Beinteha: Hate and Love - 2 in Gujarati Drama by Firdous books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 2

The Author
Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 2



  મીરા બીજા બધા એમ્પ્લોય પાસે ગઈ અને કહ્યું, તમે લોકો હવે જઈ શકો છો, હવે કામ પૂરું થવા જ આવ્યું છે.    
    
     હેલો ગર્લ્સ ક્યાં પહોંચ્યું કામ? રાહીલએ આવીને ઝોયા અને મીરાને પૂછ્યું.
   
    કંઈ નહીં હું બસ પ્રેઝન્ટેશન રેડી કરું છું. ઝોયાએ જવાબ આપ્યો.
   
    અને હું હોટેલનો ડેમો રેડી કરું છું. મીરાએ કહ્યું.
 
    તો હું કોને હેલ્પ કરવા લાગુ? રાહીલએ બંને સામે જોઈને કહ્યું.
  
     તો ઝોયાએ માસુમ ફેસ કરીને રાહીલ સામે જોયું,જાણે કેહતી ન હોય કે પ્લીઝ મારી હેલ્પ કર.
 
     એનું માસુમ ફેસ જોઇને મીરા અને રાહીલ બંને હસી પડ્યા.
  
    તું આની હેલ્પ કર નહીંતર આજે આ રોઈ દેશે, એક તો તેની બિલાડીની બર્થ ડે ગઈ, મેડમનો બધો પ્લાન ચોપટ થઈ ગયો એટલે મને એની ઉપર બહુ દયા આવે છે, તો તું એની જ હેલ્પ કર, હું ડેમો એકલી જ બનાવી લઈશ. મીરાએ ઝોયાની મશ્કરી ઉડાડતા કહ્યું.
   
    એયયય, રોઝને બિલાડી નો કે, તેના નામથી બોલાવ તું એને. ઝોયાએ અકળાઈને કહ્યું.
    
   ઓકે ઓકે મેડમ તમારી રોઝ બસ બીજું કાંઈ. મીરાએ ખોટા હાથ જોડી માફી માંગતા કહ્યું.
   
   હમમમ, બસ બીજું કંઈ નહીં..... ઓ મિસ્ટર પરીખ મારી હેલ્પ કરો હવે જલ્દી. ઝોયાએ રાહીલને કહ્યું.
     
    હા હા મારી મા તારી જ હેલ્પ કરું છું.
     
    મીરાએ માથું હલાવીને રાહીલને કહ્યું, આ છોકરી કોઈ દિવસ નહીં સુધરે અને બંને હસવા લાગ્યા.
 
     ઝોયાએ બંને સામે મોઢું ચઢાવી લીધું.
   
     થોડીવાર બાદ મીરાના ફોનમાં કૉલ આવ્યો. તેણે કૉલ ઉપાડ્યો, તે કામમાં વ્યસ્ત હોવાથી ફોન તેણે સ્પીકર પર કર્યો અને લેપટોપ પર જ નજર રાખી બોલી, હેલ્લો.
    
   હાય મીરા. સામા છેડેથી મધુર અવાજમાં એક યુવતી બોલી. 
   
    બોલ, ઈશા. મીરા રાહીલને જોઇને બોલી અને રાહીલની બાજુમાં બેઠેલી ઝોયાએ રાહીલને પોતાની કોણી મારી. રાહીલ નીચી નજર કરીને જાણી જોઈને ફાઈલ જોવા માંડ્યો. ઝોયા અને મીરા બંને રાહીલની મશ્કરી કરી રહી હતી.
    
     ફ્રી હોય તો આજ મળીયે ને મીરા. રવિવાર છે આજ હું કેટલા દિવસો બાદ ફ્રી થઈ છું...એક કામ કર તું અને ઝોયા બંને મારી ઘરે જ આવી જાવ. ઈશા બોલી.

   સોરી ઈશા, પણ આજ હું અને ઝોયા બિલકુલ પણ ફ્રી નથી, અમે બંને ઓફિસમાં છીએ એટલે આજ તો તું રેહવા જ દે. મીરા બોલી.
    
    કેમ આજ તો રવિવાર છે, રવિવારે તમે બંને કંપનીમાં શું કરો છો? ઈશાએ પૂછ્યું.
    
   જવા દે ને યાર તું વાત જ, એક ક્લાયન્ટ કાલ આવે છે અને પ્રેઝન્ટેશન હજુ તૈયાર નથી. એટલે આજ ઈમરજન્સીમાં પ્રેઝનટેશન તૈયાર થાય છે. મીરાએ કહ્યું.
     
    અરે બાપ રે....દયા આવે છે તમારી ઉપર, પણ કંઈ નહીં કરો કામ. ઈશાએ મશ્કરી કરી.
    
    ઓય, ઈશાડી છાની મની રે, બધાના દિવસો આવે હો. ઝોયા દૂરથી બોલી.
  
    સારું ચાલ મીરા કામ કર તું, વધુ ડિસ્ટર્બ નથી કરવા નહિતર ઝોયા મને ફોનમાંથી બહાર આવી મારશે. ઈશાએ હસીને ફોન રાખ્યો.
 
   ઈશાના ફોન રાખ્યા બાદ ઝોયાએ ફરી રાહીલની મશ્કરી કરી, શું કેય રાહીલ?? આપણા કંપનીના લોયર કેવા છે?
   
    છાની મની કામ કરવા માંડ નહિતર, મીરાને હેલ્પ કરવા ચાલ્યો જાઈશ, તું કરજે પછી એકલી એકલી કામ. રાહીલએ ઝોયાને ખોટી ધમકી આપી.
   
    ઓહકે ઓકે રાહીલ સર ગુસ્સે નો થાવ, તમારા ગાલ લાલ દેખાઈ છે અમને. ઝોયાએ ફરી મશ્કરી કરી રાહીલની અને રાહીલ તેની પાછળ ભાગ્યો.   બંને આખા ઓફિસમાં દોડી રહ્યા હતા.
    
   બસ કરો ફ્રેન્ડસ. મીરા બંનેને રોકતા બોલી.
 
   મીરા તું આને સમજાવ ને. રાહીલ બોલ્યો.
   
   મીરા પેહલા તું આને પૂછ, ઈશાનું નામ સાંભળી આના ગાલ કેમ લાલ થઈ જાય છે. ઝોયા ફરી બોલીને હસી અને પાછા બંને દોડાદોડી કરવા માંડ્યા. 

   મીરાએ બંને સામે મોઢું હલાવ્યું અને કામ કરવા માંડી પોતાનું.

       એમ ને એમ પાછા ૩ કલાક વીતી ગયા.

    
    યસ.....પ્રેઝન્ટેશન ઈઝ કમ્પ્લીટ. ઝોયાએ અને રાહીલએ સાથે કહ્યું.
    
    ગુડ જોબ માય ફ્રેન્ડસ્. મીરાએ બંનેને કહ્યું.
    
    રાહિલએ ખુશ થઈને કહ્યું, યાર ઉમ્મીદ ના હોય, તે કામ કરી લઈએ તો બહુ જ ખુશી થાય.
  
    હા એ તો છે, આ ખુશી કંઈક અલગ જ મળે યાર. ઝોયા અને મીરાએ એક સાથે કહ્યું.
  
    ચાલો તો હવે જઈએ? રાહીલએ કહ્યું.
      
    તમે બંને જતા થાવ, મારે અડધી કલાકનું હજુ કામ છે. મીરાએ જવાબ આપ્યો.
  
   તો અમે બંને તને હેલ્પ કરવા લાગ્યે ને. ઝોયાએ કહ્યું.
   
   રાહીલ પણ બોલ્યો, હા મીરા આપણે સાથે મળીને કરી લઈએ.
     
   નઈ ફ્રેન્ડ્સ તમે બંને જાઓ હું કરી લઈશ.
     
   યાર લાવ ને શું કરવાનું છે, ત્રણે સાથે કરશું તો હમણાં પતી જશે. ઝોયાએ કહ્યું.
   
   ના તમે બંને જાવ એમ પણ રાહીલ તો બિચારો બહુ જ થાકી ગયો છે આખા દિવસનો અને તારે પણ રોઝની બર્થ ડે છે, હજી તો ખાલી નવ વાગ્યા છે. તો તું બર્થ ડે પણ કરી શકે છે. એટલા માટે તમે બંને જાઓ મારું એમ પણ હવે થોડુંક જ કામ છે. પતે એટલે હું સીધી ઘરે ચાલી જઈશ. મીરાએ તે બંનેને કહ્યું.
   
    રાહીલએ પાછું પૂછ્યું, પાક્કુ તારે અમારી હેલ્પ નથી જોઈતી?
   
    હા પાક્કું તમે લોકો જાઓ, હું ચાલી જઈશ એકલી.
    
    સારુ તો ધ્યાનથી ઘરે જજે. રાહીલએ કહ્યું.
     
    હમમ સારુ. મીરાએ કહ્યું.
  
     ચલ બાય અને પહોંચીને મને ફોન કરજે. ઝોયાએ કહ્યું. મીરાએ હા કહ્યું.
     
    સારું તો અમે જઈએ છીએ, ચાલ ઝોયા તને તારા ઘરે છોડતો જાવ. રાહીલએ કહ્યું.
     
   મીરાનું બધું કામ સાડા નવે પૂરું થયું અને બધી ફાઈલ્સ તેની જગ્યાએ મૂકીને મીરા ઘરે જવા માટે નીકળી.
    
    મીરા ઓફિસની બહાર આવી પરંતુ એક પણ રીક્ષા મીરાને મળી નહીં, તો તેને થોડું ચાલીને જવાનું યોગ્ય લાગ્યું કે આગળ કોઈ રીક્ષા એને મળી જાય. તો આગળ પણ એકય રિક્ષા મળી નહિ.
     
    તેનું ઘર એમ પણ કંપનીથી થોડું પાસે હતું એટલે એ ચાલવા લાગી. આજે રવિવારે પણ ઓવર ટાઈમ કર્યો તેના લીધે મીરા બહુ જ થાકી ગઈ હતી અને તે વિચારમાં ને વિચારમાં ક્યારે રોડ પર ચાલવા લાગી, તેનું તેને ભાન જ ન રહ્યું. તે કાલના સોમવારના વિચારમાં હતી, કે તેનું પ્રેઝન્ટેશન ક્લાયન્ટને ગમશે કે નહીં. તે મનોમન પ્રાર્થના કરી રહી હતી કે ક્લાયન્ટ ડીલ કરી લેય.
    
    તેજ સમયે એક અંધકાર મય રોડ ઉપરથી બ્લેક મર્સિડીઝ કાર પુલ ઝડપે આવી રહી હતી. કારચાલક પણ તેના વિચારમાં જ કાર ચલાવી રહ્યો હતો... રોડ ઉપરથી કોઈ વ્યક્તિને ચાલતા જોઈને તે વિચારમાંથી બહાર આવ્યો અને જોરથી બ્રેક મારી. પણ ત્યાં સુધીમાં કારની ઠોકર મીરાને લાગી ચૂકી હતી. ઠોકર બહુ જોરથી તો નહીં પરંતુ થોડીક લાગી ચૂકી હતી જેથી મીરા ત્યાં જ ફસડાય પડી.
    
    કાર ચાલક ફટાફટ બહાર નીકળી મીરા પાસે પહોંચ્યો તેણે જોયું કે તે વ્યક્તિ એક છોકરી હતી.
 
    મીરાને જ્યારે ઠોકર લાગી ત્યારે તેને કાર ચાલક પર બહુ ગુસ્સો આવ્યો. એણે જોયા વગર જ પેલા કાર ચાલકને કહ્યું, આટલી બધી સ્પીડથી ગાડી કોણ ચલાવે બેવકૂફ ઇન્સાન. તારા બાપનો રોડ હોય તેમ ગાડી ચલાવે છે. તારે મને મારવાનો વિચાર છે.
    
     મારવાનો વિચાર મારો નથી, પણ મરવાનો વિચાર તમારો જરૂર લાગે છે મિસ. પેલા કાર ચાલકે મીરાને કહ્યું.
     
    ઓ હેલો મિસ્ટર તમને દેખાતું નથી કે કોઈ વ્યક્તિ ચાલી રહ્યું છે, તમે સીધી ઠોકર મારી દીધી મને. ગાડી ચલાવતા નથી આવડતું તો શું લેવા ચલાવો છો. મીરા હજુ પણ તેના કપડાં ખંખેરીને તેની ધૂનમાં જ બોલી રહી હતી.
    
     ઓ મેડમ એક તો ભૂલ તમારી છે અને ઇલ્ઝામ મારી ઉપર નાખો છો. કાર ચાલકએ ગુસ્સામાં કહ્યું.
     
    મારી ભૂલ ક્યાં દેખાય છે? 
    
     એમાં એક્ચ્યુલી એવું છે ને મિસ, કે રોડ પર ફક્ત ગાડી ચાલે છે. ઇન્સાનને ચાલવા માટે નો રસ્તો આ બાજુ છે.
   
     મીરા આજુબાજુ જોવા લાગી ત્યારે તેને ભાન થયું કે પોતે રોડ ઉપર ચાલી રહી હતી. મીરાને પોતાની ભૂલ સમજાય,...... થોડીવાર ચૂપ રહ્યા બાદ મીરાએ માસુમ ચહેરો કરીને પહેલીવાર પેલા વ્યક્તિને જોયો અને બસ તે પેલા વ્યક્તિમાં જ ખોવાઈ ગઈ ..........વધુ આવતા અંકે