Pull in Gujarati Short Stories by Mrugzal books and stories PDF | હિંચકો

The Author
Featured Books
  • نشانات

    دی اینڈ محبت میں جدائی کا مقدر ناگزیر تھا۔   وہ جہاں تک...

  • Safar e Raigah

    Safar e raigah sirf shahmeer ki nahi balke ayat ki bhi kahan...

  • The House That Insults Back - 10

    The moment of quiet introspection following Clara's conf...

  • دیکھیں

    منظر صبح سے رات ہو گئی تیری یاد کرتے ہوئے اداس گانے سن کر می...

  • . ہاں بتاؤ کون؟

    میں اپنے دل کے جذبات کے اظہار میں تاخیر کرتا ہوں۔ میں اپنی م...

Categories
Share

હિંચકો

      !!! વિચારોનું વૃંદાવન !!!

|| હિંચકો ||


                  આજની સવાર દરરોજ પડતી સવાર કરતા કંઈક અલગ જ લાગતી. ઘરમાં કોઈ જગાડે એવું હતુ નહિ એટલે જાગવામાં ઘણું મોડું થઈ ગયેલું. રોજ મારી પથારીની આજુબાજુ થતો કલરવ અને કલબલાટ એકદમ શાંત હતો. પથારીમાંથી ઊભા થઈ ઘરના બધા ખુણા જોઈ લીધા કદાચ પપ્પા પપ્પા ના નામનો એકાદ અવાજ આવી જાય પણ એ આવે એમ ક્યાં હતો!! રજાનો દિવસ અને એમાંય આખાય ઘરમાં એકલુ બહુ જ કંટાળાજનક લાગતું હતું. સવારની ચાયથી લઇ સાંજની ચાય સુધી હોટેલનો સહારો લેવો પડતો હતો. કેટલાય ન વિચારેલા વિચારો અને વેદના વચ્ચે અંધકાર છવાઈ જતો હોય એવું લાગતું. મન બહુ જ બેચેન બની નિરવ શાંતિની અપેક્ષા ઝંખતું હોય એવું લાગતું. ઉંમર જેમ ઢળે અને સપનાઓ સમેટાય જતા હોય એમ દિવસ પણ સમેટાવાની તડામાર તૈયારી કરતો હોય એવું લાગતું.
           ઢળતી સંધ્યાએ મનને શાંતિ અપાવતું મારું કાયમનું સ્થળ એટલે નજીક આવેલ શિવાલય. મસ્ત મજાનું વાતાવરણ અને ભૂમિનો પ્રતાપ એવો કે બે ઘડી બેસીએ તો મગજમાં શાંતિના દ્વાર ખુલી જાય. આ જગ્યાનો જુવાળ જ એવો કે મનની વ્યથાના વંટોળ ને વાયરો બનાવી અદ્ર્શ્ય કરી નાખે. બેઠકના બાકડે બેસી હું મારી હાલતના એક-એક બનાવ ધીમે ધીમે મનમાં વાગોળતો હતો. હજી મગજમાં વિચારો ચાલતા જ હતા ત્યાં સામેના હિંચકામાંથી એક નાની છોકરી ધડામ લઈને નીચે પડી. તેનો અવાજ એટલો આવ્યો કે આજુબાજુના સૌ લોકોનું ધ્યાન તે તરફ વળી ગયું. બાકડેથી તરત જ ઊભી થઈ તેની મમ્મી એ એને ગળે વળગાડી લીધી. મમતાથી મળેલા એ ગળાએ ક્ષણભરમાં છોકરીના રુદનને હાસ્યમાં ભેળવી દીધું. થોડા સમય પહેલા રડતી છોકરી મલકતા મુખે તેની મમ્મી સાથે વાત કરી રહી હતી. એ છોકરી તો શાંત થઈ ગઈ પણ ખાલી ખાલી હલતો હીંચકો મને દર્દના લીસોટા કરતો હોય એવું લાગતું. કેટલીય એવી ઢળેલી સાંજ હતી કે જેમાં મારી લાડકી દીકરીએ હાસ્ય સાથે અંહી હિંચકા ખાધેલા હતા. હિંચકામાં એ હિલોળા લેતી હોય અને એની ખુશી મારા હૃદય સુધી પહોંચતી હોય એવું ત્યારે લાગતું હતું. એની કાલી ઘેલી ભાષા, તેના નખરાં અને તેનો અવાજ મને જિંદગીના દિવસો જીવવા સાથ આપતા હતાં. આજે મારી દીકરી વગરનો ખાલી ઝુલતો હીંચકો મને ખાલીપાનું દર્દ આપી જતો હતો. તેનો કીચડ કીચડ આવતો આવાજ મારા દર્દની ઉછકેરણી કરી મને વધુ દુઃખી કરવા માંગતો હોય એવું લાગતું. બહુ વિચારી મનોમન નક્કી જ કરી લીધું કે બસ ઘણું થયું હવે, જે થવું હોઈ તે થાય એમ પછતાવાની પીડા સાથે હું ગાડી લઈ મારા સસરાના ઘર તરફ નીકળી પડ્યો. સસરાના ઘરના આંગણામાં હજી પગના પાંચ પગલાં પાડું ત્યાં તો ચારેબાજુથી ધિકારના ધ્વનિ કાને અથડાવા લાગ્યાં. સાસરી પક્ષના સભ્યો સભ્યતાને અવગણી રીતસર શબ્દોનો વરસાદ વરસાવતા હતાં. આ આંગણે પહેલા જેટલું માન મળેલું તેનું આજે વ્યાજ સાથે વસુલાત થતી હતી. મારા અને પત્નીના અણબનાવથી જન્મેલું દર્દ હવે દાવાનળ બની ગયું હોય તેવો અહેસાસ કરાવતું અને હું ઠુંઠ બની થંભી ગયો. આ બધા કકળાટની વચ્ચેથી નીકળેલો કર્ણપ્રિય અવાજ "મારા પપ્પા આવી ગયા, મારા પપ્પા આવી ગયા" ના નાદ સાથે દોડી આવતી મારી વહાલી દીકરી મારા ગળે વળગી પડી. અમારા બંનેની આંખોમાંથી વહેતી થયેલી અશ્રુની ધારાએ દુઃખના તમામ ડુંગરાઓ ચીરી નાખ્યા. ચારેય તરફનો શોર એકાએક શાંત થાય ગયો. બસ મારી ભૂલની સજા આંખે અશ્રુથી અને હૃદયે પછતાવાથી સ્વીકારી લીધી. 

"પપ્પા, અમને છોડીને ક્યારેય નહિ જાવ ને.???" 
 "ના, બેટા હવે હું સદાય તમારી સાથે રહીશ."

 (ઉતાવળે આક્રમક બની મેં લીધેલો નિર્ણય સમયસર સુધારી લીધો અને પિયર ગયેલી પત્નીને પરત લાવી જીવનની દોરી ખેંચી એક હીંચકો આજીવન સાથે રહેવાનો ખાઈ લીધો. હૃદયના ખૂણે ખાલી થયેલો ખાલીપો આજે કાયમને માટે ભરાય ગયો.) -- મરુભુમીના_માનવી ~ મૃગજળ