનિધિત્વ કરે છે. ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અન્ય ટેકનિકલ પ્રોફેશનલ્સ સાથે ઉચ્ચ તકનીકોનો વિકાસ છે, જે આપણી આસપાસ છે. કોઈપણ વિદ્યાશાખામાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની અત્યાધુનિક શૈલીઓ હાલમાં ઈલેક્ટ્રોનિક્સ શૈલીઓ દ્વારા સમર્થિત છે. આ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનનું શૈક્ષણિક મહત્વ દર્શાવે છે, પરિણામે મોટી માંગ એ ટૂંકા અને લાંબા ગાળાની સંભાવના છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર આજકાલ સૌથી ઝડપી દરે વિકસી રહ્યું છે અને આ ક્ષેત્રમાં વધુને વધુ વિકાસ થઈ રહ્યો છે. આ ક્ષેત્ર એવા યુવાન સ્નાતકો માટે ઘણી તકો ઉભી કરે છે જેઓ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, તેના ઘટકોની રચના અને ઉત્પાદનમાં રસ ધરાવે છે.

નિશા પણ જાણતી નહોતી કે તેણે જે કોર્સમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું, તેનું મહત્વ કેટલું હતું?, પરંતુ પ્રોફેસરના વ્યાખ્યાન બાદ તેને પોતાના પર ગર્વ થવા લાગ્યો કે અદ્દભૂત અભ્યાસક્રમમાં એડમિશન મળ્યું હતું. તેના કંઇક નવા કરવાના વિચારને અહીં વાચા મળે તેવું તેને પ્રતીત થવા માંડ્યુ હતું.

દિવસો પસાર થવા લાગ્યા, પ્રથમ સેમેસ્ટરનો લગભગ અડધો સમય પસાર થઇ ચૂક્યો હતો. આત્મિય કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઇ વિવિધ ઇતર પ્રવૃત્તિઓ પણ થતી હતી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજીયાત પણે ભાગ લેવડાવવામાં આવતો, જેથી તેઓ ભણતર સાથે સાથે અન્ય વિકાસ પણ સાધી શકે. આ વર્ષે પણ આવું જ આયોજન હતું. નિશાને સ્પર્ધામાં ઉતરવું, અને તેમાંથી કંઇક શીખવું, અત્યંત પસંદ હતું. આથી નિશાએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધા સામુહિક હતી, જેમાં એક ટુકડીમાં ચાર વ્યક્તિઓ હતા. નિશાની ટુકડીનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. ત્રણ દિવસના કાર્યક્રમ બાદ પ્રત્યેક સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવતા હતા. જેને કાર્યક્રમનું સમાપન કહેવામાં આવતું. મોબાઇલ ફોનની હજુ એટલી બોલબાલા વધી ન હતી. આથી નિશા અઠવાડિયામાં એક વાર કિશોર સાથે ટેલિફોન પર વાત કરતી. સ્પર્ધાના અંતિમ દિવસે સાંજે તેણે કિશોરના કાર્યાલયમાં ફોન જોડ્યો હતો.

કિશોરના ફોન હાથમાં લેતાંની સાથે જ નિશાએ બોલવાનું ચાલું કર્યું, ‘હેલો...પપ્પા...! છેલ્લા ત્રણ દિવસથી કોલેજમાં સ્પર્ધાઓ ચાલી રહી હતી. અમે ચાર જણાંની ટુકડીએ પણ એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. લગભગ સવારના અગિયારથી બપોરના ત્રણ કલાક સુધી અમારી સ્પર્ધા ચાલી. નિર્ણાયકોએ મુલાકાત લીધી, અને આજે હમણાં એક કલાક પહેલાં જ બધું પત્યું, અને વિજેતાઓની જાહેરાત પણ કરી...’

કિશોરે નિશાને અટકાવી, ‘થોડી હા ખાઇ લે... ધીરે ધીરે... હું અહીં જ છું.’

‘ના… તમે સાંભળો... અને વિજેતાઓની જાહેરાત થઇ... તમને ખબર નહી હોય... અમારી ટુકડી પ્રથમ ક્રમે વિજેતા બની...’, નિશાએ વાત ચાલુ જ રાખી... હરખનો પાર નહોતો. કોલેજનું પહેલું વર્ષ, અને શરૂઆતમાં જ પહેલા ક્રમે વિજેતા બનવાનો લ્હાવો. અવિરત આનંદ. અનંત આનંદ.

‘કઇ સ્પર્ધામાં વિજેતા બની?’, કિશોરે નિશાની વાતમાં સ્પર્ધા વિષેની માહિતી રહી ગઇ તે બાબત પર ધ્યાન દોર્યું.

નિશાના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏