Beinteha: Hate and Love - 3 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 3

Featured Books
  • Wisps of Smoke - 38

    Wisps of Smoke (A love, romantic, psychological and paranorm...

  • NAVORA

    NAVORAPrologue — A Flower That Became a DreamSometimes, a bu...

  • The Story of Navaratri

    Navaratri is a nine-day Hindi festival celebrated throughout...

  • Specialz

    "Here you go- master" Yomi sets the cup of tea on the paper...

  • Price Tag on Passion

    The rain lashed against the French windows of Mayur’s pentho...

Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 3





   મીરાએ માસૂમ ફેસ કરીને પહેલી વાર પેલા વ્યક્તિને જોયો અને બસ તે વ્યક્તિમાં જ ખોવાઈ ગઈ.....
       
     તે વ્યક્તિએ બ્લેક ફોર્મલ પેન્ટ અને વાઈટ શર્ટ પહેર્યો હતો.... તેના ચહેરા પર એકદમ પરફેક્ટ ટ્રીમ કરેલી બિર્યેડ હતી.... તેના વાળ ક્લાસિક ટાઈમલેસ હેરસ્ટાઇલ જેવા કટ કરેલા હતા..... જીમથી કરેલું મજબૂત શરીર હતું, તેના સફેદ શર્ટ માંથી તેના મજબૂત બાંધા દેખાતા હતા.

   તેની હન્ટર આંખો જોઈને મીરાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ.... ચહેરા પર એક અલગ જ ખુમારી હતી, મીરા તે વ્યક્તિને જ એકટસ જોઈ રહી હતી.
      
   મીરા માથું હલાવીને મનમાં, આમ શું જોવે છે પાગલ છોકરી, કોઈ દિવસ હેન્ડસમ છોકરો જોયો નથી તે. મીરા તેના વિચારમાંથી બહાર આવી અને માસૂમ ચેહરો કરી કહ્યું, વાંક જેનો પણ હોય તેનો, પણ તમે મારા હાથ પર તો જોવો મને કેટલું લોહી નીકળી રહ્યું છે. આહ.....બહુ દુઃખી રહ્યું છે.
     
   પેલા વ્યક્તિએ મીરાના હાથ પર નજર કરી,  તેની હથેળી પૂરી છોલાઈ ગઈ હતી અને કોણી પરથી લોહી નીકળી રહ્યું હતું.
  
    તે વ્યક્તિએ આજુબાજુ નજર કરી પણ ક્યાંય હોસ્પિટલ કે મેડિકલ સ્ટોરના દેખાઈ, તે બંને સૂમસામ રોડ પર હતા અને ટાઈમ જોયો તો રાતના દસ વાગી રહ્યા હતા.
    
    તેણે મીરાનો હાથ પકડી કારમાં બેસાડી દીધી અને કાર ચલાવી મૂકી, તેને અડધો કિલોમીટર દૂર એક મેડિકલ સ્ટોર દેખાયું.
    
   પેલા વ્યક્તિએ મેડિકલ સ્ટોર ઉપરથી બેન્ડેજ, ઘાવ ઉપર લગાવાની ટ્યુબ લઈ લીધી અને આવીને કારમાં બેઠો.
    
    તે વ્યક્તિએ મીરાને ટ્યુબ અને બેંડેજ આપતા કહ્યું, આને લગાવી લ્યો મિસ.
  
   હં....હું કેવી રીતે લગાડુ? મારા બંને હાથ છોલાઈ ગયા છે. 
   
   મિસ તમારે લગાવી હોય તો લગાવી લ્યો તમારી જાતે, હું નહિ લગાડી આપુ. પેલા વ્યક્તિએ થોડા ગુસ્સા સાથે કહ્યું.
    
   એક તો મને ઠોકર મારી છે અને ઉપરથી તમરી કરો છો મારી સાથે. મીરાએ પેલા વ્યક્તિને રીતસરનો ઘઘલાવી નાખ્યો.
    
   ઓ હેલો મિસ, મારી પાસે તમારી દલીલ સાંભળવાનો ટાઈમ નથી મને લેટ થાય છે. 
    
   ઓહ... તો હવે સાહેબને લેટ થાય છે એમ.
    
    જોવો મિસ કા તો તમે મારી કારમાંથી ઉતરો, કા તો તમારા ઘરનું એડ્રેસ આપો. જેથી હું તમને તમારા ઘરે ઉતારી શકું. મારે ખરેખર બહુ લેટ થાય છે. પેલા વ્યક્તિએ અકળાઈને કહ્યું.
   
    હા હા તમારી જેવા છોકરાઓને હું સારી રીતે ઓળખું છું. લેટ તો તમને પાર્ટી માટે થતું હશે કેમ બરાબર ને, આવા સજીધજીને તો ત્યાં જવું હોય તમારી જેવા લોકોને. મીરા ખીજમાં બોલી ગઈ.
   
    જોવો મિસ તમે તમારી લાઈન ક્રોસ કરો છો હવે... હવે કા તો કારમાંથી બહાર નીકળો, નહીંતર હવે મારી સાથે ચાલો. ઓલરેડી હવે તમે મારો બહુ ટાઈમ વેસ્ટ કરી લીધો છે. પેલા વ્યક્તિએ ગુસ્સા સાથે કહ્યું.
    
   મીરા આ સાંભળીને ગભરાઈ ગઈ કે ક્યાંક આ વ્યક્તિ તેને તેની સાથે લઈને ના ચાલ્યો જાય.
     
    ઓ....ઓ....મિસ્ટર મારુ ઘર અહીંયા જ છે, મારે તમારી સાથે નથી આવવું. મીરા ગભરાઈને બોલી.
    
   તમારું ઘર અહીંયા જ હતું, તો તમારે ઉતરી જવું જોઈએ ને. સિરિયસલી તમે કેટલો ટાઈમ વેસ્ટ કર્યો છે મારો, તમને અંદાજો પણ છે. પેલા વ્યક્તિએ બહુ ગુસ્સામાં કહ્યું.
    
   હવે લાસ્ટ વાર કહું છું હું, કાર સ્ટાર્ટ કરુ એ પહેલા મારી કારમાંથી ઉતરી જા, નહિતર આ કાર ક્યાંય સ્ટોપ નહીં થાય.
   
   મીરા ગભરાઈને કારમાંથી ફટાફટ ઉતરી ગઈ.
    
   ત્યાં જ કાર સ્ટાર્ટ થઈ અને ફુલ સ્પીડે ચાલી ગઈ.
    
   અરે આ વ્યક્તિને તો જુઓ, પહેલા જ મને ઠોકર મારી છે અને ઉપરથી પાછો આટલી ફૂલ સ્પીડે ગાડી લઈને ચાલ્યો ગયો.

**********

    અરે રોય, મીઠાઈ તો લઈ આવ. તારા બોસનું મોઢું તો મીઠું કરાવ, મારા દુશ્મનના હારવાની ખુશીમાં....એક ૨૯ વર્ષનો વ્યક્તિ જે રોયનો બોસ હતો તે અત્યંત ખુશીમાં બોલી રહ્યો હતો.
    
    હા બોસ લઈને જ આવ્યો છું. તેણે મીઠાઈ તેના બોસને આપતા કહ્યું.
   
     રોય...તે મારીથી નહીં જીતી શકે ક્યારેય. આજ તે ડીલ તેની પાસેથી છીનવી. આગળ પણ બસ આમ જ તેની પાસેથી એક એક વસ્તુ છીનવી લઈશ. રોયનો બોસ ખૂબ અભિમાનથી બોલ્યો.

**********

      મીરા ઘરે આવીને પહેલા ફ્રેશ થઈ. પછી હાથમાં જેમ તેમ કરીને ટ્યુબ લગાવી રહી હતી.
   
    એક નંબરનો ડેવિલ હતો, દયા નામની કોઈ ચીજ જ નહોતી. કમસેકમ ટ્યુબ તો લગાવી શકતો હતો,..... ડેવિલ. મીરા ટ્યુબ લગાવતા લગાવતા બબડાટ કરી રહી હતી.
   
    મીરાએ ટ્યુબ લગાવીને સીધું બેડ પર લંબાવી દીધું અને પડ્યા ભેગી તરત જ સુઈ ગઈ. મીરા આજે બહુ થાકી ગઈ હતી, નોનસ્ટોપ કામ કરીને અને તેમાં ઓછામાં વધુ કાલે ક્લાયન્ટ પણ આવવાના હતા. કાલનો દિવસ પણ ભાગદોડ કરવામાં જવાનો હતો. 

**********

     હ..બોલ વિશાલ.
    
    સર તમે કેમ ટાઇમ પર નહિ પોહચ્યા હજુ સુધી, તે ડીલ બીજાએ સાઈન કરી લીધી. વિશાલએ પેલા વ્યક્તિને કહ્યું કૉલ પર.
 
   વૉટ ધ હેલ આર યુ ડુઇંગ વિશાલ, એક કામ સોંપ્યું હતું તને તું એ પણ ઢંગથી ન કરી શક્યો. બસ હું ૧૦ મિનિટ લેટ છું. તું ફક્ત ૧૦ મિનિટ સંભાળી ના શક્યો? પેલા વ્યક્તિએ કારના સ્ટેરીંગ પર ગુસ્સાથી હાથ પછાડ્યો.
  
    સોરી સર, પણ સામે વાળી બીજી પાર્ટી હતી જે આ ડીલ માટે આવી હતી તેણે મને કોઈ ચાન્સ જ ન આપ્યો. તેણે ઑનરને તેની વાતોથી ઇમ્પ્રેસ કરી બહુ ચાલાકીથી ડીલ ફાઇનલ કરી લીધી અને મે તમને કહ્યું પણ હતું સર કે તમે ટાઈમ પર આવી જજો, હું વધુ હેન્ડલ નહિ કરી શકું. વિશાલ થોડો ડરતા ડરતા બોલ્યો.
    
    વિશાલને સામેથી કંઈ જવાબના આવતા, તેણે ડરતા ડરતા પૂછ્યું, સર...હવે શું કરવું? તમે દિલ્હી નીકળી જશો પાછા.
 
   ડીલ થઈ ગઈ હોત તો કાલે એક કામ પતાવીને રાતે નીકળી જાત. પણ હવે અહી જ રહીશ. કોઈને તેના કર્યાની સજા દેવાની છે. પેલા વ્યક્તિએ ગુસ્સામાં રહસ્યમય રીતે કહ્યું.
  
    વિશાલને એમ લાગ્યું કે તેની વાત થાય છે. તે આજીજી કરતા બોલ્યો, સર સોરી પ્લીઝ મને માફ કરી દયો. આગળથી આવી ભૂલ નહીં કરીશ, પ્લીઝ સર મને માફ કરી દયો.
   
   હું તારી વાત નથી કરતો, એટલું કહી તેણે ફોન રાખી દીધો.

**********
  
   સવારે ૯:૦૦ વાગે આર્ટ એન્ડ આર્કિટેક્ચર કંપનીમાં
     

    રાહીલ અને ઝોયા ક્યારના મીરાની રાહ જોઈ રહ્યા હતા, મીરાનો કોઈ અતો પતો જ નહોતો. બંને ક્યારના કૉલ પણ કરી રહ્યા હતા, પણ મીરા કૉલ જ નહોતી ઉપાડી રહી.
    
   મિસ્ટર રજત ચોપડા પણ ક્યારના રાહ જોઈ રહ્યા હતા મીરાની અને તે વારંવાર રાહીલને મીરાને કોન્ટેક્ટ કરવાનું કહી રહ્યા હતા.
  
   સર આઇ એમ સોરી પણ મીરા કૉલ જ નથી ઉપાડી રહી. રાહીલએ કહ્યું.
    
   ઝોયા પણ બોલી, હા સર મેં પણ ઘણા કૉલ કર્યા, મારા કૉલનો પણ જવાબ નથી દેતી.
    
   તમે બંને ટ્રાય કરતા રહો. મિ.ચોપડાએ કહ્યું.
    
    હા સર. બંને એ કહ્યું
    
    બંને કેબીન માંથી બહાર આવ્યા અને ઝોયાએ કહ્યું, યાર રાહીલ આ મીરા ક્યાં રહી ગઈ,....ક્યાંક એવું ન થાય કે ક્લાયન્ટ આવી જાયને મીરાનો કોઈ અતો પત્તો જ ન હોય, ઝોયા થોડી ગભરાઈને બોલી.
    
    એ ઝોયા સારું બોલ મીરા આવી જશે ટાઈમ પર મને યકીન છે. એ કોઈ ઇમર્જન્સીમાં ફસાઈ ગઈ હશે. રાહીલએ કહ્યું.
   
    આઈ હોપ તું કે એમ જ હોય.
    
   આમને આમ સવા નવ થઈ ગયા. આ તરફ મીરા ઘરે એકદમ આરામથી ઊંઘ ખેંચી રહી હતી. તેની ઊંઘ ધીરે ધીર ઉડી અને બેડ પર સૂતા સૂતા જ બોલી, હાય ક્યાં નીંદ આ...........ઈ, તેને અચાનકથી ક્લાયન્ટ યાદ આવી ગયા અને એક ઝટકામાં જ બોલતી બોલતી ઊભી થઈ ગઈ.

    તેણે ફોન લઈને ટાઈમ જોયો તો ૯:૨૫ થઈ ગઈ હતી અને પછી ઢગલો મિસ્ડકૉલ જોયા રાહીલ ઝોયા ના, તેને થોડી વાર તો મગજમાં તમ્મર ચડી ગયા, તે લમણે હાથ દઈને બેસી ગઈ, ત્યાં જ પાછો રાહીલનો ફોન આવ્યો મીરાએ ફટાફટ કૉલ ઉપાડ્યો ..........વધુ આવતા અંકે