!!! વિચારોનું વૃંદાવન !!!
|| પ્રેમની સરહદ ||
આખા શહેરમાં એક પણ એવો માણસ નહી હોઈ કે દીનાનાથ શેઠના નામથી અજાણ હોય. દરિદ્રતાના દરિયામાં ડૂબેલા કેટલાય પરિવારના મુખ પર ખુશીનું સ્મિત લાવે શકે તો એ એક જ વ્યક્તિ એટલે શેઠ. કેટલાય પરિવારની ઉબડ-ખાબડ જીંદગીમાં સુખનો દીવો પ્રગટાવનાર અને શિક્ષણ સાથે સેવાની જ્યોત જગાવનાર હોય તો તે વ્યક્તિ દાનવીર દીનાનાથ શેઠ. આ શહેરમાં બસ એક નામ જ કાફી છે દીનાનાથ શેઠ. શહેરમાં પૈસાની દ્રષ્ટીએ તો સૌથી ધનવાન હતા જ પણ ગરીબોના બેલી અને દાનવીર વ્યક્તિત્વને કારણે હંમેશા બધાના દિલ પર રાજ કરતા. અમીરી તો એટલી હતી કે વાયરો પણ વાતો કરવા શેઠ પાસે આવે પણ શેઠને અમીરીનું જરાય પણ અભિમાન નહતું એ એમની અમીરી હતી. આજની આધુનિક લાઈફ સ્ટાઈલના રંગનો તો તેમને અને તેમના પરિવારે એક દાગ પણ પડવા ન દીધો હતો. સમજોને એક જાતનું સોશિયલ ડીસ્ટન્સ જ..... શેઠની સેવાભાવી વૃતિમાં હંમેશા સાથ આપી તેમને મહાનતા શિખર સુધી લઇ જવામાં તેમના સુંદર,સંસ્કારી અને યુવાન દીકરા ક્રીશાલનો પણ સાથ હતો. શેઠની વાણીના એક-એક બોલ ઝીલી પિતાની ગરીમાને હિમાલયના શિખર સુધી પહોંચાડવામાં પાયો તો આખરે તેનો જ હતો. શેઠે આપેલા સંસ્કારો તો તેનું કામ અને વર્તન જ ગણાવી દેતા હતા. પિતાની છત્ર છાયામાં રહેતા રહેતા જાણે સંસ્કારના વાઇરસથી સંક્રમિત થાય ગયો હોય.
આ વર્ષે તો કુદરતને પણ શેઠની કસોટી લેવાની ઈચ્છા થઈ હોય તેમ જાણે વરસાદ વરસાવાની રજા જ રાખી દીધી. ચોમાસામાં તો એક ટીપું પણ ન વરસ્યો અને ન વરસ્યો માવઠું બની શિયાળામાં. વરસવાના અભાવ સાથે જ સમસ્યા રૂપી એક દુષ્કાળનું આગમન થયું. દુષ્કાળે તો ગરીબીમાંથી થોડા બહાર આવેલાને તો માંડ-માંડ બક્ષ્યા અને ગરીબ તો ગરીબ જ. દુષ્કાળની ભયંકર પરીસ્થિતિમાં શેઠે પણ પોતાના ધનના ઢગલા સેવા માટે ખોલી નાખ્યા. જેને જરૂરિયાત હોઈ તેની ખબર પડેને શેઠ તેની જરૂરિયાત સંતોષવા હાજર જ હોઈ. આખા શહેરમાં દીનાનાથ શેઠ સવારથી નીકળી જઈને રાત્રે મોડા ઘરે આવે. રાત્રે ઘરે જમીને ખુરશીમાં બેઠા-બેઠા ક્રીશાલ સાથે વાતો કરતા-કરતા ક્યારે સુઈ જાય તે તેઓને પણ ખબર ન રહે. ક્રીશાલ પણ મનોમન વિચારતો કે હવે પિતાજી થાક્યા છે. મારે પણ મારાથી બનતી મદદ તેમને કરવી જોઈએ.
સવારમાં જ પિતાજીએ કીધું કે “બેટા આજ તું પણ આવ મારી સાથે મદદ કરવા માટે”. ક્રીશાલ તો હાજર જ હોઈ શેઠનો પડ્યો બોલ જીલવા. આખો દિવસ ભર ઉનાળાના તડકામાં વિવિધ સામાન વિતરણ કરીને સાંજ પડતા જ અધમૂવા જેવો બની ગયો હતો. અંધારું થવાની તૈયારી જ હતીને પિતાજીએ છેલ્લા ઘરનો સામાન વિતરણ કરવા ક્રીશાલ ખુદને જ મોકલ્યો. તે તુટેલી ખડકીમાં નીચું વળીને આગળ વધ્યો. ઘરના આંગણામાં આવીને ઉભો જ રહ્યોને ઘર બાજુ નજર કરી જોયું તો ઓસરીના એક ખૂણે સુકી રોટલી અને શાક સાથે જમતી છોકરીને જોઇ. તેને જોઇને એક વખત તો એવું લાગ્યું કે છાણના લીંપણથી લીપાયેલ ઓસરીમાં એક કમળ કઈ રીતે ખીલ્યું હશે. જમતા-જમતા તે આંખનું એક મટકું માર્યા વગર એકીટશે તેને જોઈ જ રહી હતી અને તે તેને. તેના મોઢાના હાવ-ભાવથી ખબર પડતી કે તે ખાવાનું ભાવતું નહી હોઈ પણ ખાવા મજબુર હોઈ પણ તેને જોઈ ચહેરાની એક અલગ જ ચમક તેના મુખ પર ચમકી રહી હોઈ એવું તેને અનુભવ્યું. તેનું નુર જ ક્રીશાલના પ્રેમરૂપી વેરાન હૈયામાં કુંપળનો કાંટો કાઢી ગઈ. આમય પ્રેમની ભાષા સમજવા ક્યાં ડીગ્રીની જરૂરી છે !!! બસ જરૂર છે તો નયન સાથે હૃદયના હુંકારની. ધીરે-ધીરે બન્નેના મન એક થયા. હજી તો પ્રેમના સબંધમાં માંડ બે ડગ માંડ્યા હશે ત્યાં તો આખા શહેરમાં એક ચર્ચાનો મુદ્દો બની ગયો. એક દિવસ આ વાત શેઠના કાન સુધી પહોંચી. શેઠ તો વિચારમાં જ પડી ગયા અને નક્કી જ નહતા કરી શકતા કે મારો છોકરો આવું કરી શકે. સાથે સાથે શેઠને અફસોસ પણ આવ્યો કે હું મારા કામમાં એટલો બધો વ્યસ્ત હતો કે મારી દીકરાની જિંદગી માટે હું કાંઈ વિચારી ન શક્યો. આમય સંતાનની અમુક ઉમર થાય એટલે પૈસા નહી પણ તેની જિંદગીનું પણ દરેક માવતરે વિચારી લેવું ઉચિત છે.
થોડા દિવસ બાદ સાંજે શેઠ બેઠા હતા ત્યારે ક્રીશાલે બહુ જ હિંમત કરીને કહ્યું” પપ્પા, હું પાયલ ને પ્રેમ કરું છું અને તેની સાથે સાત ફેરા લઇ આપડા ઘરની સભ્ય બનાવવા માંગું છું.” શેઠ તેની સામે જોઈ ને કહે ભલે હું થોડું વિચારી ને કહીશ.” શેઠ પણ વિચારતા હતા કે મારી વીતેલી જીંદગીમાં હું પ્રેમને પામી જ ન શક્યો અને મારી કહાની અધુરી રહી હતી. તેની પીડા શું થાય છે તે શરીરની અંદરનું દિલ જ જાણે છે, હું તેની ઈચ્છાને અવગણીશ તો તે ના નહિ કહી શકે પણ તેનો અંદરનો આત્મા તો જરૂર ફરિયાદ કરશે જ. આખરે પોતાએ સહન કરેલી વિરહની વેદનાની આગમાં પોતાના દીકરાને હોમાવવા નહતા માંગતા અને મનોમન નક્કી કરી લીધું કે એની ઈચ્છા એ જ મારી ઈચ્છા. થોડા દિવસ બાદ બન્ને પરિવારની સંમતીથી બન્નેના લગ્ન થઇ જાય છે અને શહેરમાં કોઈએ કલ્પના પણ નહી કરી હોઈ કે શેઠ એક ગરીબની દીકરીને પોતાની વહુ બનાવશે. ચારે બાજુ બસ શેઠની વાહવાહી અને પ્રસંશા થાય છે. શેઠને પણ થયું કે ગરીબ-અમીરની રેખા માટે કદાચ કુદરતને પણ મારી કસોટી લેવાની ઈચ્છા થઈ હશે એમ માની આકાશ તરફ નજર કરી મંદ-મંદ હસી પડ્યા....
એક સાચા સ્નેહ માટે કોઈ અમીર ગરીબની ભેદ રેખા નથી હોતી ને હોઈ છે તો એ આપડી માનસિકતા અને હા, જરૂરી એ પણ નથી હોતું કે સ્નેહનું સરનામું સ્ત્રી જ હોઈ શકે.!!!!!!!! સુરજ ઉગે છે ને આથમે પણ છે પામેલા સ્નેહને આથમવા આપવો કે નહી એના માલિક તો તમે જ છો. જીંદગીમાં જરૂરી નથી બધું તમારી ઈચ્છાશક્તિનું મળી રહે પરંતુ હંમેશા કોઈનું સારું કર્યું હોય તો કદાચ વિરહની આગમાં નાખવાની કસોટી કુદરત કેમ લઇ શકે?????. મનોવૃત્તિ જ સારી હોઈ તો સ્નેહ માટે વાઈરસનો વા (પવન) અને પ્રેમનો પવન કુદરત બક્ષિસમાં આપી જ દે.....
“પ્રેમથી પાણી પાયેલા સંબંધ હંમેશા ખીલતા જ હોઈ છે,બાકી લાગણીની સુવાસ તો કાગળના ફૂલમાં ક્યાં મળે?????. - મરુભુમીના_માનવી- મૃગજળ