Travel diary in Gujarati Horror Stories by B M books and stories PDF | પ્રવાસ ડાયરી

The Author
Featured Books
Categories
Share

પ્રવાસ ડાયરી

કાળી અંધારી રાત પથરાયેલ હતી, કાળા રંગનુ વાદળ વધુ ને વધુ કાળુ બની રહ્યુ હતું. એકલ- દોકલ કાર પુર વેગથી રસ્તાથી નીકળી જતી હતી. આજુબાજુમાં એક ગાઢ શાંતિ પસરાયેલી હતી. જે લોકો ફુટપાથ પર હતા, તે ઉંઘતા હતા, લાઈટનો પીળો પ્રકાશ જે રસ્તામાં પથરાયેલ હતો, તે રાત્રીને વધુ કાળાશ પ્રદાન કરી રહ્યુ હતું. કુતરા ક્યાંક ક્યાંક જાગતા હતા અને પોતાના નિયમિતા પ્રમાણે અવાજો કરી રહ્યા હતા. પવન ઠંડો હતો, પણ શાંત હતો. 


શરીર માંથી લોહી વધુ પડતું, નીકળી રહ્યું હતું એવો અહેસાસ થવા માંડ્યો હતો. કારણ શરીર હવે લથડીયા ખાય રહ્યુ હતું. આંખો માં ઘેન ઉતરવા માંડ્યુ હતું. પરંતુ હોસ્પિટલ કે દવાખાનું હજી આવવામાં વાર હતી. મે જોયું મારા કપડા હવે જ્યાં ઘા થયો છે ત્યાં લોહી સાથે જોડાવા માંડ્યા હતા. 


અમારુ કામ રાત્રે જ ચાલુ થતુ હતુ, ને સવારે જ્યારે બધા જાગ્રત અવસ્થામાં રહેતા ત્યારે અમારી રાત્રી થતી. અમે ત્રણ મિત્રો રોય, જેમ્સ ને હું શરદ. રોય અને જેમ્સ કોલેજથી જ સારા મિત્રો હતા. આ બન્ને સાથે મારી મિત્રતા કંપની માં કામ કરતા એક સહકર્મચારી તરીકે થઈ હતી. પછી થી અમે ત્રણે સારા મિત્રો બની ગયા. બધાના પરિવાર અલગ અલગ રાજ્યમાં રહેતા. તેથી અમે ત્રણે અહીંયાં કામ અને પૈસા માટે પોત પોતાના પરિવાર થી દુર રહેતા. અમે જ્યાં કામ કરતા હતા તે કંપની હજી નવી હતી. તેથી પૈસા સારા મળી રહેતા. ને બાકી બધી સગવડો ની પણ પુરતી કાળજી રખાતી. 


તેમ જ મહિનાનો પગાર જ્યારે ઘરવાળા સુધી પહોંચાડી ને કંઈક અમે અહીંયા ખર્ચ પુરતા રાખતા. પરિવાર પણ દર મહિને સમયે સમયે પૈસા મળી રહેતા હોવાથી ખુશ રહેતા. ત્રણે એ ભાગીદારી રુપે એક ભાડેથી રુમ રાખ્યો હતો. અડધો થી વધુ મહિનો એક સમયનું જમવાનું વારાફરતી ઘરે જ બનાવતા. તેથી મહિના ના અંતે થોડા પૈસા અમારી પાસે વધતા રહેતા. જેનો ઉપયોગ પછીથી કઈ રીતે ખર્ચ કરવો અથવા આ પૈસાને કઈ રીતે બીજા પૈસા કમાવા ઉપયોગી બની શકે તેનું પ્લાનીંગ કરીને થતો. 


રોય ને આ કામથી કંઈ ખાસ લગાવ ન હતો, તે અમે બન્ને  જાણતા હતા. રોયને હંમેશા કંઈક પોતાનું જેમાં કોઈ રોકટોક વગર કામ કરવા મળે એવું કંઈક કરવા માંગતો હતો. પરંતુ પરિવારના દબાવ ને પોતાની આર્થિક પરિસ્થિતિને નિહાળી તે આ કામ કર્યે જતો હતો. શનિવાર અને રવિવાર એ અમારો રજાનો દિવસ હતો. તેથી તે દિવસ કઈ રીતે પસાર કરવો એની બુધવારથી જ તૈયારી શરુ કરી દેતા. ઘણી વખત જેમ્સ  આ દિવસોમાં બીજા જ કશાંક કામ માં વ્યસ્ત થઈ જતો. હું તેને ક્યારેક પુછી પણ લેતો શું ચાલી રહ્યું છે જેમ્સ. પણ તે વાતને ઉડાડી દેતો. દોઢ વર્ષ આમ જ વિતી ગયાં. ત્યાં સુધીમાં રોયની સ્મિતા સાથે અને મારી ગ્રેસી સાથે મિત્રતા થઈ ગઈ હતી. ઘણી વખત અમે ચારે જણા એકબીજા સાથે મળવાનો તથા બારે જમવાનો પ્લાન બનાવતા. 


ગ્રેસી જે અમારા જ પરિસરમાં બીજી કંપનીમાં કામ કરતી યુવતી હતી. તે પોતાના પરિવાર સાથે અહીંયા રહેતી હતી. તેમજ દેખાવે ઘણી આકર્ષક હતી. એટલે જ તો પ્રથમ સમયે ગ્રેસી ને જ્યારે સાંજે ઘરે જતા નિહાળી તો તેને નિહાળતો જ રહી ગયો. છ મહિના આમ જોતા રહેવામાં વિતી ગયો. ગ્રેસી ને પણ તેની જાણ તો કદાચ થઈ જ ગઈ હતી. એટલે જ તો તે સમયસર ઘરે જવા નીકળી જતી, ને બસ સ્ટોપ પર પહોંચી પ્રથમ બસ છોડી બીજી બસ પકડતી. જેથી કદાચ મને વધુ સમય તેને નિહાળવાનો મળી રહેતો. છ મહિના પછી મારા મિત્રોના દબાવના કારણે તથા ગ્રેસીને કોઈ બીજો મિત્ર મળી રહેશે તે ડરે હિંમત કરી તેને બસ સ્ટોપ પર જ દિલની વાત કહી દીધી. ગ્રેસી ત્યાંથી સાંભળી કંઈ કહ્યા વગર નીકળી ગઈ ને સતત બે દિવસ જાણે તેના જેવી કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ ન હોય તેમ ગાયબ રહી. ત્રીજે દિવસે જ્યારે હું તેની રાહમાં ઉભો હતો ત્યારે તે અચાનકથી મારી પાસે આવીને ઉભી રહી ગઈને ચાલવા માંડી હું પણ હિંમતભેર તેની સાથે ચાલવા માંડ્યો. આખા રસ્તે બંન્ને મુંગે મોઠે ચાલતા રહ્યા. અંતે તેની બસ આવી તે બસના દરવાજે પહોંચી પછી કંઈક યાદ આવ્યું હોય તેમ પાછળ ફરી તેણે માત્ર એક મુસ્કુરાહ ભરી આંખો મારી તરફ ઢાળીને પછી તરત બસની અંદર ચાલી ગઈ. તેના પછી તો અમારી વચ્ચે થોડી થોડી વાતો શરુ થઈ. ને આમ અમારી ગાઢ મિત્રતા બંધાય ગઈ.


આ બધામાં જેમ્સ તેના બીજા કામમાં વ્યસ્ત રહેતો, તેથી અમે બન્ને પણ તેને પરેશાન ન કરતા. એક દિવસ તે ઉત્સાહ સાથે અમારી પાસે આવ્યો ને કહેવા માંડ્યો મારી પાસે એક મસ્ત પ્લાન છે. જેનાથી આપણી કમાણી પણ વધશે. જેમ્સને ટેક્નોલોજીમાં વધુ પડતી જાણકારી હતી. તે નવી નવી ટેક્નોલોજીનનો જાણકાર હતો. તેથી અમે બન્ને તેની કાબિલીયત વિશે માહીતગાર હતા. તેણે અમને તેનો પ્લાન કહી સંભળ્યાવ્યો. ટેક્નોલોજી ના વધતા વપરાશ સાથે તેનો જે પ્લાન હતો તે ખરાબ ન હતો. સોશ્યિલ મિડીયા પણ હવે વધી રહ્યું હતું. ઘણા લોકો તેને વ્યવસાયની નજરે જોતા થઈ ગયા હતા. આમ પહેલા લોકોને જેટલો સમય પોતાની સમાજમાં એક લોકપ્રિયતા બનાવવામાં લાગતો હવે તે સોશ્યિલ મીડીયા પર સહેલાઈથી થઈ શકતું. 


તેથી અમારી પાસે કંઈ કારણ ન હતું, તેને ના પાડવા માટે. તેના પ્લાન પ્રમાણે શનિ, રવિની જે રજા છે તેમાંથી કોઈ એક દિવસ રાતના કોઈ પણ ખંડેર અથવા સુમસામ જગ્યાએ જઈ કંઈક શોધખોળ કરી રહ્યા છીએ એવો વિડીયો બનાવવો ને તેને સોશ્યિલ મીડીયા જેવી સાઈટ પર અપલોડ કરી દેવો લોકો તેને નિહાળશે ને જેટલો વધુ તે લોકો દ્વારા જોવાશે તેટલા વધુ પૈસા. ને જો બધું વ્યવસ્થિત પાર પડ્યું તો આ જે કામ કરી રહ્યા છે. તે પણ નહી કરવું પડે. આ વાતે જ જાણે રોયના મગજમાં મસ્તી ભરી દીધી તેણે તરત હા પાડી દીધી. બન્ને રાજી હોવાથી મારી હા ની કોઈ ગણના જ ન રહી. મારી છુપીને જ મારી હા માની કામ આગળ વધ્યું. 


કામ ભુતને શોધવાનું હતું, પરંતુ અમને ત્રણે ને ખબર હતી આવી કોઈ શક્તિ હાલમાં તો નહી જ હોય. જો હશે તો પણ માણસોના ત્રાસથી ક્યાંક જતી રહી હશે. તેથી ગભરાવવા જેવી કશી વાત નહોતી. હા માત્ર તેવી જગ્યાએ જો કોઈ માણસનો વસવાટ હોય તો વાત વિચારવી પડે એવી હતી. પરંતુ સુમસામ જગ્યાએ કોઈ મુર્ખ માણસ જ વસવાટ કરવાનું વિચારી શકે, આવી બધી વાતો વિચારી અમે અમારા કામમાં લાગી ગયા. શરુવાતના અઠવાડીયામાં વિડીયો બનાવવામાં થોડી મુશ્કેલી પડી. પરંતુ કામ ત્રણેમાં અલગ અલગ વહેંચાતા બધું ઠીક ઠવા માંડ્યું. મારે સ્ક્રીપ્ટ તથા સ્ક્રીન પર કઈ રીતે બતાડવું કેટલું બતાડવું, ભુતના નામે શું બતાડી શકીયે વગેરે જવાબદારી હતી. 


છ- સાત જગ્યાએ શુટીંગ કર્યું પરંતુ કંઈ જ મળ્યું નહીં. આમ જ શનિ અથવા રવિવારે કામ ચાલતુ રહ્યું. સોશ્યિલ મિડીયા પર હવે અમારા વિડીયો પણ ઘણા લોકો નિહાળતા હતા ને સાથે સાથે નવી નવી જગ્યાના સરનામા પણ આપતા હતા. સોશ્યિલ મિડીયા પર વિડીયો હવે સારા પ્રમાણમાં લોકો વડે જોવાતો હોવાથી તેની સામે સારા એવા પૈસા પણ મળવા માંડ્યા હતા. શરુવાતમાં જ્યારે ગ્રેસી ને આ વાત કરેલી ત્યારે તેણે મને આ કામ માટે ઘસીને ના પાડી હતી. કારણ તેને આ ભૂત વગેરે શક્તિ થી બહુ ડર લાગતો ને ઉપરાંત તેના પરિવાર રુઠીચુસ્ત તથા ખ્રીસ્તી ધર્મ પાળતો હોવાથી તેનુ માનવું હતું આ બધી વાતનો મજાક ઉડાવવો એટલે આવી શક્તિને પ્રત્યે દુશ્મનાવટ લેવી, તેથી આવા વધારેના પૈસાની આપણને કોઈ જરુર નથી. પરંતુ મે તેને ઘણું સમજ્યાવ્યુ હતું. કે જો કામ ચાલુ કરીએ છીએ, જો વિડીયો લોકોને નહી પસંદ પડે અથવા જો મને મજા નહી પડે તો હુ આ કામ છોડી દઈશ. પરંતુ તેની છતાં ના જ હતી, તેથી કામ ચાલુ થવાના આગલા દિવસે તેણે ચર્ચ જઈને ફાધર પાસેથી એક તાવીજ બનાવી લાવેલી ને મારા ગળામાં પહેરાવી જણાવ્યું કે આને પોતાના ગળામાંથી નહી નિકાળે. તે જગ્યા થી પાછા આવ્યા પછી નાહીને પોતાના ભગવવાનો આશિર્વાદ લઈને જ સુવા જશે. મે તેને હા પાડી.  દિવસો વિતતા હવે તેને પણ વિશ્વાસ થવા માંડ્યો છે કે ભૂત જેવી કોઈ વસ્તુ નથી હોતી. 


કોઈ પણ નવી જગ્યાએ જતા પહેલા દિવસના અજવાળે તે જગ્યાનું નિરીક્ષણ તથા તેની આસપાસ તેની વિશે શું શું માહિતી મળી શકે છે બધુ બરાબર ચકાસી લેતા. જેથી રાત્રે અમને ખબર રહેતી અંધારામાં આ રસ્તો કઈ બાજુ જઈ રહ્યો છે. ઘણી વખત લોકો ને દેખાડવા માટે તથા તેમને વિશ્વાસ દેવડાવા માટે ઘણી જગ્યાએ લાઈટીંગ ઈફેક્ટ તથા પડછાયાનો પણ ઉપયોગ સારી રીતે કરી લેતા. તેથી અમારા વિડીયો બીજા જે લોકો અમારી જેવા બનાવતા તેનાથી જુદા પડતા લાગતા. તેથી લોકો ને આ વિડીયો બહુ પસંદ પડતા. થોડા સમય બાદ રોય આ વ્યવસાયથી બહુ પ્રભાવીત થઈ ગયો હોવાથી, તેણે કંપનીમાંથી નોકરી છોડી દીધી, જેમ્સે પણ તે જ કર્યું, મને હજી મનમાં કંઈક પ્રશ્નો હોવાથી નોકરી ચાલુ રાખી હતી. નોકરી કરતા આ વ્યવસાયમાં પૈસા તો સારા હતા. પરંતુ બીજી તરફ સતત પોતાને આગળ રાખવાની હોળમાં પોતાને ટકાવી રાખવા રોજે રોજે કંઈક નવું તથા સતત અલગ કરતા રહેવું પડતું. તેમ જ એ કરવામાં નિષ્ફળ રહ્યા તો જે લોકો તમને આજે પસંદ કરી રહ્યા છે. તે કાલે તમને પસંદ ન કરતા બીજા વિડીયો જોવા તરફ વળી જશ, તેથી તમે પહેલાની જેમ કંગાળિયતા અનુભવશો. તેથી સોશ્યિલ મીડીયાના કામમાં કોઈ સ્થાયી રુપે કેટલા દિવસ તમે ટકી રહેશો તેની કોઈ નિશ્વત સમય ન હતો. આવા બધા કારણો મારી સમક્ષ હતા. તેથી હું બન્ને કામ સંભાળી શકું તે રીતે પોતાનું સમયપત્રક બનાવતો. આ બન્ને કામના કારણે હું વધુ પડતો વ્યસ્ત રહેતો તેથી ગ્રેસી અને હું વધું પડતા મારા આ ભાડાના મકાનમાં જ મળતા. બારે તેની સાથે સમય પસાર કરવાનું બહુ ઓછુ રેહતું. તેને હું મારા આ બીજા કામથી કમાવેલ પૈસામાંથી થોડો થોડો હિસ્સો તેને ખર્ચ માટે આપતો તેથી તે વધુ પડતા મારાથી ખુશ રહેતી. 


ઘણા દિવસ કામ આમ જ ચાલ્યા કર્યું, એક વખત અમારા શહેર થી 10 કિ.મી. દૂર એક 10 -12 વર્ષથી બંદ પડેલી જગ્યાએ જવાનુ લોકો દ્વારા વધુ પડતી માંગ આવી તેથી અમે ત્રણેયે નક્કી કર્યું કે આ જગ્યાએ જઈને એક વિડીયો બનાવી સોશ્યિલ મિડીયા પર મૂકવો જેથી લોકો ખુશ થઈ જશે ને વધુ પડતા વિડીયો જોવાને કારણે નવા લોકો પણ એમાં જોડાશે જેનાથી વધુ પૈસા પણ મળશે. જગ્યા દૂર હતી તેથી પ્લાન બન્યો વિડીયો સાથે પિકનીક નો. મે ગ્રેસીને ને રોયે સ્મિતાને સાથે ચાલવા મનાવી લીધા. પહેલા હોટલ પહોંચી ફ્રેશ થઈને જમણવાર કરીને ફરવા લાયક જગ્યાએ પહોંચ્યા. ગ્રેસી સાથે સમય વીતાવ્યા બાદ, હું મારા કામ પર વળગી પડ્યો.  સૌથી પહેલા રોય અને જેમ્સે બન્ને એ જગ્યાનું નિરીક્ષણ કર્યું, તે જગ્યાની માહિતી ભેગી કરી, ત્યાંના આસપાસના લોકોથી પણ મળતી માહિતી મેળવી લીધી. 


રાત્રે સ્મિતા અને ગ્રેસી હોટલમાં જ રહી. અમે ત્રણે વિડીયો બનાવવા માટે તથા રાત્રે ત્યાં કશું છે કે નહી તે જાણવા નીકળી ગયા. બધું વ્યવસ્થિત જ હતું. જેમ્સને થોડો તાવ જેવું હતું રોય અને મેં તેને સાથે ન આવવા તથા અમે સંભાળી લેશું, વગેરે કહ્યું. પરંતુ જેમ્સ સાથે આવ્યો તેણે કહ્યું પાછા આવ્યા બાદ આરામ કરી લઈશ. વિડીયો બનાવવાનો ચાલુ થઈ ગયો હતો. અમે અંદર જઈને તે જગ્યાએ વિવિધ પ્રકારના પડછાયા તથા લાઈટ દ્વારા ભય દેખાડવાનો પ્રયત્ન કરવાના છીએ એવું શુટીંગ કરતી વખતે નક્કી કર્યું હતું, બાકી કંઈ રહી જશે તો તે એડીંટીંગમાં જોઈ લઈશું, બધું પ્લાનના હીસાબે થઈ રહ્યું હતું. હોસ્પિટલ ત્રણ માળની હતી ને લંબાઈમાં ઘણી મોટી હતી. ઘણા રુમો હતા. ઘણો સામાન પણ હતો જે ભંગાર થઈ ગયો હતો. અંધારુ પણ આકર્ષક હતું. તેથી લાઈટનો સહારો જ હતો. બીજા માળા સુધી શુટીંગ થઈ ગયું. ત્રીજા માળે પણ લગભગ બધે શોધખોળ થઈ ગઈ હતી. રોય શરુવાતના ભાગમાં કશુંક શોધી રહ્યો હતો. ત્યાં જ કશાક હલનચલન નો અવાજ સંભળાયો. અમે રોય તરફ દોડ્યા. રોય સ્ટોર રુમ જેવી જગ્યાએ કશુંક જોઈ રહ્યો હતો. અમે તેની પાસે પહોંચ્યાં. અમે ત્રણે થોડી આસપાસની જગ્યામાં શોધખોળ કરવા લાગ્યા. ત્યાં જ જેમ્સને જાણે કશુંક દેખાણું હોય તેમ તે ત્યાં જ સ્થભ થઈ ઉભો રહી ગયો. મે તેને પુછ્યું શું થયું જેમ્સ, તેણે હાથના ઈશારાથી એક દિશામાં હાથ લંબાવ્યો મે તે તરફ નજર કરી, રોય પણ તે દિશામાં જોવા લાગ્યો, પરંતુ રોયને કશું ન દેખાણું. અંધારુ એટલું ગાઠ હતું કે નરી આંખે કંઈ જોય ન શકાય. તેથી લાઈટ વડે દુર સુધી જોવામાં થોડો સમય લાગતો. તેથી મે સ્થિર થઈને જોવાનો પ્રયત્ન કર્યોને મને લાગ્યું કે કોઈ કાળા પડછાયા જેવું ત્યાં કોઈક છે.  મે ધ્યાન થી જોવાની કોશિશ કરી પરંતુ હવે ત્યાં કોઈ ન હતું. અહીંયા જેમ્સ જેને હલકો તાવ હતો. આ બધાથી તેનો તાવ વધી ગયો તેની હાલત ખરાબ થવા માંડી અમે વિચાર્યું હવે અહીંયા થી નીકળી જવુ જઈએ. વિડીયો તો થઈ જ ગયો હતો. અમે ચાલતા થયા ત્યાં ફરીથી અવાજ આવ્યો. જેમ્સે જાણે ફરી કશું જોયું હોયુ તેમ ફરી ઉભો રહી ગયો. 


રોય અને હું પણ તે દિશામાં જોવા માંડ્યા, પરંતુ કશુંક દેખાણું નહી. રોય ને હું તે દિશા તરફ આગળ વધ્યા. પરંતુ કશું મડ્યું નહી. એટલે અમે જેમ્સ જ્યાં હતો તે તરફ વળ્યાં, મારી લાઈટ વડે મે થોડી દૂર થી જોયું જેમ્સ હવે ઘુંટણીયે બેસીને કંઈક કરી રહ્યો હતો. તેની પીઠ અમારા તરફ હતી તેથી શું કરી રહ્યો છે તે દેખાતુ ન હતું. અમે તેની પાસે પહોંચ્યાં ત્યારે જોયું તો તે પોતાની પાસે પડેલા એક કાચના તુકડાથી પોતાના હાથ પર ઘા કરી રહ્યો હતો, તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. રોયે તેને કાચ છોડી દેવા કહ્યું પરંતુ તે કંઈ સાંભળ્યા વગર પોતાના પર ઘા મારવાનુ ચાલું જ હતું. તેથી રોયે તેનો હાથ પકડી તેને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યાં જ તેણે રોય પર હુમલો કરવા માંડ્યો. હું રોયને જેમ્સ થી છોડવામાં મદદ કરવા લાગ્યો. જેમ્સને એક તરફ માંડ માંડ કર્યો. પરંતુ કાચ રોયના પેટમાં લાગી ગયો હતો, તેથી રોયનું લોહી નીકળી રહ્યું હતું. અમને બન્ને ને કશું નહોતું સમજાતું આ શું છે. રોયે પોતાના લોહીને રોકવા ત્યાં કપડાનો ઉપયોગ કર્યો, ને અમે બન્ને જેમ્સ તરફ આગળ વધ્યાં જેમ્સ હજી જમીન પર પડ્યો હતો. અમે બન્નેએ જેમ્સને પકડી ને બારે કાર સુધી લઈ જવા લાગ્યાં, કાર સામે જ હતી. તેથી અમે જલ્દી જલ્દી જવા માંડ્યા. પાછળની સીટ પર  અમે જેમ્સ ને સુવડાવી હું અને રોય આગળ ગોઠવાણા કાર મે ચાલું કરી ત્યાં જ લાઈટ ચાલુ થતા મને લાગ્યું કે કોઈક આગળ બાજુ ઉભુ છે. મે કાર ચલાવવા માંડી, પરંતુ હવે તે ઉભેલા માણસની આકૃતિ વધારે નજીક આવતી જતી હતી. ત્યાં જ એકદમ થી મને લાગ્યુ કાર કોઈ સાથે અથડાય જશે. તેથી મે જોરથી ગાડી બીજી તરફ વાળી ગાડીનું બેલેન્સ ગયું, ગાડી પલટાઈ ગઈ.


થોડી વાર બ્લેકાઉટ બાદ હુ ઉભો થયો. રોય મારી બાજુમાં ઘવાયેલ સ્થિતિમાં પડ્યો હતો. હું જેમ તેમ બારે નીકળ્યો, ત્યારબાદ રોયની હાલત તપાસી, પાછળ જોયું ગાડી પલટાઈ ત્યારે કાચ તુટ્યો ને કદાચ તે પાછળ તરફ કાચના તુકડા ધકેલાયા જેમાંથી એક તુકડો કાચનો જેમ્સના ગળામાં ફસાયેલો હતો. રોયને ભાનમાં લાવવાનો મે પ્રયત્ન કર્યો. પરંતુ તેની હાલત ખરાબ હતી. તેના પેટમાંથી લોહી ઘણું વહી ગયું હતું. મે જોયું તેની હાલત હવે ચાલીને હોસ્પિટલ સુધી જવાની નથી રહી. તેના શ્વાસ થોડા થોડા હજી ચાલુ હતા. ત્યાં જ મને લાગ્યું કોઈક અમારી દીશા તરફ આવી રહ્યું છે. મે રોયને કારથી ખેંચીને બારે કાઢવાનુ વિચાર્યું. પરંતુ થોડા બળ લગાડ્યા બાદ હું તેમાં નિષ્ફળ રહ્યો. તેથી રોયને ત્યાં જ છોડી ને ત્યાંથી નિકળવાનો વિચાર કર્યો, હું ત્યાંથી દોડતો થયો. હું જેમ જેમ તે અંધારામાં દોડી રહ્યો હતો. મને ભાસ થતો કે કોઈક મારી પાછળ જ દોડી રહ્યું છે. પરંતુ થોડી દૂર દોડ્યાં બાદ મે પાછળ વળી ને જોવાનો પ્રયત્ન કર્યો. પાછળ કોઈ ન હતું. નીરવ શાંતી હતી. મે ફરીથી ગાડી તરફ જવાનું વિચાર્યું. તેથી હું ફરીથી ગાડી તરફ દોડ્યો થોડી દુરથી ગાડી પડેલી જોઈ. ત્યાં જ થોડે દૂરથી મે જોયુ એક અસ્થિર માનસિકતા ધરાવતો માણસ તે ગાડી પાસે ઉભો છે. ને તેના હાથમાં ચાકુ છે. તેને કાળા રંગના કપડા પહેર્યા છે. કપડા અસ્ત વ્યસ્ત હાલતમાં છે. તેના ચાકુમાં લોહીના રેળા પણ છે. 


બસ તેના પછી હું ત્યાંથી નીકળી ગયો. બહુ સમય હુ દોડ્યો જ્યાં સુધી થોડા માણસો જે ફુટપાથ પર સુતા ન દેખાણા ત્યાં સુધી દોડતો જ રહ્યો. આગળ ચાલતા એક નાનકડુ દવાખાનુ જોયુ તેની લાઈટો બળતી હતી. મે ત્યાં ડોક્ટરોને જઈને તેને પોતાની સારવાર કરવા જણાવ્યું પરંતુ મારી હાલત જોઈ તેણે મને ના પાડી દીધી મે તેને બધી વાત કહી દીધી તેણે મારો ઈલાજ કર્યો ને હોટલમાં ફોન કરીને ગ્રેસી તથા સ્મિતાને જાણ કરી. થોડી વાર પછી સવાર પડી ગઈ. ગ્રેસી ને સ્મિતા પણ દવાખાને પહોંચ્યાં મારી હાલત ઘણી ખરાબ હતી. તેથી હું આરામ કરી રહ્યો હતો. ગ્રેસી પોલિસને પણ સાથે લાવી હતી. પોલિસે મારી પાસેથી બધી માહીતી મેળવી.


બે દિવસ બાદ પોલિસ ફરીથી હોટલમાં પહોંચી. જ્યાં ગ્રેસી હુ ને સ્મિતા હતા. મારી તબિયતમાં બહુ વધુ તો નહી પરંતુ થોડો સુધાર હતો. પોલિસના જણાવ્યા પ્રમાણે ત્યાં માત્ર રોયની લાશ નેે બે કેમેરા મળ્યા હતા. પરંતુ બીજી લાશ ત્યાં મળી ન હતી. આમ કહીને પોલિસ ત્યાંથી નીકળી ગઈ. સ્મિતા રોયનું સાંભળી ત્યાં જ ઢગલો થઈ ગઈ. ગ્રેસી તેને સંભાળવામાં લાગી પડી. રોયની લાશ જ મળી છે તો જેમ્સનું શું થયું? 


મારા જાણ મુજબ ત્યાં કોઈ ભૂત તો નહતું, હા ત્યાં એક અસ્થિર મગજનો માણસ હતો. પરંતુ તે જેમ્સને લઈ જઈને શું કરે? કેમેરામાં પણ માત્ર શુટીંગ કરેલ દ્રશ્ય જ હતા. બીજું કંઈ જ નહી. તો જેમ્સ નું શું થયું? હું ત્યાં સવારના અજવાળે પાછો જવા માંગતો હતો. પરંતુ ગ્રેસી અને સ્મિતાએ મને ત્યાં જવા ન જ દીધો. થોડા દિવસ બાદ અમે પાછા ઘરે આવી ગયા. પરંતુ જેમ્સનું શું થયું? એ હજી મારા માટે એક પ્રશ્ન જ છે.