Hu vaidehi bhatt part - 18 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 18

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 18


" મૈત્રી, પ્લીઝ મને માફ કરી દે. હવેથી આવું નહીં થાય. પ્લીઝ આપણે મુંબઈ જઈને પહેલા જેવા રહીએ. તું, હું અને આપણી દિકરી દિવ્યા. પ્લીઝ મને માફ કરી દે."

" કપીસ, લીઝ મારો હાથ છોડ." મેત્રીએ એમ કહીને કપીસના હાથને ધક્કો માર્યો જેનાથી ટેબલ પરનો ગ્લાસ તૂટી ગયો અને ટેબલ પર પાણી પાણી થઇ ગયું. પાણી જમીન પર પણ પડ્યું. ત્યા હોટલનાં માલિકે વેઈટરને બોલાવ્યો, અને તેને જે નામ લીધુ તેનાથી મૈત્રી અને કપીસ બન્નેના કાન ઉંચા થઈ ગયા.

" ડિસુઝા.... ડિસુઝા કયા મરી ગયો? મારા બાબા મને કંઈ વારસો તો આપીને ગયા નહીં, પણ આ દેવું મને આપતા ગયા. જેના કેટલા પણ હફતા ભરો ઓછા છે. અરે! ડિસુઝા ક્યા છે. આજે તો મારે આનો નિર્ણય કરવો જ પડશે."

ડિસુઝા જાણે તેના માટે આ બધુ નવું ના હોય તેમ કોઈ પણ પ્રતિક્રિયા આપવા વગર પાણી સાફ કરીને જતો રહ્યો.

...................................................................................................................................................................


" હલો, અને મુંબઈથી આવ્યા છે. તમે હમણા જે ડિસુઝાની વાત કરી રહ્યા હતા તે કોણ છે? અમને તેમની વિગત જોઈએ છીએ?"

" આ ડિસુઝાની! આ બુઢ્ઢા ને તમારે મળવું છે?"

" મિસ્ટર તેમને માનથી બોલાવો . તમારાથી મોટા છે." કપીસે કહ્યું

" અરે સાહેબ, મને આ નહીં શીખવો. તમે નથી સહન કરી રહ્યા. હું તેને સહન કર છું, તેના દિકરા જેવો નિર્દય નથી. જે PF ના પૈસા લઇ ને પોતાના બાબાને ઘરમાંથી કાઢી મુકૂ. આટલા વર્ષ તેમને રહેવાની અને જમવાની જવાબદારી ઉપાડી છે. જો મેં મારા બાબાને વચન ના આપ્યું હોત તો આમને આટલા વર્ષ સહન ના કર્યા હોત."

" માઇકલ, પેલા બુઢ્ઢાને બોલાવ, આટલા વર્ષ પછી તેને કોઈ મળવા આવ્યું છે."

" તમે પાછા તેમને આ રીતે બોલાવે છો." કપીસ આ વખતે ગુસ્સે થઈ ગયો હતો.

" કપીસ, આપણે જે કામ કરવા આવ્યા છે તેના પર ફોકસ કરીએ.. જો અહીં તું આ રીતે લફડા કરીશ તો આપણે આપણી મંજિલ પર નહીં પહોંચી શકીએ. એટલે પ્લીઝ તું જરા શાંત રહે." મૈત્રી એ કપીસને એક બાજુ લઇ જઈને કહ્યું. 

તે લોકો આ વાત કરી રહ્યા હતા, તે જ દરમ્યાન માઈકલ ડિસુઝાને લઇને આવ્યો. અને કપીસ અને મૈત્રી પાસે છોડીને જતો રહ્યો. માઈકલ નવો નવો કામ પર લાગ્યો હતો, એટલે તને માટે ડિસુઝા માત્ર તેની સાથે કામ કરવાવાળા સાથીદારથી વધારે કંઈ હતો નહીં.

" હલો સર, કેમ છો? હું મૈત્રી અને આ કપીસ છે. અને મુંબઈથી અહીં ખાસ તમને મળવા આવ્યા છે."
પછીની વાત મૈત્રીએ ડિસુઝાના કાનમાં કહી,

" સર, અમને કમિશ્નર સાવંતે તમને લેવા મોકલ્યા છે."

કમિશ. સાવંતનું નામ સાંભળી ડિસુઝાની આખમાં ચમક આવી.
.................................................................................................................................................................

" ડિસુઝા સર પ્લીઝ અમારી મદદ કરો . અમે આ કેસ પાછળ એક મહિનાથી પડ્યા છીએ અને આા કેસની એક કડી તમારા જૂના કેસ સાથે જોડાયેલી છે. તમે અમનેકેસમાં મદદ કરશો તો કેસ જલ્દી સોલ્વ કરી શકશું."

મૈત્રી અને કપીસ એક્સ કમિશ. ડિસુઝાને સીધા કમીશનર ઓફિસ લઇને આવ્યા. ત્યા કમિશ સાવંત તેમને કેસ વિશે પુછી રહ્યા હતા.

" હું આમાં શું મદદ કરી શકું. મને તો તે કેસ વિશે કંઈ યાદ નથી. આટલા વર્ષ થઈ ગયા. ઉંમરની સાથે યાદશક્તિ પણ ઓછી થઇ ગઇ છે. આ કેસને કેટલા વર્ષ થઈ ગયા. મને આ કેસ વિશે કઈ યાદ નથી."

" સર, તમને કદાચ કેસની ફાઇલ જોઇને યાદ આવી જાય." કપીસે કહ્યું.

" વાંધો નહીં સર તમે હમણાજ આવ્યા છો ટ્રાવેલિંગ કરીને થાકી ગયા હશો. તમે આરામ કરી લો. આપણે પછી વાત કરીશું." કમિશ સાવંતે કોન્સ્ટેબલને ડિસુઝાને પોતાના ઘરે લઇ જવાનું કહ્યું.

ડિસુઝાને જોઈને કોઈ ના કહી ના શકે કે આ વ્યક્તિ એક સમય આખી મુંબઈ ગજાવી હતી. 5 ફૂટ 5 ઈંચની ઉંચાઈ, જે શર્ટ પેહર્યુ હતું તેના શોલ્ડર પણ ઉતરી ગયા હતા. માથામાં કાળા વાળાની જગ્યા સફેદ વાળે લઈ લીધા હતી. પેન્ટને જોઈને એવું લાગતું હતું કે, કોઈનું લાંબુ પેન્ટ જેનો ધોઈ ધોઈને રંગ નીકળી ગયો હશે, એટલે આમને પહેરવા આપ્યો હશે. મોઢા પર ગાલમાં ખાડા પડી ગયા હતા, અને એક બાજુની સ્કીન પર જાણે સનબર્ન થયું હોય એવી કાળી પડી ગઈ હતી. અને જાણે કુપોષણની જાહેરાત મળી હોય તેમ શરીરમાં માત્ર હાડકા જ દેખાતા હતા.
...................................................................................................................................................................

" મૈત્રી, તે તો ફોન કરીને એમ કેમ કહ્યું કે  મરી ગયા છે."

"સર, અમને તેમના દિકરાએ આ જ કહ્યું હતું. પણ અને જ્યારે રેસ્ટોરાંમાં ખાવા ગયા ત્યારે આમને જોયા, સર યુ વીલ નોટ બીલવ કે એક સમયના રહેલા મુંબઈના કમિશનર એક હોટલમાં વેઈટરની નોકરી કરતાં હશે. તેમના દિકરાએ તેમને ઘરમાંથી કાઢી મુક્યા હતા."
" આપણે, જેમ બને એમ જલ્દી આ કેસની નિકાલ લાવો પડશે. ડો. મોતીવાલા હવે વધારે સમય સુધી વૈદેહીની સચ્ચાઈ નહીં છુપાવી શકે . આપણી પાસે હવે માત્ર ત્રણ દિવસ જ છે. તો આપણે આ કેસનો જેમ બને એમ જલ્દી નિકાલ લાવો પડશે." કમિશ. સાવંતે કહ્યું. 
..................................................................................................................................................................

" સર, આ કેસમાં કોઈ અપડેટ મળ્યા કે?"

વૈદેહી ઇન. ગોડબોલેને પુછી રહી હતી.

" મેડમ અમારી ઇન્વેસ્ટીગેશન ચાલુ છે. તમે ધીરજ રાખો. બધી માહિતી મળી જશે."

" સર,તમે ધીરજની વાત કઈ રીતે કરી શકો, બે છોકરીઓ ગાયબ થઇ છે. અને એક મહિના ઉપર થવા આવ્યું અને હજી સુધી તેમની કોઈ માહિતી નથી મળી."

" મેડમ ધીરજ રાખો. અમને અમારું કામ કરવા દો."

વૈદેહી અને ઇન્સ. ગોડબોલે વચ્ચે આ વાતચીત ચાલતી હતી. તેવામાં ગોડબોલેને ફોન આવ્યો કે, જે સાંભળીને ગોડબોલે અને તેની ટીમ વાયુ વેગ નીકળ્યા.
......................
END PART-18