You are free now. in Gujarati Moral Stories by B M books and stories PDF | તમે આઝાદ છો......

The Author
Featured Books
Categories
Share

તમે આઝાદ છો......

રાતની થંડી આજે વર્તાઈ રહી હતી. ઉપરની નાની એવી ઉજાસ બારીમાંથી પવન ફુંકાય રહ્યો હતો. આજુબાજુ સર્વત્ર ઠંડગાર વર્તાતુ હતુ. આજુબાજુ જ્યાં નજર ફેરવો ત્યાં સુધી અંધારુ છવાયું હતું. માત્ર થોડા થોડા અવાજો કાને અથડાતા હતા. મારી આજુબાજુના લોકો આ રાતની મજા પોતાની ઉંઘ દ્વારા માણી રહ્યાં હતાં. તેમાં હું ક્યારનો પોતાની આંખ મિચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

આસપાસ ઘોર અંધારૂ હતું. દૂર હરોળમાં નજર નાંખતા એક બલ્બ સળગતો દેખાતો હતો. ત્યાં જ એક માણસ પોતાના હાથમાં દંડોને ખભે બંદુક લઈને બેઠો રહેતો, નહીં તો ક્યારેક બંદુક સાઈડ પર મૂકીને સુઈ જતો. અમારામાંથી ઘણા એને ઘુવડ કહેતા એ પણ રાતના બધા પર નજર રાખીને બેસતો.

સવાર પડી કે છ વાગ્યાનો સાઈરન જોરથી કાનમાં અથડાયો. બધા ઉભા થયાને ન્હાવા માટે પડાપડી થવા માંડી. સાત વાગ્યે કે પછી ક્યારેક રસોઇ બનાવવાવાળા મોડા પડી જાય તો આઠ વાગ્યે નાસ્તો હાજર થઈ જતો. નાસ્તો કરી લીધા પછી અમારા રૂમના દરવાજા ખૂલી જતાં ને અમે હરોળમાં બારે નીકળતા ત્યાં વરદીધારી અમારી ગણતરી કરતા ને અમને ત્યાંથી બારે નીકળવાનો ફરમાન સંભળાતો.

આ એક જેલ હતી. અમે બધા જેલના કેદીઓ હતા. જેલ બહુ જુની હતી તેથી સુરક્ષા પણ ખૂબ સારી હતી. અમારી ચારેબાજુ અમારાથી ઘણી લાંબી પથ્થરોથી મજબુત એવી દિવાલો હતી. જેના પર વીજળીના અને કાંટા જેવા ધારદાર વાયરો ગોઠવાયા હતા. પાંચસો ફૂટનો આ એરિયો અમારો મહેલ હતો જેમાં દરેક પાંચ જણને એક રૂમ આપવામાં આવ્યો હતો. એક બારેથી તાળુ બંધ રૂમને બારે ચાર દિવાલોના વચ્ચે જે કંઈ એ બધુ અમારૂ આનો રાજા અમારો જેલર હતો.

જેલરની ઘણી વાર્તાઓ આખા જેલમાં ફરતી હતી. પણ બધી કહી સાંભળેલી વાતો હતી. કોઈ પુરાવા સાથે કંઈ બોલતુ ન હતું.

અમે દરરોજ બારે નીકળી સવારે યોગા કે દોડવાનુ શરૂ કરતા જેલરનુ માનવુ હતુ કે તેથી અમારું સ્વાસ્થ્ય સુધરશે તથા આખા દિવસમાં કામ કરવા માટે ચુસ્તી મળશે. એક કલાકનો આ સમય પસાર થયા પછી બધા પોતપોતાના કામે વળગી જતા.

અહીં બધા સારા લોકો જ છે એવુ પણ નથી ને બધા ખરાબ છે હું એવું પણ નથી વિચારતો. હું જ્યારે અહીં પહેલીવાર મારી પત્નીના ખૂનના આરોપસર આવ્યો ત્યારે મને ઉંમરકેદની સજા ફરમાવવામાં આવી હતી. જે ખૂન મેં કર્યુ જ ન હતું. એ ખૂનની સજા હું ભોગવવા આ જેલમાં આવ્યો હતો. ત્યારે મને આવા લોકો કે આ સળિયાનો કોઈ અનભુવ નહીં. મે પહેલી વખત આખા જેલનો નજારો જોયો. અંદર એકંદરે એક ભય હતો. કે હવે હું જીવનભર અહીં ફસડાઈ પડ્યો છું. મારૂ ભવિષ્ય, વર્તમાન બધું ખરાબ થઈ ગયુ છે. પણ હું કંઈ જ કરી નહોતો શકવાનો. મારો વકીલ કેસ હારી ગયો હતો. ન્યાયાધીશે મારી સુનાવણી કરી દીધી હતી. હવે માત્ર એ સજા જ મારે ભોગવવાની હતી. મારી પાસે માત્ર આ એક ધાબળો આ કપડાને આ ચાર દિવાલ સિવાય કશું જ ન હતું. રાત તેમ જ પસાર થઈ.

સવારે બધા નવા કેદીઓની જુના કેદીઓ દ્વારા રેગીંગ થઈ રહી હતી. મારી પણ થઈ. સતત બે અઠવાડિયા આ બધુ મારી સાથે થયું. એ બે અઠવાડિયા મારા એ જેલમાં સૌથી ખરાબ હતા.એના પછી તેઓને મારામાં રસ રહ્યો નહીં.

તે પછી મારા મિત્રો પણ બનવા લાગ્યા તે બધા પણ કોઈના કોઈ આરોપસર ગુન્હેગાર હતા. પરંતુ તે અહીં સારા માણસોમાંના હતા. એટલે તેમની સાથે મિત્રતા કરવામાં કોઈ વાંધો નહતો. આમ પણ અહીં સારા નરસાનો કોઈ સવાલ જ ન હતો.અમે બધા એક જ સમુદ્રમાં એક જ વહાણ પર બેઠા હતા. તેથી બધાને સાથે જ મળીને અહીં આગળ વધવાનું હતુ. અહીં શરૂઆતમાં મે આ જેલનુ સંપુર્ણ નિરીક્ષણ કર્યુ. ક્યાં શું છે એ બધુ જાણ્યું. અહીં એક જેલની અંદર એક નાની લાઈબ્રેરી હતી તેમાંથી હું ઘણા પુસ્તકો વાંચતો તેનાથી ઘણું મને જાણવા પણ મળ્યું હવે હું ધર્મગ્રંથો વાંચતાં ધર્મમાં પણ માનવા લાગ્યો હતો.

આમ આજે સમય પસાર થતા વીસ વર્ષ વિત્તી ગયા છે. અહીં સમય આમ તો બહુ જલ્દી ન પસાર થાય પણ વર્ષો વહી જતા અહીં વાર નથી લાગતી. હવે માત્ર જિંદગી ખત્મ કર્યે દિવસો કપાતા હતા. મેં ઘણા લોકોનું જીવન અહીં ટુંકાતા જોયું છે.

છતાં તેઓ અહીંયા ખૂશ હતા કદાચ આ વાતાવરણ સાથે તેઓ ઘડાઈ ગયા હોઈ શકે. હું લાઈબ્રેરી વિભાગમાં કામ કરુ છું. મારૂં કામ અહીં લોકોને વાંચતા રાખવાનું છે. અહીં ઘણા લોકો વાંચવા આવે છે. આ બધા વચ્ચે મને એક પ્રકારની આનંદની લાગણી અનુભવાય છે.

મારા જીવવની અડધી સદી મેં અહીં જ વિતાવી છે ને કદાચ હજી બીજી અડધી સદી અહીં જ વિતાવિશ.

એક મહિના પછી જનરલ ઈન્સપેક્ટરે મને તેની ઓફિસમાં બોલાવ્યો. હું ત્યાં પહોંચ્યો, ત્યાં સુધાર સમિતિ બેઠી હતી. સુધાર સમિતિ જે અહીં આવી સારી વર્તણૂક રાખતાં કેદીઓને સુધરવાનો મોકો આપે ને સમાજમાં રહેવાની વધુ એક તક આપે. 'તમે કેદી નંબર 756 છો. તમારૂ નામ રિતેશ કપાડીયા છે. અમે તમારો કેસ જોયો. તમારી અત્યાર સુધીની અહીંની વર્તણૂક જોઈ અમને લાગે છે કે તમને એક મોકો આપવો જોઈએ, સમાજ સાથે આત્મિયતા બાંધવાનો.'

હું તેમની વાતો એક ધ્યાને સાંભળી રહ્યો હતો. તેઓએ મારા કાગળ જોયાને પછી તેમાં સહી સિક્કા કર્યાને તેઓએ મને જણાવ્યું, આ પ્રક્રિયામાં હજી એક મહિનાનો સમય લાગશે. પછી તમે આઝાદ છો.

આ વાતને આજે બે અઠવાડિયા થઈ ગયા મારી અડધી જીંદગીતો હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે હું કદાચ આ અહીંથી આઝાદ થયો તો શું કરીશ? ક્યાં જઈશ? કશી ખબર ન હતી. આવા બધા સવાલો મારા મગજમાં ઘેરાઈ રહ્યાં હતાં.

આખરે એક દિવસે મને ફરીથી ઓફિસમાં બોલાવ્યો. હું ઓફિસમાં દાખલ થયો. ત્યાં સામે એક મેડમ બેઠા હતા.

'આવો મિ. કાપડીયા , આ તમારા પેપર છે. તમારે અહીં સહી કરવાની છે.' મેં પેપર પર સહી કરી.

'અભિનંદન તમે આજથી આઝાદ છો. તમારી અડધી સજા માફ કરાવાઈ છે. તમારી સારી વર્તણૂકને લીધે તમે હવે અહીંથી જઈ શકો છો.'

'જઈ શકો છો? પણ ક્યાં? ક્યાં જઈશ?'

મે મારો સામાન લીધો કપડા બદલાવ્યા. અહીં મારી કામગીરી બદલ મને કંઈક રૂપિયા પણ આપવામાં આવ્યા. ને બધાને સલામ દુવા કરી હું ગેટથી બારે નીકળ્યો, બારે નીકળીને મેં ઉપર જોયું ને ફરીથી જેલની આખી બિલ્ડીંગને જોઈ.

હું ત્યાંથી ચાલવા લાગ્યો. બારે બહુ ભીડ હતી. લોકો ઉતાવળે અહીંથી ત્યાંથી ચાલી રહ્યા હતા. હું ધીમી ગતિએ સંભાળીને ચાલતો હતો. હું મારા જુના ઘરે પહોંચ્યો. જ્યાં હું ને મારી પત્નીએ કેટલોક સમય વિતાવ્યો હતો. હું ત્યાં પહોંચ્યો દરવાજો બંધ મે બારેથી દરવાજો ખખડાવ્યો ત્યાં એક મહિલાએ દરવાજો ખોલ્યો. તેણે મને પુછ્યું તમે કોણ?
મે તેને આ મારૂં ઘર છે, એમ જણાવ્યુ. તેણે મને કહ્યું, અમે આ ઘર રોહિત કપાડિયા પાસેથી ખરીદ્યું છે. અમે અહીં દસ વરસથી રહીએ છીએ.
હું સમજી ગયો મારા ભાઈએ આ ઘર વેચી નાંખ્યું હતું. હું ત્યાંથી નિકળી ગયો. હું મારા ભાઈના જુના સરનામા પર ગયો. ત્યાં પણ કોઈ ન નિકળ્યું. હવે આ શહેરમાં હું સાવ નિરાધાર હતો. હું અહીં બીજા કોઈને પણ નહોતો ઓળખતો.
મેં તે રાત્રે એક હોટલમાં રૂમ રાખ્યો. હું રૂમ પર જઈને સુઈ ગયો. પણ અચાનક એક એક કલાકે મારી ઉંઘ ઉડી જતી હતી. મને બેચેની થવા લાગી હતી. ને જેલના સમય પ્રમાણે છ વાગ્યે હું તો ઉભો થઈ ગયો. ન્હાઈને તૈયાર થઈ ગયો. પરંતુ હવે મને જગાડવાવાળુ કોઈ ન હતું. હવે હું આઝાદ હતો. ગમે ત્યારે જાગી શકતો. એ મને યાદ આવ્યું.
આમ એક મહિનો વીતી ગયો મે એક નાનકડી રૂમ ભાડે લઈ લીધી. બાજુની એક દુકાન પર નોકરી પણ મળી ગઈ. પણ કામ કરતાં કરતાં ક્યારેક મારા હાથ ધ્રુજવા લાગતા. હું આ સમાજના લોકો જેટલો ઝડપી નહોતો રહ્યો. ઘણી જગ્યાએ મને અંદરથી કંઈક નુકસાન ન થઈ જાય એવો સતત ડર રહ્યાં કરતો.

આ વાતને આજે બે અઠવાડિયા થઈ ગયા મારી અડધી જીંદગીતો હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે હું કદાચ આ અહીંથી આઝાદ થયો તો શું કરીશ? ક્યાં જઈશ? કશી ખબર ન હતી. આવા બધા સવાલો મારા મગજમાં ઘેરાઈ રહ્યાં હતાં.
આખરે એક દિવસે મને ફરીથી ઓફિસમાં બોલાવ્યો. હું ઓફિસમાં દાખલ થયો. ત્યાં સામે એક મેડમ બેઠા હતા.
'આવો મિ. કાપડીયા , આ તમારા પેપર છે. તમારે અહીં સહી કરવાની છે.' મેં પેપર પર સહી કરી.
'અભિનંદન તમે આજથી આઝાદ છો. તમારી અડધી સજા માફ કરાવાઈ છે. તમારી સારી વર્તણૂકને લીધે તમે હવે અહીંથી જઈ શકો છો.'
'જઈ શકો છો? પણ ક્યાં? ક્યાં જઈશ?'
મે મારો સામાન લીધો કપડા બદલાવ્યા. અહીં મારી કામગીરી બદલ મને કંઈક રૂપિયા પણ આપવામાં આવ્યા. ને બધાને સલામ દુવા કરી હું ગેટથી બારે નીકળ્યો, બારે નીકળીને મેં ઉપર જોયું ને ફરીથી જેલની આખી બિલ્ડીંગને જોઈ.
હું ત્યાંથી ચાલવા લાગ્યો. બારે બહુ ભીડ હતી. લોકો ઉતાવળે અહીંથી ત્યાંથી ચાલી રહ્યા હતા. હું ધીમી ગતિએ સંભાળીને ચાલતો હતો. હું મારા જુના ઘરે પહોંચ્યો. જ્યાં હું ને મારી પત્નીએ કેટલોક સમય વિતાવ્યો હતો. હું ત્યાં પહોંચ્યો દરવાજો બંધ હતો.હું જેલના નિયમથી એટલો ઘડાઈ ગયો હતો કે પરવાનગી લીધા વિના બાથરૂમ પણ નહોતો જતો. શૉપના મેનેજરે મને કહ્યું કે તમારે અાવી નાની બાબતે અમારી પરવાનગી ન લેવી જોઈએ.
મને આઝાદી તો મળી ગઈ છે પણ મને લાગે છે હું જેલમાં વધારે આઝાદ હતો. હું ત્યાંનો જાણીતો હતો. હું ત્યાં સ્વાતંત્ર્ય રીતે હરીભરી શકતો. ત્યાંના લોકો મને ઓળખતા હતા.
અહીં બારની દુનિયામાં હુ પોતાને બંધનમાં અનુભવું છું. હું અહીં એકલતા અનુભવું છું. અહીં મને કોઈ ઓળખતું નથી.
આમ છ મહિના વીતી ગયા. હવે મે એ નોકરી છોડી દીધી. ને હવે હું એક નવી સફરે નીકળી પડ્યો છે. પોતાની શોધમાં હું નાનપણથી જ દરિયાકાંઠે રહેવા માંગતો હતો. ત્યાં જ કંઈક કામ કરી પૈસા કમાવવા માંગતો હતો.
મને લાગે છે. બાળપણના એ સ્વપ્નાને હવે હું સાચું કરી શકું છુ. હવે હું કેટલાં દિવસ આ અજાયબી ભરી દુનિયામાં જીવી શકીશ, આ દુનિયા સાથે કદમતાલ મેળવી શકીશ એ તો હું નથી જાણતો. પણ તે મેડમે કહેલા શબ્દો 'તમે આઝાદ છો હવે' એ કઈ આઝાદીની વાત કરતી હતી. એ જાણવાની ઉત્સુકતા મારામાં કદાચ અંતિમ સમય સુધી રહેશે. મારાથી પહેલાં પણ કદાચ ઘણા લોકો આઝાદ થયા હશે. પણ તે કદાચ પોતાની આઝાદીથી કંટાળી ગયા હશે ને પોતાનો જીવ ટુંકાવીને કદાચ એ આઝાદી માણી રહ્યા હશે. પણ હું એ આઝાદી શોધીને જ રહીશ.