મીરાએ ઢગલો મિસ્ડકૉલ જોયા રાહીલ અને ઝોયાના, તેને થોડી વાર તો મગજમાં તમ્મર ચડી ગયા, તે લમણે હાથ દઈને બેસી ગઈ.
ત્યાં જ પાછો રાહીલનો ફોન આવ્યો, મીરાએ ફટાફટ કૉલ ઉપાડ્યો.
અહીંયા રાહીલના જીવમાં જીવ આવ્યો.
હેલો મીરા તું ક્યાં છો અને પહોંચે છે કે નહીં ઓફિસે? તને ખબર છે ને ક્લાઈન્ટ ૯:૩૦ આવે છે, તું જલ્દી આવ ઓફિસે. રાહીલ એક જ શ્વાસમાં બોલ્યો.
મીરાએ જવાબ આપ્યો, હા હું બસ આવું જ છું, બસ દસ મિનિટ.
હા તું જલ્દી આવ.
અહીંયા મીરા ફટાફટ બેડ ઉપરથી ઉભી થઈ અને કપડાં હાથમાં આવ્યા તે લઈને ફ્રેશ થવા ચાલી ગઈ...પાંચ મિનિટની અંદર મીરા ફ્રેશ થઈને આવી ગઈ... પોતાનું ઓફિસ બેગ લઈને ફ્લેટને લોક કરીને ફટાફટ નીકળી ગઈ...જો કે તેનો ફ્લેટ ફર્સ્ટ ફ્લોર પર જ હતો એટલે ફટાફટ દાદર ઉતરી ગઈ...એણે ફટાફટ રીક્ષા ઉભી રાખી અને તેમાં બેસીને નીકળી ગઈ...વાળ પણ તેને રિક્ષામાં ઓળવી લીધા...એટલી ઉતાવળમાં તૈયાર થવા છતાં પણ મીરા બહુ સુંદર લાગતી હતી.
હાય મિસ્ટર રાઠોડ, વેલકમ ટુ આર્ટ એન્ડ આર્કિટેક્ચર.
હાય મિસ્ટર રજત ચોપડા, થેન્ક્યુ એન્ડ હાવ આર યુ? મિસ્ટર રાઠોડએ કહ્યું.
મિ.ચોપડાએ જવાબ આપતા કહ્યું, આઈ એમ ફાઈન મિસ્ટર રાઠોડ, તમારી તબિયત કેવી છે?
ગુડ, મારી તબિયત પણ સારી છે.
મિ.ચોપડાએ કહ્યું, ચાલો તો આપણે મિટિંગ રૂમમાં જઈએ. આ બાજુ મિ.રાઠોડ અને મિ.ચોપડા તેમને મિટિંગ રૂમમાં લઈ ગયા.
મિસ્ટર ચોપડા મને ખુશી થઈ કે તમારા એમ્પ્લોયસ્એ એક દિવસમાં પ્રેઝન્ટેશન રેડી કર્યું.
હા ખુશી તો મને પણ એટલી જ થઈ કે મારા એમ્પ્લોયસ્એ મને શરમિંદા ન થવા દીધો અને એક દિવસમાં પોતાની જાન લગાડીને આ પ્રેઝન્ટેશનને રેડી કર્યું. મિસ્ટર ચોપડાએ ગર્વ કરતા કહ્યું
તો ચાલો પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીએ. મિસ્ટર રાઠોડએ કહ્યું.
મિસ્ટર ચોપડાએ થોડું અટકતા કહ્યું, હં....સ્ટાર્ટ તો કરી આપણે....પણ પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે, તે એમ્પ્લોય હજુ સુધી આવ્યા નથી, તો શું થોડો વેટ કરી શકીએ આપણે મિસ્ટર રાઠોડ?
હા....હું થોડો વેટ કરી શકું છું, પણ મિ.ચોપડા મારી એક હજુ મિટિંગ છે. તો જરા જલ્દી કરશો તો સારું રહેશે.
થેન્ક્યુ મિસ્ટર રાઠોડ......... મિ.ચોપડાએ આભાર માન્યો અને આગળ કહ્યું,.... ખરેખર તમે ૨૮ વર્ષની ઉંમરમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તમે તમારું નામ બનાવ્યું છે બિઝનેસની દુનિયામાં.
થેન્ક્યુ સો મચ મિ.ચોપડા.....
અહીંયા મીરા માંડ માંડ દસ મિનિટમાં પહોંચી ઓફિસે અને ફટાફટ મિટિંગ રૂમમાં ડોટ મૂકી.
મિસ્ટર ચોપડાએ રાહીલની સામે જોયું, રાહીલએ હકારમાં માથું હલાવીને હા કહી.
મિસ્ટર રાઠોડ મારી એમ્પ્લોય આવતી જ હશે...શાયદ ટ્રાફિકમાં હસે. મિ. ચોપડાએ રાહતનો શ્વાસ લઈને કહ્યું.
હંમ... તમે એક કૉલ કરીને પૂછી લ્યો, અગર ટ્રાફિકમાં હોય અને વાર લાગે તેવું હોય, તો તમારા માંથી કોઈ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરી દો. મિ.રાઠોડએ રાહીલ અને ઝોયા સામે જોઈને કહ્યું.
હા, મિ રાઠોડ હું કૉલ કરીને પૂછી લઉ છું. રાહીલએ જવાબ આપતા કહ્યું
હેલ્લો મીરા ક્યાં છો તું.
હા બસ આવી જ ગઈ. મીરાએ કહ્યું અને મિટિંગ રૂમનો દરવાજો ખોલીને અંદર આવી.
દોડીને આવવાથી મીરાના શ્વાસ ફુલાઈ રહ્યાં હતાં અને તે પુરી રીતે હાંફી રહી હતી. મીરાનું ધ્યાન ખાલી મિ.ચોપડા પર જ હતું. તે આંખોથી જ લેટ આવાની માફી માંગી રહી હતી.
મિ. ચોપડાએ પણ મીરાને આંખોથી જ વાંધો નહિ એમ કહી દીધું.
પણ ત્યાં એક શક્ક્ષ એવા હતા જે મીરાને જોઈને ચોંકી ગયા હતા.
તે મિ.રાઠોડ હતા. મીરાને જોઈને એમના ચેહરા પર થોડા ગુસ્સાના ભાવ આવ્યા. જો કે કોઈનું પણ ધ્યાન તેમની પર નોહતું.
મીરએ પણ આજુ બાજુ જોયા વગર લેપટોપ પર પ્રેઝન્ટેશનનું સેટિંગ કર્યું, જેથી તે પરદા પર બતાવાઈ શકે.
મિ.રાઠોડ એકટસ મીરાને નિહાળી રહ્યા હતા.
મીરાએ પર્પલ કલરનું લોંગ અનારકલી પહેર્યું હતું, જે તેના ગોરાવાન પર ચમકી ઉઠતું હતું...તેના વાળ સાઈડ ચોટલીમાં બાંધ્યા હતા અને વાળની થોડી લટો તેના ચેહરા પર રમતી હતી...મેકઅપ વગર ચેહરાની કુદરતી સુંદરતા દેખાતી હતી... કાનમાં જુમખા પહેર્યા હતા અને ગળામાં સિમ્પલ ચેઇન પેહરી હતી...મીરા ખરેખર રોજ કરતા પણ આજે કંઈક વધારે સુંદર લાગી રહી હતી.
મીરાએ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કર્યું. હજુ પણ તેનું ધ્યાન કોઈની પર નોહતું. તેણે મિ.રાઠોડને પણ નોહતા જોયા.
.......તો આ રહ્યો હોટેલ બ્લેક એમ્પાયરનો ડેમો.
પછી તેણે લેપટોપમાં વિડિયો લઈને પરદા પર રજૂ કર્યો...આ હોટેલનો બહારનો એરિયો છે. તેને અમે ગાર્ડનમાં રજુ કરેલો છે, મિ.રાઠોડ જેવુ તમારા આસિસ્ટન્ટએ કહ્યું હતું, તેવો જ અમે હોટેલનો બહારનો એરીયો.(મીરા હજુ પણ પરદા પર જોઈને કહી રહી હતી) ગાર્ડનમાં તબદીલ કરી દિધો.
આ અંદરનો એરીયો, તમારા આસિસ્ટન્ટએ અમને લેન્ડસ્કેપ પર વધુ ધ્યાન આપવાનું કહ્યું હતું જેથી અમે અંદર પણ આ પ્રકારનું બનાવ્યું છે...પરદા પર ડેમો એકદ્દમ ખૂબસૂરત લાગતો હતો.
મિ.રાઠોડ આ છે હોટેલની ફ્રન્ટ સાઇડ,જે હોટેલ બ્લેક એમ્પાયરની મેઈન ડિઝાઇન છે.
આ બોલતી વખતે મીરાનું ધ્યાન મિ.રાઠોડ પર ગયું, અને મિ.રાઠોડનું ધ્યાન તો મીરા પર હતું જ થોડી વાર માટે બન્નેની આંખો એક થઈ ગઈ. મિ.રાઠોડની આંખોમાં ગુસ્સાના ભાવ હતા જ્યારે મીરાની આંખોમાં ડરના ભાવ આવી રહ્યા હતા.
ત્યારે મીરાને ૪૪૦ વોલ્ટનો જટકો લાગ્યો. તેની બોલતી જ બંધ થઈ ગઈ. જયારે મિ.રાઠોડ પણ તેને શેતાની ભર્યા સ્મિત સાથે જોઈ રહ્યા હતા.
મિ. રાઠોડએ મીરાને પૂછ્યું, શું થયું મિસ?
કક.... ઈ..... ન.....હિ. મીરા તૂતક શબ્દોએ બોલી.
પેહલા પાણી પીય લ્યો મિસ. મિ.રાઠોડ મિસ પર શબ્દ પર વજન આપીને બોલ્યા.
હ.....હા.
થોડી વાર માટે તમે બેસી જાવ, મારે ઉતાવળ નથી. મિ.રાઠોડએ કહ્યું.
સોરી મિ.રાઠોડ પ્રેઝન્ટેશનમાં બહુ લેટ થઈ રહ્યું છે, મારી એમ્પ્લોયની ભૂલની તરફથી હું માફી માંગુ છું તમારી પાસે. મિ.ચોપડાએ શર્મિંદા થઇને કહ્યું.
મિ.રાઠોડ મીરા સામે જોઈને બોલ્યા, અરે કંઈ વાંધો નહિ મિ.ચોપડા ભૂલ તો ઇન્સાનથી જ થાયને. આપણે થોડી વાર માટે મીટીંગ સ્ટોપ કરી દઈએ જેથી તમારા એમ્પ્લોય થોડા નોર્મલ થઈ જાય.
ઠીક છે તમે જેમ ક્યો તેમ..... તમને વાંધો ન હોય તો હું એક સવાલ પૂછી શકું મિસ્ટર રાઠોડ તમને?મિસ્ટર ચોપડાએ પૂછ્યું.
હા હા કેમ નહિ તમે પૂછી શકો છો મને.
તમે તો બે અઠવાડિયા બાદ આવવાના હતા, તો અચાનક થી,...... સોરી તમને યોગ્ય લાગે તો જવાબ આપજો. મિસ્ટર ચોપડા થોડા અટકીને બોલ્યા.
એમાં એવું હતું મિસ્ટર ચોપડા કે કાલે રાત્રે મારે એક કંપની સાથે ડીલ કરવા જવાની હતી અને મારી સાથે બીજી પણ એક કંપની હતી જે આ ડીલ કરવા માંગતી હતી. પણ તે ડીલ મારી માટે બહુ ઈમ્પોર્ટન્ટ હતી. જેથી હું દિલ્હીથી પહેલી ફ્લાઈટ લઈને ગુજરાત આવી ગયો, પણ મારે આ મિસની જેમ પહોંચતા લેટ થઈ ગયું અને મને મારા આસિસ્ટન્ટએ ફોન કરીને કહ્યું કે હવે તમે નહી આવતા તેમણે બીજી કંપની સાથે ડીલ ફાઇનલ કરી લીધી છે. આ છેલ્લું વાક્ય બોલતા સમયે મિસ્ટર રાઠોડ મીરાને ગુસ્સાથી જોઈ રહ્યા હતા.
મીરા નીચે જોઈ ગઈ અને પાણીનો ગ્લાસ હાથમાં લઈને ધીરે ધીરે પીવા લાગી.
પણ મિસ્ટર રાઠોડ તમે ઠેઠ દિલ્હીથી ગુજરાત આવ્યા અને તમે કેમ ટાઈમએ પહોંચી શક્યા નહિ? શું તમારી ગાડી ખરાબ થઈ ગઈ હતી? ક્યારના ચૂપ બેઠેલા રાહીલએ પૂછ્યું.
મીરા મનમાં બોલી, આ ચાંપલાને શું પૂછવાની જરૂર છે...આ ડીલ તો નક્કી ગઈ હાથમાંથી ..........વધુ આવતા અંકે