hu vaidehi bhatt - 14 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 14

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 14


Videhi -14

“અમે અહી ડિસુઝાને મળવા આવ્યા છીએ જે મુંબઈના એક્સ કમિશનર હતા.”
કપીસ અને મૈત્રી ગોવામાં ડિસુઝાના ઘરની બહાર ઉભા હતા.
“તમે કોણ છો અને ક્યાથી આવો છો. તમારે તેમનું શું કામ છે?”
“તમે કોણ?”
“હું તેમનો દિકરો રૉબિન છું. પણ, તમે કોણ છો?”
“અમે મુંબઈથી આવ્યા છીએ આ છીએ આ છે મૈત્રી અને હું કપીસ. અમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ થી આવ્યા છીએ અને એકસ કમિ. ડિસૂઝાને મળવા માંગીએ છીએ.”
“અચ્છા....અચ્છા... પણ, તમે બહુ મોડું કર્યું.”
“એટલે?”
“અરે.... તમે પહેલા અંદર તો આવો. હું તમને બધુ કહું.”
“રોઝી... મુંબઈસે મહેમાન આયે હૈ.. ઉનકે વાસ્તે કુછ પીને કો લાના.”
રોઝી બંન્ને માટે પાણી લાવી.
“તો, તમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચથી આવ્યા છો. મારા પપ્પાને મળવા?”
“હા, હમણા બહાર તો કહ્યું તમને.”
“પણ, તમને જાણીને દુ:ખ થશે કે મારા પપ્પા એટલે તમારા એક્સ કમિ. ડિસૂઝા હવે આ દુનિયામા રહ્યા નથી. તેમનું ગયા વર્ષે જ નિધન થઈ ગયું હતું. તેમને કેન્સરનો રોગ હતો.”
ડિસૂઝાની વાત સાંભળીને કપીસ અને મૈત્રી બંન્ને આંચકો લાગ્યો. તેમને મનમાં થયું ફેરો ફોગટ ગયો.
----------------------------------------------------------------------------
કપીસએ ફોન કરીને મુંબઈમાં કમિ. સાવંતને બધી માહિતી આપી દીધી.
“હવે, શું કરશું?”, મૈત્રીએ પુછ્યુ
“કંઈ નહી ગોવા આવ્યા છીએ તો જરા ફરીએ બીચ જોઈએ અને........”
“અને શું?”
“અને આપણી જુની યાદોને વાગોળીએ જે આપણે ગોવામાં ગાળી હતી.”
કપીસની વાત સાંભળીને મૈત્રી એક સેકંડ માટે તો પીગળી ગઈ પણ તેને પાછી પોતાને સંભાળી અને કપીસને મુંબઈ જવાનું ફરમાન સંભળાવી દીધું. કપીસ પણ વધુ કંઈ બોલ્યો નહી. કેમકે તે મૈત્રી પર જબરજસ્તી નહતો કરવા માંગતો. તેને મૈત્રીને પહેલાની જેમ પ્રેમ અને વિશ્વાસથી પોતાની કરવી હતી. તેને મૈત્રીના મનમાં જે પણ કડવાશ હતી તે દૂર કરવી હતી, એટલે તેને બહુ ગોવામાં રહેવા માટે બહુ ફોર્સ ન કર્યો.
“ઠીક છે, જેમ તું કહે એમ. પણ, આપણી પાસે આજની રાત તો છેને. તો મારી વિનંતી છે કે તું આજની રાત મારી સાથે વિતાવે. બસ એક ડ્રિંક કરશું. પ્લીઝ.”
મૈત્રીને લાગ્યુ જો હવે ના પાડીશ તો કપીસને લાગશે કે હું જુની વાતોને હજી ભુલી નથી.
“ઠીક છે તું આટલું ફોર્સ કરે છે, તો મારે બહુ ભાવના ખાવો જોઈએ કેમકે આપણએ એકબીજાના કલીગ છીએ તો એટલું તો માન રાખવું જોઈએ મારે.”
“ઓહો....થેંક્યુ... તું કોઈ પણ સંબંધના કારણે તૈયાર થઈ પણ તેનાથી મને કંઈ ફરક નથી પડતો. હું 8 વાગે તને રૂમમાં લેવા આવીશ.”
“ના, આટલું બધુ કરવાની જરૂર નથી હું તને 8 વાગે રિસેપશન પર મળીશ.”
---------------------------------------------------------------------------------
અમારા બાગબાન આશ્રમની બાજુમાં એક હૉલ હતો. જે કાર્યક્રમ માટે ભાડામા આપવામાં આવતો હતો. પણ, જો આશ્રમના કોઈ વ્યક્તિને જોઈતો હોય તો તેની માટે ઓછી કિંમત હતી.
હૉલને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. હૉલની બહાર એન્ટ્રેન્સ પર પાયલ વેડ્સ કુણાલ લખ્યુ હતુ અને અંદર પાયલ અને કુણાલનું રિસેપશન ચાલુ હતું.
“નમસ્તે.....આવો આવો... આ તરફ... નમસ્ત.... નમસ્તે.” હું એન્ટ્રસ પર ઉભી રહીને બધાનું સ્વાગત કરી રહી હતી. પાયલના રિસેપશનમાં અમારા ટ્રસ્ટી,તેમના મિત્ર કમલેશ ભટ્ટ અને તેમનો દિકરો વિહાન પણ આવ્યો હતો. મેં તેમના મિત્ર કમલેશ ભાઈને ક્યારે પણ જોયા નહતા. તે મારી તેમની સાથેની પહેલી મુલાકાત હતી. અને હા હજુ ચોથી વ્યક્તિ પણ આવી હતી અને તે હતી તેમનો અકાઉટન્ટ સુરજ પ્રતાપ પટેલ એટલે મારો મોટો ભાઈ જેને મને ક્યારે પણ બહેન નથી માની. તે મારો મોટો ભાઈ.
“મોટા ભાઈ તમે….અહીં!’
“તમે એકબીજાન ઓળખો છો?” કમલેશે સુરજને પુછ્યું.
હા, આ મારા પપ્પા અને મમ્મીની દિકરી છે, પણ હું આને બહેન નથી માનતો.”
“એટલે હું સમજ્યો નહી. તમારા માતા-પિતા એક હોય તો આ તારી બહેન જ થાય ને.”
“માતા-પિતા એક હોય તો ને. પણ, અમારા માતા-પિતા એક નથી.”
“અરે, સુરજ આમ કેમ ઉખાણામાં વાતો કરે છે. ફોળ પાડીને વાત કર.”
“કાકા, તે બહુ લાંબી વાત છે અને આ જગ્યા અને એટલો સમય પણ નથી. બસ, અત્યારે તમે એટલું જાણીલો કે મારા મા-બાપુને આ અમારા ખેતરમાંથી મળી હતી. બાકી હું તમને શાંતિથી કહીશ.”
ભાઈની હું કઈ રીતે મારા મા-બાપુને મળી હતી તે સાંભળીને કમલેશ સર વિચારમાં પડી ગયા, તેમના ચહેરા પરથી લાગતું હતું કે જાણે તે કંઈ યાદ કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ, જ્યારે તેમને જોયુ કે હું તેમને જોઈ રહી છું તેમને તરત જ ચહેરાના હાવભાવ નોર્મલ કરી દીધા.

----------------------------------------------------------------------------
આટલું બધું થઈ ગયા છતા તું કઈ રીતે નોર્મલ વર્તન કરી શકે છે? તે મારી સાથે કેવું વર્તન કર્યું છે તને જરા પણ તેનો અફસોસ નથી. તે એક જિંદાદીલ છોકરીને ડિપ્રેશનમાં ધકેલી દીધી તને તેનું જરા પણ સંતાપ નથી. સિરીયસલી કપીસ.. આટલું બધુ થવા છતાં તું આ રીતે કઈ રીતે નોર્મલ વર્તન કરી શકે છે.”
ગોવાની બીચ વ્યુ હૉટલમાં બેસીને મૈત્રી કપીસને આ બધુ કહી રહી હતી.
“મૈત્રી મને ખબર છે કે મેં તારી સાથે સારું વર્તન નથી કર્યું. તે જ્યારે ઘર છોડ્યું તેના પછી મને સમજાયું કે હું કેટલો ખોટ હતો. મારા અહમ ને કારણે મેં મારી પ્રેમથી ભરેલા જીવનમાં નફરત ફેલાવી દીધી. તને સમજવાને બદલે તને સપોર્ટ કરવાને બદલે મેં તને ઈગ્નોર કરી તારી સાથે ઝઘડો કર્યો. પણ, મૈત્રી હવે હું ઈચ્છું છું કે આપણે સાથે થઈ જઈએ. પાછા પહેલાની જેમ. તેને ખબર છે તું ઘર છોડીને ગઈ છે ત્યારથી તે ઘરમાં હું માત્ર ઉંઘવા જાઉં છું. અરે, ક્યારેક તો માત્ર ફ્રેશ થવા. તારા વગર તે ઘર મને ખાવા દોડે છે. પ્લીઝ મૈત્રી આપણે ફરીથી પહેલાની જેમના રહી શકીએ. હું તને હજી પણ તેટલો જ પ્રેમ કરુ છુ જેટલો પહેલા કરતો હતો. પ્લીઝ .... પ્લીઝ તું પાછી મારી પાસે આવી જા.”
“કપીસ પ્લીઝ ... હવે મને નથી લાગતું કે આપણે પહેલા જેવા રહી શકીએ. બે વર્ષથી આપણે અલગ છીએ. તું તારી દુનિયામાં અને હું મારી દુનિયામાં સેટ થઈ ગયા છે. એટલે હવે મને નથી લાગતું કે આપણ પહેલા જેવા સાથે રહી શકશું.”
“મૈત્રી પણ એક ચાન્સ આપ પ્લીઝ... આ લાસ્ટ ચાન્સ.. હવે થી હું તને ક્યારે પણ દુ:ખ નહી પહોંચાડુ પ્લીઝ મૈત્રી એક લાસ્ટ ચાન્સ.... પ્લીઝ... હું તારા વગર નથી રહી શકતો.. પ્લીઝ..”
“કપીસ બસ.. બહુ મોડું થઈ ગયુ છે હવે. મેં તારી તે સમયે કેટલી રાહ જોઈ.. પણ, તું ના આવ્યો. કપીસ દરેક વસ્તુનો એક સમય હોય છે, જેમ ગયેલા દિવસો પાછા નથી આવતા તેમ સમય પણ પાછો નથી આવતો. હવે આપણે બંન્ને બહુ આગળ નીકળી ગયા છે. એટલે પ્લીઝ આપણે માત્ર પ્રોફેશનલી સાથે રહી. એનાથી વધારે કંઈ નહી.” મૈત્રીએ વાત પુરી કરીને સીધી વૉશરૂમાં જતી રહી. કેમકે તેને આટલા સમય સુધી માંડમાંડ પોતાના આસું રોકી રાખ્યા હતા.
મૈત્રીની વાત સાંભળીને કપીસને બહુ દુ:ખ થયું. પણ, તેને ખબર હતી કે આમાં તેના તરફથી જ મોડું થઈ ગયું છે, કેમકે બંન્નેમાં મૈત્રીએ અંત સુધી હાર નહોતી માની પણ તેના કૅરલેસ નેચર, મૈત્રીને ટેકીંગ ફોર ગ્રાન્ટેડ લેવાના તેના વર્તનને કારણે તેને મૈત્રીને ગુમાવી દીધી.
“ટ્રીન.......ટ્રીન......ટ્રીન.....” મૈત્રીનો ફોન બે ત્રણ વાર વાગ્યો.
સ્ક્રીન પર બા લખેલું જોઈને કપીસને કંઈ અરજન્ટ હશે તેમ વિચારી ચોથો કૉલ ઉઠાવ્યો.
“હલો....મૈત્રી... હલો... અવાજ આવે છે. આ દિયાને જરા શિવાજીનું હાલરડું સંભળાવ.. કદાચ મમ્મીના અવાજથી સૂઈ જાય ક્યારની રડી રહી છે.”
“દિયા... દિયા કોણ?”
“હલો તમે કોણ બોલો છે અને મૈત્રીનો ફોન તમારી પાસે શું કરે છે? ક્યા છે મૈત્રી.”
“બા....બા... હું કપીસ બોલું છું.. કપીસ.. આ દિયા કોણ છે?”
“કપીસ તમે.. તમારી પાસે મૈત્રીનો ફોન શું કરે છે?”
“બા... પહેલા એ કહો કે આ દિયા કોણ છે અને કોણી છોકરી છે?”
“હલો બા હું તમને પછી ફોન કરૂં છું. હમણા જરા એક કેસનું ડિસ્કશન કરૂ છું.” મૈત્રી ફોન કાપી નાંખ્યો.
“મૈત્રી આ દિયા કોણ છે અને કે કેમ મારા હાથમાંથી ફોન ઝૂંટવી લીધો. મને કહે આ દિયા કોણી દિકરી છે? શું તે મારાથી છૂટા પડીને બીજા લગ્ન કરી લીધા. એટલું તું કહેતી હતી કે બહુ મોડું થઈ ગયું છે. હા.... મૈત્રી હું તને કંઈ પુછી રહી છું. કે પછી દિયા મારી છોકરી છે? તું ચૂપ કેમ છે? શું દિયા મારી છોકરી છે? મૈત્રી પ્લીઝ મને કે હું તારા હાથ જોડું છું. શું દિયા મારી દિકરી છે?”

END -14