Nilkanth Veli in Gujarati Detective stories by B M books and stories PDF | નીલકંઠ વેલી..

The Author
Featured Books
Categories
Share

નીલકંઠ વેલી..

દિવસ આખાનો થાક ઉતારીને અમરસિંહે રાતના નવ વાગ્યે લંબાવ્યુ. ત્યાં જ થોડીવારમાં ફોનની ઘંટડી રણકી. હેલ્લો, હું નીલકંઠ વેલીના ચોથા માળેથી અપાર્ટમેન્ટ નં. 302 માંથી બોલુ છું. મારૂ નામ આદિત્ય છે. હું પોલિસ વિભાગથી બોલું છું. અહીંયા અમને ત્રણ લાશ મળી છે. જેમાંથી એક વ્યક્તિના મોબાઇલમાં તમારૂ નામ પપ્પા તરીકે નોંધાયેલુ હતું, એટલે અમે તમને ફોન જોડ્યો. તો તમે જ્યાં હોવ ત્યાંથી કાલ સવારના ઘરે આવો.

નીલકંઠ વેલી એક ઉચ્ચ દરજ્જાની સોસાયટી હતી. તેમાં રહેતા લોકો ઘણા ખરા ધનાઢ્ય હતા. જેને સુસંસ્કારિતાનો અવ્વલ દરજ્જો દેવામાં આવે એવા લોકો ત્યાં રહેતા હતા. નીલકંઠ વેલીના ચોથા માળાના અપાર્ટમેન્ટ નં. 302 માં અમરસિંહનો પરિવાર, તેની પત્ની સરિતા સિંહ તેમ જ તેનો પુત્ર અને પુત્રી, હેમંત અને પિંકી એમ ચાર જણા હતા.

આજથી આઠ વર્ષ પહેલા જ્યારે સરિતા બહેન લગ્ન કરીને ગણેશ નગર સોસાયટીની ચાલીમાં આવ્યા હતા. ત્યારે અમર સિંહ ધનાઢ્યની શ્રેણીમાં નહી પણ એક સામાન્ય માણસની શ્રેણીમાં બેસતો હતો. કદાચ ત્યારે અમરસિંહની ભાગ્ય રેખા તેનો સાથ નહોતી દેતી. કદાચ એટલે જ ઘણી કંઇ નોકરીઓ બદલી, મિત્રોની સલાહ પ્રમાણે ત્રણ-ચાર ઘંઘા બદલ્યા પણ કંઇ રાસ ન આવ્યું. ગમે તેમ તો પણ શેર જુવાર મળી રહેતો. અમરસિંહના લગ્ન મધ્યસ્થ ગૃહના શિક્ષકના પુત્રી સરિતાબેન સાથે થયા હતા. સરિતાબેન બહુ શાંતિપ્રિય તથા તેઓ સંયમી તથા મહેનતી સ્ત્રી હતા. તેનાથી વિપરીત અમરસિંહ ધીરજ વિનાના, વાત વાતમાં પોતાનો આપો ગુમાવી બેસે તેવો પુરુષતત્વ ધરાવતા હતા.

ઘણા ધંધા બદલ્યા પણ ક્યાંય ઠેકાણુ પડતું જ ન હતું ત્યારે પણ સરિતા તેને હિંમત આપતી રહેતી, બધુ સારૂ થઇ જશે. ભાગ્યનુ કોઇ લઇ નહી જશે. આવી વાત સાંભળીને કે કંઇ કરવાની ઇચ્છાથી અમર પોતાના કામમાં લાગ્યો રહેતો. પણ કહેવાય છે ને કે સમય પહેલા કોઇને કંઇ નથી મળતુ. તેમ અત્યારે કદાચ અમરસિંહનો સમય નહોતો પાક્યો.

આમ સમય પસાર થતા એક વરસ વીતી ગયું તે દરમિયાન તેની મોટી દીકરી પિંકીનો જન્મ થયો. ને અમરસિંહનો ભાગ્યનો સિતારો બદલાયો. અમરસિંહના ગાર્મેન્ટનો ધંધો ઉપડ્યો. તેથી ચાલીથી ફ્લેટમાં આવી ગયા. બે વરસ પછી તેને ઘરે પુત્ર હેમંતનો જન્મ થયો. અમરસિંહ માટે બન્ને છોકરાઓ નસીબદાર નીકળ્યા. તેનો કારોબાર વધતો જ ચાલ્યો. તે કારોબારમાં એટલો બધો વ્યસ્ત રહેતો કે તેને ભાન જ નહોતી કે તેના છોકરા નાનામાંથી મોટા ક્યારે થઇ ગયા.

આજે આ અશુભ સમાચાર સાંભળી અમરસિંહના પગ નીચેથી જમીન જ ખસી ગઇ. તેને આ વાત પર વિશ્વાસ જ નહતો બેસતો. તે તત્કાળમાં બેંગ્લોરથી, મુંબઇ પહોંચ્યો. નીલકંઠ વેલીમાં પહોંચતા તેના ફ્લેટમાં દાખલ થયો. ત્યાં તેને તેના ચિરપરિચિત ચહેરાને બદલે અપરિચિત ચહેરા જોવા મળ્યાં ત્યાં તેના બે બાળકો, આંખમાં ખુશી લઇને બેઠેલી તેની પત્ની તેને ન દેખાણી. ત્યાં જ એક ઇન્સપેક્ટર તેની પાસે આવ્યો. તમે કોણ? ઇન્સપેક્ટરે પુછ્યું.

હું અમરસિંહ આ ઘરનો માલિક પણ મારા બાળકોને મારી પત્ની ક્યાં છે? અમરસિંહે પ્રશ્ન પુછ્યો.

ઓહ, તો તમે જ અમરસિંહ છો. હેલ્લો, હું ઇન્સપેક્ટર આદિત્ય છું. મે જ તમને ફોન કર્યો હતો. અમને તમારા ફ્લેટમાંથી ગઇકાલ સવારના તમારા પત્ની તથા બે બાળકોના શબ મળી આવ્યા હતાં. ઇન્સપેક્ટરે સ્વસ્થતાથી કહ્યું.

'મારી... પત્નીને કોણે મારી... મારા બાળકો... કોણ છે એ હત્યારો હું એને જીવતો નહી છોડું.' અમરસિંહે કાબુ ગુમાવતા કહ્યું.

ઇન્સપેક્ટરે તેમને શાંત થવાનું કહ્યું. અમને તમારી સ્થિતી પર ખેદ છે પોલિસે દિલાસો આપતા કહ્યું. જે કોઇ હશે તે અમારા હાથેથી બચી નહી શકે. તમારી કોઇ સાથે દુશ્મની કે કોઇ તમારો દુશ્મન જે તમને ચોટ આપવા માંગતો હોય? પોલિસે પુછ્યું.

ના સાહેબ મારો તો એવો કોઇ દુશ્મન નથી, ને કોઇને બદલો લેવો પણ હોય તો મારી સાથે ખરાબ કરે ને મારા પત્ની, ને બાળકોનો એમાં શું વાંક અમરસિંહે રડતા રડતા કહ્યું.

ઠીક છે ત્યારે અમને કંઇ જાણ થશે કે અમે તમને જણાવીશું, તમારી પત્ની તથા બાળકોના શબને પોસ્માર્ટમ વિભાગમાં મોકલી દીધા છે, તેના રિપોર્ટ પછી જ અમે કંઇ કરી શકીશું.

બે અઠવાડીયા પછી રિપોર્ટમાં ત્રણેયનું ખુન એક જ હથિયાર વડે થયુ છે એ પુરવાર થઇ ગયું, ત્રણેના ખુન ત્રણ સવા ત્રણ ના થયા છે એમ સાબિત થયું. ઇન્સપેક્ટરે તેના ત્રણ સાથીને નીલકંઠ વેલીની આસપાસ ગોઠવી દીધા, ને આજુબાજુના વિસ્તારમાં પુછપરછ પણ ચાલુ કરી દીધી હતી.

ઇન્સપેક્ટરે જે ત્રણ વ્યક્તિને કામે લગાડ્યા હતા. તેનાથી કંઇ ફાયદો ન થયો. પણ એક મોબાઇલ નંબર પ્રાપ્ત થયો હતો. જેનાથી વારંવાર સમિરાને સંપર્ક કરાયો હતો. અમરસિંહને આ નંબર વિશે કંઇ ખબર ન હતી. પોલિસે આ નંબરની સંપુર્ણ માહિતી મેળવાની ઝુંબેશ હાથ ધરી.

આદિત્યની આ કામગિરી ચાલુ જ હતી, એવામાં તેને એક કોલ આવ્યો જેમાં સામેવાળી વ્યક્તીએ રાતના ત્રણ વાગ્યાની આસપાસ એક શખ્સને નિહાળ્યો હતો, જે સરિતા બહેનના ફ્લેટ તરફ જતા દેખાયો હતો. તેના હાથમાં એક મોટી બેગ હતી. તેણે કાળા કલરનું જેકેટ પહેર્યું હતું. ને તે ખૂબ જલ્દીમાં હોય એમ લાગતું હતું.

પોલિસને કોણે ફોન કર્યો હતો. તેનુ નામ જાણવા નહોતું મળ્યું, પરંતુ આટલી માહિતી બસ હતી.

આદીત્ય જે એક વરસ પહેલા જ પોલિસ સ્ટેશનમાં જોડાયો હતો. તે બાળપણથી જ પોલિસ બનવા માંગતો હતો. તેણે પોતાની લાઇફમાં ઘણા લોકોને જોયા હતા. તેથી તે જાણતો હતો કોણ સાચુ છે ને કોણ ખોટુ છે. આ કેસમાં તેને કંઇ ખુંટે છે એવુ સતત રહ્યા કરતું.

આ તરફ અમરસિંહને હવે કોના માટે જીવવુ એ જ નહોતુ સમજાતુ. તે સાવ હતાશ થઈ ગયો હતો.

આદિત્યે ફરીથી પૂછપરછ ચાલુ કરી અને ફરીથી ઘરની તપાસ પણ ચાલુ કરી તથા સરિતા બહેન અને બાળકોના રૂમમાંથી તેને એક ડૉક્ટરની રસીદ મળી જે અમરસિંહને દેખાડવામાં આવી પરંતુ અમરસિંહે તે આવા કોઇ ડૉક્ટરને ઓળખતો નહતો અને તેના પરિવારમાંથી પણ કોઇની આ દવાની રસીદ નથી એમ જણાવ્યું. તેમાં દરદીનો આઇ.ડી. નંબર હતો ને ડૉક્ટરનું સરનામુ હોવાથી તેને શોધી તે દરદીની માહિતી બહાર કાઢવામાં આવી. દરદીનું નામ અમરસિંહના પરિવારમાંથી કોઇનું નહોતુ. પરંતુ કોઇ મેહુલ શાહ નામના વ્યક્તિની રસીદ હતી. ડૉક્ટર પાસેથી આ મેહુલ શાહનું સરનામું કઢાવ્યું. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે મેહુલ શાહ એક માનસિક રોગથી પિડાતો દરદી હતો. તેની બે વરસથી સારવાર ચાલતી હતી.

આદિત્ય ડૉક્ટરના જણાવેલા સરનામે પહોંચ્યો. ત્યાં તેને મેહુલ શાહ ન મળ્યો. પરંતુ આજુબાજુથી માહિતી મળી કે તે બે મહિનાથી ઘરે જ નથી આવ્યો ને હવે તે ક્યાં છે તે પણ કોઇને ખબર નથી. આદિત્યે અમરસિંહ સાથે પણ મેહુલ શાહની બાબતમાં પૂછપરછ કરી. અમરસિંહે મેહુલ શાહ જેવા કોઇ વ્યક્તિને નથી ઓળખતો એમ જણાવ્યું.

ડૉક્ટરના સુચનો પ્રમાણે મેહુલ એક માનસિક દરદી હતો. તેને સમયે સમયે એન્ટીબાયોટીકની જરૂર પડતી. ને એ દવા માત્ર આ ડૉક્ટર જ વાપરતા હતા. તેથી મેહુલ અહીં જરૂર આવશે, એની ખાતરી હતી. તેથી આદિત્યે ક્લિનીક પર ચાંપતી નજર રાખી. ને ડૉક્ટરને જણાવ્યું કે મેહુલ આવે ત્યારે મને જણાવશો.

બે અઠવાડીયા વિતી ગયા. એક ફૉન આવ્યો. આદિત્ય ફોનની વાત સાંભળી ફોન મુકીને ભાગ્યો, મેહુલ પકડાઇ ગયો. તેની પૂછપરછ ચાલુ કરાઇ.

અમરસિંહ અંધારી કોટડીમાં બેઠો હતો. ગાઢ અંધારામાં જાણે એક કારમી ચીસ ક્યાંકથી આવતી હોય એમ અમરસિંહને લાગ્યુ. ત્યાં જ અંધારાને ચીરતો ડોરબેલનો અવાજ આવ્યો.

અમરસિંહે દરવાજો ઉઘાડ્યો. અંધારી કોટડીમાં પ્રકાશ રેલાણો. આદિત્ય તેના ત્રણ હવલદાર અને એક અજાણ વ્યક્તિ સાથે ઘરમાં પ્રવેશ્યો.

હેલ્લો, અમરસિંહ અમને ખુની મળી ગયો છે. તેણે પોતાના ગુના કબુલી લીધા છે. આદિત્યે જણાવ્યું. કોણ છે એ હરામખોર, નફ્ફટ માણસ, અમરસિંહ ગુસ્સેથી બરાડી ઉઠ્યો.

શાંત, થઇ જાવ તે શખ્સ આ રહ્યો આઝાદસિંહ ને તેનુ બીજુ નામ એટલે મેહુલ શાહ. આદિત્યે જણાવ્યું.

હું તો આ માણસને નથી ઓળખતો તો પછી આ માણસે આવુ કામ શું કામ કર્યુ? અમરસિંહે પુછ્યું.

આઝાદસિંહને સરિતા બહેન એક કૉલેજમાં સાથે ભણતા હતા. બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા. પણ આઝાદસિંહને પૈસાની લાલચ હતી તેથી તે ડ્રગ્સના ધંધામાં સંડોવાયો, આ વાતની જાણ સરિતા બહેનને થતા તેણે આઝાદસિંહને આ ધંધામાંથી નીકળી જવાનુ ખુબ સમજાવ્યું. પરંતુ આઝાદસિંહને પૈસા જોતા હતા. આમ તે વિખુટા પડ્યા. સરિતા બહેનના તમારી સાથે લગ્ન થઇ ગયા. પરંતુ બે વરસ પહેલા જ આઝાદ સિંહના નામે પોલિસમાં કેસ આવ્યો, ને તે માનસિક રોગથી પિડાવા લાગ્યો. પોલિસથી બચવાને પોતાનો ઇલાજ કરવા તે નવા નામ સાથે મુંબઇ આવ્યો, ને તેની મુલાકાત સરિતા બહેન સાથે થઇ. તેથી સરિતા બહેન પ્રત્યેનો તેનો પ્રેમ ભરીથી જન્મ્યો. તે સરિતા બહેનને મળવા લાગ્યો.

બન્ને ફરીથી પ્રેમમાં પડ્યા ને એકવાર ફરીથી બન્નેએ પ્રેમની હદ તોડી નાખી. પરંતુ સરિતા બહેનને આ બધુ થવાથી પતિ તથા બાળકોને ખબર પડી જવાનો ભય સતાવવા લાગ્યો. ને સમાજમાં તે શું મોઢું બતાવશે, એવા ડરથી આઝાદ સિંહને જે થયું તે ભૂલી જઇ તે ક્યાંક બીજે ચાલ્યો જાય એમ સમજાવવા લાગી. પરંતુ આઝાદ સિંહ સરિતા બહેન તથા તેની વાસનાને છોડવા તૈયાર નહતો. તેથી ખૂન થયુ તે રાત્રે એ એક વાગ્યે તમારા ઘરે આવ્યો. સરિતા બહેને દરવાજો ઉઘાડ્યો, બાળકો બીજા રૂમમાં સૂતા હતાં. સરિતા બહેન, આઝાદસિંહને જોતા ઘબરાઇ ગયા. તેણે તેને ત્યાંથી જતા રહેવા કહ્યું. પરંતુ વાસનાની અગ્નિમાં બળતો આ માણસ સરિતા બહેનને પકડી બેડરૂમમાં લઇ ગયો. ને કામોત્તેજને સંતોષવા માંડ્યો. પરંતુ સરિતા બહેનને આ બધુ ન ગમતા તેનાથી છોડાવવાના પ્રયત્નમાં લાગી ગયા. પરંતુ વાસનામાં લીન આ માણસ કંઇ સમજવાની હાલતમાં નહતો.

તેથી સરિતા બહેને જે હાથમાં આવ્યું તેના દ્વારા આઝાદસિંહના માથા પર પ્રહાર કર્યો, આમ આ માણસ ગુસ્સે થઇ ગયો ને સરિતા બહેનની સાથે બળજબરી કરવા લાગ્યો, ત્યાં જ સરિતા બહેના શોરથી બાળકો જાગી ગયાને તેઓ મમ્મીના રૂમમાં આવ્યા, બાળકોને જોતા જ આઝાદસિંહ ડરી ગયોને તેણે તેની પાસે રહેલ ચપ્પુ દ્વારા બાળકોને મારી નાખ્યાને ચાકુની ધાર પર સરિતા બહેનને રાખી તેણે શારીરીક સુખ મેળવ્યું, ને અંતે તેનુ પણ ખુન કરી નાખ્યુ તેમજ ત્યાંથી બધુ સાફ કરી બધા પુરાવા લઇ નાસી જવા નીકળ્યો. સોસાયટીમાં રહેતા એક માણસે તેને જોઇ લીધો. જેના પુરાવા દ્વારા આ એ જ માણસ છે જે તે રાત્રે અહીંથી જલ્દીમાં નીકળ્યો હતો તે સાબિત થયું. તેણે બધા સબૂતો ચાલીકીથી સાફ કર્યા પરંતુ જ્યારે તે બાળકોને તેના રૂમમાં લઇને ગયો ત્યારે તેના ખિસ્સામાંથી ડૉક્ટરની રસિદ પડી ગઇ જેના પર તેનું ધ્યાન ન રહ્યું.

આમ ડૉક્ટરના સહકારથી અમે આ વ્યક્તિ દ્વારા પહોંચી શક્યાં. પહેલા આ વ્યક્તિએ પોતાના ગુનામાંથી ફરાર થવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ અમારી કડકાઇ દેખાડવાથી તેણે પોતાનો ગુનો કબુલી લીધો, તમે જરાય ચિંતા ન કરતા આ વ્યકિતને જરૂરથી જ ફાંસી મળશે, આદિત્યે પોતાની વાત પુર્ણ કરી.

અમરસિંહને વિશ્વાસ નહોતો બેસતો કે ખૂની અને મારી પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. અમરસિંહને આઘાત એનો નહોતો લાગ્યો કે તેના પત્નીના પ્રેમ પ્રકરણે તેની જાન લીધી. પણ આઘાત એ વાતનો હતો કે, ગીધે ડાળીતો ઝાડની તોડી પરંતુ એમાં રહેલો માળો પણ તોડી નાખ્યો ને તેમાં રહેલા ઇંડા પણ તોડી નાખ્યા.

અમરસિંહ રડી પડ્યોને રડતાં રડતાં તે પલંગ પર ઢળી પડ્યો.