આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં આજે સવારથી બધા એમ્પ્લોયની ભાગદોડ ચાલુ હતી, કારણ કે જે ક્લાયન્ટ ૧૪ દિવસ બાદ આવવાના હતા, તે અચાનક સોમવારે આવી જવાથી બધા એમ્પ્લોય પોત પોતાના કામ પર લાગી ગયા હતા.
ગઈકાલ, શનિવારની રાત્રે ૧૦:૦૦ વાગે.
ફોનની રીંગ વાગી રહી હતી. બે થી ત્રણ રિંગ થઈ, મીરા ફ્રેશ થવા ગઈ હતી. બહાર આવીને તેણે ફોન જોયો, રાહિલના બે મિસ્ડકૉલ અને ઝોયાનો એક મિસ્ડકૉલ આવી ગયો હતો.
મીરાએ રાહીલને કૉલ કર્યો, હેલ્લો.
રાહિલએ હેલ્લોનો જવાબ દીધા વગર કહ્યું, હેલ્લો બેલ્લો છોડ તું, તને કંઈ ખબર છે કે નહીં?
મીરાને રાહીલના અવાજમાં થોડી ચિંતા દેખાઈ તેણે રાહીલને પૂછ્યું, નહિ મને કંઈ ખબર નથી પડી, શું થયું એ તો કહે મને?
રાહિલએ કહ્યું, અરે જે ક્લાયન્ટ બે અઠવાડિયા પછી આવવાના હતા, તે પરમ દિવસે સોમવારે આવે છે.
આ સાંભળીને મીરાને મોટો ઝાટકો લાગ્યો, હે..આ તું શું બોલે છે....મીરા ધૂંધવાઈને આગળ બોલી, અરે આ તું શું બોલે છે? હજુ તો પ્રેઝન્ટેશન પણ નથી બન્યું અને એક દિવસમાં આપણે કેવી રીતે કરશું.......યાર આ ક્લાઈન્ટ તો ગયા આપણા હાથમાંથી.
અરે મીરા તું શુભ શુભ બોલ આવું શું બોલે છે, તને ખબર છે ને કે આ ક્લાયન્ટ હાથમાંથી ગયા તો આપણી નોકરી હાથ માંથી ગઈ.
અરે તો શું કરશું આપણે?
રાહીલ આગળ બોલ્યો, એક દિવસમાં પ્રેઝન્ટેશન તૈયાર કરવું પડશે, બોસનો ઓર્ડર છે, અને એમ પણ કહ્યું કે તમારી બંને ઉપર ભરોસો છે કે તમે પ્રેઝન્ટેશન કરી નાખશો.
અરે તું પાગલ થઈ ગયો છે કે શું? તે પ્રોજેક્ટ કેટલો મોટો છે અને તેનું પ્રેઝન્ટેશન બનાવવામાં જ એક અઠવાડિયુ લાગી જશે, રાહીલ તે ફાઈવસ્ટાર હોટેલનો પ્રોજેક્ટ છે, એ પ્રેઝન્ટેશન આપણે એક દિવસમાં કેવી રીતે કરશું?
મે નહિ બોસ પાગલ થઈ ગયા છે, એમણે કહ્યું અને કેવી રીતે કરશું એટલે? મેડમ આપણે કરવું જ પડશે એક દિવસમાં ગમે તે રીતે, હવે ક્લાયન્ટ એમ ને એમ ના પાડે તેની કરતા પ્રેઝન્ટેશન જોઈને ના પાડે, તો થોડી તો આપણી કંપનીની આબરૂ રહી જાય કે જેવું બનાવ્યું તેવું પણ એક દિવસમાં પ્રેઝન્ટેશન બનાવ્યું, પોતાની ડૂબતી કંપનીને બચાવવા માટે.
મીરા નિશાસો નાખતા બોલી, અરે યાર કસમથી મારો મગજ ફરવા માંડ્યો છે.
મારો પણ.
થોડીવાર બાદ મીરા કોન્ફિડન્સથી બોલી, હમમ........ ઓકે કાલે આપણે આપણું બેસ્ટ પ્રેઝન્ટેશન રેડી કરશું.
આઈ હોપ મીરા.
તો કાલે આપડે સવારે ૬ વાગે પહોંચી જઈશું. મીરાએ કૉલ રાખતા કહ્યું, ગુડ નાઈટ કાલે મળીએ.
મીરાએ ઘરનું બધું કામ મૂકીને સૂઈ જવાનું યોગ્ય માન્યું કારણ કે, તેને કાલે આખો દિવસ પલક જપકાવ્યા વગર કામ કરવાનું હતું.
હજુ તેણે સુવા માટે બેડ પર લંબાવ્યું ત્યાં જ, ફોનમાં પાછી રીંગ વાગી.
મીરાએ ફોન સ્ક્રીન પર નજર કરી અને બોલી, ચાલો આ છોકરી હવે સીધા સવારના ૬ વગાડી દેશે.
**********
મને એ ડીલ કોઈ પણ સંજોગે જોઈએ, હું નથી જાણતો કેવી રીતે પણ મને એ જોઈએ. એક ૨૮ વર્ષનો યુવક કોઈ સાથે ઊંચી અવાજમાં વાત કરી રહ્યો હતો.
પણ સર આપણી પાસે તે ડીલ કરતા પણ વધુ સારી ડીલ્સ છે, તમારે એ જ ડીલ શા માટે જોઈએ છે? સામે છેડેથી એક વ્યક્તિ બોલ્યો.
મારા આવવા પેહલા તે ડીલ ફાઈનલ ન થવી જોઈએ. તને એક કામ સોંપ્યું છે વિશાલ, કોઈ ગડબડ ના થવી જોઈએ. પેલા વ્યક્તિએ થોડી કડકાઈથી કહ્યું.
જી સર, તમારા આવવા પેહલા હું બધું સંભાળી લઇશ પણ સર ટાઈમ પર આવી જજો, નહિતર આ ડીલ આપણા હાથમાંથી નીકળી જશે, પછી હું ડીલના ઑનરને નહિ રોકી શકું.
**********
મીરાએ ફોન ઉપાડીને કહ્યું, હેલ્લો.
અરે હેલ્લો ગયુ તેલ લેવા, કાલે મારો સન્ડે કામમાં જશે, કાલે મારી રોઝની બર્થ ડે છે યાર, મે તેની બર્થ ડે માટે કેટલું પ્લાન કર્યું હતું. સામેવાળી છોકરીએ એકજ શ્વાસમાં કહ્યું.
ઝોયા પહેલા થોડો શ્વાસ તો લે યાર, એક સાથે જ બધું કહી દેશે કે શું?
યાર મીરા તને તો ખબર છે ને કે હું એક અઠવાડિયાથી પ્લાન કરતી હતી. ઝોયાએ નિરાશ થઈને કહ્યું.
હા મને ખબર છે ડીયર હું જાણું છું કે તું એક અઠવાડિયાથી પ્લાન કરતી હતી તારી બિલાડીની બર્થ ડે નું, હવે આપણે શું કરી શકીએ. મીરાએ માથું હલાવતા કહ્યું.
યાર આ ક્લાયન્ટને હમણાં જ ટપકવાનું હતું. ઝોયાએ ગુસ્સામાં કહ્યું.
ઝોયા તને ખબર તો છે કે અગર આ પ્રોજેક્ટ હાથ માંથી ગયો તો આપણી કંપની બેનક્રપ્ટ થઈ જશે, આ આપણો મોટો પ્રોજેક્ટ છે, તો આપણી પૂરી જાન લગાડવી પડશે આ પ્રોજેક્ટ પાછળ.
હા જાણું છું હું પણ યા......ર, તેણે વાક્ય અધૂરું રાખ્યું અને આગળ બોલી, ઓકે આપણે આપણું બેસ્ટ દેશુ. કાલે મળીએ.
મીરાએ કૉલ રાખતા કહ્યું, સારું ચાલ સુઈ જા હવે, ગુડ નાઈટ. કાલે આખો દિવસ આપણે કામ કરવાનું છે, તો સારી ઊંઘ પણ જરૂરી છે.
સવારે ૬ વાગે આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં બધા એમ્પ્લોઇ ફાઈલ્સ લઈને આમથી તેમ ભાગતા હતા.
મીરા અને રાહીલ બંને બોસની કેબિનમાં હતા.
મિસ શાહ અને મિસ્ટર પરીખ મને તમારી બંને ઉપર પૂરો ભરોસો છે કે તમે રાત સુધીમાં પૂરું પ્રેઝન્ટેશન કમ્પલેટ કરી લેશો. મીરાના બોસ એટલે કે મિસ્ટર રજત ચોપડાએ કહ્યું.
ડોન્ટ વરી સર અમે અમારું બેસ્ટ દેશું. મીરા અને રાહીલએ કોન્ફિડન્સથી સાથે કહ્યું.
ગુડ...તમે આપણી કંપનીની છેલ્લી ઉમ્મીદ છો, અને મને પણ ઉમ્મીદ છે કે તમે તમારું બેસ્ટ આપશો..... તમે જઈ શકો છો હવે. મિસ્ટર રજત ચોપડાએ કહ્યું.
રાહિલએ મીરાને બહાર આવીને કહ્યું, બહુ જ કોન્ફિડન્સથી કીધું છે, આઈ હોપ આપણે કરી લઈએ.
રાહીલ પહેલા આપણે આપણી પર ભરોસો કરવો પડશે, તો જ આપણે બે અઠવાડિયાનું કામ એક દિવસમાં કરી શકશું.
રાહિલએ કહ્યું, ચાલ... તો લાગી જઈએ કામ પર, તું કર્મશિયલ અને ઇન્ટિરિયર આર્કિટક્ચર છો, એટલે તું બંને ફોર્મમાં સારી છો અને મેં ખાલી ઇન્ટિરિયર આર્કિટેક્ચર કર્યું છે એટલે તું તારો ફોકસ ખાલી કર્મશિયલ પર નાખ, તું ઇન્ટિરિયર આર્કિટેક્ચરની ફિકર છોડી દે હું આ હોટેલના ક્લાયન્ટ મિસ્ટર અબીર અલી સાથે વાત કરી લઈશ,...શું તને મારી વાત યોગ્ય લાગે છે?
હમમ.... વાત તો તારી યોગ્ય છે....સારું તું કેય એમ જ કરીએ. ચાલ હું જાઉં છું મારું કામ કરવા તું પણ લાગી જા તારા કામે. મીરા રાહીલને કહીને કામે લાગી ગઈ.
અને હા મીરા, આપણી ઇન્ટિરિયર ડિઝાઇનરને તેના કામે લગાડી દેજે, નહિતર એ મેડમ આટા મારશે આમથી તેમ. રાહીલએ કહ્યું.
ઓ રાહીલ સાહેબ, જો સાંભળી જશે ને ઝોયા મેડમ તો સાચ્ચે કઈ જ કામ નઇ કરે અને આપણી સર્વિસ કરી નાખશે એ અલગ......
પાંચ કલાક પછી રાહીલનો ફોન મીરામાં આવ્યો.
હા રાહીલ બોલ શું થયું? મીરાએ કૉલ ઉપાડી પૂછ્યું.
સામા છેડેથી રાહીલએ કહ્યું, કંઈ નહીં મેં હોટેલ એમ્પાયરના ક્લાયન્ટ મિસ્ટર અબીર અલી સાથે વાત કરી લીધી છે. તેની બધી ડિટેલ મેં તારા ઇમેલ પર મોકલી છે, તો એકવાર જોઈલે.
ચલ વેરી ગુડ, મારું પણ થોડું ઘણું કિનારે તો આવી ગયું છે. હોટેલના એરીયા એમાં સુધારા વધારા પણ કરી લીધા છે. ઝોયાએ ઇન્ટિરિયર ડિઝાઇન પણ બનાવી લીધું છે. હવે ખાલી ફર્નિચર અને કલર પેલેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે અને તારી ઇમેલ પણ જોઈ લઉં છું. મીરાએ કહ્યું.
ઉમ્મીદ નહોતી એટલું કામ તો થઈ ગયું. ચાલ હજુ મારે ઘણું કામ છે, જે હું પતાવીને આવુ તારી પાસે. રાહીલએ કહ્યું.
સારું ચલ બાય.
હા બાય.
પાછા છ કલાક વીતી ગયા બાદ ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું.
મીરા ઝોયા પાસે આવી અને કહ્યું, મારું બધું કામ કમ્પલીટ થઈ ગયું છે, રાહીલએ પણ બધું સબમીટ કરી દીધું છે, મેં ઇમેલ પર બધી ફાઇલ્સ મોકલી દીધી છે, હવે તું બધી ફાઈલ્સનું પ્રેઝન્ટેશન રેડી કર,....મારુ બસ એક જ કામ રહી ગયું છે, હોટલનો ડેમો બનાવવાનું તો હું એ કરું ત્યાં સુધી તું બધી ફાઈલ ભેગી કરીને બધું રેડી કરી નાખ.
ઓકે હું હમણાં કરું છું. ઝોયાએ કહ્યું.
ધ્યાનથી કરજે કોઈ પણ ફાઈલ છુટી ન જાય એનું ધ્યાન રાખજે. મીરાએ કહ્યું.
હા હું એકદમ ધ્યાનથી કરીશ ..........વધુ આવતા અંકે