Sarkari Prem - 20 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 20

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 20

"અરે સર તમે તો પ્રેરણામૂર્તિ છો." રિતેશ કહે છે.

" હા પણ મિત્ર હું કોઈ પણ રીતે નવનીત ને હિંમત નહીં હારવા દઉ." દિનકર દાસગુપ્તા કહે છે.

ત્યારે જ ડોક્ટર કહે છે કે નવનીત ભાનમાં આવી ગયો છે તો રિતેશ જ સૌથી પહેલાં નવનીત પાસે પહોંચી ગયો અને તેનો હાથ પોતાના હાથમાં લઈ ધીમે થી દબાવી તેની આંખો માં આંખો નાખી જાણે પ્રશ્ન કરી રહ્યો હોય કે આવું પગલું કેમ ભર્યું? 

પછી જાણે નવનીત પણ સમજી જાય છે અને પોતાની આંખો નીચે કરી આંસુઓ રૂપી જવાબ આપે છે. બન્ને મિત્રો ની આંખો અશ્રુભીની થતાં દિનકર દાસગુપ્તા પણ દરવાજા થી આ લાગણીઓ થી ભરપુર દૃશ્ય જોઈને રડી પડે છે.

"શું નવનીત?" દિનકર દાસગુપ્તા પ્રવેશ કરે છે.

"અરે સર.." નવનીત ને દિનકર દાસગુપ્તા ની હાજરી ની ખબર જ ન હતી.

દિનકર દાસગુપ્તા રિતેશને ઈશારો કરી બહાર જવા માટે સમજાવે છે. પછી નવનીત ને માથે હાથ ફેરવીને કહે છે:
" જો નવનીત તું એકલો જ નથી કે જેણે આ પરિક્ષા ના પરિણામ થી નાસીપાસ થઈ જીંદગી હારી જવા માટે પ્રયત્ન કરેલ હોય.

હું પણ આ જ પ્રયોગ લગભગ વીસ વર્ષ પહેલાં કરી ચૂક્યો છું. પણ મને પણ કોઈ રિતેશ જેવા મિત્રે બચાવી લીધો. એટલે જ આજથી તને હું મારા પુત્રની રીતે જ ગણીશ અને આ પરિક્ષા ગમે તેમ પાસ કરવા તારી વિના મૂલ્યે શ્રેષ્ઠ મદદ કરીશ. પણ એ‌ બધા માટે મારે તારી મદદ ની જરૂર પડશે જ.

પોતાનો આત્મવિશ્વાસ કોઈ પણ ક્ષણે નીચો ન થવા દે. આ તો ભગવાન ની આપેલી જીંદગી છે. આને સમાપ્ત કરવાનો આપણે કોઈ પણ અધિકાર નથી. " 

"જી સર. આપ હંમેશા જ પ્રેરણામૂર્તિ બની રહેશો. પણ મારા પપ્પાને આ વાત સમજાવી પડશે." નવનીત કહે છે.

" એ પણ‌ આવે જ છે." રિતેશ કહે છે.
" પણ એને કોણે જાણ કરી?" નવનીત ને આશ્ચર્ય થયું.
"તારી કેવી અવસ્થા‌ હતી? જાણ‌ તો કરવી જ પડે." દિનકર દાસગુપ્તા કહે છે.

"ચલો ચલો ડોક્ટર ચેકઅપ કરવા આવે છે." વોર્ડ બોય કહે છે.

ડોક્ટર આવીને નવનીત નું ચેકઅપ કરે છે. પછી રિતેશ ને બોલાવે છે.
"આમ‌ તો ગ્લુકોઝ ની બોટલ ચઢાવી લીધા પછી હવે પેશન્ટ સાવ સામાન્ય છે. પણ એને આરામ અને માનસિક શાંતિ ની જરૂર છે. તમે એને લઈ જઈ શકો છો. બે દિવસ પછી ડ્રેસિંગ કરવામાં આવશે." 

"જી જરૂર સર. એ રૂમમાં જ ઠીક રહેશે." રિતેશ જણાવે છે.

દિનકર દાસગુપ્તા પણ‌ હવે નવનીત ને ડિસ્ચાર્જ કરવામાં મદદ કરે છે.નવનીત ને ટેક્સી કરીને જ્યારે આહુજા અંકલ ના રૂમમાં લઈ જવામાં આવે છે ત્યાં સુધી તેના પપ્પા પણ પહોંચી ગયા હતા.રિતેશ નવનીત ના પપ્પા ને ફોન કરી સીધા રૂમ પર જ આવવાનું જણાવે છે.

નવનીત માં થોડી કમજોરી જરૂર હતી પણ હવે એ પોતાની ભૂલ સમજી ચુક્યો હતો. નવનીત પોતાના પપ્પા ને જોઈ તેમને ગળે વળગી રડી પડે છે.રિતેશ તેમને અંદર ના રૂમમાં લઈ જાય છે.

" શું દીકરા આ ઉંમરે તારા પિતા ને તારી નનામી જોવી પડશે? જવા દે આ બધું. આપણે ગુજરાતીઓ ગુજરાતમાં જ ભલા. આ બધું આપણે ન પરવડે." નવનીત ના પપ્પા કહે છે.

" પપ્પા એક છેલ્લી તક આપો. એમ પણ આ મારી છેલ્લી જ તક હશે.  હજી સુધી તો હું તમને વચન આપ્યું હતું એ માટે જ આઈ.એ.એસ બનવા વિચાર કરતો હતો. પણ ના આ હવે મારા જીવનનો ધ્યેય છે. હું મારી જાતનું પૃથક્કરણ કરીશ." નવનીત કહે છે.

" હા અને આ એકલો નથી. આ વખતે હું પણ એને સાથ આપીશ. જે લોકો સૌથી વધુ હારે છે એ જાણે છે કે જીતવા માટે સૌથી સારી તૈયારી કેમ કરાય? હું પણ આવો જ એક હારી જનાર વ્યક્તિ છું." દિનકર દાસગુપ્તા કહે છે.

"પણ તું આમ નહીં કરે એનો શું પુરાવો?" નવનીત ના પપ્પા પુછે છે.

"હવે થી નવનીતની બધી જ જવાબદારી હું લેવાનો છું. તેને મારી પ્રિય શિષ્યા મહેચ્છા સાથે કોચિંગ માટે બોલાવીશ. એ ખુબ જ પોઝિટિવ અને મહેનતી યુવતી છે. તેની આંખો માં પણ આઈ.એ.એસ બનવા માટે એ જ આગ છે." દિનકર દાસગુપ્તા કહે છે.

" પણ એના કેટલા પ્રયત્ન થયાં?" નવનીત પુછે છે.

" એ તો આ વર્ષે પહેલો જ પ્રયત્ન આપશે. પણ મને સંપૂર્ણ ખાતરી છે કે એ પહેલાં પ્રયત્ને જ આ પરિક્ષા પાસ કરી શકશે. કારણ કે એ છેલ્લા ત્રણ વર્ષથી કોલેજ ની સાથે જ મારી કોચિંગ ક્લાસમાં પણ નિયમિત હાજરી આપે છે." દિનકર દાસગુપ્તા કહે છે.

" હે?" નવનીત પણ હતપ્રભ બની જાય છે.

"હા દીકરા ઘણા લોકોને આઈ.એ.એસ માટે કેવી તૈયારી કરવી એનો આઈડિયા નથી હોતો. પણ એના પિતા મધુકર વર્ષો પહેલાં જ આવી રીતે જ આઈ.એ.એસ બની ન શકતા તે જ સ્વપ્ન પોતાની દીકરીના રૂપમાં પુરું કરવા માંગે છે." દિનકર દાસગુપ્તા સમજાવે છે.

"ચલો હવે તમે બાપ દીકરો વાતચીત કરો. હું મારી કોચિંગ ક્લાસમાં જાઉં છું. બે દિવસ પછી હું તને ફોન કરી સમય જણાવીશ. બે દિવસમાં તારી જાતને એક વર્ષ માટે તૈયાર કરી લેજે. આજે રાત્રે રિતેશ સાથે મજા કરી લે." દિનકર દાસગુપ્તા ઉમેરે છે.

દિનકર દાસગુપ્તા ના ગયા પછી રિતેશ અને નવનીત સાથે તેના પપ્પા વાતચીત કરે છે. આહુજા અંકલ પણ પહોંચી જાય છે. નવનીત ની પરિસ્થિતિ વિષે આહુજા અંકલ સમજાવે છે કે આવો સારો યુવાન તેમને મળ્યો નથી કારણ કે ત્રણ વર્ષ થવા આવ્યા છતાં પણ‌ એણે ક્યારેય કોઈ યુવતી નું લફરું હોય એમ સાંભળ્યું નથી.

છેવટે બધાની સમજણથી નવનીત ના પપ્પા પણ‌‌ માની જાય છે. એ રાત્રે નવનીત ના પપ્પા પણ‌ રોકાઈ જાય છે. રાત્રે બધા જમવા માટે બહાર જાય છે. રિતેશ પોતાની ‌સફળતા ની પાર્ટી આપે છે.

હજી તો પાર્ટી ચાલતી જ હતી કે મારિયા નો મેસેજ આવે છે. એ રિતેશ ને અભિનંદન પાઠવે છે. રિતેશ પણ જવાબ આપી ખુબ ખુશ થાય છે. રિતેશ મારિયા પાસેથી ઈન્ટરવ્યુ માટે ટીપ્સ માંગે છે પણ એ પછી જવાબ આપશે એમ કહીને વાત ટાળી દે છે.‌પણ‌ ઐયર નો કોઈ મેસેજ નથી આવતો.

બીજા દિવસે સવારે જ નવનીત ના પપ્પા નીકળી જાય છે. નવનીત હવે પોતાની જાતને વધુ સમય આપવા માટે યોગ કરવાનું પણ શરૂ કરે છે. આજે આખો દિવસ નવનીત પોતાની મનપસંદ જુની ફિલ્મો જોવે છે. આખરે નવનીત પોતાની જાતને ફરીથી આઈ.એ.એસ‌ ની પરીક્ષા ની તૈયારી માટે સુસજ્જ કરવા માંગે છે.

એ જ રાત્રે મધુકર દિનકર દાસગુપ્તા ને મળવા જાય છે. મધુકર કહે છે:
" કાલથી આપની નવી ‌બેચ એટલે મહેચ્છા પોતાની પ્રથમ પ્રિલિમનરી પરિક્ષા માટે તૈયારી કરશે. તેને સૌથી અઘરી બેચમાં જ રાખજો. જેટલી અઘરી તૈયારી કરશે એટલું જ તેને પરિક્ષા માટે ઉપયોગી નીવડશે.‌"

" મહેચ્છા તો ખુબ સારી રીતે તૈયારી કરી ચુકી છે. કાલથી એને એક બીજા કાર્ય માટે ‌પણ‌ તૈયાર રહેવાનું છે." દિનકર દાસગુપ્તા કહે છે.