Anyay - 2 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 2

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અન્યાય - 2

અન્યાય

કનુ ભગદેવ

૨: વીશીનું ચક્કર

મુંબઈથી હાપા જતો સૌરાષ્ટ્ર મેઈલ બરાબર દસને વીસ મિનિટે રાજકોટના પ્લેટફોર્મ પર આવીને ઊભો રહ્યો.

ફર્સ્ટ ક્લાસના કંપાર્ટમેન્ટમાંથી અન્ય મુસાફરોની સાથે આધેડ વયના, ગર્ભશ્રીમંત દેખાતા ચાર માણસો પણ ઉતર્યા.

કહેવાની જરૂર નથી કે આ ચારે ય બીજું કોઈ નહીં પણ શશીકાંત, બિહારી, અજય અને સંતોષકુમાર જ હતા.ચારેયના હાથમાં જુદા રંગની સૂટકેસો જકડાયેલી હતી.

જાણે ઓળખતા જ નથી એ રીતે આગળ વધી, ગેટ પર ઉભેલાં ટિકિટ ચેકરને ટિકિટ આપીને તેઓભર નીકળીને સ્ટેશનના કંપાઉન્ડમાં આવ્યા.

અજય એ ત્રણેયને એક તરફ લઇ ગયો.

‘તમે અહીં જ ઉભા રહેજો. હું હમણાં જ તપાસ કરીને આવું છું.’

ત્રણે એ હકારમાં માથાં હલાવ્યાં.

અજય એક તરફ આગળ વધી ગયો.

પાંચેક મિનિટ પછી તે પાછો ફર્યો.

‘સાંભળો...અહીં જવાહર રોડ પર ગેલેક્સી હોટલ આવેલી છે. હાલ તુરત આપણે ચારે યે ડબલ બેડના બે રૂમ રાખીને ત્યાં જ ઉતરવાનું છે.’

એક રીક્ષામાં બેસીને ચારેય્જ્વાહાર રોડ પર અઆવેલ ગેલેક્સી હોટલની ઈમારત પાસે પહોંચી ગયા. આ ઈમારતનું નામ ગેલેક્સી કોમર્શીયલ સેન્ટર હતું. જેમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કાપડ, દવાઓ તથા એવાં જ જુદી જુદી જાતના શો રૂમો હતા. પહેલાં તથા બીજા માળ પર કોમર્શીયલ ઓફીસો હતી. બીજાં માળ પર આવેલી ‘દૃષ્ટિ’ નામની કંપનીનું નામ નીચે સડક પરથી સ્પષ્ટ રીતે વંચાતું હતું.

ત્રીજાં માળ પર ગેલેક્સી હોટલ હતી.

ચારેય લીફ્ટ મારફત ત્રીજા માળ પર પહોંચ્યા.

હોટલ રીસેપ્શનીસ્ટે રજીસ્ટરમાં પણ તેઓએ પોતાનાં નામ-સરનામાં ખોટાં જ લખાવ્યાં હતાં.

સ્નાન કરી, ફ્રેશ થઈને ચરયેક રૂમમાં ભેગાં થયા ત્યારે બપોરના બાર વાગી ગયા હતા.

‘હવે શું કરવું છે?’ શશીકાંતે એક સિગારેટ સળગાવીને અજય સામે જોતાં પૂછ્યું.

‘ભાઈ શશીકાંત...!’ બિહારી વચ્ચેથી બોલ્યો, ‘પહેલાં તો નિરાંતે ભોજન કરવું છે. પછી જે કંઈ કરવું હશે તે કરીશું.’

‘ભોજન માટે આપણે ક્યાંય દુર જવાની જરૂર નથી.’ અજયે સ્મિત ફરકાવતા કહ્યું, ‘અહીં બાજુમાં જ આલ્ફ્રેડ હાઇસ્કુલની સામે ભાભા ગેસ્ટ હાઉસ આવેલું છે. ત્યાં ગુજરાતી થાળી બહુ સારી મળે છે અમે સ્ટેશન પર કોઈક કહેતું હતું એટલે આજે ત્યાં જ જમવાનો પ્રોગ્રામ ગોઠવીએ. ત્યાં નહીં ફાવે તો રાત્રે બીજે ક્યાંક જઈશું.’

ત્રણે યે માથાં હલાવ્યાં

પોત પોતાની રૂમને તાળાં મારીને ચારેય નીચે ઉતારીને પગપાળા જ ભાભા ગેસ્ટ હાઉસમાં પહોચી ગયા.

એ જ વખતે એક વેઈટર તેમના ટેબલ પાસે આવી પહોચ્યો.

તેઓએ એને ગુજરાતી થાળી લઇ આવવાનો આર્ડર આપી દીધો.

વેઈટર માથું હલાવીને ચાલ્યો ગયો.

અડધા કલાક પછી તેઓ જમીને બહાર નીકળ્યા.

‘હવે શું કરવું છે?’ બિહારીએ પૂછ્યું.

‘કઈ નહિ...!’

‘એટલે...?’

‘તમને ઠીક લાગે એમ કરો...જોઈએ તો ફિલ્મ જોઈ આવો. બજારો તો બધી ચાર વાગ્યા પછી જ ઉઘડશે.’ અજય બોલ્યો.

‘તારે નથી આવવું?’

‘ના, હું તો આરામ કરવા માગું છું.’

‘ઠીક છે...તો પછી અમે પણ આરામ કરીશું.’

‘જેવી તમારી ઈચ્છા...’

ચારે ય ફરીથી હોટલમાં આવીને સુઈ ગયા.

સાંજે પાંચ વાગે ચારે ય જુદા જુદા ફરવા નીકળ્યા. શશીકાંત તથા બિહારી એસ. ટી. તરફ ગયા હતા. જયારે અજય તથા સંતોષ કુમાર લાખાજી રોડ પર ફરતાં હતા. અજયે સાંગાણવાના ચોકમાં આવેલા એક બુક સ્ટોલમાંથી ‘અકિલા’ નામના સાંજના દૈનિક એક નકલ ખરીદી લીધી.

રાત્રે આઠ વાગ્યે સૌ ફરીથી રૂમમાં ભેગા થયા. એ વખતે અજય અકિલાનાં પાનાં ઉથલાવતો હતો. એ દિવસે શનિવાર હોવાથી તેમાં મીની જાહેરાતો છપાઈ હતી. એણે તે બધી જાહેરાતો વાંચી નાખી. સાથે સાથે તે એક કાગળ પર અમુક સરનામાંઓ પણ લખતો જતો હતો.

‘આપણી મકાન ની મુશ્કેલી તો દૂર થઇ જશે’

‘કેવી રીતે?’

‘અકિલા નામના આ દૈનિકમાં ભાડે આપવાના મકાનોની ઢગલાબંધ જાહેરાતો છપાયેલી છે. મેં અમુક દલાલોનાં સરનામાં નોંધી લીધા છે. આપણે જ તેમને મળી લેશું.’

‘મકાન મળી ગયા પછી શું કરવું છે?’

‘પછીની વાત પછી! અત્યારે તો એટલું જ બસ છે.’

ત્યારબાદ તેઓ સુઈ ગયા.

બીજે દિવસે સવારે ચારે યે જુદા જુદા દલાલોનો સંપર્ક સાધ્યો. દલાલે જુદા જુદા વોસ્તરમાં તેમને મકાનો દેખાડ્યાં. જેમાંથી ચાર મકાનો તેમને ભાડે રાખી લીધા. આ ચારે ય મકાનો સરસામાન સાથે જ હતા. અજયનું મકાન કાલાવાડ રોડ પર નુતન નગરમાં હતું. શશીકાંતે યુનિવર્સીટી રોડ પર જલારામ પ્લોટમાં મકાન પસંદ કર્યું હતું. નિહારીએ નિર્મલા રોડ પર સૌરાષ્ટ્ર કલાકેન્દ્રમાં અને સંતોષકુમારે રૌયા રોડ પર આવેલ છોટુ નગરમાં મકાન રાખ્યું. આ બધાં વિસ્તારો નજીકમાં જ આવેલાં હતાં. તેઓ મરજી પડે ત્યારે માત્ર દસ જ મિનિટમાં એકબીજાને ત્યાં પહોંચી શકે તેમ હતા.

હોટલ છોડીને સૌ પોત-પોતાના મકાનમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા.

દરેક મકાન માલિકને તેમને એ મહિનાનું ભાડું એડવાન્સમાં આપી દીધું હતું. દલાલને પણ તેની દલાલી ચૂકવી દેવામાં આવતી હતી.

ચારે ય એકબીજાના રહેઠાણ જોઈ લીધા હતા.

મકાન ભાડે રાખ્યા પછી ત્રીજા દિવસે રાત્રે બાર વાગે બાકીના ત્રણે ય કાલાવાડ રોડ પર નુતન નગરમાં અજયને ઘરે પહોંચી ગયા. એ તેમની જ રાહ જોતો હતો.

ચારે ય ડ્રોઈંગરૂમમાં બેઠા.

‘મકાન તો મળી ગયા છે અજય...’ સંતેઓધકુમારે કહ્યું, ‘હવે શું કરવું છે?’

‘હવે આવતી કાલે સવારે તમારા ત્રણમાંથી ગમે તે એક જાણે સિટી-ન્યુઝ દૈનિક ઓફિસ માં જઈને વીસ હાજર રૂપિયા આપવાના છે.’

‘કેમ...?’

‘આપણી જાતને પૈસાદાર તથા ઈમાનદાર તરીકે પુરવાર કરવા માટે આપણું આ પગલું આપણને ખુબ જ ઉપયોગી થશે. આ અખબારની ઓફિસ મોટી ટાકી પાસે આવેલી છે.’

‘બરાબર છે. પણ ત્યાં જઈને શું કરવાનું છે?’

‘એ જ હું તમને સમજવું છે. સાંભળો..’ કહીને અજય ધીમે ધીમેં પોતાની યોજના સમજાવા લાગ્યો.

યોજના સાંભળ્યા પછી ત્રણેયના ચહેરા હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકી ઉઠ્યા.

સવારના સાડા નવ વાગ્યા હતા.

સીટી-ન્યુઝ દૈનિકના તંત્રી કિશોરભાઈ પોતાની ઓફિસમાં બેસીને હમણાં જ, જામનગર પાસે થયેલા એક ભીષણ અકસ્માતનો રિપોર્ટ લખવામાં મશગુલ હતા. તેમના હાથમાં જકડાયેલી બોલ પોઈન્ટ પેન વીજળીની ઝડપે કાગળ પર ફરતી હતી. બહારગામની આવૃત્તિઓ બાર વાગ્યે જ પ્રગટ થઈ જતી હતી. એટલે આ સમાચારનો સમાવેશ બહારગામની આવૃત્તિમાં પણ થઈ જાય એમ તેઓ ઇચ્છતા હતા.

તેમની ચેમ્બરનું બારણું બંધ હોવાને કારણે આગળના ભાગમાં ચાલતા પ્રેસના મશીનોનો ગડગડાટ ત્યાં નહોતો સંભળાતો.

થોડી વાર પછી તેમની ચેમ્બરનું બારણું ઉઘાડીને ઓફિસમાં વર્ષોથી કામ કરતા સુરેન્દ્રભાઈ અન્ડર દાખલ થયા.

આ દરમિયાન કિશોરભાઈએ રિપોર્ટ તૈયાર કરી નાખ્યો હતો.

એમને પ્રશ્નાર્થ નજરે સુરેન્દ્રભાઈ સામે જોયું.

‘કિશોરભાઈ...!’ સુરેન્દ્રભાઈએ તેમની નજરનો ભાવાર્થ સમજીને કહ્યું, ‘દીનાનાથ નામના કોઈક સજ્જન તમને મળવા માંગે છે.’

‘શું કામ છે?’ કિશોરભાઈએ પેનને ટેબલ પર મૂકી, બંને હાથ ઊંચા કરીને આળસ મરડતાં પૂછ્યું.

‘એ તો તેમને કંઈ નથી જણાવ્યું. પણ તંત્રીશ્રીનું કામ છે એમ કહે છે.’

‘ઠીક છે...પાંચ મિનિટ પછી તેમને મોકલી આપજો.’

સુરેન્દ્રભાઈએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘અને સાંભળો...’ કિશોરભાઈએ ટેબલ પરથી રિપોર્ટ ઉંચકીનેતેમની સામે લંબાવતાં કહ્યું, ‘આ સમાચારનો સમાવેશ કરાવી લેજો. બહારગામની આવૃત્તિમાં જગ્યા ઘટે તો કદી જાહેરખબર ભલે રદ કરવી પડે.’

સુરેન્દ્રભાઈ તેમના હાથમાંથી રિપોર્ટનો કાગળ લઈ, હકારમાં માથું હલાવીને બહાર નીકળી ગયા.

પાંચેક મિનિટ પછી કિશોરભાઈની ચેમ્બરનું બારણું ઉઘાડીને પચાસેક વર્ષની ઉંમરનો દેખાતો એક માનવી અંદર દાખલ થયો. તેના હાથમાં કાળા રંગનો ચામડાનો એક પોર્ટફોલીયો જકડાયેલો હતો.

કિશોરભાઈનો દેખાવ જોઈને એના પગ ત્યાં જ થંભી ગયા. એણે તો સીટી-ન્યુઝના તંત્રીની કોઈક વૃદ્ધ, દૂબળા-પાતળા અને ચશ્માધારી તરીકેની કલ્પના કરી હતી પણ કિશોરભાઈનો દેખાવ એનાથી સાવ ઊલટો જ હતો. મજબૂત બાંધો...આકર્ષક ચહેરો...આશરે પાંત્રીસેક વર્ષની ઉંમર...! ક્લીન શેવ્ડ અને થોભીયાવાળી મૂછોથી તેમનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક લાગતું હતું. પહેલી જ નજરે તેઓ કોઈક પોલિસ ઓફિસર કે સી. આઈ. ડી.ના ઉચ્ચાધિકારી જેવા લાગતા હતા. તેમના તાજગીભર્યા ચહેરા પર કંઈક કરી છૂટવાની ધગશ તરવરતી હતી.

દિનાનાથના રૂપમાં આવનાર માણસ બીજું કોઈ નહીં, પણ પેલા ચાર ઠગરાજની ટોળીમાંનો જ એક ઠગ શશીકાંત હતો.

કિશોરભાઈનું રૂઆબદાર વ્યક્તિત્વ જોઈને એ પણ એકદમ થીજી ગયો.

‘આવો મિસ્ટર દિનાનાથ...!’ કિશોરભાઈએ પોતાની સામે પડેલી ખાલી ખુરશી તરફ સંકેત કરતાં કહ્યું, ‘બેસો...!’ તેમનો અવાજ એમના કઠોર ચહેરાથી એકદમ વિપરીત નરમ અને કોમળ હતો.

દિનાનાથ ઊર્ફે શશીકાંત આગળ વધીને તેની સામે એક ખુરશી પર બેસી ગયો. ઓફિસમાં એરકંડીશન્ડની ઠંડક હોવા છતાં પણ તેના કપાળ પર પરસેવો વળ્યો હતો.

‘બોલો...હું જ આ અખબારનો તંત્રી છું. તમે મને જ મળવા માંગતા હતા ને?’

‘હા...’

‘શા માટે...?’

‘વાત એમ છે સાહેબ...કે...’ દિનાનાથ એટલે કે શશીકાંત બોલ્યો, ‘આજે સવારે રસ્તામાંથી મને લાલ રૂમાલમાં બાંધેલી ચલણી નોટો મળી છે. કોઈક બિચારાની પડી ગઈ હશે. એટલે મને થયું કે જો હું આ રકમ કોઈક અખબારના તંત્રીને સોંપી દઉં તો તેઓ મૂળ માલિકને શોધીને એ રકમ સોંપી દેશે. મારી પાસે ઈશ્વરની કૃપાથી કોઈ જ વાતની કમી નથી.’

‘એ રકમ કેટલી છે તે તમને ખબર છે?’

‘હા...વીસ હજાર રૂપિયા છે. બધી પાંચસો રૂપિયાવાળી નોટો છે.’

‘આટલી મોટી રકમ હોવા છતાં ય તમે પાછી સોંપવા માટે તૈયાર થયા છો?’ એનો તાગ લેવાના આશયથી કિશોરભાઈએ પૂછ્યું.

‘સાહેબ, મેં કહ્યું તમે મારી પાસે રૂપિયા-પૈસાની કોઈ જ કમી નથી. જેની પણ આ રકમ હશે એનો આત્મા કેટલો કકળતો હશે? મારી આપને એક જ વિનંતી છે.’ શશીકાંત ઉર્ફે દિનાનાથ બંને હાથ જોડીને ગળગળા અવાજે બોલ્યો, ‘આપ ગમે તે રીતે આ રકમના મૂળ માલિકને શોધીને તેને આ રકમ પાછી સોંપી છો.’

‘ઠીક છે...તમે તમારું સરનામું વિગેરે લખાવી દો. હું આજની એડિશનમાં જ આ બાબતની જાહેરાત આપી દઉં છું.’

‘આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ!’ કહીને શશીકાંત એટલે કે દિનાનાથે એક કાગળ પર પોતાનું નામસરનામું લખી આપ્યું.

કિશોરભાઈએ સુરેન્દ્રભાઈને બોલાવીને જરૂરી સૂચનાઓ આપી દીધી.

ત્યારબાદ તેમને દિનાનાથને વીસ હજાર રૂપિયા મળ્યાની રસીદ બનાવી આપી તથા તેમાં દિનાનાથની સહી પણ કરવી લીધી.

રસીદ લઈ આભાર માનીને એ બહાર નીકળી ગયો.

સાંજે બરાબર સાડા છ વાગ્યે અજય સીટી-ન્યુઝ દૈનિકની ઓફિસમાં દાખલ થયો.

‘સાહેબ...સાહેબ...’ એ જમણા હાથે આવેલી એક ઓફિસમાં દાખલ થતાં હાંફતા અવાજે બોલ્યો, ‘હું...હું...આ અખબારના તંત્રીને મળવા માંગું છું.’

એ ઓફિસમાં વ્યવસ્થાપક કારીયાભાઈ બેસતાં હતા. તેઓ એને કિશોરભાઈની ચેમ્બરમાં લઇ ગયા.

એ વખતે કિશોરભાઈ આજની એડિશન પર નજર દોડાવતા હતા. આંગતુકને જોઈને તેમને અખબારની ગડી કરીને એક તરફ મૂક્યું. પછી નજરે અજય સામે તાકી રહ્યા. તેમના ચહેરા પર આખા દિવસના કામનો થાક સ્પષ્ટ રીતે વર્તાતો હતો.

‘સાહેબ...’ અજય કરગરતા અવાજે બોલ્યો, ‘મારું નામ મનસુખલાલ છે અને હું આપના અખબારમાં છપાયેલી એક જાહેરાતના અનુસંધાનમાં આપને મળવા આવ્યો છું.’

‘મિસ્ટર મનસુખલાલ...!’ કિશોરભાઈએ કહ્યું, ‘હંમેશની જેમ આજના અખબારમાં પણ ઘણીબધી જાહેરાતો છપાયેલી છે. તમે કઈ જાહેરાતની વાત કરો છો?’

‘વીસ હજાર રૂપિયા મળ્યા છે એ જાહેરાતની હું વાત કરું છું. મારા વીસ હજાર રૂપિયા ક્યાંક પડી ગયા છે.’

‘મિસ્ટર...’ કિશોરભાઈનો અવાજ સહેજ કઠોર થયો, ;એ રકમ તમારી જ છે એવું અમે કઈ રીતે માની લઈએ? તમારી પાસે એ રકમની કોઈ નિશાની છે ખરી?’

‘હા...છે...!’

‘શું...?’

‘એ રકમ એક લાલ રૂમાલમાં બાંધેલી હતી, અને તેની બધી જ નોટો પાંચસો રૂપિયાવાળી હતી. આપની જે જાહેરાત છે, તેમાં જો મેં કહ્યું હોય એવી જ નોટો અને રૂમાલ હોય તો એ રકમ મારી જ છે!’ એના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.

એ જ વખતે ચેમ્બરનું બારણું ઉઘાડીને સુરેન્દ્રભાઈ અન્ડર આવ્યા.

‘કિશોરભાઈ...’ આવતાવેંત તેમને કહ્યું, ‘સવારે મિસ્ટર દિનાનાથ નામના જે ભાઈ અહી વીસ હજાર રૂપિયા જમા કરાવી ગયા હતા, તેઓ એ રકમ લેવા માટે કોઈ આવ્યું છે કે નહીં, તેની તપાસ કરવા માટે આવ્યા છે. તો એને શું જવાબ આપું?’

‘તેમને અહીં મારી પાસે મોકલી આપો.’ કિશોરભાઈએ જવાબ આપ્યો.

થોડી પળો બાદ દિનાનાથ એટલે કે શશીકાંત અન્ડર દાખલ થયો.

કિશોરભાઈના સંકેતથી તે એક ખુરશી પર બેસી ગયો.

‘સાહેબ...’ એણે પૂછ્યું, ‘પેલી રકમના માલિકનો ક્યાંયથી પત્તો લાગ્યો?’

‘હા...’

‘હાશ...’ શશીકાંત ઉર્ફે દિનાનાથે છુટકારાનો શ્વાસ લેતાં કહ્યું, ‘હવે મારો બોજો હળવો થયો. આપે તેને રકમ તો પાછી સોંપી દીધી છે ને?

‘હજુ નથી સોંપી. હવે સોંપીશ. અને જેમની એ રકમ છે, તેઓ તમારી બાજુમાં જ બેઠાં છે.’ કિશોરભાઈએ જવાબ આપ્યો.

અને જાણે પહેલી જ વાર નજર પડી હોય એ રીતે શશીકાંત ઉર્ફે દિનાનાથે પોતાની બાજુમાં બેઠેલા અજય એટલે કે મનસુખલાલ સામે જોયું.

‘ઓહ...તો એ રકમ તમારી છે એમ ને?’ એણે પૂછ્યું.

‘હા...સાહેબ...!’ અજય બોલ્યો, ‘લાલ રૂમાલમાં વીંટેલી, પાંચસો રૂપિયાની નોટના રૂપમાં વીસ હજારની એ રકમ મારી જ છે. મારે આજે કારખાનામાં કામદારને પગાર ચૂકવવાનો હોવાથી, ઘેરથી આ રકમ લઈને નીકળ્યો હતો. આ રકમ તમારા જેવા ઈમાનદાર માણસને બદલે કોઈક બેઈમાનના હાથમાં આવી હોત તો મારું કોણ જાણે શું ય થાત! તમારી ઈમાનદારીનું ફળ ઈશ્વર તમને જરૂર આપશે. તમારી કદર હું પૈસાથી કરીશ તો તમને ખોટું લાગશે. એટલે તમે ઈમાનદારીથી મને રકમ સોંપી આપી છે એવી જાહેરાત હું આ જ અખબારમાં છપાવીશ. બસ, મારું આટલું માન જરૂર રાખજો.’ કહીને એણે કિશોરભાઈ સામે જોયું, ‘સાહેબ...આપ આ પ્રકારની જાહેરાત છાપી આપો છો ને! જે કંઈ ખર્ચ થશે તે હું આપવા માટે તૈયાર છું.’

‘મિસ્ટર મનસુખલાલ...!’ કિશોરભાઈએ કહ્યું, ‘જાહેરાત હું જરૂરથી છાપી આપીશ.’

‘આપનો ખૂબ ખૂબ આભાર!’ મનસુખલાલ ઉર્ફે અજય બોલ્યો.

ત્યારબાદ કીશોરભાઈએ પહોંચ લખાવીને તેને વીસ હજાર રૂપિયાની રકમ સોંપી દીધી. સાક્ષી તરીકે દિનાનાથે સહી કરી.

પછી તેમનો આભાર માનીને બંને બહાર નીકળી ગયા.

બીજે દિવસે સવારે જ અજય, શશીકાંતના ફોટા સાથેની જાહેરાત છપાઈ ગઈ.

આ વાતને લગભગ આઠ દિવસ પસાર થઈ ગયા.

નવમે દિવસે રાત્રે સૌ અજયને ત્યાં ભેગા થયા. અજયે જ તેમને આજે બોલાવ્યા હતા. સૌ વાતો કરતાં બેઠાં.

‘અજય...’ શશીકાંત બોલ્યો, ‘લોકોની નજરમાં હું ઈમાનદાર તો પુરવાર થઈ ગયો પણ હવે શું કરવાનો વિચાર છે?’

‘સાથીઓ...તમને જાણીને આનંદ થશે કે હું એક વીશીમાં દાખલ થઈ ગયો છું.’

‘શું...? ત્રણેય નર્યાનિતર્યા આશ્ચર્યથી તેની સામે તાકી રહ્યા.

‘હા...આ વીશી એક લાખ રૂપિયાની છે પરમ દિવસે તેનો પહેલો જ હપ્તો હતો. આ એક લાખની વીશી સાઈઠ હજાર ઓછામાં ગઈ છે. વીશી ઉપાડનારના હાથમાં ચાલીસ હજાર આવ્યા છે અને દરેક મેમ્બરના ભાગે બબ્બે હજારનો હપ્તો આવ્યો છે. સાંભળો... હું જામનગરરોડ પરથી પસાર થતો હતો, ત્યારે અચાનક જ મેં પંદર-સત્તર માણસોને ભેગાં થયેલા જોયા. ઉત્સુકતાવશ જ હું ત્યાં પહોંચ્યો. મેં જોયું તો એક ખુરશી પર, એક પચાસેક વર્ષનો માણસ બેઠો હતો. મને જાણવા મળ્યું કે એ માણસ વીશીનો એક ઓર્ગેનાઈઝર હતો. જોગાનુજોગ તેને આ લાખ રૂપિયાની વીશીમાં એક મેમ્બર ખૂટતો હતો. મેં તરત જ આ તક ઝડપીને ગજવામાંથી પાંચસોનું બંડલ કાઢીને એકી સાથે બધા હપ્તા ભરી દેવાની તૈયારી દર્શાવી તો એણે એકી સાથે બધા હપ્તા લેવાની ના પાડી દીધી. અલબત્ત, પાંચસોવાળી નોટોનું બંડલ જોઈને મારું નામ જરૂર લખી લીધું. આ રીતે આપણી યોજનાનું પહેલું ચરણ તો જાણે કે પૂરું થઈ ગયું. વીશી પૂરી થઈ એટલે મેં તેને સ્થળ પર જ મારા હપ્તાની રકમ ચૂકવી દીધી છે. હવે તમને એક આનંદનાં બીજા સમાચાર સંભળાવું છું.’

‘જલ્દી બોલ...’ બિહારી ઉતાવળા અવાજે બોલી ઉઠ્યો.

‘આ જ ઓર્ગેનાઈઝર આવતા મહિને દાસ લાખ રૂપિયાની વીશી ખોલવાનો છે. એણે મને તેમાં મેમ્બર બનવાની ઓફર કરી છે.’

‘તો શું ગોર મહારાજની રાહ જુએ છે?’

‘ના...હું તો એ કુકડો દસ લાખની વીશી શરુ કરે એની રાહ જોઉં છું. હવે આપણે આપણી યોજનામાં થોડો ફેરફાર કરવો પડશે. પહેલાં આપણે ચારે યે જુદી વીશીમાં રહેવાનું નક્કી કર્યું હતું પણ હવે માત્ર હું જ બધી વીશીમાં ભાગ લઈશ. અલબત્ત, રહેવાનું તો આપણે અલગ અલગ જ છે.’

‘આપણે બધાં જ વીશીમાં રહીએ તો શું વાંધો છે?’ બિહારીના અવાજમાં વિરોધનો સૂર હતો.

‘મને કંઈ જ વાંધો નથી. પણ જો બધાં જ વીશીમાં રહીએ તો એનાં હપ્તા ભરપાઈ કરવા માટેની રકમ આપણી પાસે નથી. આપણી પાસે બે લાખમાંથી સત્તર-અઢાર હજાર રૂપિયા જેટલી રકમ તો ખર્ચાઈ ગઈ છે. તમે બધા વીશીમાં ભાગ લેવા માંડશો તો બે હપ્તામાં જ બાકીની રકમ વપરાઈ જશે. પછી શું કરીશું?’

‘તો પછી તને જેમ યોગ્ય લાગે તેમ કર! પણ આપણે ગમે તેમ કરીને સીત્તેર-એંસી લાખ રૂપિયા ભેગા કરવાના છે, એ તું ભૂલતો નહીં.’

‘નહીં ભૂલાય...એટલા માટે તો બધું બખડજંતર ઊભું કર્યું છે. તમે તમારે જે થાય તે નિરાંતે જોયા કરો. માત્ર ત્રણ મહિના પછી જ આપણી પાસે સીત્તેર-એંસી લાખ રૂપિયા ભેગા થઈ જશે એની ખાતરી રાખજો. એક બીજી વાત કરી દઉં. હું બારોબાર વીશી ઉપાડી, તમને ત્રણેયને પડતાં મૂકીને પોબારા ગણી જઈશ. એવી શંકા કદાપી મનમાં લાવશો નહીં. આપણે ચારેય સાથે જ હતા, સાથે જ છીએ અને સાથે જ રહીશું. હું જે કંઈ કરીશ, તેમાં આપણાં સૌનું હિત જ હશે.’

‘આ તું શું બોલે છે અજય?’ સંતોષકુમારના અવાજમાં નારાજગી હતી, ‘અમે સપનામાં ય આવો વિચાર કરીએ તેમ નથી. તારા દિમાગમાં આવી નકામી વાત આવી જ કેમ?’

‘તો બસ, મારા પર ભરોસો રાખજો. આથી વધુ હું કંઈ કહેતો નથી.’ અજયે કહ્યું.

‘અજય, દસ લાખ રૂપિયાની વીશીમાં એ માણસને તારા પર પૂરેપૂરો ભરોસો બેસી જાય એવી એક વાત મને સૂજે છે.’ શશીકાંત બોલ્યો.

‘તું પણ કહી નાખ!’ અજયે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં કહ્યું, ‘તારી વાતમાં કંઈ દમ હશે તો જરૂરથી તેનો અમલ કરીશું. આપણે તો ગમે તેમ કરીને સીત્તેર-એંસી લાખ રૂપિયા ભેગા કરવાના છે. આ રકમ કોણ ભેગી કરે છે એનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ તો રૂપિયા ભેગા થાય કે નહીં તેનું છે.’

‘તો સાંભળ...તું એ માણસને દસ લાખની વીશીમાં ભાગ લેવાની ના પા ડી દે’

‘શું?’

‘હા...’

‘કેમ...?’

‘એ વીશીમાં તારે બદલે તું મારું નામ લખવી દે. વીશીના સંચાલકો ખૂબ જ ચાલાક અને હોંશિયાર હોય છે. તથા વીશીની બાબતમાં પોતાના સગાનો ભરોસો નથી કરતાં એ હું જાણું છું.તેઓ છાશ તો શું થમ્સ-અપ પણ ફૂંકી ફૂંકીને પીએ છે તેની મને ખબર છે. મારી ઈમાનદારી વિશે અકિલામાં તું જે જાહેરાત આપી આવ્યો હતો, એ જાહેરાત મારા પર ભરોસો મૂકવા માટે પૂરતી છે. જાહેરાત જોઇને એ સંચાલક તરત જ દસ લાખની વીશીમાં મારું નામ લખવા માટે તૈયાર થઈ જશે.

‘તું તો, જે બાજી આપણે માત્ર ચોકા-પંજાથી જીતી શકીએ તેમ છીએ, એના પર હુકમનો એક્કો ફેંકવાની વાત કરે છે!’ અજય કહ્યું. ‘આ જાહેરાતનો ઉપયોગ તો આપણે મોટી રકમની વીશીમાં કરવાનો છે. અત્યારે એ લોકો સામે ચાલીને જ મારું નામ લખવા તૈયાર છે તો પછી શા માટે તમારે કોઈએ વચ્ચે આવવું જોઈએ? ના...ના...આમ કરવાથી બાજી ઊંધી વળી જશે. મેં નક્કી કર્યું છે, એ જ બરાબર છે. તારી ઈમાનદારીની જાહેરાતનો આપણે પાછળથી ઉપયોગ કરીશું.’

‘બાકી એક વાત કબૂલ કરવી પડશે.’

‘શું?’

‘આ સીટી-ન્યુઝના તંત્રોનું વ્યક્તિત્વ ખરેખર રૂઆબદાર છે. હું તો એનો દેખાવ જોઈને ઘડીભર માટે થીજી જ ગયો હતો. મારા પગ પાણી થવા લાગ્યા હતા.’ કહેતાં કહેતાં જાણે કે અત્યારે પણ કિશોરભાઈ પોતાની સામે બેઠા હોય એ રીતે શશીકાંત ધ્રુજી ઊઠ્યો.

‘શશીકાંત...’ અજય બોલ્યો, ‘પ્રેસની લાઈન જ એવી છે કે તેમાં આવું વ્યક્તિત્વ રાખવું જ પડે.’

‘હવે શું કરવાનું છે?’ સંતોષકુમારે બગાસું ખાતાં પૂછ્યું.

‘હમણાં તો એક મહિના સુધી તદ્દન શાંતિ રાખવાની છે. દસ લાખની વીશીમાં દાખલ થઈ ગયા પછી આગળ શું કરવું તે વિશે વિચારીશું. ત્યાં સુધી આપણે દર શનિવારે રાત્રે અહીં જ ભેગાં થશું. એ પહેલાં જો કઈ નવીન સમાચાર હશે તો તમને મારો સંદેશો મળી જશે.’

ત્યારબાદ ચારેય ઠગરાજની મિટિંગ બરખાસ્ત થઈ.

શશીકાંત, બિહારી અને સંતોષકુમાર ત્યાંથી વિદાય થઈ ગયા.

***