The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિલ પર છવાઈ ગયા..! પારકાં ને કહ્યાં શોધવા અહીં પોતાના જ ખોવાઈ ગયા રેતી જેવા હતા સપના અમારા લાલચ ના મોજાં થી ધોવાઈ ગયાં વિતેલી વાતોને યાદ કરી તો આંસુ છલકાઇ ગયા સંબંધો ઘણા મળ્યા મને પણ અમુક દિલમાં સચવાઇ ગયાં યાદોની તિજોરી ખોલી જ્યારે આ હોંઠ મલકાઇ ગયા અમુક મિત્રો જ એવા મળ્યા જે દિલ પર છવાઈ ગયા..!
દૂર રહેવુ... જે ક્યારેય સુધારી ના શકો એ ભૂલ થી દૂર રહેવું, જેનામાં પાણી આવતા રંગ બદલે એ ધૂળ થી દૂર રહેવું, જે વૃક્ષ ક્યારેય નમી ના શકે એના મૂળ થી દૂર રહેવું, અને તમારી પરિસ્થિતી જોઈ મહેકે એ ફૂલ થી દૂર રહેવું. (◕ᴗ◕✿)(◕ᴗ◕✿)(◕ᴗ◕✿)(◕ᴗ◕✿)
એક વ્યક્તિ ચાહવા જેવી હતી. ઉમ્રભર એને કદી આપી નહી, એક વસ્તુ આપવા જેવી હતી. છોકરો દોડયા કર્યો હરણાની જેમ, છોકરી પણ ઝાંઝવાં જેવી હતી. આપણે છીએ કે નીચું ના નમ્યા, વાત એની ત્રાજવા જેવી હતી. માત્ર આંસુઓ જ જોયાં છે તમે, આંખ એની વાંચવા જેવી હતી.*
સમજી જાય તો કેવું સારુ ! મનની મનમાં રહી જાય તો કેવું સારું ! કોઈક ખામોશી સમજી જાય તો કેવું साएं!! શબ્દોમાં સમજાવી સમજાવી થાકી ગયો, કોઈક મારી લાગણી સમજી જાય તો કેવું सारु..!! મારા હાલ તો બધાને ખબર જ છે, કોઈક હાલે દિલ સમજી જાય તો કેવું सारु..!! લખું છું દરેક રચના તને જ ધ્યાને રાખીને, કંઈ ના લખું, ને ભાવ તું સમજી જાય તો કેવું સારુ.!!
મને મંજૂર છે. દૂધ નથી તો ચા મને મંજૂર છે, આખી નથી તો પા મને મંજૂર છે. એકવાર સાથે રમવા તો દો બાળકો, નવી ગેડી નવો દા મને મંજૂર છે. મિત્ર હોય કે શત્રુ, પીઠ પ્રહાર ના કરજે, તારો સામી છાતીનો ઘા મને મંજૂર છે. બચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંથી, તું નિસંકોચ મારા સમ ખા મને મંજૂર છે. મળે જો તને 'સમય' કરતા સારું પાત્ર, તું તારે રાજીખુશીથી જા મને મંજૂર છે.
હુ તારી રાહ જોઇસ ... હુ તારી રાહ જોઇશ.. તારે આવવું કે ના આવવું એ તારી ઇચ્છા..!! તને મનાવવા કોશિશ કરીશ. પણ તું માને કે ના માને એ તારી ઇચ્છા...! ખબર નથી શું છે તારામા કે તને મળવાની વારંવાર ઇચ્છા થાય.. પણ તને થાય કે ના થાય એ તારી ઇચ્છા..!! તને યાહવું એ મારું સૌભાગ્ય છે પણ તું મને જ ચાહે કે ના ચાહે એ તારી ઇચ્છા...!. છેલ્લા શ્વાસ શુધી તારું બની રહેવું છે પણ તારે મારી બની ને રહેવું ના રહેવું એ તારી ઇચ્છા....!
આવડવું જોઇએ જીવન જીવતા આવડવું જોઈએ, સંબંધો સીવતા આવડવું જોઈએ ! અમૃત નહિ મળે રોજ બે રોજ, ઝેર પીતા પણ આવડવું જોઈએ ! વાત વાત માં રુઠવું સારું નહિ, સહન કરતા પણ આવડવું જોઈએ ! અક્ડ ઝાડ પહેલું તૂટી જાય, થોડું નમતા પણ આવડવું જોઈએ ! બધું કઈ પચી નહિ શકે, થોડું વહેંચતા પણ આવડવું જોઈએ ! બેઠાડું જિંદગી શ્રાપ છે, થોડું નાચતા પણ આવડવું જોઈએ ! ચોપડીઓ અચૂક વાંચો, ચેહરા વાંચતા પણ આવડવું જોઈએ !!
આવી શકે તો આવજે, આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું મારી મનોદશાની તને જાણ નહિ કરું. ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું
💖
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser