રાહીલ ઝોયાની રાહ જોઈને ઊભો હતો. ઝોયા બહાર આવી. રાહીલ તેને લઈને બહાર ઓફિસના ગાર્ડન એરિયામાં લઈને ગયો.
ઝોયા તે બધુ શું ચાલી રહ્યું હતું? રાહીલએ સોફા પર બેસતા જ પૂછ્યું.
ઝોયાને ખબર હતી રાહીલ કંઈ પણ જાણ્યા વગર તેને અત્યારે ક્યાંય હલવા પણ નહિ દે એટલે તેણે રાહીલને શરૂથી લઈને કેફેટેરિયા સુધીનું બધું જણાવી દીધું.
રાહીલ બધું જાણ્યા બાદ થોડીવાર ચૂપ રહ્યો પછી કહ્યું, ઝોયા તને એ અબીર અને આ અબીરમાં ફરક આવ્યો તેવું લાગે છે.
ઝોયાએ કહ્યું, રાહીલ જે જેવું હોય તેવું જ રહે.
ઝોયા મને તો ફરક લાગે છે, તે અબીર અને અત્યારના અબીરમાં. તે કહ્યું તે અબીર અહંકારી હતો કોઈની સામે જુકતો નહિ અને અત્યારે તેજ અબીર કંપનીના બોસનાં ભાઈ હોવા છતાં કેફટેરિયામાં બધાની સામે ઘૂંટણ પર બેસીને બે હાથ જોડીને તારી સામે માફી માંગી રહ્યો હતો.
ભૂલ છે રાહીલ તારી, એ બધો ઢોંગ છે.... તેને હું સારી રીતે ઓળખું છું. તેને કોઈ નકારીને જતું તો તેનો ઇગો હર્ટ થઈ જતો. હું નકારીને આવી છું રાહીલ એટલે તે તેના ઈગો માટે મને મનાવશે અને પછી મારી સાથે તેવો વ્યવહાર કરશે જેવો તે પેહલા કરતો.
ઠીક છે ઝોયા... પણ મે અબીર સરની આંખોમાં પછતાવો જોયો હતો. તેમના માં ક્યાંય દૂર સુધી ઇગો નોહતો દેખાઈ રહ્યો...હું એક પુરુષ થઈને બીજા પુરુષનું વર્તન સમજી શકું છું ઝોયા...પછી તારી ઈચ્છા.
રાહીલ એટલું કહીને ઝોયાને વિચારમાં મૂકીને ગયો.
**********
મિસ્ટર જયરાજ ભાટિયા તમને યાદ છે ને તમે આર્ટ એન્ડ આર્કિટેક્ટચર સાથે ડીલ કેન્સલ કરીને, મારી કંપની વી. આર આર્કિટેક્ટચર સાથે ડીલ ફાઇનલ કરવાના છો.
હા... મિ. વિક્રમ, પરંતુ હું પેહલા બંને કંપનીનું પ્રેઝન્ટેશન જોઈશ, પછી મને જે કંપનીનું પ્રેઝન્ટેશન ગમશે તેની સાથે ડીલ કરીશ હું.
પણ મિસ્ટર ભાટિયા તમે તે કંપનીનું પ્રેઝન્ટેશન કેવી રીતે જોઈ શકો જે કંપનીએ તમારો પ્રોજેક્ટ એટલા ટાઇમથી બંધ રાખ્યો છે અને તે કંપની બેનક્રપ્ટ થવાના આરે પણ આવી ચૂકી હતી. વિક્રમએ મિ. ભાટિયાના કાન ભરવાની કોશિશ કરી.
મિ.વિક્રમ તેજ કંપનીએ સ્ટાર હોટેલનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે, તેનું કામ મે જોયું છે ઉમદા કામ કર્યું છે સ્ટાર હોટેલ પર તે કંપનીએ અને તમારા મિત્ર જ અત્યારે તે કંપનીના સીઇઓ છે...અને એમ પણ મે પેહલા તે કંપની સાથે ડીલ કરી હતી. અત્યારે હું પ્રેઝન્ટેશન જોયા વગર એમજ ના ન કહી શકું. એટલે બેહતર રહેશે હું બંને કંપનીના પ્રેઝન્ટેશન જોઈને ફેંસલો લઈશ.
પણ મિ.ભાટિયા તમે.. વિક્રમ આગળ બોલી રહ્યો હતો પણ મિ.ભાટિયાએ તેને રોકી દીધી, મિ.વિક્રમ અગર તમારે આ ડીલ જોઈતી જ હોય તો એક ઉમદા પ્રેઝન્ટેશન બનાવો. ત્યારે ડીલ હું ફાઇનલ કરી લઈશ. એટલું કહીને મિ.ભાટિયા નીકળી ગયા ત્યાંથી.
વિક્રમએ ગુસ્સાથી પોતાની આંખો બંધ કરી દીધી.
બૉસ, પ્રેઝન્ટેશન બનાવવાનું કહી દઉં આપણા એમ્પ્લોયને? રોયએ પૂછ્યું.
રોય... ફાયદો નથી આપણી કંપની ગમે તેટલું સારું પ્રેઝન્ટેશન બનાવશે, પણ આ રેસમાં અથર્વથી જીતવું નામુમકીન છે અને હું આ ડીલ કોઈ પણ સંજોગે અથર્વને નહિ લેવા દઉં.
પણ બૉસ...આપણે કેવી રીતે આ ડીલ અથર્વને કરવાથી રોકશું.
તે હું કરી લઈશ. વિક્રમ કંઇક વિચારતો હોય તેમ બોલ્યો.
**********
હું અત્યારે યુએસ છું એટલે તને તે કામ સોંપ્યું હતું. હું ત્યાં હોત તો જાતે જ કરી લેત આ કામ....તારા મિત્ર માટે એક કામ નહિ કરી શકે તું....જોઈ લીધી તારી દોસ્તી ભાઈ રોકી. એક ૨૫ વર્ષનો યુવક તેના મિત્ર રોકી સાથે કૉલ પર વાત કરી રહ્યો હતો અને તેને ધીરા ધીરા ટોંટ મારી રહ્યો હતો.
અરે યાર તું સાવ આમ બોલે છે...યાર નથી મળી રહી તે... આપણા બધા જ મિત્રોને તેની વિશે પૂછ્યું પણ કોઈને જ નથી ખબર તે ક્યાં છે અને શું કરે છે. રોકીએ તેના મિત્રને પોતાની વાત સમજાવતા કહ્યું.
હમમ... તો પણ તું તારી કોશિશ કરજે શોધવાની તેને. પેલા યુવકએ કહ્યું.
હા...સારું ચાલ બાય, તેની વિશે જાણકારી મળશે તો તને કૉલ કરીશ. રોકીએ તેના મિત્રને કહ્યું અને કૉલ રાખ્યો.
**********
આજ અબીર કઈક કામ માટે જઈ રહ્યો હતો, તેની કાર અચાનક જ બંધ થઈ ગઈ. અબીરએ બહાર જોયું તે અકળાઈને જાણે કારને કહેતો હોય તેમ કહ્યું, અહી જ બંધ થવું હતું તારે. તેણે બહાર આવી કારનું બોનેટ ખોલ્યું તેમાંથી થોડા ધુમાડા નીકળી રહ્યા હતા. તે આમથી તેમ જોવા લાગ્યો પછી તેણે મેકેનિકનો કૉલ કરી આવવા કહ્યું.
તે એક કંપનીની દીવાલના ટેકે ઊભો ઊભો ફોનમાં જોઈ રહ્યો હતો.
થોડીવાર બાદ એક યુવક કંપનીની અંદર જઈ રહ્યો હતો. અબીરને જોઇને તે ઊભો રહી ગયો. તેણે થોડીવાર સુધી એક જ ધારો અબીરને જોયો. અબીર હજુ પણ ફોનમાં જ જોઈ રહ્યો હતો.
તે અબીર પાસે ગયો અને કહ્યું, આજે ભુલાઈ ગયું છે કંપનીનું એડ્રેસ કે પછી મારી સાથે મુલાકાત કરવાની ઉમ્મીદ હતી.
અબીર આ અવાજ જાણતો હતો. તેણે ફોનમાં જ જોઈને જવાબ આપ્યો, આ કંપની તારા બાપની વસિયતની નથી....અને તારી સાથે મુલાકાત તો શું તારું મોઢું જોવાનું પણ હું પસંદ નથી કરતો.
પણ અફસોસ અબીર આ મારી કંપની છે હવે. પેલા વ્યકિતએ કપટ ભર્યું સ્મિત કરી કહ્યું.
હવે અબીરએ ફોનમાંથી નજર હટાવી...અને તેની પાસે આવ્યો. તેણે કંપની તરફ જોયું... તેણે કંપનીનું નામ વાંચ્યું અને હસ્યો...પછી કહ્યું, We are Architecture ને V. R Architecture કરીને મોટું તીર મારી લીધું વિક્રમ રાણા.
ભાષા તો બંને ભાઈઓની સરખી જ છે...પણ અફસોસ અથર્વ તારી કરતા બહુ આગળ છે. તું બસ ભાઈ ભાઈ કરીને તેની પુંછડી બનીને રહી ગયો. વિક્રમ અબીરના કાન ભરવાની કોશિશ કરી રહ્યો હતો.
મારા ભાઈના આગળ હોવાથી અગર તને બળતરા થતી હોય... તો તો ઈશ્વર મારા ભાઈને મારી કરતા કરોડો કદમ આગળ રાખે. અબીરએ વિક્રમને વળતો જવાબ આપ્યો.
ધ્યાન રાખજે અબીર, હવે તો સગો ભાઈ પણ તેના ભાઈને રૂપિયો નથી આપતો....તો આતો પારકો છે...અને તેણે આપ્યું પણ શું છે તને. દિલ્હીની કંપની તારા વસિયતના રૂપિયાથી બનાવી, અત્યારે આર્ટ એન્ડ આર્કિટેક્ચરના પણ શેયર્સમાં તને એક શેયર્સનો પણ હકદાર ન બનાવ્યો...બહુ અન્યાય કહેવાય આ તો અબીર. વિક્રમએ ખૂબ જ અબીરના કાન ભરવાની કોશિશ કરી.
એમાં શું છે વિક્રમ, બધાં તારી જેવા ગદ્દાર તો ન હોયને અને મને મારા ભાઈએ શું આપ્યું છે એ મને ખબર છે. તેમણે રૂપિયા કરતા પણ કિંમતી ચીજ મને આપી છે, તેમનો પ્રેમ...તે એક વખત જેને પોતાનું માની લે છે ને, તેની પાછળ તે ખુશી ખુશી બરબાદ પણ થઈ જાય છે.....પણ અફસોસ તને નહિ ખબર હોય મારા ભાઈના પ્રેમની... તુએ ખાલી દોસ્તી નિભાવી હોતને દિલથી અને તે એક વાર માંગ્યું હોત ને તો મારા ભાઈ તને ખુશી ખુશી આ કંપની આપીને ચાલ્યા જાત. પણ જેનું લોહી માત્ર ગદ્દારીનું દોડતું હોયને તે ક્યારેય આગળ ન આવે ..........વધુ આવતા અંકે