Beinteha: Hate and Love - 14 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 14

Featured Books
  • Wisps of Smoke - 38

    Wisps of Smoke (A love, romantic, psychological and paranorm...

  • NAVORA

    NAVORAPrologue — A Flower That Became a DreamSometimes, a bu...

  • The Story of Navaratri

    Navaratri is a nine-day Hindi festival celebrated throughout...

  • Specialz

    "Here you go- master" Yomi sets the cup of tea on the paper...

  • Price Tag on Passion

    The rain lashed against the French windows of Mayur’s pentho...

Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 14






    ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં અબીરને કહ્યું, અબીર હું તને ક્યારેય માફ નહિ કરું અને બીજો મોકો તો મે મારી જિંદગીને પણ નથી આપ્યો કારણ કે, હું કોઈ પણ પ્રકારના પેહલાના બેવકૂફી ભર્યા ફેંસલા લેવા નથી માંગતી.
  
    તું અહી શું લેવા આવ્યો છે, ચાલ્યો જા અહીં થી.

    ઝોયા એટલું કહીને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ અને અબીર તેને નિરાશા ભરી નજરે જોતો રહ્યો.

  **********

      થોડા દિવસો વીતી ગયા. મિસ્ટર હિતેશ દેસાઈનો અથર્વ પર કૉલ આવ્યો તેમણે કહ્યું, મિસ્ટર અથર્વ તમે કન્સ્ટ્રકશન પર આવી શકશો?
  
    જી શું કામ છે મિસ્ટર દેસાઈ? અથર્વએ પૂછ્યું.
  
    સર એક પ્રોબ્લેમ આવી છે, માટે તમે આવો અહી. મિ. દેસાઈએ કહ્યું.
    
     જી હું આવું છું મિસ્ટર દેસાઈ. અથર્વએ કહ્યું અને તે મીરાને લઈને કંપનીએથી નીકળ્યો કન્સ્ટ્રકશન માટે.
   
    મીરા ગાડીમાં અથર્વને પૂછી રહી હતી, સર શું પ્રોબ્લેમ આવી છે?

   મને ખબર નથી, ત્યાં જઈને ખબર પડે હવે. અથર્વએ કહ્યું 

   થોડીવાર બાદ મીરાએ પૂછ્યું, તમે મને શું લેવા કન્સ્ટ્રકશન પર લઈને આવો છો?
  
    મારી મરજી. અથર્વએ ડ્રાઇવ કરતા કરતા સામે નજર રાખી કહ્યું.
  
    મીરા મનમાં બોલી રહી હતી, કસમથી આ બૉસ ન હોત ને તો હું બરાબર કરી દેત અને અથર્વ સામુ મોઢું બગાડ્યું.
  
    અથર્વએ મીરા સામે જોયું, મીરાએ તરત જ મોઢું ફેરવી લીધું અને મનમાં બોલી, હાશ...બચી ગઈ.
  
    બંને સ્ટાર હોટેલના કન્સ્ટ્રકશન પર પોહચી ગયા. મિસ્ટર દેસાઈએ તેમને જોઈને હાથ ઉચો કરી ઇશારો કર્યો કે આ બાજુ આવો.
  
    તે બંને ત્યાં ગયા. મિસ્ટર હિતેશ દેસાઈ તેમને હોટેલની અંદર લઇ ગયા અને હોટેલની એક દીવાલ બતાવી. અથર્વએ તે દીવાર જોઈ અને બોલ્યો, મિસ્ટર દેસાઈ આમાં પાણી કેમ ગળે છે? તમે વોટર પ્રૂફિંગ પ્રોડક્ટ નોહતા વાપર્યા? 
  
     મિ.અથર્વ આમાં ભૂલ મારી છે, હું દિવાલનું ચણતર ચાલતું હતું ત્યારે ત્યાં હાજર નોહતો, તેમાં મજૂરોએ ખરાબ ગુણવત્તાના બ્લિડિંગ મટીરીયલનો ઉપયોગ કરી લીધો. જેથી આમાં ભેજ ઉતારવા માંડ્યો, સોરી મિસ્ટર રાઠોડ. 
મિસ્ટર દેસાઈ શર્મિંદા થઈને બોલ્યા.
  
    જી મિસ્ટર દેસાઈ ભૂલ તો તમારી છે, પણ અત્યારે હું આનું સોલ્યુશન વિચારું છું. અથર્વ દીવાલ જોતા જોતા બોલ્યો.

    થોડીવાર બાદ મીરા બોલી, સર આપણે આમાં ડેમ્પ-પ્રૂફ-કૉર્સ ઇન્સ્ટોલ નથી કર્યું, માટે હવે આપણી પાસે બીજો ઓપ્શન વૉટરપ્રૂફ ટાઇલ્સ નાખવાનો રહ્યો. 
  
    હા મિસ્ટર અથર્વ, મીરા બરાબર કહી રહી છે, તે બેસ્ટ રહેશે ભેજને રોકવા માટે. મિ.દેસાઈ બોલ્યા.
  
   સારું તો જલ્દીથી જલ્દી આ ભેજનું નિવારણ કાઢો.....  અથર્વએ કહ્યું અને તે આગળ બોલ્યો, મિસ્ટર દેસાઈ આ પ્રોજેક્ટનું કન્સ્ટ્રકશન ભલે તમે સંભાળો છો, પણ તમે આપણી કંપનીને માટે કામ કરો છો, જેથી તમારી નાની બેદરકારીથી આપણી કંપનીને નુકસાન થઈ શકે છે અને તેની અસર કંપનીના બંને માલિકોને થાય. માટે તમે અગર કોઈ કામ માટે જાવ તો કોઈ બીજી વ્યક્તિને તે કામ સોંપીને જાવ. 
  
   સોરી મિસ્ટર અથર્વ, હું હવેથી ધ્યાન રાખીશ. મિસ્ટર દેસાઈ બોલ્યા.
  
    વાંધો નહિ મિસ્ટર દેસાઈ......અમે નીકળીએ હવે. અથર્વએ કહ્યું અને તે અને મીરા કંપની જવા માટે નીકળી ગયા.
  
     અથર્વએ કાર સિગ્નલ પર ઉભી રાખી, તેની કારના કાચ ખુલ્લા હતા. મીરા વાતો કરી રહી હતી, સર હવેથી આપણે ડેમ્પ-પ્રૂફ-કૉર્સ ઇન્સ્ટોલ કરી લેશું બધા પ્રોજેક્ટમાં. એટલે આ ભેજ વાળી કોઈ પ્રોબ્લેમ જ ન આવે....
  
     અથર્વની કારની બાજુમાં બીજી કાર પણ સિગ્નલના લીધે ઉભી હતી. બાજુની કારમાંથી ડ્રાઈવર સીટ પર બેઠેલ યુવક મીરાને જોઈ રહ્યો હતો. તેણે બે થી ત્રણ વાર મીરા સામે જોયું, મીરા તેની વાતોમાં હતી. અથર્વનું તેની પર ધ્યાન ગયું, પેલા યુવકનું ધ્યાન પણ અથર્વ પર ગયું..... અથર્વ પેલા યુવકને એક ધારો જોવા લાગ્યો પછી પેલા યુવકની સામે પોતાના નેણ ઊંચા કર્યા અને આંખોથી ઘૂરવા લાગ્યો. પેલા યુવકએ અથર્વને આમ જોઈને ધ્યાન ફેરવી લીધું અને કારના કાચ બંધ કરી દીધા. અથર્વએ પણ તેની કારના કાચ બંધ કરી દીધા.

    અથર્વ અને મીરા બંને કંપની આવ્યા. અથર્વએ મીરાને કહ્યું, મિસ શાહ બજેટની ફાઈલ આપી જાવ. મીરાએ હા કહ્યું અને ઝોયા પાસે ગઈ.

   ઝોયાએ મીરાને પૂછ્યું, શું થયું હતું કન્સ્ટ્રકશન પર? મીરા તેને કહેવા લાગી દિવાલના ભેજ વિશે....મીરાને યાદ ન રહ્યું કે અથર્વએ તેની પાસે બજેટની ફાઈલ મંગાવી હતી. તે ઝોયા સાથે વાતોમાં મશગુલ થઈ ગઈ હતી.

    અથર્વ દસ મિનિટથી ફાઈલની રાહ જોઈ રહ્યો હતો છેવટે તે કંટાળીને બહાર આવ્યો, તેણે મીરાને વાતો કરતા જોઈ.
  
    અથર્વને જોઈને ગુસ્સો આવ્યો. તે જોરથી બોલ્યો, મિસ શાહ વાતો થઈ ગઈ હોય તમારી, તો જે કામ સોંપ્યું હતું તે કરો. દસ મિનિટથી રાહ જોવ છું ફાઈલની. તે એટલું કહી ગુસ્સામાં તેના કેબિનમાં ચાલ્યો ગયો.
  
     અથર્વ એટલી જોરથી બોલ્યો હતો કે બધા એમ્પ્લોય મીરાને જોઈ રહ્યા હતા....મીરાને અથર્વ પર ગુસ્સો આવી રહ્યો હતો.
  
    તે થોડીવાર બાદ ફાઈલ લઈને અથર્વના કેબિનમાં ગઈ. તેણે જોરથી ફાઈલ ટેબલ પર મૂકી, મીરાને ખબર નોહતી કે અથર્વની બ્લેક એમ્પાયરની વિડિયો કૉલમાં કોન્ફરન્સ મિટિંગ શરૂ હતી. અથર્વએ લેપટોપ પાછળ પોતાનો હાથ રાખી મીરાને હાથથી બહાર જવાનો ઈશારો કર્યો પણ મીરા પોતાના ગુસ્સામાં હતી, તે કઈ સમજી નહિ અને ગુસ્સામાં બોલવા લાગી.

     સમજો છો શું તમે તમારા મનને, હું ઇન્સાન છું ભુલાઈ ગયું મને, એમાં બધાની સામે ખીજાવાની શું જરૂર હતી.
  
    સામે કોન્ફરન્સ કૉલમાં પાંચ જણા હતા. તેમાંથી ચાર જણ અલગ અલગ દેશના ક્લાયન્ટ હતા અને પાંચમા મિસ્ટર મલ્હોત્રા હતા...ફકત મિ.મલ્હોત્રાને જ મીરાની ભાષા સમજાઈ.
  
    અથર્વ મીરાની આ હરકતથી ચિડાઈ ગયો તેણે તેના કપાળ પર હાથ ફેરવ્યો અને કૉલમાં બધાને કહ્યું, ગાઇસ, આઇ વિલ બી બેક ઈન ફાઈવ મિનિટસ્. સામે છેડેથી બધાએ કહ્યું, ઓકે નો પ્રોબ્લેમ.
   
    મીરાને ખ્યાલ આવ્યો કે અથર્વ મિટિંગમાં હતો. તે શું શું બોલી ગઈ હતી...તે ડરી ગઈ...તેણે નીચે જોઈને પોતાની આંખો મીચી લીધી.
   
    અથર્વએ કૉલ કટ કર્યો. તે ગુસ્સામાં ઊભો થઈને મીરાનો હાથ ખભાથી પકડી લીધો અને તેને કેબીનના દરવાજા પાસે લઈ ગયો. તેણે મીરાને દરવાજાના ટેકે ઉભી રાખી દીધી અને તેના ચેહરાની નજીક ગયો.

     તેણે ગુસ્સામાં કહ્યું, તારી પ્રોબ્લેમ શું છે? ...મારી ડીલ થવાની હોઇ ત્યાં વચમાં આવી જાઈ....મારી મિટિંગ શરૂ હોય ત્યાં આવી જાઈ... કોન્ફરન્સ કૉલ ચાલુ હતો મારો, તું જેમ ફાવે એમ બોલી રહી હતી. બધાએ તારી આ બક્વાસ સાંભળી.... એક વાત કાન ખોલીને સાંભળી લે, હવેથી મારા કામની વચ્ચે આવી, તો આમ જ તારો હાથ પકડીને ઓફિસની બહાર કરી દઈશ.

     અથર્વના પાસે આવવાથી મીરાના શ્વાસ વધી રહ્યા હતા, મીરા અથર્વની વાતથી ધ્રુજી રહી હતી.
  
     અથર્વએ કેબીનનો દરવાજો ખોલ્યો અને મીરાનો હાથ પકડીને બહાર કાઢી મૂકી.

    મીરા મનમાં પોતાને કોસી રહી હતી, તું શું લેવા ગલત ટાઈમીંગએ પોહચી જાઈ છે તેની પાસે...જેટલી તેનાથી દૂર રેવાની કોશિશ કરું છું, એટલું જ તેનું કામ બગાડી દવ છું ...........વધુ આવતા અંકે